Sunday, August 9, 2026

મહિલાના ઓપરેશનમાં ક્ષતિની ફરિયાદના આધારે હોસ્પિટલ પર આરોગ્ય વિભાગના દર...

રાજકોટઃ વાણિયાવાડી વિસ્તારની સમર્પણ હોસ્પિટલ દ્વારા ઓપરેશનમાં મહિલાએ નિષ્કાળજી રાખી હોવાની ફરિયાદ નોંધાતાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી કરી હતી, ઉપરાંત ઓપરેશનમાં વાપરવામાં આવેલાં મશીન અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટની રહેવાસી મહિલા સમર્પણ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરાવ્યું હતું, જે ઓપરેશનમાં ડોક્ટર દ્વારા બેદરકારી દાખવાઈ હોવાની મહિલાએ ફરિયાદ કરી...

ગાંજાના 21 કીલોના જથ્થા સાથે એકની ધરપકડ કરતી મોરબી પોલીસ

06,મોરબી મોરબી એલ.સી.બી. ટીમે ગાંજોનો જથ્થો ઝડપી પાડ્યો છે.મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી ૨૧ કિલો ગાંજો ઝડપાયો હોવાના અહેવાલથી ચકચાર મચી ગઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મળેલી માહિતી અનુસાર ખાનગી ટ્રાવેલ્સમાં ગાંજો સુરતથી મોરબી મંગાવવામાં આવ્યો હતો. જોકે મોરબીમાં ખાનગી ટ્રાવેલ્સમાં પાર્સલ આવેલ હતું. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેમજ ...

બાબરાની મહિલા સીડીપીઓ રેખા જોષી રૂપિયા ૬૯૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાય...

તા.૫ બાબરા તાલુકાની સરકારી કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી આર્થિક લેતીદેતી અને અરજદારો પાસે કામના બદલામાં લાંચ લેવાની વ્યાપક પ્રમાણમાં ફરિયાદો વચ્ચે બાબરા તાલુકા પંચાયતમાં આઈ સી ડી એસ શાખાના મહિલા સીડીપીઓ આંગણવાડી વર્કર બહેનો પાસેથી લાંચની રકમ લેતા અમરેલી જીલ્લા એ સી બી ટીમના પીલીસ ઇન્સ્પેક્ટર  દ્વારા ઝડપી પાડી અને મોડી સાંજ સુધી સ્થળ પંચનામું સહિત...

ખાતાકીય તપાસની મંથર ગતિથી ભ્રષ્ટ કર્મચારીઓને સજાને બદલે મજા

ગાંધીનગર, તા.04 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે રાજ્ય સરકારમાં ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ કે કર્મચારીઓને છાવરવામાં નહીં આવે, તમામને સજા કરવામાં આવશે. રૂપાણીનું આ વાક્ય રૂપાળું છે પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારી અધિકારી કે કર્મચારીને સજા થતી નથી. એક કિસ્સો છેલ્લા 13 વર્ષથી સરકારની ફાઇલોમાં ચાલી રહ્યો છે જેમાં કસૂરવાર બિન્દાસ છે. ભ્રષ્ટાચારન...

વાંકાનેરની સાત મંડળીઓના સંચાલકોની ધરપકડ કરતી પોલીસ

વાંકાનેર તા. ૪ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા  મોરબી ના નાની સિંચાઇ યોજનાનામાં કરોડોના કૌભાંડમાં મોરબી પોલીસે વાંકાનેરની અલગઅલગ  આઠ મંડળીના પ્રમુખોની ધરપકડ કરી છે. મોરબી જિલ્લાના સ્થાનિક જળાશયોમાં જળસંગ્રહ વધારવા  સરકાર દ્વારા  ૩૦ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા જોકે સરકારી  અધિકારીઓ અને હોદ્દેદારોના મેળાપીપણામાં  આ રકમમાંથી જળાશયો ઉતારવા સહિતની...

વી.એસ. હોસ્પિટલના 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થતાં ફરિયાદ

અમદાવાદ, ગુરુવાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલમાં વી.એસ. હોસ્પિટલનો મોટાભાગનો સ્ટાફ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ તબક્કે જ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો ડેટા ગુમ થઈ હતાં ઉહાપોહ મચ્યો છે. આ 105 મલ્ટિપર્પઝ વર્કર્સનો રેકોર્ડ ગુમ થવા અંગે મેયર સિવાય મ્યુનિ. કમિશનર અને સુપ્રિન્ડેન્ડેન્ટને ફરિયાદ કરાઈ છે, પરંતુ સમગ્ર મામલાને અ...

મ્યુનિ. કમિશનરના આદેશને ઘોળીને પી ગયા પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ

રાજકોટ,તા:05 કોર્પોરેશન દ્વારા હાલમાં જ શહેરની ટ્રાફિકની સમસ્યાના નિરાકરણરૂપે પૅ એન્ડ પાર્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેના નિયમ પ્રમાણે એક કલાક મુજબ ટુ-વ્હીલર માટે રૂ.2 અને કાર માટે રૂ.5નો દર નક્કી કરવામાં આવ્યો છે. જો કે રાજકોટ કોર્પોરેશનના આ આદેશને કોન્ટ્રાક્ટર્સ જાણે ઘોળીને જ પી ગયા હોય તેમ પૅ એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર્સ બાઈકચાલક પાસેથી એક ...

