Sunday, August 9, 2026

મજૂરી કામ કરતા યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધીઃઆપઘાત પાછળ માથા...

રાજકોટ તા. ૧૪: રાજકોટના ભગવતીપરામાં રહેતાં અને મજૂરી કરતો રવિ વાઘેલાએ નવમા નોરતે તા. ૯/૧૦ના રોજ ઝેરી દવા પી  જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રવિના  આપઘાત પાછળ એક યુવતિ કારણભુત હોવાનો આક્ષેપ રવિના પિતા ભરતભાઇ વાઘેલાએ કર્યો હતો.

મહેસાણા અને વડનગરમાંથી 1035 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

મહેસાણા, તા.૧૪ મહેસાણા અને વડનગરમાં ઘીના બે વેપારી એકમોમાં રાત્રે નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાની રાહબરીમાં પોલીસ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં લૂઝ ઘી તેમજ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીફેટના ચાર સેમ્પલ મેળવીને ભેળસેળની શંકામાં કુલ રૂ. 84470ની મત્તાનો 1035 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

દંપતીના આપઘાત કેસમાં ચિઠ્ઠી મળતાં નવો વળાંક, પૈસા માગવાના ઉલ્લેખથી ખળભ...

મહેસાણા, તા.૧૩ વિજાપુર પોલીસ સ્ટેશન નજીક રહેતા વૃદ્ધ દંપતી ધનજીભાઇ પટેલ (75) અને હંસાબેન ધનજીભાઇ પટેલ (70)ના ઝેરી દવા પી આપઘાતના કેસમાં નવો વળાંક આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ચિઠ્ઠીમાં દિનેશ લવાર ત્રણ લાખની વારંવાર ધમકી આપતો હોવાનો ઉલ્લેખ છે. આ ચિઠ્ઠીમાં મૃતકનો પુત્ર જે પરિણીતાને ભગાડી ગયો છે તેના પતિ મહેશનું પણ નામ હોઇ ચિઠ્ઠીને એફએસએલમાં મોકલાઇ ...

જોડિયા નજીક બેફામ દોડતા અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતાં દંપતીનું મોત...

જામનગર,તા.13 જામનગરના જોડિયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકનેટક્કર મારતા બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ. અકસ્માત નિપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ જોડિયાનું દંપતી કુંનડ ગામેથી પરતફરી જોડિયા જતું હતું ત્યારે અકસ્માત સર્જાયો હતો..અકસ્માતની ઘટનાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જોક રાજ્ય ધોરી માર્ગ હોય કે ...

કંડલા અને ભૂજમાં તાપમાનનો પારો સતત ઉચો જતાં લોકો પરેશાનઃઉનાળાનો લોકોને...

રાજકોટ, તા.13 સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાંથી વરસાદ ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને લોકો આતુરતાપૂર્વક શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે. હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ તારીખ 15 થી શિયાળા ની અનુભૂતિ કરાવતા વાતાવરણનુનો પ્રારંભ થશે અને ધીમે ધીમે શિયાળો જમાવટ કરશે. સવારે પ્રમાણમાં વાતાવરણ સૂકું હોય છે પરંતુ આખો દિવસ ગરમ...

કાળિયારના ચામડા સાથે શિકારીઓની ગેંગ ઝડપાઇ, ત્રણ દિવસના રિમાન્ડ પર

જામનગર,તા.13 જામનગરમાંથી કાળિયાર હરણના ચામડાં સાથે આઠ શખ્સ ઝડપાતા દોડધામ  મચી ગઇ છે. જામનગરના પાનેલીમાં શિકાર કરી જામનગરમાં ચામડું વેંચવા આવેલા આઠેય શખ્સને વનવિભાગે સકંજામાં  લઇ લીધા હતા. આ આઠેય શિકારીઓને અદાલતમાં રજૂ કરીને ત્રણ દિવસના  કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે.  શિકારી ટોળકીના મુખ્યસૂત્રધારને પકડવા માટે વનવિભાગે તપાસનો શરૂ કરી છે. જામનગર વ...

શું તમે જાણો છો કે ઝીકા અને ડેન્ગયુ માટે એક જ મચ્છર જવાબદાર છે.

ગાંધીનગર,તા.13 સમગ્ર રાજયમાં ડેન્ગયુનો રોગચાળો વકરી રહ્યો છે પરંતુ ઝીકાનો કોઈ કેસ નોંધાયો નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, ઝીકા વાયરસ એડીસ ઈજીપ્તી નામના માદા મચ્છરના કારણે ફેલાવો પામે છે. ભારતમાં ઝીકા વાયરસના ફેલાવા માટે એડેસ ઈજીપ્તી નામની પ્રજાતિ મુખ્યત્વે જવાબદાર છે. આ જ મચ્છરની પ્રજાતિ ડેન્ગયુ કે યલો ફિવર માટે પણ જવાબદાર છે. રાજયમ...

15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો

અમદાવાદ, તા.13 કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ જેવા 15 નેતા 22 વર્ષથી કોંગ્રેસને બનાવી રહ્યા છે. હાર માટે આ નેતાઓ જ જવાબદાર હોવાનું વારંવાર નેતાઓ કહેતા આવ્યા છે. આ ટોળકી ભાજપને મદદ કરી રહી હોય એવો માહોલ ગુજરાતની પ્રજા વચ્ચે વારંવાર ઊભો થતો રહ્યો છે. તેમને ખસેડવ...

