Monday, August 10, 2026

ગેંગસ્ટાર રવિ પૂજારીનો કબજો લેવા ગુજરાત પોલીસે સેનેગલ સરકારને પત્ર લખ્...

અમદાવાદ,તા.24 ગુજરાતનાં રાજકારણીઓ અને બિલ્ડરોને ધમકી આપનાર અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને હવે ગુજરાતમાં લાવવા રાજ્ય સરકારે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતમાં રાજકીય પક્ષના નેતાઓ અને બિલ્ડરો સહિત 20 વ્યક્તિઓને ખંડણી માટે ધમકીભર્યા ફોન કરનાર અને આફ્રિકાની જેલમાં બંધ અંડરવર્લ્ડ ડૉન રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાના સેનેગલ સરકાર સાથે ...

ચાર બંગડીવાળી ગાડીનો મામલો ફરી અમદાવાદની સિવિલ કોર્ટમાં ગયો

અમદાવાદ, તા. 24 નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાનાર કિંજલ દવેની મુશ્કેલીમાં વધારો થયો છે. ફરી એકવાર ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે શહેરની સિવિલ કોર્ટમાં તેની સામે દાવો મ...

સિવિલ કેમ્પસમાં મચ્છરોનો કાળો કેર : ડેન્ગ્યુ-મેલેરિયાનાં સંખ્યાબંધ કેસ...

અમદાવાદ, તા.૨૪ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના  સંખ્યાબંધ કેસો સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. જે હોસ્પિટલ સત્તાવાળાની સફાઈ કામગીરી અને મચ્છરોના પોરાનાશક કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કરે છે. સૂત્રો જણાવે છે કે, આ માટે કેમ્પસની સૌથી મોટી બે સંસ્થા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ અને સંલગ્ન બી.જે મેડીકલ કોલેજમાં સંકલનનો અભાવ અને હુંસાતુંસી જવાબદાર ...

અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર

ગાંધીનગર, તા. 24 ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...

7.98 કરોડના વર્ચ્યુઅલ કરન્સી કૌભાંડથી 7.98 કરોડની છેતરપિંડીમાં એકની ધર...

અમદાવાદ,તા:૨૪  વર્ચ્યુઅલ કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક વર્ચ્યુઅલ કરન્સીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એક્ષીઓ કોઈનના નામે 7.98 કરોડની છેતરપિંડી આચરીને કૌભાંડ કરાયું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ મસમોટા કૌભાંડ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ મામલે સીઆઇડી ક્રાઈમ દ્વારા સુરતના એક શખ્સની ધરપકડ પણ ક...

ગાઈકા કિંજલ દવે ચાર બંગડીમાં કેમ અટવાઈ રહી છે, જાણો પૂરી વિગત

રવિવારથી શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતી ગાયિકા અને હાલમાં જ ભાજપમાં જોડાએલી કિંજલ દવે ફરી વાર કોપીલાઈટના કેસમાં અટવાઈ છે. ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતને લઈને કિંજલ દવે વિવાદમાં આવી ગઈ છે. આ ગીતના કોપીરાઈટ અંગે ફરીવાર ઓસ્ટ્રેલિયાના ગુજરાતી ગાયક કલાકાર કાર્તિક પટેલે અમદાવાદ શહેરની સિવિલ કોર્ટમાં કિંજલ દવે સામે દાવો માંડ્યો છે. પ્રાથમિક સુનાવણી બાદ અદાલત...

પલળી ગયેલી ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યાં

અમદાવાદ, તા.૨૩ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાંથી આવી રહેલી ડૂંગળીનાં સંગ્રહિત પાકમાં પચાસ ટકા પાક પલળી જવાના કારણે ભાવમાં પણ ભડકો થયો છે. જેના કારણે ગરીબોની કસ્તૂરીએ લોકોને રાતાપાણીએ રડાવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વરસાદની સિઝન બાદ શાકભાજીના ભાવમાં અગાઉની સરખામણીએ અંદાજે પચાસ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. એક મહિના પહેલા ડુંગળી બજારમાં દ...

આરોગ્ય વિભાગમાં બઢતી અને બદલીનો દૌર: આઉટસોર્સ એજન્સીની ગાંધીનગર તરફ દો...

