Sunday, August 9, 2026

આ છે અમદાવાદ મહાનગર પાલિકાની જર્જરિત શિક્ષણ વ્યવ્સ્થા..!!!

અમદાવાદ,તા.02 અમદાવાદના જમાલપુરના લોલવાલ પીપલી વિસ્તારમાં આવેલી શાળાઓની જર્જરીત હાલત સામે આવી છે. મહાનગર પાલિકા  સંચાલિત આ શાળાની હાલત જોઈએ ત્યારે અહી બાળકો કેવી રીતે ભણી શકતા હશે તેવો પ્રશ્ન થઈ આવે. શાળા નંબર 1-2ની શું છે હાલત? જમાલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળા નં 1-2 ની ઈમારતમાં સિમેન્ટના પોપડા બાજી ગયેલા જોવા મળે છે,  બારીઓ કોઈ જોરદાર...

શહેરના રિક્ષાચાલકો આજે સવારે 6થી સાંજે 6 સુધી સ્વયંભૂ બંધ પાળશે

અમદાવાદ, તા. 02 મોટર વ્હિકલ એક્ટમાં દંડની જોગવાઈમાં રાક્ષસી વધારાના વિરોધમાં અને રિક્ષા ચાલકોના પડતર પ્રશ્નો  માટે ગુરૂવારે અમદાવાદના  રિક્ષાચાલકો જડબેસલાક બંધ પાળશે. આ બંધ સ્વયંભૂ રહેશે અને તે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે એવો નિર્ણય અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા આ બંધ મોટર વ્હિકલ એક્ટના ...

એસવીપી હોસ્પિટલના તબીબોની માનવતા મરી, ડીપોઝીટની જંજાળમાં દર્દીએ પ્રાણ ...

અમદાવાદ, તા.02 એસવીપી હોસ્પિટલ સતત કોઈને કોઈ કારણોસર વિવાદ માં રહે છે. આવો એક દુઃખદ કિસ્સો શનિવારે મોડી રાતે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. એસવીપી હોસ્પિટલમાં શનિવારે મોડી રાતે ગંભીર હાલતમાં લવાયેલા હાર્ટએટેક ના દર્દીની સારવાર કરવાને બદલે  ડોકટરોએ પહેલા ફોર્મ ભરી ડિપોઝીટના રૂપિયા જમા કરવાનું કહેતા બબાલ થઈ હતી. આ દરમિયાન સમયસર સારવાર ન મળતા દર્દી...

ભિલોડાના કમઠાડિયામાં વરસાદથી પાંચ મકાન ધરાશાયી

ભિલોડા, તા.૦૨  ભિલોડા તાલુકાના કમઠાડિયામાં સોમવારે પડેલા ભારે વરસાદથી પાંચ મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસરમાં ખેડૂતોનો 80 હેકટરનો પાક ધોવાઇ ગયો હતો. જેમાં કાવાભાઈ કનકાભાઈ બુવળ, ગોબરભાઈ કોનાભાઈ બુવળ, મનજીભાઈ મોથલીયા, પોપટભાઈ મંગળાભાઈ મોડીયાના મકાન ધરાશાયી થયા હતા. જ્યારે ઝૂમસર પંથકમાં પડેલા વરસાદે તબાહી મચાવી છે અને ખેતરોમાં પાણી ભરાતા બેટમાં ...

માલણ દરવાજા નજીક સાંકડા માર્ગને લીધે એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ

પાલનપુર, તા.૦૨ પાલનપુરના માલણ દરવાજા નજીક મંગળવારે માંડવીથી અંબાજી જતી એસટી બસના ડ્રાઇવરને ડિવાઇડર ન દેખાતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બસમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતાં જાનહાનિ ટળી હતી. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર સોમવારે લક્ઝરી બસ પલ્ટી જવાની ઘટનાને પગલે 21 લોકોના મોત નિપ...

વઢિયાર પંથકમાં સતત વરસતા વરસાદથી પાક નિષ્ફળ જતાં ખેડૂતોને પડતા પર પાટુ...

સમી, તા.૦૨  વઢિયાર પંથકના ખેડૂતો છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી સતત પાક નિષ્ફળ જવાથી દેવાના ડુંગર નીચે દબાઇ ગયા છે. ચાલુ વર્ષે છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની અણી ઉપર છે. સમી તાલુકાના ખેડૂતો ચાલુ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ એક જ ખેતરમાં ત્રણ ત્રણ વખત વાવણી તથા ખેડ ક...

ઉત્તર ગુજરાતમાં ૧૬.૫૮ લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર સતત વરસાદથી ૨૦ ટકા ન...

મહેસાણા, તા.૦૨ ગત વર્ષે ઓછા વરસાદના કારણે અર્ધઅછતથી ખેડૂતોને ખેતીપાક બચાવવા સિંચાઇ માટે સંકટનો સામનો કરવો પડ્યો હતો. તો આ વર્ષે ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિનો માર સહન કરવો પડી રહ્યો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ કુલ 16.58 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ઘાસચારો, દિવેલા અને કપાસનું વાવેતર થયુ છે. પાકવૃધ્ધિના આરે...

હિરાના વેપારીઓની કાર આંતરીને પંદર લાખ કરતા વધુની લૂંટ કરનારા આઠ લૂંટાર...