સાગર પંચીવાલાના ગોડાઉનમાં ફૂડ વિભાગનો દરોડો, 6 લાખનું શંકાસ્પદ ઘી સીઝ

ડીસા, તા.૧૨ ડીસામાં શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હરસોલિયાવાસ વિસ્તારમાં આવેલા સાગર દેવચંદભાઈ પંચીવાલાના ગોડાઉનમાં અચાનક રેડ કરી શંકાસ્પદ ઘી ના બે સેમ્પલો લઇ રૂ.6 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ સિઝ કર્યો હતો. બીજી તરફ જીઆઇડીસીમાં પીનાક મસાલાની ફેકટરીમાંથી મરચા પાવડર અને નયન મસાલા ફેક્ટરીમાંથી હળદર પાવડરના સેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાદ...

અહેમદ બાબા અને 14ની ટોળકી કોંગ્રેસને લૂંટે છે ?

કોંગ્રેસના 15 નેતાઓની ટોળકીનો કોંગ્રેસ પર 22 વર્ષથી કબજો, વારંવાર હાર માટે આ ટોળી જવાબદાર What did Congress spokesperson and National Party representative Manohar Patel say or did he get notice? કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે એવું તે શું કહ્યું કે તેમને નોટિસ મળી અમદાવાદ : કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અહેમદ પટેલ, ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ ...

મગફળી કૌભાંડ બાદ હવે સરકાર તકેદારી રાખીને રજીસ્ટ્રેશન થયેલા ફોર્મની ચક...

રાજકોટ તા. ૧ર મગફળીનું વિક્રમ જનક વાવેતર રાજ્યમાં થયું હતું. યોગ્ય વરસાદ અને ખેડૂતકોની માવજતને કારણે આ વર્ષે મગફળીનો પાક સારો એવો ઉતર્યો છે જેથી ગુજરાત  સરકાર દ્વારા રાજકોટ સહિત રાજયભરમાં મગફળી ખરીદી અંગે રજીસ્ટ્રેશન થઇ રહ્યું છે. રાજકોટ જીલ્લામાં ૭ર હજાર સહિત રાજયભરમાં કુલ  ચાર લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દરમિયાન પુરવઠાના અગ્રસચિ...

સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટર્સની કફોડી હાલત અંગે આરોગ્યમંત્રી સમ...

અમદાવાદ, તા.12 સરકારી મેડીકલ કોલેજો-હોસ્પિટલમાં ભણતાં અને ઇન્ટરનશીપ કરતા રેસિડેન્ટ ડોકટર્સએ પોતાના અભ્યાસ- કામગીરી અને તેના ભારણના પ્રશ્નોને લઈને આરોગ્યમંત્રી અરજી કરી  છે. જેમાં વિપરીત પરિસ્થિતિ અને અનિશ્ચિત કામના કલાકો જેવા જુદાં જુદાં પ્રશ્નોને લીધે રેસિડેન્ટ ડોકટર્સ ને પડતી તકલીફો અંગે જુનીયર ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા આ રજુઆત કરવામાં આવી હોવા...

દોઢ લાખ વાર જમીનનું કૌભાંડ, આશ્રમ મૂડીવાદી બની ગયો

ગાંધીજીના જ શબ્દોમાં, “કોચરબ અમદાવાદની પાસેનું નાનકડું ગામડું છે. અને આશ્રમનું સ્થાન એ ગામમાં હતું. કોચરબમાં મરકીએ દેખાવ દીધો. બાળકોને હું તે વસ્તીની મધ્યે સુરક્ષિત નહોતો રાખી શકતો. સ્વચ્છતાના નિયમો ગમે તેટલી સાવધાનીથી પાળતાં છતાં, આસપાસની અસ્વચ્છતાથી આશ્રમને અલિપ્ત રાખવું અસંભવિત હતું. કોચરબના લોકોની પાસે સ્વચ્છતાના નિયમોનું પાલન કરાવવાની અથવા તેમ...

ગુજરાત યુનિ.એ જે પ્રોફેસરને કામકાજથી દૂર કર્યા સરકારે તેને કેસીજીમાં મ...

અમદાવાદ, તા.૧૧ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં ગુજરાત કોલેજના પ્રોફેસર કે જેઓએ ખોટી રીતે ઉત્તરવહી ચકાસણી કરીને પોતાની પુત્રીના નામે ગેરકાયદે રૂપિયા લીધા હતા. તેને બ્લેકલીસ્ટ કરીને પરીક્ષાની કામગીરી ન સોંપવાનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં આ પ્રોફેસરને કોઇપણ પ્રકારની નાણાંકીય બાબતો હોય ત્યાં કોઇપણ પ્રકારની કામગીરી ...

ગેહલોતે દારૂબંધીના નામે ગુજરાત સરકારને તમાચો મારતાં, બુટલેગરો ઉપર દરો...

અમદાવાદ, તા.11 રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાતમાં દારુબંધી હોવા છતાંય,રાજસ્થાન કરતા પણ વધારે દારુ પીવામાં આવતો હોવાનું નિવેદન કરતા ભાજપ સરકારમાં મુખ્યમંત્રીથી માંડીને ધારાસભ્યો રોષે ભરાયા છે અને અશોક ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે તેમ કહીને હવે રાજકારણ શરુ કર્યું છે. એ વાત સાચી કે અશોક ગેહલોતે ગુજરાતીઓ પર આરોપ મુક્યો ...