Monday, August 10, 2026

નરેન્દ્ર મોદીના સમયના નર્મદા બંધના કૌભાંડો

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આચરવામાં આવ્યું ? નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં...

આરટીઓ એજન્ટની મદદથી કારમાલિકની જાણ બહાર કાર વેચી દેવાઈ

અમદાવાદ,તા:16  આરટીઓ એજન્ટની મદદથી કારને ફાઈનાન્સ કંપનીની જાણ બહાર જ વેચી મારવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે ફાઈનાન્સ કંપનીના મેનેજરે વાડજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જમાલપુરના રહેવાસી સરફરાઝ શેખે ઈન્કમટેક્સ ખાતેની શ્રીરામ ફાઈનાન્સ પાસેથી રૂ.5.50 લાખની લોન લીધી હતી, અને તે માટે 15 હજારના 40 અને 9400ના 20 હપતા બાંધ્યા હતા. ...

માથામાં ગોળી મારી ત્રણ હત્યા કરનારો સાયકો સિરિયલ કિલર આઠ મહિને ઝડપાયો

અમદાવાદ, તા.15 ગાંધીનગર જિલ્લામાં સવા ત્રણ મહિનામાં ત્રણ લોકોની માથામાં ગોળી મારીને હત્યા કરનારા સાયકો કિલરની એન્ટી ટેરરિઝમ સ્કવૉડે ધરપકડ કરી ગુનામાં વપરાયેલી પિસ્તોલ અને 31 કારતૂસ કબ્જે લીધા છે. હત્યાની ઘટનાઓ સામે આવતા શરૂ થયેલી પોલીસ તપાસમાં હત્યારો નંબર પ્લેટ વિનાના જુદાજુદા ટુ વ્હીલર વાપરતો હોવાની માહિતી તેમજ સીસીટીવી ફૂટેજ મળતા પોલીસે તે દિ...

વીજળી વિભાગની બેદરકારી

શહેરના વીજળી વિભાગની એક બેદરકારી ગુજરાત હાઈકોર્ટની સામે આવેલા સત્યમેવ કોમ્પ્લેક્સની બહાર રોડ પર આવેલી ડીપીમાં જોવા મળી છે. સપ્તાહ દરમિયાન અતિ વ્યસ્ત એવા એસ.જી. હાઈવે પર આવેલા રોડ સાઈડ પર એક ડીપી છેલ્લાં કેટલાંક દિવસથી ખૂલ્લી પડી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ખૂલ્લી ડીપી કે ખૂલ્લા વાયરના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. અને હાલમાં વરસાદી મોસમ પણ પ...

ઢબુડી પર અમદાવાદમાં વધુ એક ફરિયાદ નોંધાઈ

અમદાવાદઃ ધનજી પટેલ પર કાયદાનો સકંજો સતત કસાઈ રહ્યો છે, તેવામાં અંધશ્રદ્ધાનો વેપલો ચલાવનારી ઢબુડી પર અમદાવાદના ચાંદખેડામાં વધુ એક કેસ નોંધાયો છે, ધનજી ઓડે સરકારી નોકરી મળી જશે તેમ કહી એક યુવતીની માતા પાસેથી રૂ.2 લાખ પડાવી લીધા હોવાનું જણાયું છે. બધાં દુઃખોનું સમાધાન આપતો ધનજી ઉર્ફે ઢબુડી પાસે સરકારી નોકરીની લાલસામાં એક યુવતીની માતા મૃણાલિનીબહેન ઢ...

ભાજપમાં જોડાયેલા ગાયક કલાકારોને પણ ધંધે લગાવ્યા

ગાંધીનગર, તા. 15 ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી 138.68 મીટર ભરાવવાના ઐતિહાસિક પ્રસંગે 17મી સપ્ટેમ્બરે રાજ્યવ્યાપી નમામી દેવી નર્મદે મહોત્સવમાં ભાજપમાં જોડાયેલા ગુજરાતના ગાયક કલાકારોને હવે સરકારે પણ ધંધે લગાવી દેવાનું નક્કી કર્યું છે. રાજ્ય સરકારે આ દિવસે આ તમામ કલાકારોને વિવિધ જિલ્લાઓમાં તેમના ગીત સંગીતના કાર્યક્રમ કરવ...

શિહોરી-દીયોદર હાઈવે પર બે બાઈક ટકરાતાં એકનું મોત

શિહોરી, તા.૧૫ શિહોરી-દિયોદર હાઇવે ચીમનગઢના પાટીયા નજીક શુક્રવારે રાત્રે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નિપજ્યું જ્યારે 3 ઘાયલ થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિહોરી દિયોદર હાઇવે પર ચીમનગઢના પાટિયા નજીક સામસામે બે બાઈક ટકરાતાં બાઇ...

થરાદ મુખ્ય નહેર પર કાર-ટ્રેક્ટરનો અકસ્માત

થરાદ, તા.૧૫ થરાદની મુખ્ય નર્મદા નહેર પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પરીવાર પાલનપુરથી ઢીમા દર્શનાર્થે જતો હતો. ઘટનાને પગલે કારને નુક્શાન થયું હતું. જ્યારે કારમાં સવાર ત્રણ પુરૂષ એક બાળકનો આબાદ બચાવ થયો હતો.

