શાકભાજીના ભાવ આસમાને આંબ્યા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ
અમદાવાદ, તા. 10 ચાલુ વર્ષે ગુજરાત પર વરસાદની ખાસ્સી એવી મહેરબાની રહી. અને સમગ્ર રાજ્યમાં જરૂરી મહેર કરતાં વધારે પ્રમાણમાં મેઘ મહેર થઈ છે. ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે વરસાદની સીઝનમાં શાકભાજીના ભાવ વધારે હોય છે, પરંતુ વરસાદ બાદ પણ હજુ આ ભાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યાં. અમદાવાદમાં શાકભા...
સાબરમતી આશ્રમના ભ્રષ્ટાચાર માટે તપાસ પંચ નિયુક્ત કરાયું, તો વિરોધ કોણે...
સાબરમતી આશ્રમની અંદર થયેલા ભ્રષ્ટાચાર અને જમીનોના ગોટાળા ઉપર તે સમયના ગુજરાતના રાજ્યપાલ કે કે વિશ્વનાથન દ્વારા એક તપાસ પંચ નિમવાની જાહેરાત કરી હતી. રાજભવનમાં આશ્રમના ગોટાળાની ચર્ચા થઈ હતી. દાહ્યાભાઈ નાયક અને શ્રીકાંત શેઠને રાજભવનમાં આવવાની ફરજ પાડવામાં આવી હતી. અનેક પુરાવા અને મુદ્દાઓની ચર્ચા થયા બાદ રાજ્યપાલે કહ્યું હતું કે મને ખાતરી થઈ છે કે, આશ્...
મહેસાણાના આયંબીલ ભવનના રસોડામાં ગેસના બે સિલિન્ડર ફાટ્યા, પ્રચંડ અવાજથ...
મહેસાણા, તા.૦૯ મહેસાણા શહેરના આઝાદ ચોકમાં આવેલી જૈન સમાજના આયંબીલ ભવનના રસોડામાં સવારે 10 વાગ્યે ગેસના બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો ભયાનક કહતો કે, ભવનના બારી અને બારણાના તૂટ્યા હતા તેમજ કાચની બારીઓના કાચ તૂટ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિની અહેવાલ નથી. દરમિયાન બ્લાસ્ટના પ્રચંડ અવાજથી આસપાસના લોકો ગભરાયા હતા. આયંબીલ ભવનમાં સવ...
કાંકરેજના ચીમનગઢ ગામે કુહાડીના ઘા ઝીંકી ખેડૂત યુવકની નિર્મમ હત્યા કરી ...
થરા, તા.૦૯ કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા ચીમનગઢ (નવા ઝાલમોર)ગામે આસો સુદ-નોમની રાત્રે ખેતરમાં કપાસના પાકને પિયત કરી સુઈ રહેલા ખેડુત રાયમલભાઈ દેવશીભાઈપટેલ (કાથેરાટીયા)ના યુવાન પુત્રની રાજસ્થાની આદિવાસી મજુર યુવકે મોઢા-ગળાના ભાગે અસંખ્ય કુહાડીના ઘાઝીંકી નિર્મમ હત્યા કરતાં સમગ્ર પંથકમાં અરેરાટીની લાગણી ફેલાઈ છે. ચીમનગઢ (નવાઝાલમોર...
કડી થોળ રોડ ઉપર આવેલ લાખોના ખર્ચે બનેલ અંડરબ્રિજમાં સળિયા દેખાયા
કડી, તા.૦૯ કડી શહેરમાં આ વર્ષે અવિરત ચાલું રહેલા વરસાદથી રસ્તાઓ બિસ્માર થવાની સાથે જોખમી બન્યા છે. કડીના થોળ રોડ ઉપરના આવેલ અન્ડરબ્રિજ, બાલાપીર, હાઇવે અને નંદાસણ રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. સારા વરસાદના પગલે પ્રવાસીઓનો ધસારો આ રોડ પર વધુ રહે છે. જેમાં તાજેતરમાં નિતિન પટેલે ઉદ્ઘાટન કરેલ બ્રિજ ઉપર લોખંડના સળિયા બહાર આવી જતાં જાનહાનિ થઇ શકવાની ...
મેઘરજમાં ચાર મહિનામાં ગટરની પાઇપ લાઇનો તૂટી જતાં ગંદકીનું સામ્રાજ્ય
મેઘરજ, તા.૦૯ મેઘરજના ઇન્દીરા નગર કેથોલીક માર્ગ ઉપર રામનગર સોસાયટીની ચોકડી પાસે ગટર યોજનાની પાઇપ લાઈન તૂટી જવાને લઈ ગંદકી પેદા થવાના કારણે આજુબાજુની સોસાયટીઓમાં રહેતાં 300 ઉપરાંત પરીવારો ત્રાહીમામ્ પોકારી ઉઠયા છે. જેને લઈ ભયંકર રોગચાળો પેદા થવાના કારણે વહીવટી તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે. મેઘરજ પંચાલ માર્ગ ઉપર ઈન્દિરાનગર, રામનગર સહીતની 10 જેટલ...
પોતાની જ દિકરી, જમાઇ અને વેવાણનું અપહરણ કરતા ત્રણને ઝડપી પાડતી પોલીસ
જુનાગઢ તા. ૧૦ સંબંધોની લજવતો કિસ્સો સામે આવ્યો છે. પોતાની જ પુત્રી, જમાઇ અને વેવાણના અપહરણમાં પોલીસે વેવાઇ સહિત ૩ અપહરણકારોની ધરપકડ કરી છે. અપહરણકારો પાસેથી કાર અને બાઇક કબ્જે કરી અન્ય અપહરણકારોની શોધ શરૂ કરી છે. પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે રહેતા રાવલ માવદીયાએ માંગરોળના મધરવાડા ગામનાં ભનુભાઇ ઉર્ફે મસરીયા મુળુભાઇ ધુડાની પુત્રી શાંતી સાથે દોઢેક મ...
