Monday, August 10, 2026

જૂનાગઢમાં કોલેજ આસપાસ રોમિયોગીરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા

જૂનાગઢ,તા.25 રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈને સરકારશ્રી દ્વારા કાયદાની કડક અમલવારી કરવા સારૂ ખાસ હુકમ થઈ આવેલ હોય જે અન્વયે સુભાષ ત્રિવેદી મ્હે. પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ તેમજ સૌરભ સિંઘ પોલીસ અધિક્ષક તરફથી જૂનાગઢ જિલ્લામાં આવેલ સ્કૂલ કોલેજોની આસપાસ સતત પોલીસ પેટ્રોલીંગ રાખી અને મહિલાઓની છેડતી કરતા આવારા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મ...

સુરેન્દ્રનગર પાલિકાએ 19 લાખની કચરાપેટીઓ મુકી રાખતા કોંગ્રેસ દ્વારા વિર...

વઢવાણ તા.25 સુરેન્દ્રનગર સ્વચ્છ બનેતે માટે રાજય સરકાર દ્વારા અડધા કરોડથી પણ વધારેની કચરા ટોપલી નગરપાલીકાને આપવામાં આવી હતી અને નગરપાલીકાએ આ સુરેન્દ્રનગરની જનતાને આપવાને બદલે ટોપલી બન્ધ રૂમમાં પેક કરી મૂકી દીધી હતી. આજે આ બાબતની સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યકરોને જાણ થતા કોંગી કાર્યકરોએ નગરપાલિકાએ જઇને આ બન્ધ રૂમના તાળા તોડીને આ ટોપલીઓ લોકોને વિત...

અમદાવાદના કરોડોની સોનાની દાણચોરીમાં સંડોવાયો રાજકોટનો વેપારી

અમદાવાદ,તા:૨૫ અમદાવાદમાં કરાયેલા કરોડોના સોનાના કૌભાંડમાં રાજકોટના વેપારીનું નામ સામે આવ્યું છે. સામાકાંઠા વિસ્તારમાં રહેતા અને ચાંદીનો મોટો વેપાર કરતા રાજુ ગૌસ્વામીની આ અંગે કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. આ કેસમાં હજુ રાજકોટના અન્ય બે મોટાં માથાંની ધરપકડ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં પહેલાં જ કસ્ટમ સુપ્રિન્ટેન્ડેન્ટ અને એક મહિ...

520 બસીસમાં 100 કરોડનું ટાટા નું કૌભાંડ, કંપનીને બચાવવા માંગતા રાજનેતા...

ગાંધીનગર, તા.25  એસટી દ્વારા 2160 રેડી બીલ્ટ મીની બસ આપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જેમાં ટાટા મોટર્સ દ્વારા નક્કી કરેલા મોડલ કરતાં હલકી કક્ષાના મોડેલની બસ આપીને રૂ.99 કરોડની છેતરપીંડી કરી હોવાનું 21 સપ્ટેમ્બર 2019માં બહાર આવ્યું છે. જે અંગે એસ ટી નીગમના અધિકારી અમરીશ એ. પટેલ કે જે ખરીદ નિયામક છે તેમણે આ કૌભાંડ જાહેર કર્યું છે. તેથી સર...

મોટર વ્હિકલ નિયમો મુજબ ગુજરાત સરકારના ૨.૫ કરોડ વાહનો ગેરકાયદેસર

અમિત કાઉપર ગાંધીનગર,તા.25 વાહન વ્યવહારમાં કાયદાનો ભંગ કરનારને આકરો દંડ કરવામાં આવી રહ્યો છે, પણ સરકાર પોતે જ વર્ષોથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહી છે. ગુજરાત સરકારના ૨.૫ કરોડથી વધુના વાહનો 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' એવાં લખાણ સાથે ફરે છે. જે કાયદાની વિરુદ્ધ છે. મોટર વ્હિકલ રૂલ્સ ૧૯૮૯ મુજબ કોઈ પણ સરકાર આવું લખાણ લખી શકે નહીં. છતાં ગુજરાત સરકાર વર્...

ટેકાના ભાવે ખરીદી કરવામાં કૃષિ પ્રધાન ફળદુનો વિભાગ એક કિલો મગફળીએ રૂ.5...

ખંભાળિયા, તા.25 2018માં 20 કિલોના રૂ.1000ના ભાવે મગફળી ટેકાના ખરીદવામાં આવી હતી. અને આ વર્ષે 20 કિલોના રૂ.1018  ખરીદવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી હોય તો દર વર્ષે 20%નો આવકમાં વધારો થવો જોઈએ. તેના બદલે વર્ષે 1.8% નો વધારો થઈ રહ્યો છે. તેથી 2022માં નહીં પણ 50 કે 60 વર્ષે બમણી આવક થશે. મગફળીના ટેકાના ભા...

મેટ્રોના ખાડાનું કામ થશે અમદાવાદવાસીઓના પૈસે, પાડાના વાંકે પખાલીને ડામ...

અમદાવાદ,તા:૨૫ શહેરમાં વરસાદ શું પડ્યો કે શહેરના રસ્તાઓની સ્થિતિ જ બગડી ગઈ. સ્માર્ટસિટીનો દરજ્જો મળ્યા બાદ પણ અમદાવાદના રસ્તાની સ્થિતિ કંઈક આવી જ છે, ચાલુ વર્ષે પણ 30 ઈંચ વરસાદ પડતાં શહેરના મોટાભાગના રસ્તાનું ધોવાણ થયું છે. ચોમાસામાં ખરાબ થઈ ગયેલા રસ્તાનું પેચવર્ક અને રિસરફેસનું કામ સામાન્ય રીતે નવરાત્રી બાદ કરવામાં આવતું હોય છે, પરંતુ 17 સપ્ટેમ્...