થરાદમાં ખુલ્લી ગટરોના મુદ્દે ચૂંટણી બહિષ્કારની ચીમકી

થરાદ, તા.૧૫ થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ખુલ્લી ગટરોના ગંદાં પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા મહિલાઓમાં ભારોભાર રોષ છે. થરાદ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈ લોકોમાં રોષ ફેલાયો છે. સોસાયટીના રહેણાંક મકાનો સામે પાણી રેલાઈ રહ્યું હોવાથી આ બાબતે રહીશો દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રહીશોએ વિધાનસભાની પેટા ચૂંટણીમ...

સિધ્ધપુર પંથકના 50 જણા સાથે હજના નામે 85.50 લાખની ફરિયાદ

પાટણ, તા.૧૪ સિદ્ધપુર પંથકના હજયાત્રા કરવા ઇચ્છુક 50 મુસ્લિમ બિરાદરો પાસેથી વિઝા મેળવી આપવા અને અન્ય વ્યવસ્થા કરી આપવા માટે રૂ.85.50 લાખ ચેક મારફતે નાણાંકીય વ્યવહાર કર્યા બાદ ન વિઝા લાવી આપ્યા કે ન હજયાત્રા કરાવતાં વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર હિંમતનગરના એજન્ટ અને મુંબઇના બે શખ્સો સામે કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. સિદ્વપુર તાલુકાના વાઘ...

મોડાસાના “ગગા” નામના બુટલેગરે મંગાવેલ ૩૮ હજારનો વિદેશી દારૂ રીક્ષામાંથ...

મોડાસા, તા.૧૫  અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વિદેશી દારૂના શોખીનો મોટા પ્રમાણમાં દારૂ ગટગટાવી જતા હોવાથી બંને જીલ્લામાં સ્થાનિક બુટલેગરો રાજસ્થાનના ઠેકાઓ પરથી અને બુટલેગરો પાસેથી વિદેશી દારૂ-બિયર મંગાવી દારૂબંધીના ઓથ હેઠળ તગડો નફો રળી રહ્યા છે. બંને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો શરાબ ગણતરીના કલાકમાં બુટલેગરો પહોંચાડી રહ્યા...

પાટણમાં પીયુસીના બમણાથી વધુ ચાર્જ લેતા સેન્ટર સંચાલકો

પાટણ, તા.૧૫ પાટણમાં પીયુસી સેન્ટરોમાં વાહન ચાલકોની લાંબી લાઈનો લાગતા સેન્ટરો વાળાઓ તકનો લાભ લઇ સરકારની નિયત ફી કરતાં ડબલ કમાણી કરી રહ્યા છે અને પાવતીની રકમ કરતા ડબલ પૈસા ઉઘરાવતા હોવાની વાહન ચાલકો બુમરાણ કરતા જોવા મળી રહ્યા છે. પાટણમાં ટ્રાફિક નવા દંડના ડરથી વાહન ચાલકો જરૂરી ડોક્યુમેન્ટ કઢાવવા દોડી રહ્યા છે, ત્યારે મોટાભાગના વાહન ચાલકોએ પીયુસી...

એસીબીએ કંડલા બંદરે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ વિશે બંદર અને વાહન વ્યવહાર...

કંડલા.તા.15 રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદી હુમલા સામે કંડલા પોર્ટમાં ચાંપતા પગલાં ભરાઈ રહ્યા હોવાના સમાચારો વચ્ચે કોણ જાણતું હશે કે કંડલા બંદરે પોલમપોલ ચાલે છે? આ ધડાકો બીજા કોઈએ નહીં પણ એસીબી એ કર્યો છે. એસીબીએ કંડલા બંદરે ચાલતા ગેરકાયદેસર ગોરખધંધાઓ વિશે રાજયના બંદર અને વાહન વ્યવહાર વિભાગને પત્ર લખ્યો છે. જે અંતર્ગત રાજયના બંદર અને વાહન વ્યવહાર...

જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિઓએ એબીવીપીનો પ્રચાર કર્યો

અમદાવાદ, તા. 15 રાજયમાં જુદી જુદી યુનિવર્સિટીના કુલપતિ પોતે જાહેરમાં કોઇપણ એક પક્ષ કે વિદ્યાર્થીસંગઠનનો પ્રચાર કે પ્રસાર કરી શકતા નથી. આમછતાં જીટીયુ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તાજેતરમાં એબીવીપીના પોસ્ટરો હાથમાં રાખીને તેમના પ્રચાર કરતો ફોટો પડાવ્યો હતો. આ ફોટો સોશ્યલ મિડીયા પર વાયરલ થતાં હાલમાં સમગ્ર શિક્ષણ જગતમાં ભારે હોબાળો મચી ગયો છે...

અમદાવાદના કાંકરિયાની અટલ એક્સપ્રેસ અટકી ગઈ

પ્રશાંત પંડીત અમદાવાદ,તા.14 અમદાવાદના ૫૫૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાંકરીયા તળાવને રૂ.36 કરોડ ખર્ચીને ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવે છે. સત્તાધારી ભાજપની સરકાર આ ઈતિહાસને ઘૂળધાણી કરવાનો મનસુબો ધરાવતો હોય એમ લાગે છે. રાઈડ દૂર્ઘટના બાદ તમામ રાઈડ બંધ કરી દેવાતાં કાંકરિયાની મુલાકાતે આવનારાઓએ નિરસ વાતાવરણમાં તળાવના ચક્કર મારીને નીકળી જવું પડે છે. વળી ...