તમામ બેઝ મેટલમાંથી કોપર આ વર્ષે સૌથી ખરાબ સ્થતિમાં
અમદાવાદ,તા:૧૦ આપણે અહીંથી ઘેરી મંદીમાં પ્રવેશ કરીશુ તો એમાં કોઈ શંકાને સ્થાન નથી કે બેઝ મેટલ્સ બજાર જે અત્યારે માંગ પુરવઠાની સમતુલા ધરાવે છે તે અસમતોલ બની, વધુ ભાવઘટાડાનો સામનો કરશે. તમામ બેઝ મેટલમાંથી કોપરે ૨૦૧૯મા સૌથી ખરાબ સ્થતિનો સામનો કર્યો છે. વૈશ્વિક મેક્રો અર્થવ્યવસ્થાનાં નિરાશાજનક સેન્ટીમેન્ટે કોપરના નીચા ભાવ નીર્ધારણમાં મુખ્ય ભૂમિકા કરી...
સડેલી મગફળીના કોથળાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો
મહેસાણા, તા.૦૯ મહેસાણા એલ.સી.બી.ને દશેરાના પેટ્રોલિંગ દરમિયાન ગુંજાળા પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને એલસીબીએ સડેલી મગફળીના કોથળાની આડશમાં લવાતા વિદેશી દારૂની પેટીઓ પકડી હતી. દરમિયાન ત્યાં આસપાસ તપાસમાં ભોંયરામાંથી પણ વિદેશી દારૂની પેટીઓ મળી હતી. પોલીસે રૂ.૨૨,૧૦,૦૦૦નો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, તા.10 એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકી...
108 ઈમર્જન્સી એમ્બુલન્સ મોડી આવતાં સીએમના ભાઈનું મોત
રાજકોટઃતા:૦૯108 ઈમર્જન્સી સેવાના કારણે અનેક લોકોના જીવ બચવાના દાખલા આપણે જોયા છે, તો 108ની બેદરકારીના કારણે મોતના કિસ્સા પણ આપણે જોયા છે. જો કે આ વખતે 108ની બેદરકારીનો પરચો ખુદ મુખ્યમંત્રીને જ થઈ ગયો છે. 108ને કોલ કર્યા બાદ 45 મિનિટ મોડી પડતાં તેમના માસિયારા ભાઈ અનિલભાઈનું અવસાન થયું છે. સમગ્ર ઘટના જાણમાં આવતાં જ મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપી...
સુરેન્દ્રનગરના સાયલામાં બે જૂથ વચ્ચે અથડામણ, આઠ ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર,તા:૦૯ સાયલામાં જૂની અદાવતમાં બે જૂથ સામસામે આવી ગયા હતા, જેમાં થયેલી અથડામણમાં આઠ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક વર્ષ પહેલાં પણ જૂની અદાવતમાં સાયલામાં આ બંને જૂથ દ્વારા અથડામણ સર્જાઈ હતી, જે...
પૂર્વ પત્ની અને સાસરીયાએ યુવકના દસ્તાવેજોના આધારે 1.70 લાખના મોબાઈલ ફો...
અમદાવાદ, તા.૯
પૂર્વ પતિના દસ્તાવેજોની મદદથી પત્ની, સસરા અને સાઢુએ અમદાવાદના ત્રણ જુદાજુદા સ્ટોરમાંથી રૂપિયા 1.70 લાખના ત્રણ મોબાઈલ ફોન લોન પર મેળવી લઈ છેતરપિંડી આચરી છે. આ મામલે સોલા પોલીસે રિદ્ધી અશોક મહેતા, અશોક મહેતા અને રિતેશ માવાણી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સેટેલાઈટ, જોધપુરના સત્યમ સ્ટેટસ અને મુંબઈ દહીસર ખાતે રહેતા નિકુંજ રમેશભાઈ ભુપતા...
ગાંધીજીની હયાતીમાં આશ્રમનું નૈતિક અધઃપતન
ગાંધી આશ્રમની સ્થાપના થઈ ત્યારથી આશ્રમ વિવાદમાં રહ્યો હતો. તેમાં અહીં લખી ન શકાય તેવા કુકર્મ ગાંધીજીની હયાતીમાં થયા હતા. 1930માં ગાંધીએ આશ્રમ છોડ્યો ત્યાર બાદ અહીં સંચાલકો પૈકી કેટલાંક વ્યભિચાર અને ભ્રષ્ટાચાર કરવા લાગ્યા હતા. તેને ખૂલ્લો પાડનાર એક ગાંધીયન જ હતા. રામજીભાઈ તેનું નામ હતું. ગાંધીજીને ખાદી વણવાનું શિખવનારા રામજીભાઈ ગોપાળ બઢિયા અને તેમના...
કોર્પોરેટ ટેક્સના ઘટાડાની આડઅસર હેઠળ નાના દુકાનદારોનું મોટું ધોવાણ થશે...
અમદાવાદ,તા.09 કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાને પરિણામે સ્થાનિક સ્તરેથી જ ખરીદી કરીને સ્થાનિક લોકોની જરૂરિયાતને સંતોષતા નાના દુકાનદારોને મોટો ગેરલાભ થશે. સરકારે હજી પખવાડિયા પૂર્વે જ કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરી આપવાનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેને પરિણામે વિદેશની કંપનીઓ તરફથી...

English