કાંકરીયા રાઈડ દુર્ઘટનાના બે મહિના પૂર્ણ: હજુ એફએસએલ કે પોલીસ રીપોર્ટ ક...
અમદાવાદ,તા.૧૫
કાંકરીયા લેઈક પરીસરમાં ૧૪ જુલાઈના રોજ રાઈડ દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા હતા.૨૫ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટનાને બે મહીના પુરા થઈ ગયા.હજુ સુધી એફએસએલનો રિપોર્ટ કે આર એન્ડબી અને પોલીસનો રિપોર્ટ જાહેર કરવામા ન આવતા કાંકરીયા લેઈક પરીસરમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા પરીસર સુમસામ ભાસી રહ્યુ છે....
રાજકોટના પડધરીમાં શંકાસ્પદ કોંગોફિવરનો કેસ નોંધાયો
રાજકોટ,તા:૧૫ પડધરીના નાના સજાડિયા ગામના 42 વર્ષના યુવાનનો શંકાસ્પદ કોંગો ફિવરનો કેસ નોંધાયો, જેમાં રિપોર્ટ આવે તે પહેલાં જ દર્દીનું મોત નીપજ્યું હતું. તબિયત બગડતાં યુવાનને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાવાયો હતો, જ્યાં યુવકની તબિયત વધુ નાજુક થતાંતેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દર્દીની તબિયત વધુ બગડતાં યુવાનના બ્લડ સેમ્પલ પુણેની ઈ...
રાજકોટ શહેર અને જિલ્લામાં વધતો રોગચાળો
રાજકોટ,તા:૧૫ રાજકોટ શહેરમાં અને જિલ્લામાં એકતરફ મચ્છરજન્ય અને પ્રદૂષણયુક્ત પાણીયુક્ત રોગચાળો સતત વકરી રહ્યો છે, ત્યારે કોર્પોરેશન દ્વારા એક માસમાં ડેન્ગ્યુના માત્ર 12 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. જોવાનું એ છે કે સરકારી હોસ્પિટલ કરતાં ખાનગી હોસ્પિટલમાં લોકો વધુ સારવાર લઈ રહ્યા છે, જેના આંકડા સામે આવતાં જ નથી. જનરલ પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરના જ...
આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતમાં જીએસટીની આવકમાં ઘટાડો
ગાંધીનગર,તા:૧૫ દેશવ્યાપી મંદીના માહોલમાં આર્થિક રીતે સધ્ધર કહેવાતા ગુજરાતના ઉદ્યોગો પણ બાકી નથી. મંદીની અસર વેપારીઓ પર ભારે નકારાત્મક પડી રહી છે. ત્યાં સુધી કે મંદીના આ માહોલની અસર સરકારની જીએસટી પરની આવક પર પણ પડી રહી છે. સરકારની જીએસટીની આવકમાં 258 કરોડનો ભારેખમ ઘટાડો નોંધાયો છે. 2018ના વર્ષમાં જ્યાં રાજ્ય સરકારને જીએસટીથી 14,900 કરોડની આવક થઈ...
અમદાવાદના દક્ષિણ ઝોન તરફ સેવાતું દુર્લક્ષ્ય
અમદાવાદ,તા:૧૫ સ્માર્ટસિટી કહેવાતા અમદાવાદ શહેરમાં કેટલાક ઝોન અને વિસ્તારો માટે મ્યુનિ. તંત્ર દ્વારા રીતસર દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે, જેના અંગે શહેરવાસીઓમાં રીતસર રોષની લાગણી ફેલાઈ છે. અમદાવાદના દક્ષિણ ઝોનના બહેરામપુરા, નારોલ, વટવા અને લાંભામાં કંઈક આ જ સ્થિતિ છે, જ્યાંના વિકાસ માટે મ્યુનિ. સત્તાધારી પક્ષ અને અધિકારીઓ સતત દુર્લક્ષ્ય સેવી રહ્યા છ...
