ભારે વરસાદથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા વૃક્ષો હટાવી ટ્રાફિક પૂર્વરત ક...
મોડાસા, તા.૦૧ પોલીસ કાયદાનો અમલ કરાવવાની એમની કર્તવ્યશીલતા દર્શાવી રહી છે, અને તેની સાથે સાથે મુશ્કેલીગ્રસ્તને મદદરૂપ થવાનો માનવીય અભિગમ અને ફરજ આ શાખા ચૂકતી નથી. પોલીસ પ્રજાની મિત્ર તરીકેની જવાબદારી સંભાળી રહી છે. ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે માનવતા દાખવી ધોધમાર વરસાદ અને ભારે પવનથી મોડાસા-ધનસુરા રોડ પર પડેલા ૧...
ધાનેરાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવા...
ધાનેરા, તા.૦૧ ધાનેરા તાલુકાના કોટડા(ધા) ગામની પ્રાથમિક શાળામાં ચાલતા ગેર વહીવટ બાબતે ગ્રામજનો દ્વારા અવાર-નવાર તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગ્રામજનો દ્વારા સોમવારે શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ શાળાની બહાર બેસી રહેવું પડ્યું હતું. તેમજ આ બાબતે જિલ્લા શિક...
રેલિંગના કારણે બસ ખાઇમાં ન પડી અને 50 લોકોના જીવ બચી ગયા..!
પાલનપુર, તા.૦૧ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખુડેલ અને અન્ય ગામોથી લોકો ધાર્મિકયાત્રાએ નીકળ્યા હતા અને ઊંઝા, બહુચરાજી, અંબા...
વિકલાંગ શખ્સે લોન અપાવવાના બહાને અનેક ને છેતર્યા
રાજકોટ તા. ૩૦: ગાંધીગ્રામ ગૌતમનગરમાં રહેતા વિકલાંગ શખ્સે જાહેર ખબર છપાવી જરૂરીયાતમંદો સાથે રોકડની ઠગાઇ કરતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આ શખ્સની ધરપકડ કરી છે. તેણે લોનના નામે સાતથી વધુ લોકોને છેતર્યાનું ખુલતા પોલીસે તેના રીમાન્ડ મેળવી તપાસ શરુ કરી છે. જામનગર પટેલ કોલોની અરિહંત રેસીડેન્સી માં રહેતા અને હાલ કુવાડવા જીઆઇડીસીમાં કારખાનામાં સીકયુરીટી...
પાનની પિચકારી મારનારા ચારસો થી વધુ દંડાયા,હજારોનો દંડ વસૂલાયો
રાજકોટ,તા.01 રાજકોટ રેલવે ડિવિઝનના એડીઆરએમેં જણાવ્યું હતું કે તારીખ 16 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ ડિવિઝનમાં જુદાજુદા મથકો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત યોજાયેલા અલગ-અલગ કાર્યક્રમો પૈકી રેલવેસ્ટેશનો ખાતે પાન-માવા જ્યાં ત્યાં થૂંકીને ગંદકી કરનારા પ્રવાસીઆે પાસેથી રેલવે સત્તાવાળાઆે દ્વારા 73,500 રુપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ક...
કંડલા પોર્ટના જમીનની લીઝની ફીમાં કરાયો ઘટાડો, હજારો લીઝ ધારકોના દબાણ સ...
કંડલા,તા.01 દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, કંડલા હેઠળની ટાઉનશીપ તથા ઇન્ડસ્ટ્રીયલ જમીનની લીઝને ટ્રાન્સફર કરવા માટે આપવી પડતી ‘ટ્રાન્સફર ફી’નાં ઉચા દરને લઈને લીઝધારકો દ્વારા ઘણા સમયથી આ અંગે રજૂઆત કરવામાંઆવી છે.લીઝધારકો વ્યાજબી ટ્રાન્સફર ફી ભરીને લીઝ ટ્રાન્સફર કરી શકે તે માટે ભારત સરકારનાં શીપીંગ મંત્રાલય દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવેલ છે. અત્યાર સુધી ...
હળવદમાં પાણીના ધસમસતા પ્રવાહમાં 90 ઘેટાં-બકરાં તણાયાં
હળવદ,તા:૦૧ ભારે વરસાદના પગલે હાલમાં મોરબીની લગભગ તમામ નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે, જેના પગલે નદીકાંઠો અને નદીનો પટ લોકો માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ દરમિયાન હળવદના કડિયાણા ગામે 90 ઘેટાં-બકરાં તણાઈ ગયાં હતાં, જે પૈકી 69નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે 21 તણાઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે એકસાથે 12 ઈંચ જેટલો વરસાદ વરસતાં 90 ઘેટા...
સર્વર ડાઉન થતા મોટી સંખ્યામાં નોંધણી માટે ઉમટેલા ખેડૂતોએ હોબાળો મચાવ્...