અમદાવાદ,તા.21 આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, હેલ્થ સેન્ટરો અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી (જી.એમ.ઇ.આર .એસ)ની તમામ મેડિકલ કોલેજમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આઉટસોર્સના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નીતિ-નિયમોને નેવે મૂકી આ કોન્ટ્રાકટ મેળવવા અને ટકાવી રાખવા કેટલીક મોટ...

હળવા દબાણને કારણે દરિયાના પાણીમાં કરંટ, બોટ પરત ફરી

અમરેલી,તા.23  હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની 700 જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે .અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહ કરાઈ છે જેથી સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને પરત બોલાવી લેવાઈ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા.દરિયામાં હળવુ દબાણ સર્જાવાને કા...

બેન્કની પ્રથમ સાધારણ સભામાં મહિલા સાથે અસભ્ય વર્તન કરાતાં પોલીસ ફરિયાદ...

અમદાવાદ, તા. 23 મહેસાણા અર્બન બેન્કની સાધારણ સભામાં મહિલા સાથે અભદ્ર વર્તન કરવા બદલ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બેન્કના ચેરમેનની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે આ પ્રકારની ફરિયાદ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. અર્બન બેન્કની સાધારણ સભામાં હંગામો આ અંગે મળતી વિગત અનુસ...

મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...

અમદાવાદ,તા:૨૩   શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમા...

ગટરમાંથી ખોપડીનો ટુકડો અને હાડકા મળી આવ્યા, ડીએનએ ટેસ્ટ કરાશે

અમદાવાદ, તા.23 સિરિયલ કિલરે લૂંટનો માલ ખરીદતા યુવકની હત્યા કર્યા બાદ પૂરાવાનો નાશ કરવા લાશને જે ગટરમાં નાંખી દીધી હતી તે સ્ટ્રોમવોટર લાઈનની ગટરમાંથી પોલીસે કેટલાક માનવ અવશેષ કબ્જે લીધા છે. ત્રણ દિવસની જહેમત બાદ ફાયરબ્રિગેડ ટીમે ખોપડીનો એક ટુકડો અને પાંચ-છ હાડકા બહાર કાઢતા કૃષ્ણનગર પોલીસે તે કબ્જે કરી તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે. ગટરમાંથી...

મચ્છરજન્ય રોગચાળાના કારણે કારણે સાત લોકોનાં મોત, મ્યુનિ. રેકોર્ડમાં પા...

અમદાવાદ,તા:૨૩ શહેરના નાગરિકો મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના રોગનો ભોગ બનતા આંકડા કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ક્યારે મ્યુનિ. કમિશનર દ્વારા તંત્રની ઉપર જઈને રોગચાળાને ડામવા મુકાયેલા વોલેન્ટિયર્સ અસક્ષમ સાબિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કમિશનરે દૈનિક રૂ.500ના દરથી એક હજાર વોલેન્ટિયર્સની ભરતી કરી છે, જેમને કોઈપણ જાતની તાલીમ વિના જ ફીલ્ડમાં ...

સ્ટ્રોમ વોટર લાઈન નાંખ્યા બાદ પુરાણ ન થતા હાલાકી

અમદાવાદ,તા.૨૨ શહેરના પશ્ચિમઝોનમાં આવેલા શિવરંજની પાસેથી પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં વર્ષ-૨૦૧૮ના વર્ષમાં ભંગાણ પડતા ખુબ જ ટુંકા સમયગાળામાં એક જ સ્થળે સતત ભુવા પડવાનો સિલસિલો જાવા મળ્યો હતો.બાદમાં અમપા સત્તાવાળાઓ દ્વારા શિવરંજની પાસે પસાર થતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનને નહેરૂનગર ચાર રસ્તા પાસેની મેઈન ટ્રંક લાઈન સાથે કનેકટિવીટી આપવા કોન્ટ્ર...

નશાખોર ચાલકે ટ્રેકટર ઘૂસાડી દેતા અમદાવાદ એરપોર્ટની દિવાલ તૂટી ગઈ

અમદાવાદ, તા.22 અતિ સંવેદનશીલ ગણાતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની દિવાલ તૂટી ગઈ છે. નશાખોર ટ્રેકટરચાલકે કાબૂ ગુમાવતા એરપોર્ટની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બાદ આરોપી ટ્રેકટર ચાલક સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો. એરપોર્ટની દિવાલ તૂટી પડતા લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કોઈ વ્યક્તિ રન-વે પર ઘૂસીના જાય તે માટે સીઆઈએસએફના જવાનોને ત...