સિવિલ હોસ્પિટલની ઓપીડી બિલ્ડીંગનાં બંધ ભોંયરામાંથી પુરુષની લાશ મળી આવત...

અમદાવાદ, તા.24 અસારવા સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડીંગનાં ભોંયરામાંથી આજે સવારે એક અજાણ્યા પુરૂષ ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શાહીબાગ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કેમ્પસમાં હાલ ચોમાસાની સિઝનને કારણે સાફ સફાઈની કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલના મુખ્ય બિલ્ડીંગ અને ...

બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવીને કાયદાના લીરેલીરા ઉડાડતા વાહન કમિશ...

ગાંધીનગર,તા.24 આમ આદમી પર કાયદાઓનો કરડો કોરડો વીંઝતા સરકારી અધિકારીઓ એમ માને છે કે અમે તો કાયદાથી પર છીએ અને છડેચોક તેનું ઉલ્લંઘન કરી શકીએ છીએ. પરંતુ હદ ત્યારે થાય છે જ્યારે જે કાયદાના અમલીકરણની જવાબદારી જેમના શિરે છે તે જ અધિકારી તેનું ઉલ્લંઘન કરે. રાજ્યમાં બિનઅધિકૃત રીતે વાહન પર સાઇરન લગાવતા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી વાહન કમ...

જોરાપુરા ગામે ભેંસ ચોરીની તપાસમાં ગયેલી દાંતા પોલીસને રીંછનો દાટેલો મૃ...

પાલનપુર, તા.૨૪ દાંતા પોલીસ ભેંસોની ચોરી મામલે આરોપીઓની તપાસ દરમિયાન જોરાપુર ગામે ગઇ હતી. તપાસ દરમિયાન એક ખેતર નજીક જમીનમાંથી બહાર કાઢેલી માટી દેખાતા પોલીસે શંકા વ્યક્ત કરી તપાસ કરાવતા અંદરથી ભેંસના મૃતદેહની જગ્યાએ રીંછનો મૃતદેહ મળતાં પોલીસ ચોંકી ઊઠી છે. આ અંગે પોલીસે ત્વરિત વન વિભાગને જાણ કરતાં દાંતીવાડાના વેટરનરી તબીબો પાસે પોસ્ટમોર્ટમ કરાવી જે...

લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની 100 બોટલ...

પાલનપુર, તા.૨૪ લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમના એક રૂમની અભરાઈ પરથી દવાની જગ્યાએ દારૂની 100થી વધુ ખાલી બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટર રૂમમાંથી પણ દારૂની અડધી ભરેલી બોટલ મળી છે. અહીં પહોંચેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવતાં મેડિકલ ઓફિસરે સ્ટાફના તમામ કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું. જોકે ...

સભાસદે અર્બન બેન્કના CEO સામે છેડતીની અને સીઇઓએ મારી નાખવા ધમકીની ફરિય...

મહેસાણા, તા.૨૪ અર્બન બેંકની સાધારણ સભામાં થયેલો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. બેંકનાં મહિલા સભાસદ આશાબેન(મટી) પટેલે બેંકના સીઇઓ વિનોદભાઇ એમ. પટેલ અને 4 અજાણ્યા વ્યક્તિઓ સામે છેડતી, રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જ્યારે બેંકના સીઇઓ વિનોદભાઇ પટેલે પણ રિવોલ્વરથી ઉડાવી દેવાની ધમકી અને ગ...

મોઢેરાના સૂર્યમંદિર કરતા પણ વધુ જૂના સ્મારકની દેખરેખનો વિવાદ પુરાતત્વ ...

મહેસાણા,તા:૨૪  મહેસાણા જિલ્લાના આખજ ગામમાં શક્તિ કુંડ તરીકે ઓળખાતું પગથિયાવાળું(વાવ) જળાશય છે. જે સોલંકી સમયના રાજયશાસન દરમિયાન 10મી સદીના ત્રીજા ક્વાર્ટરમાં બનાવવામાં આવ્યું હતું. તે મોઢેરાના સૂર્ય મંદિરમાં આવેલા સૂર્યમંદિર કરતા વધુ જૂનું છે. અહીં નજીકમાં લુપ્ત થયેલા મંદિર અને પ્રવેશદ્વાર(કીર્તિતોરણ)ના ટુકડાઓ છે તેથી ભૂતકાળમાં દેવીને સમર્પિત મંદિર...

મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીને લોકોના ગજવા હળવા કરતી મહિ...

રાજકોટ તા. ૨૪: રિક્ષામાં બેસાડીને મુસાફરોને લૂંટતી ગેંગને બી-ડિવીઝનપોલીસે ઝડપી પાડી છે. રાજકોટના લીમડા ચોક અને તેની આસપાના વિસ્તારમાં રિક્ષા ફેરવીને તેમાં મુસાફરના સ્વાગંમાં ગેંગના સાગરિતોને બેસાડીન લોકોના ગજવા હળવા કરવામાં આવતાં હતાં. મળેલી ફરિયાદોને આધારે પોલીસે  નવાગામના દેવીપૂજક શખ્સ, તેની પત્નિ, ભાઇ અને મેટોડાના એક શખ્સની ટોળકીને ઝડપી લઇને પોલ...

અમરેલીમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ રસ્તા પરથી મળતાં લોકોમાં રોષ

અમરેલી,તા.24 અમરેલીમાં આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી અસંખ્ય ચૂંટણી કાર્ડ કચરા પેટી માંથી માળી આવતા સરકારી તંત્રમા દોડધામ મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. તમામ ચુંટણીકાર્ડ કબજે લઇને તપાસ હાથ ધરવામાં આવેલી છે. સમગ્ર બનાવની મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અમરેલી શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ આવેલા હાઉસિ...