રાજકોટ, તા. ૧ રાજકોટ સહિત રાજ્યભરમાં મગફળી ખરીદી મા ટેરાજ્ય સરકારે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કર્યુ, પરંતુ સવારે નોંધણીની કામગીરી શરૂ થાય તે પહેલા જ સર્વર ડાઉન થતા હોબાળો થયો હતો અને ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. નેટ નહી પકડાતા રાજકોટ જૂના માર્કેટયાર્ડ માં થોડો સમય સુધી અફડાતફડી મચી ગઈ હતી. મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા મોટી સંખ્યામાં ખેડૂતો...
મારી દિકરી ઈશરત નિર્દોષ હતી, તેને ન્યાય મળે તે માટે પંદર વર્ષથી લડતા હ...
અમદાવાદ,તા.01 વર્ષ 2004માં અમદાવાદ પોલીસે કોતરપુર વોટર વર્કસ પાસે કોલેજ સ્ટુડન્ટ ઈશરત જહાન સહિત ચાર વ્યકિતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર બનાવટી હોવાનો પોલીસ પર આરોપ લાગ્યો હતો. આ મામલે પહેલા ગુજરાત પોલીસની એસઆઈટી અને બાદમાં સીબીઆઈએ કેસ સંભાળ્યો હતો હતો, પરંતુ આ ઘટનાના 15-15 વર્ષ બાદ ન્યાય મળતો નથી તેવી હતાશા સાથે ઈશરતની માતા શમ...
ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતી સરકારનું સર્વર ખોટકાતાં ખેડૂતો મુશ્કેલીમાં ...
ગાંધીનગર, તા. 01 રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે આજથી ખેડૂતોની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ નોંધણી સમયે સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતો જ્યારે પોતાની નોંધણી કરાવવા ગયા ત્યારે અનેક ઠેકાણેથી ખેડૂતોને નોંધણીમાં તકલીફો પડી હોવાની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને સરકારના નોંધણી માટેની વેબસ...
નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ ધમકી આપ્યાની ફરિયાદ
અમદાવાદ,તા:૩૦ નિકોલમાં આવેલી દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ઓળવી જઈ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી દ્વારા ધમકી અપાઈ હતી કે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કંઈ બગાડી નહીં શકે. દેવસ્ય સ્કૂલના દાદાગીરી કરનારા ટ્રસ્ટીએ ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખવામાં આવશે,...
નિગમ સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સભ્યો આમને સામને
અમદાવાદ,તા:૩૦ અમદાવાદ શહેરના ઘોડાસરમાં આવેલી નિગમ સોસાયટીમાં ચેરમેન અને સોસાયટીના સભ્યો વચ્ચે ગેરકાયદે બાંધકામને લઈને વિવાદ સપાટી પર આવ્યો. સોસાયટીના 280 મકાનો એનએ, એનઓસીવાળા છે, જ્યારે 11 મકાનોને લઈને વિવાદ થઈ રહ્યો છે, જે અંગે સોસાયટીના સભ્યો દ્વારા લેખિતમાં અરજી કરવામાં આવી છે. વિવાદાસ્પદ 11 મકાનોના માલિકો દ્વારા કલેક્ટર, એસ્ટેટ ઓફિસર, દક્...
ઊંઝા તાલુકાના કહોડા ગામે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ યુવકની હત્યા
ઊંઝા, તા.૩૦ ઊંઝા તાલુકાના ગામે વહેલી સવારે ઘરમાં ઘૂસી યુવકની હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખાટલામાં ઊંઘી રહેલા યુવકને ધારદાર શસ્ત્રો વડે હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઓટો કન્સલ્ટિંગનો વ્યવસાય કરતો મૃતક યુવક તેના માતા પિતાનો એકનો એક હતો. ઘટનાને પગલે ઊંઝા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓ શોધવા મથામણ શરૂ કરી છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગા...
વ્યાપારીએ પત્ની સાથે હમીરસર તળાવમાં ઝંપલાવી ને આત્મહત્યા કરી
ભુજ, તા. ૩૦: ભુજના હમીરસર તળાવમાં આજે સવારે બે વ્યકિતઓની લાશ જોવા મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ દ્યટનાને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ હમીરસર તળાવે પહોંચી ગઈ હતી. દરમ્યાન તરવૈયાઓની મદદ લઈને પોલીસે બન્ને લાશોને બહાર કાઢી હતી. આ લાશ ભુજના વ્યાપારી પતિ પત્ની ની હોવાનું ખુલ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ લાશ ૫૦ વર્ષીય શ્યામભાઈ પરમાનન્દ ખત્રી અને તેમ...
ધનજી વિરુદ્ધ ફરિયાદ ન નોંધાતાં મૃતકના પરિવારનો વધી રહેલો રોષ
ગાંધીનગર,તા:૦૧ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં ન આવતાં મૃતકના પરિવારમાં રોષ વધી રહ્યો છે. ઢબુડીએ દવા બંધ કરાવી દેતાં કેન્સરગ્રસ્ત યુવાનનું મોત થયું હતું, જે અંગે યુવકના પરિવારે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે બાદમાં ધનજી હાજર થવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતાં પરિવારે રોષ વ્યક્ત કર્યો હતો.

English