રાજકોટ, તા., 0૨ જસદણની સરદાર ડાયમંડ માર્કેટમાં હિરાના વેપારીઓને ધોળે દિવસે કાર આંતરી લાખોની લૂંટ કરનારા આઠ લૂંટારૂઓને પોલીસે ઝડપી પાડ્યાં છે. લાખોની કિંમતના હિરા અને રોકડની લુંટનો ભેદ જીલ્લા પોલીસ વડાના સુપરવિઝન હેઠળ જીલ્લા એલસીબી અને જસદણ પોલીસે ૪૮ કલાકમાં જ ઉકેલી નાંખ્યો હતો.  રૂરલ એસપી કચેરી ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં વિગતો આપતા રૂરલ એસપી બલ...

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મહિલા પાંખને દૂર કરવાનો નિર...

ગાંધીનગર,તા.02 ગુજરાતમાં મહિલાઓની વસતી 45 ટકા કરતાં વધુ છે ત્યારે રાજ્યની ઔદ્યોગિક સંસ્થા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના દંભી હોદ્દેદારોએ ચેમ્બરમાંથી મહિલાઓનું પ્રતિનિધિત્વ જ કાઢી નાખ્યું છે. પુરૂષ અને મહિલામાં કોઇ ભેદ નથી તેવું કહેવામાં આવે છે, રાજ્ય સરકાર પણ વિવિધ સંસ્થાઓમાં 35 ટકા થી 50 ટકા મહિલા અનામતની વાતો કરે છે પરંતુ હકીકતમાં ...

નકલી બેઠકોની બસીસમાં મુસાફરોની સલામત સવારી?…!!

ગાંધીનગર, તા.01 રાજ્ય પરિવહન વિભાગ દ્વારા ખરીદવામાં આવેલ 1500 બસીસમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. બસની સીટો હલકી ગુણવત્તાની નાંખી દેવામાં આવતાં 10 જેટલા ડેપોએ સીટ્સ તૂટી જતી હોવાની ફરિયાદ નિગમને કરી છે તેમ છતાં હલકી ગુણવત્તા આપનારાઓ સામે કોઈ પગલાં ભરાયા નથી તેમજ પોલીસ ફરિયાદ થઈ નથી. ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્ણાટકના બેગલુરૂ...

બાપુનગરના પીઆઈને ધમકી આપવા બદલ વિક્કી ત્રિવેદીને ભાજપે સસ્પેન્ડ કર્યો

અમદાવાદ, તા. 01 શહેર ભાજપ દ્વારા પોલીસને ધમકી આપનાર ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને વીડિયોના માધ્યમથી પોલીસને ગાળો આપવાની ઘટના બાદ તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપા યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યુ હતુ કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે પરામર્શ કર્યા બાદ ભાજપા યુવા મોરચાના પ્રદેશ કારોબા...

બર્થ-ડે પાર્ટી માટે દારૂ-બિયર લઈને જતા બે યુવક ઝડપાયા

અમદાવાદ, તા.1 બર્થ-ડેની પાર્ટી આપવા માટે સ્કોચ વ્હીસ્કી અને 20 બિયર લઈને જઈ રહેલા બે યુવકોને સોલા પોલીસે ભાડજ સર્કલ પરથી ઝડપી લીધા છે. ધ્રુવ પટેલનો બર્થ ડે નિમિત્તે મિત્રોને પાર્ટી આપવા માટે દારૂ-બિયરનો જથ્થો લઈને નિયત સ્થળે પહોંચે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ધ્રુવની સાથે કારમાં હાજર તેના મિત્ર જય પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને યુવ...

દિવાળીની બોણી ઉઘરાવવાના મુદ્દે શહેરમાં વ્યંઢળ વોર, બે હુમલા

અમદાવાદ, તા.૦1 શહેરમાં દિવાળીની બોણી ઉઘરાવવાના તેમજ હદના મુદ્દે વ્યંઢળો પર અન્ય જૂથે હુમલા કર્યા હોવાની એક જ દિવસમાં બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આંબાવાડીમાં રિક્ષાચાલક પર હુમલો થતા વ્યંઢળ જૂથ એક ફલેટના ધાબા પર સંતાઈ ગયું હતું. જ્યારે સરસપુરમાં તિક્ષ્ણ હથિયાર વડે એક વ્યંઢળ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યા બાદ અન્ય કિન્નરના વાળ કાપી નાંખ્યા છે. આજ...

માથાસુરમાં મકાન ધરાશાયી થતાં અને વિસતપુરામાં ઘરનું છજુ પડતાં બે વૃદ્ધા...

કડી, તા.૦૧ કડીના માથાસુરમાં દેવીપૂજક વાસમાં એકલવાયું જીવન જીવતા દેવીપૂજક લીલાબેન ધૂળાભાઈ (55) રવિવારે સાંજે ઘરમાં હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની પાછળની દીવાલ વરસાદના કારણે ધસી પડતાં લીલાબેન મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢી સારવાર માટે લઈ જાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. માથાસુર તલાટી અમીત બોરીચાએ બનાવને ...

ટ્રોમાં સેન્ટરના દરેક બેડ ઉપર મારી મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ ક્યાં છ...

પાલનપુર, તા.૦૧ અંબાજીની અકસ્માતની ઘટનાને પગલે દાંતામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દર્દીઓને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5થી 10 દર્દીઓ ભરી-ભરી લવાયા હતા. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલનું ટ્રોમા સેન્ટર દર્દીઓની ચિચિયારીઓથી ખળભળી ઊઠ્યું છે. મોટાભાગના દ...