જીવ જોખમમાં મુકીને બચાવ કામગીરી કરતા ફાયરકર્મચારીઓને ગુણવતાયુકત ડ્રેસ ...
અમદાવાદ,તા.14 અમદાવાદ શહેર ઉપરાંત શહેર બહાર રાજયના તાલુકા કે જિલ્લા મથકો અને મોટા શહેરો ઉપરાંત છેક બિહાર જેવા રાજયો સુધી જયાં અને જયારે પણ બચાવ કામગીરીમાં જરૂર પડે તે સમયે ખડેપગે અને પોતાના જીવને જોખમમાં મુકીને પણ બચાવ કામગીરી કરનારા અમદાવાદ ફાયર વિભાગના ૪૮૧ ફાયરમેન અને ૫૪ જેટલા જમાદારોને ફાયરમેન માટે જેને સંપૂર્ણ ડ્રેસ કહી શકાય એવો ડ્રેસ છેલ્લા...
લુખ્ખા તત્વ સામે મુકપ્રેક્ષક બની ગયેલા ધારાસભ્ય બલરામ થાવાણીનો વીડીયો ...
અમદાવાદ, તા.14 શહેરનો સરદારનગર વિસ્તાર દારૂ અને બુટલેગરો માટે કુખ્યાત છે. આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પણ થોડા સમય અગાઉ પાણી ફરિયાદ કરવા આવેલી મહિલાને જાહેરમાં માર મારીને બળૂકા બન્યા હતા. પરંતુ આ જ ધારાસભ્ય સ્થાનિક લૂખ્ખા તત્વ એવા બાબા દાઢી સામે મુકપ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા તેવો વીડિયો વાયરલ થયો છે. આવા લૂખ્ખા તત્વોને સરદારનગર પીઆ...
પ્રિન્સિપાલ સામે એનએસયુઆઇના ઉગ્ર દેખાવો કર્યા
અમદાવાદ,તા.14 ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં છેલ્લા કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વિવાદો ચાલી રહ્યા છે. તાજેતરમાં એનએસયુઆઇ દ્વારા અનેક કોલેજોમાં કેમ્પ યોજીને વિદ્યાર્થીઓને એનએસયુઆઇમાં જોડાવવા માટેના પ્રયાસ કર્યા હતા. એનએસયુઆઇએ આ માટે લોક સાહિત્યના કાર્યક્રમોનુ પણ કેમ્પસમાં આયોજન કર્યુ હતુ.મોટાભાગની કોલેજોમાં એનએસયુઆઇના કાર્ય...
અંદાજ ન્હોતો કે આટલી મોટી સંખ્યામાં મજૂર મળશે!: ..
અમદાવાદ, તા.14 અમદાવાદ પોલીસને ખૂબ મોટી સફળતા હાથ લાગી છે. નિકોલ પોલીસે રાજ્યના સૌથી મોટો ચાઈલ્ડ ટ્રાફિકીંગ રેકેટનો પર્દાફાશકર્યો છે. રણાસણ ટોલટેકસ પાસે આવેલા બામ્બા ફાર્મમાં ગોંધી રખાયેલા એક ડઝન કિશોર સહિત 94 પરપ્રાંતિય મજૂરોને મુક્તકરાવ્યા છે. મુક્ત કરાયેલા મજૂરોમાં મોટાભાગના આસામ અને નાગાલેન્ડના છે. આ ઉપરાંત કેટલાક પશ્ચિમ બંગાળના પણ છે.નિકોલ ...
પાલનપુરમાં ગાયે મહિલાને શિંગડે ચડાવી
પાલનપુર, તા.૧૪ પાલનપુર શહેરના હાર્દસમાન દીલ્હીગેટ વિસ્તારમાં દીવસ દરમિયાન શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો અવર જવર કરે છે. ત્યારે છેલ્લા કેટલાક દીવસથી દીલ્હીગેટ ચોકની વચ્ચે ગાયો અડીંગો જમાવી રસ્તા વચ્ચે જ બેસી જાય છે. ગુરૂવારે વિસ્તારમાં રસ્તો ઓળંગી રહેલી બે મહિલાઓમાંની એક મહિલાને ગાયે શિંગડે ચડાવી હતી. શિંગડાથી મહિલાને ધક્કોમારત...