એક બે વખત બિલ ચૂકવવાનું અમપાનું કૌભાંડ અભરાઈ પર

અમદાવાદ, તા.04 વર્ષ-2013માં અમદાવાદ શહેરની મુલાકાતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા એ સમયે અમપા દ્વારા શહેરના આ બંનેના રૂટમાં આવતા રસ્તાઓનું રિસરફેસિંગ કરવાથી લઈ થર્મોપ્લાસ્ટિક અને કેટ-આઈ લગાવવા માટે રૂ.125 કરોડનાં કામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કામના એક કોન્ટ્રાક્ટરને રૂ.2.5 કરોડની રકમનું ચુકવણું અમપાના ટ્રાફિક વિભાગ...

શેરબજારમાં સતત પાંચમા દિવસે ઘટાડોઃ સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી...

અમદાવાદ,તા. ૪  સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ભારે ઉતારચઢાવ પછી ઘટીને બંધ રહ્યું હતું. રિઝર્વ બેન્કની ધિરાણ નીતિની જાહેરાત પહેલાં  શેરબજારમાં રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી હતી. જોકે આરબીઆઇની ધિરાણ નીતિ જાહેરાત બાદ મંદી ઘેરી બની હતી. જેથી સેન્સેક્સ 434 પોઇન્ટ તૂટીને 37,673.31ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 પોઇન્ટ તૂટીને 11,200ન...

જૂનાગઢમાં એરંડાના તળિયે જતા ભાવના પગલે વેપારીનો વિરોધ

જૂનાગઢઃ05  સિઝનમાં એરંડિયાના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે એરંડાના ભાવ હાલમાં રૂ.1200થી ઘટીને રૂ.800 સુધી તળિયે બેસી ગયા છે. આ અંગે વેપારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને એરંડાની હરાજી બંધ કરી દીધી છે.

ગોંડલમાં પુત્રના ગળે ચાકુ રાખીને મહિલા સાથે દુષ્કર્મ

રાજકોટઃ05  ગોંડલમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી, જેમાં એક નરાધમ દ્વારા પુત્રના ગળે છરી રાખીને તેની માતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આટલું જ નહીં મહિલા પાસેથી રૂ.1.20 લાખ જેટલી રકમ અને ઘરેણાં પણ લૂંટી લેવામાં આવ્યાં.

શહેરમાં વાહન અકસ્માતની ત્રણ ઘટનામાં બાળક સહિત ત્રણનાં મોત

અમદાવાદ, તા.4 શહેરના ત્રણ જુદાજુદા વિસ્તારમાં બનેલા વાહન અકસ્માતના બનાવમાં એક બાળક, મહિલા અને આધેડનું મોત નીપજ્યું છે. કાર ડ્રાઈવરની બેદરકારીએ ફ્લેટના ચોકીદારના માસૂમ બાળકનો જીવ લઈ લીધો છે. શહેરના નારણપુરામાં કાર ડ્રાઈવરે રિવર્સ લેતાં ગફલત કરતાં બાળકનું, આનંદનગર રોડ પર પૂરપાટ કારચાલકની અડફેટે બાઈક પર સવાર દંપતી પૈકી મહિલા અને નવા નરોડામાં કાર...

અમપાના વર્ગ-4 સફાઈ કર્મચારીઓ સાથે મ્યુનિ. સંકુલમાં જ ઉઘાડી લૂંટ

અમદાવાદ,તા.4 અમપા દ્વારા આપવામાં આવતી લોનની રકમની કપાત અંગે વર્ગ-4ના સફાઈ કર્મચારીઓમાં ઉહાપોહ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનના સંકુલમાં જ બેસતા એજન્ટ્સ દ્વારા સફાઈ કર્મચારીઓને લોન અપાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જે અંગે સફાઈ કર્મચારીઓએ વ્યાપક પ્રમાણમાં એકત્ર થઈને ફરિયાદ ઉઠાવી છે. વર્ગ-4 સફાઈ કર્મચારીઓએ ફરિયાદ કરતાં જણાવ્યું છે કે અમપા સંક...

એસ.ટી. ટાટા બસ ખરીદી કૌભાંડમાં વાડજ પોલીસે દસ્તાવેજી પુરાવા સાથે તપાસ ...

અમદાવાદ, તા.04 ગુજરાત રાજ્ય પરિવહન વ્યવહાર નિગમ સાથે ટાટા મોટર્સ દ્વારા નક્કી કરાયેલા મોડલ કરતાં ઉતરતી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરવામાં આવી હોવાના દસ્તાવેજી પુરાવા પોલીસે માંગીને તપાસ શરૂ કરી છે. છેતરપીંડીનો સીધો ગુનો હોવા છતાં તેમને સિવિલ ગુનો બતાવીને ટાટાને બચાવવા માટે ગૃહ વિભાગનું દબાણ હોવાનું પોલીસના વલણ પરથી સ્પષ્ટ થા...

માનસિક અસ્વસ્થ પરિણીતાએ 13માં માળેથી ઝંપલાવતા વૃદ્ધ પર પડી, બંનેના મો...

અમદાવાદ, તા.04 ખોખરા સર્કલ પાસે આવેલા પરિષ્કાર-રના ઈ-બ્લોકના 13માં માળેથી એક પરિણીતાએ ઝંપલાવતા નીચેથી પસાર થતા વૃદ્ધ પર પડતા બંનેનું ફંગોળાઈને જમીન પર પટકાવાથી સ્થળ પર જ મોત નિપજ્યું છે. આપઘાત કરવા છલાંગ લગાવનારી મહિલા નિવૃત્ત સ્કુલ કલાર્કના મોત માટે જવાબદાર બની છે. અમરાઈવાડી પોલીસે આ ઘટનાના પગલે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે. અમરાઈવાડીના સ...