Sunday, August 9, 2026

ચોરોએ ATMનો આગળનો ભાગ તોડ્યો, મશીન મોટુ હોઇ ન બહાર ન નિકળતાં રૂ.15 લાખ...

મહેસાણા, તા.૧૧  મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલ શંકુઝ વોટરપાર્ક નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમએમને બુધવારે રાત્રે નિશાન બનાવાતાં દોડધામ મચી ગઈ છે. તસ્કરોએ એટીએમના આગળના ભાગને તોડી કેશ ભરેલું બોક્સ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બોક્સ મોટુ અને એટીએમનો દરવાજો સાંકડો હોઇ બહાર કાઢી શક્યા ન હતા. આથી મોટી રકમ ચોરાતાં બચી ગઈ હતી. લાંઘણજ પોલીસે માત્...

કબ્રસ્તાનની જમીન વેચી તેના પર મોટું સંકુલ બનાવવાનું કૌભાંડ

અમદાવાદ, તા. 11 શહેરના અમદુપુરા વિસ્તારમાં આવેલા ઘણાં વર્ષો જૂના બીબી મા કબ્રસ્તાનના મામલે વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ કબ્રસ્તાનની જમીન કેટલાક લોકોએ ખરીદી છે અને સમર્પિત સંપત્તિ સાથે ચેડાં કરાયા હોવાનું બહાર આવતા આખો મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી આશંકા સેવાઈ રહી છે કે આ જમીન પર મોટું સંકુલ બનાવવા માટે આ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું...

ગુજરાતના સ્થાપક રવિશંકર મહારાજના અસત્યના પ્રયોગો

12 સપ્ટેમબર 1974માં ગાંધીઆશ્રમમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે બ્લિટ્ઝ મેગેઝીને સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેમાં ગાંધીવાદી એવા બે પ્રખર નેતા પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી પર ભ્રષ્ટાચારના આરોપો હતા. આ વધી જ બાબતો રવિશંકર મહારાજના તપાસ પંચમાં તપાસવાની હતી. બ્લિટ્ઝ સામાયિકે જાહેર કરેલી ભ્રષ્ટાચારની વિગતો અંગે પ્રભુદાસ પટવારી અને પન્નાલાલ ઝવેરી...

અમપાના કર્મચારીની ઓળખ આપી તોડ કરવા ગયેલા બે શખ્સો ઝડપાયા

અમદાવાદ, તા.૧૦ અમપાના કર્મચારી તરીકે ઓળખ આપીને ચવાણાની દુકાનના માલિકનો તોડ કરવા નિકળેલા બે ગઠીયાઓ ઝડપાઈ જતા અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. દુકાન માલિકને શંકા જતા બંને ગઠીયાઓ આબાદ રીતે પકડાઈ ગયા છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કાનજી દેસાઈની માલિકીની દુકાન ભાડે રાખી કિશનસીંગ ભૈરવનાથ ચવાણાના નામથી ધંધો કરે છે. કિશનસિંગ વતનમાં ગયા હોવા...

લાખો રૂપિયાની લોનના ચક્કરમાં ઠગ ટોળકીએ 91 હજાર પડાવ્યાં

અમદાવાદ, તા.10 વિરમગામ તાલુકામાં રહેતા શિક્ષક અને તેમના મિત્રને લાખો રૂપિયાની લોન આપવાની લાલચ આપી જુદાજુદા ચાર્જ પેટે રૂપિયા 91,637 પડાવી ઓફિસ બંધ કરી ઠગ ટોળકી ફરાર થઈ ગઈ છે. આ મામલે નવરંગપુરા પોલીસે શીવ રાઠોડ, વિજય મહીડા, બિનીતા અને રંજન સામે ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રિત...

નરોડા-દહેગામ રોડ પર વરસાદ વિના પડ્યો ભૂવો, બાઈકચાલક ઈજાગ્રસ્ત

અમદાવાદ, તા.11 વરસાદમાં તો સમગ્ર શહેરમાં ભૂવા પડવાના અનેક કિસ્સા નોંધાયા જ છે, પરંતુ વિના વરસાદે પણ નરોડામાં 15 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના નોંધાઈ છે. આ ભૂવામાં પડી જવાના કારણે એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે જીસીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ભૂવામાં પડી ગયેલા બાઈકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું...

દારૂની હેરાફેરીમાં 63 લાખના પાણીના RO જપ્ત

મહેસાણા, તા.૧૦ ભટારીયા ગામની સીમના ખરાબામા સાંથલ પોલીસે રેડ કરી આરઓ મશીનની નીચે છુપાવીને રાખેલ રૂ.2.68 લાખનો દારૂ ઝડપાયો હતો.સાંથલ પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો હતો. સાંથલ પોલીસ બુધવારે પેટ્રોલીંગમા દરમિયાન ભટારીયા ગામની સીમના ખરાબામાં દારૂ સંબધે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે અહીથી મળી આવેલ કન્ટેનર ગાડીમાં ગોઠવેલ આરઓ ...

વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચેના અકસ્માતમાં 25થી વધુ ઈજાગ્રસ...

