પાલનપુર અને ડીસામાં પણ પીયુસી અને હેલ્મેટમાં ઊઘાડી લૂંટ
પાલનપુર, તા.૧૪ પીયુસી માટે લોકોમાં ધસારો વધ્યો છે. પાલનપુરમાં રોજના 800 જ્યારે ડીસામાં 600 પીયુસી નિકળી રહ્યા છે. રજીસ્ટ્રેશનમાં ખામી અને જૂની નંબર પ્લેટવાળાઓને પીયુસીમાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલનપુરમાં ડુપ્લીકેટ આઇએસઆઇ માર્કાવાળા હેલ્મેટના 350 રૂપિયા લેવાય છે. જોકે પાલનપુરમાં હજુ હેલ્મેટ માટે કોઈ ગંભીરતા આવી નથી. મોટર વ્હિકલ અધિન...
ઝહિરાબાદમાં રસ્તા-પાણીના પ્રશ્રે રજૂઆત કરવા ગયેલી મહિલાઓ સાથે સરપંચ પત...
હિંમતનગર, તા.૧૪ હિંમતનગરને અડીને આવેલી ઝહિરાબાદ પંચાયતમાં રસ્તા પાણી અને ગંદકી બાબતે રજૂઆત કરવા ગયેલી આ વિસ્તારની મહિલાઓ સાથે મહિલા સરપંચના પતિ દ્વારા ઉદ્ધત અને તુમાખીભર્યું વર્તન દાખવ્યાનો વીડિયો વાયરલ થતાં તેમજ આ વિસ્તારની મહિલાઓએ ટીડીઓને લેખિતમાં રજૂઆત કરતાં મહિલા સરપંચના પતિની વિરુદ્ધમાં લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ઝહિરાબાદ પંચાયતના ...
ટ્રાફિક વિભાગના ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ જ્યારે ટ્રાફિક વોર્ડન ડીસમીસ...
રાજકોટ,તા.14 રાજકોટના યુનિવસિર્ટી રોડ પર આવેલા એન્જોય હેર સલૂનમાં ડી સ્ટાફના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી સંચાલકને લૂંટી લીધો હતો. ચલાવવાના ગુનામાં સંડોવાયેલા ટ્રાફિક બ્રાન્ચના ત્રય પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રાન્ચના વોર્ડન સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં ડીસીપ એ આરોપી ત્રણેય લોકરક્ષક ને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે ટ્રાફિક વોર્ડ...
તંત્રને સદબુધ્ધિ આવે તે માટે કોંગ્રેસે હવન અને ચક્કાજામ કર્યો
રાજકોટ, તા., ૧૪: રાજકોટના રાજમાર્ગો જર્જરીત થઇ ગયા છે. છતાં તેના સમારકામ માટે ભાજપના શાસકો કુંભકર્ણની નીદ્રામાં પોઢી રહ્યાં છે.સત્તાધિશોને સદબુધ્ધિ મળે તે માટે શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટના તમામ વોર્ડમાં હવનનો કાર્યક્રમ તથા રસ્તા પર ચક્કાજામનાં કાર્યક્રમો યોજ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પ...
વિજયનગરમાં રાત્રે રસ્તા પર જતી છેડતી કરી હેલ્મેટધારી એક્ટિવા ચાલક ફરાર...
અમદાવાદ, તા. 14 16મી સપ્ટેમ્બરથી વાહન ચાલકો પર નવા કાયદા હેઠળ દંડ શરૂ થવાનો છે. આ કાયદાઓની કેટલિક જોગવાઈઓ કેટલી ઘાતક પુરવાર થઈ શકે છે તે પુરવાર કરતા કેટલાક બનાવ સામે આવી રહ્યા છે. દ્વીચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવતા એક તરફ લોકોએ જીવ બચાવવા કરતા દંડથી બચવા હેલ્મેટની ખરીદી માટે દોડ મૂકી છે તો બીજી બાજુ હેલ્મેટની આડમાં ...
પીયુસીઃ પ્રજાને ઊઠાં ભણાવવાનું સર્ટિફિકેટ
અમદાવાદ, તા:૧૪ પીયુસી (પોલ્યુશન અંડર કંટ્રોલ)નું પ્રમાણપત્ર ન હોય તો રુ.500ના દંડની જોગવાઇ થતા વાહનચાલકો દોડતા થઇ ગયા છે. પીયુસી સેન્ટર પર પીયુસી સર્ટિફિકેટ લેવા માટે લાઇનો લગાવી રહ્યા છે કારણ કે માત્ર 25 રુપિયામાં મળતા પીયુસી સર્ટીફિકટના અભાવે રુપિયા 500ના દંડની જોગવાઇ છે. આ સ્થિતિમાં ખરેખર પીયુસી સર્ટિફિકેટ સાચું હોય છે કે કેટલાંક સંજોગોમાં ચેડા...
વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં લવજેહાદનો કલંકરૂપ કિસ્સો
મહેસાણા,તા:૧૪ વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતન વડનગરમાં જ કલંકરૂપ લવજેહાદની ફરિયાદ નોંધાઈ છે. વડનગરમાં 17 વર્ષની એક કિશોરી પર કેટલાક અસામાજિક તત્ત્વોએ સતત દોઢ વર્ષ સુધી અમાનુષી દુષ્કર્મ આચર્યું કિશોરીને પીંખી નાખી. સ્થાનિક સ્તરે આ મુદ્દે ભારે રોષ ભભૂકી રહ્યો છે અને ચર્ચા થઈ રહી છે કે જો વડાપ્રધાન અને ગૃહમંત્રીના વતનમાં જ જો આવા હાલ છે તો અન્યત્ર શું સ...
આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમતાં આઠ શખ્સો ઝડપાયા
રાજકોટ,તા:૧૪ વિશ્વનગર આરએમસી ક્વાર્ટરમાં માલવિયાનગર પોલીસે દરોડો પાડીને જુગાર રમતાં આઠ શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં મહિલાઓ પણ ઝડપાઈ છે. આરએમસી ક્વાર્ટરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માલવિયાનગર પોલીસે દરોડો પાડ્યો હતો, જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધાં હતાં. પોલીસે તમામ આઠ શખ્સો પાસેથી રૂ.14,200ની રોકડ રકમ જપ્ત ક...
રાજકોટમાં દારૂની ડ્રાઈવનું પોલીસનું નાટક
રાજકોટ,તા:૧૪ ગુજરાત પોલીસ દ્વારા નશાખોરીને ડામવા સખત પગલાં લેવામાં આવી રહ્યાં છે, જેના પગલે રાજકોટ પોલીસે પણ દારૂ અંગેની ડ્રાઈવનું નાટક ઊભું કર્યું. જો આંકડાને જોતાં રાજકોટ પોલીસે દેશી કે વિદેશી દારૂ વેચનારાને ન પકડીને દારૂ પીનારાઓને જ પકડી આંકડા આપ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ પોલીસે દારૂ અંગેની ડ્રાઈવરૂપે 25 સ્થળે દરોડા પાડીને 21 શખ્...
ધનજી ઓડ ઉર્ફે ઢબુડી ફરતે કસાતો જતો સકંજો
ગાંધીનગર,તા:૧૪ અંધશ્રદ્ધાનો ધંધો ચલાવનારા ધનજી ઓડ ઉર્ફે ઢબુ઼ડીની ફરતે હવે કાયદાનો સકંજો કસાતો જઈ રહ્યો છે. ઢબુડીના નામે ધનજીએ કરેલાં અનેક તરકટો પરથી પોલીસ તબક્કાવાર પડદો ઊંચકી રહી છે, અને ધનજીની મુસીબતો વધી રહી છે. કેન્સરની દવા બંધ કરાવી યુવકનું મોત નીપજાવનારા ધનજી સામે મૃતક યુવાનના પિતા ભીખાભાઈ મણિયાએ બાંયો ચડાવી છે, અને તેને લગતા પુરાવા પેથાપ...
માલપુરમાં ધોધમાર વરસાદ :સાત ગામો સંપર્ક વિહોણા બન્યા
અરવલ્લી, તા.13 માલપુર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું માલપુર નગરમાં બજારોમાં પાણી ફરી વળતા વેપારીઓએ અને પ્રજાજનોએ માલપુર ગામમાં ભરાતા પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી હતી માલપુરના સુરાના પહાડીયા ગામે અને ઉપરવાસમાં વરસાદ પડતા સુરાના પહાડીયા નજીક આવેલા કોઝવે પર પાણી ફરી વળ...
રાજકોટમાં રોગચાળો વકર્યોઃ તાવ, શરદી , મેલેરીયાના અનેક દર્દીઓથી દવાખાના...
રાજકોટ તા.૧૩ રાજકોટ શહેરમાં આ ચોમાસામાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક વરસાદ વરસ્યો હતો. સતત વરસાદી વાતાવરણ બાદ હવે ધીમેધીમે ઉઘાડ નિકળી રહ્યો છે. જોકે વરસાદી પાણીને કારણે અને ગંદકીની સાફ સફાઇમાં તત્પરતા નહીં દાખવી રહેલા મનપાના તંત્ર સામે રાજકોટવાસીઓામા રોષ જોવા મળી રહ્યો છે. મેલેરિયા નાબુદી અભિયાન અને વન-ડે-થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ ચાલી રહ્યાની જોર-શોરથી...
કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલ...
ભુજ, તા.૧૩: કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે. નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત...
ટ્રાફિકના નિયમો બદલાતાં અને દંડના અનેક ગણા વધારાથી ફફડી ગયેલા વાહનચાલક...
રાજકોટ,તા.13 વાહન ચાલકો માટે નવા નિયમોની અમલવારીનો સરકારે પ્રારંભ કરાવતાં દેશભરમાં વાહન ચાલકોમાં દોડધામ મચી ગઇ છે. પીયુસી, આર.સી. બૂક, વિમો, ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના કાગળિયા હાથવગા કરવા અને હેલ્મેટ ખરીદવા માટે દોડાદોડી કરી મૂકી છે. રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે હેલ્મેટની રેંકડીઓમાં પણ મંડાઇ ગઇ છે.બીજા ધંધા સાથે જોડાયેલા વેપારીઓએ પણ હવે હેલ્મેટનો ધંધ...
રાજકોટના રસ્તાઓ બન્યાં વાહનચાલકો માટે શિરદર્દઃ અનેક વાહનચાલકો ભોંયભેગા...
રાજકોટ,તા.13 રાજકોટ શહેરમાં ભારે વરસાદ પછી ઠેરઠેર રસ્તાઓ ઉબડખાબડ થઇ ગયાં છે. જાહેર માર્ગો ખાડાખબડાથી એટલા બરબાદ થઇ ચૂક્યા છેકે વાહનચાલકોની પરેશાનીનો પાર નથી. વ્યવહાર માટે ભારે મુશ્કલી પડી રહી છે. રાજકોટના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે માર્ગો કાચા છેકે પાકા તેની ખબર જ પડતી નથી. એટલા પ્રમાણમાં રસ્તા ખખડધમ થઇ ગયાં છે. વરસાદી પાણી અને ગટરના...

English