આબુની નખીલેખમાં રેવદરના યુવક ડૂબ્યો, સારવાર હેઠળ
અમીરગઢ, તા.૧૪ માઉન્ટ આબુના નખી લેખ ખાતે શુક્રવારે રેવદરનો યુવક ફરવા આવ્યો હતો. ત્યારે તેનો પગ લપસી જતાં તે નખી લેખમાં પડી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોએ દોડી આવી બહાર કાઢી તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પર્યટન સ્થળ માઉન્ટ આબુ ખાતે સિરોહી જિલ્લાના રેવદરનો મુકેશકુમાર ગણેશરામ શુક્રવારે ફરવા આવ્યો હતો. ત્યારે નખી લેખ ખાતે ફરવા આવતાં મુકેશનો ...
આનંદનગરની મહિલાની એકલતાનો લાભ લઈ યુવાનનો ઈજ્જત લૂંટવાનો પ્રયાસ
મોડાસા, તા.૧૪ મોડાસાના માલપુર રોડ પર આવેલા આનંદનગરમાં રહેતી મહિલાની એકલતાનો લાભ લઇ હવસખોર યુવાને તેની ઇજ્જત લેવાનો પ્રયાસ કર્યો હતો. શહેરના સર્વોદયનગરમાં રહેતાં યુવાનનો મહિલાએ પ્રતિકાર કરતાં હવસખોરે મહિલાને ગળાના ભાગે ચપ્પાના ઘા ઝીંકતાં તેને સારવાર માટે ખસેડાઇ હતી. આનંદનગરમાં રહેતી મહિલા ઘરમાં એકલી હતી. દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને શહેરના સર્વોદ...
માલપુરમાં પાંચ મકાનનાં તાળાં તોડ્યા, મોરડમાં એટીએમ તોડ્યું
વડાલી, તા.૧૪ વડાલી તાલુકાના માલપુરમાં તસ્કરોએ પાંચ મકાનના તાળા તોડી રૂ.2 લાખ ઉપરાંતના દાગીના અને રોકડની ચોરીને 24 કલાકનો સમય વિત્યો ન હતો ત્યાં તો મોરડ ગામના એચડીએફસી બેન્કના એટીએમને તાળા તોડી ચોરીના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. માલપુરમાં બુધવારે મોડી રાત્રે અલ્પેશ અમૃત પટેલ પોતાના પરિવાર સાથે મકાનની બહાર સૂતા હોવાથી તેનો ફાયદો ઉઠાવી પાછળન...
વડનગરની કિશોરી પર વિધર્મી યુવકોનો અમાનુષી અત્યાચાર
મહેસાણા, તા.૧૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના વતન મહેસાણામાં કોમી તનાવ ઊભો થયો છે. આજે 14 સપ્ટેમ્બર 2019ના રોજ મહેસાણાની દુકાનો અને ઓફિસો સહિત કેટલોક ભાગ બંધ રહ્યો છે. લોકોએ કોમી બાબતોને આગળ ધરીને દેશના મહત્વના રાજકીય સ્થળના પડઘા દેશમાં પાડ્યા છે. મહેસાણા તો બંધ રહ્યું જ છે. અને બીજી સપ્ટેમ્બર 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મ...
બાયડના લાલપુર-જુમાત્રાલ ગામની ૩૫ વર્ષીય મહિલાનું વીજકરંટ થી મોત
બાયડ, તા.૧૪ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. વીજ કરંટ લાગવાથી જીલ્લામાં બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની જવાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે બાયડ તાલુકાના લાલપુર-જુમાત્રાલ ગામે ઘર નજીક પશુઓ માટે બનાવેલ તબેલામાં ભરાવેલી દૂધની બરણી લેવા જતા ૩૫ વર્ષીય મહિલાને વીજકરંટ લાગતા મહિલાને બચા...

English