મોરબી,તા:૧૧  વાંકાનેરના ખેરવા પાસે બે એસ.ટી. બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જાણવા મળ્યા મુજબ ઈજાગ્રસ્તો પૈકી પાંચને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે, જ્યારે એક એસ.ટી. બસના ચાલકને પણ ગંભીર સ્થિતિમાં હોસ્પિટલે ખસેડાયો છે. જાણવા મળ્યા મુજબ સવારે સાત વાગ્યાની આસપાસ વાંકાનેર-રાજકોટની એસ.ટી. બસ નંબર જીજે-18ઝેડ-0373 અને ...

યુવક અને છાપીનો 8 વર્ષિય બાળક ડેન્ગ્યુની ઝપટમાં

દાંતીવાડા, તા.૧૦ પાંથાવાડામાં એક યુવક ડેન્ગ્યુમાં સપડાતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે. જ્યારે વડગામ તાલુકાના છાપી ખાતે લાટીબજારમાં રહેતા એક 8 વર્ષીય બાળકને ડેન્ગ્યુ પોઝીટીવ રિપોર્ટ આવતાં પંથકમાં ખળભળાટ મચ્યો છે. દાંતીવાડા તાલુકાના પાંથાવાડામાં રહેતા 17 વર્ષીય દેવ જગદીશભાઈ ખંડેલવાલને તાવ આવતાં ડીસાની...

નર્મદાની મુખ્ય નહેરમાં પડી જતાં યુવાનનું મોત નીપજ્યું

પાલનપુર, તા.૧૦  થરાદ નર્મદાની મુખ્ય નહેરમાં બુધવારે બપોરે કોઠીગામના યુવાન પડી જતાં તેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતુ. જેની જાણ તરવૈયાઓને કરાતાં તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી મૃતદેહને બહાર કાઢ્યો હતો. આશાસ્પદ યુવાનના મોતને લઈ ગમગીની છવાઈ છે. થરાદની મુખ્ય કેનાલ બુધવારે બપોરે થરાદ તાલુકાના કોઠી ગામના પ્રદિપભાઇ નરસેગભાઇ આસલે અચાનક પડી જતાં ડૂબી જતાં મોત...

ગેસના 2 બાટલા ફાટતાં આગ, વીમો નહી હોવાથી ફરિયાદ ના કરાઈ

મહેસાણા, તા.10  મહેસાણા શહેરના ભરચક વિસ્તાર ગણાતા આઝાદચોકમાં આવેલા જૈન આયંબિલ ભવનમાં બુધવારે સવારે ઓળીની રસોઇ દરમિયાન ગેસની પાઇપમાં લાગેલી આગથી ગેસના બે બાટલા ફાટતાં સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઇ હતી. આ સમયે આયંબિલ ભવનમાં કામ કરી રહેલા 20થી વધુ વ્યક્તિઓ આગને જોઇ ગભરાઇને બહાર નીકળી ગયા બાદ બોમ્બ વિસ્ફોટની જેમ ગેસના બે બાટલા ફાટ્યા હતા, જેને લઇ...

ફોરલેન બ્રિજ બનાવવા ગાયકવાડ સમયના લીમડાના 188 વૃક્ષો કાપવા સામે લોકોનો...

સિદ્ધપુર, તા.૧૦ સિદ્ધપુરના ખળી ચાર રસ્તાથી રેલવે ફાટક પાસે ખેરાલુ રોડ પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી શરુ થવા જઇ રહી છે, ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે, જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે. ઓવરબ્રિજનું...

પાલાવાસણાથી કાલરીના 35 કિમીના રોડની ભયંકર દુર્દશા

મહેસાણા, તા.૧૦ મહેસાણાથી તીર્થધામ બહુચરાજીને જોડતા રોડ પર પાલાવાસણાથી કાલરી સુધીના 35 કિમીના ડબલ હાઇવે ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે ગણ્યે ગણાય નહીં એટલા છે. એમાંય પાલાવાસણાથી હનુમંત હેડુવા તેમજ બલોલથી નદાસા, આસજોલ સુધીના રોડનું તો નામોનિશાન બચ્યું નથી. બે મહિના પહેલાં જ બનેલા ચડાસણા-કાલરી રોડના પણ છોતરાં ઉડી ગયા છે. આ રોડનું કામ ચાલતું હતું ત...

મેઘરજના વાસણાથી 10 ફુટ, વિજયનગરના ચંદવાસાથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

મેઘરજ, તા.૧૦ મેઘરજ નગરને અડીને અરવલ્લીની ગીરીમાળાઓ આવેલી હોવાથી અવારનવાર વન્ય પ્રાણીઓ અને અજગરો દેખા દેતા હોય છે, ત્યારે સોમવારના રોજ વાસણા નજીક પેટ્રોલપંપ પાસે સાડા બારેક વાગે અજગરે દેખાદેતા લોકોના ટોળા એકઠા થયા હતા અને વનવિભાગને જાણ કરતા વનવિભાગના નરેશ ડામોર અને ભદ્રેશ પટેલે ઘટના સ્થળે પહોંચી દસ ફુટના લાંબા અજગરને રેસ્ક્યુ કરી ઝડપી પાડ્યો હતો ...

ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...

અમદાવાદ, તા.10 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...