ભ્રષ્ટાચારનું સોગંદનામું
ગાંધીનગર, તા.12 62 વર્ષના રમેશ મનુભાઈ વણીક-દેસાઈએ 9 સપ્ટેમ્બર 2019ના રોજ સત્ય પર પ્રતિજ્ઞા લઈને સોગંદનામું બનાવ્યું છે કે, અમરેલીના પાણી દરવાજા વિસ્તારમાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ચલાવું છું. મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદારની સુચનાથી દુકાન ચલાવવા માટે અને તેમની કચેરી તરફથી કોઈ હેરાનગતી ન થાય તે માટે મારે દર મહિને રૂ.5,000 આપવ...
ચાંદખેડાના મહિલા કોર્પોરેટરની દંબગાઈ, લોકઅપમાં પૂરેલા પતિનો વિડીયો બના...
અમદાવાદ, તા.12 ચાંદખેડાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી સામે દિલ્હીની એક મહિલા વકીલે ગાળો બોલી ધમકી આપીહોવાની ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ નોંધાયેલી ઘરેલુ હિંસા અને છેતરપિંડીની ફરિયાદમાં લંડનથી ભારતમાં એરપોર્ટ પર ઉતરેલા રાજશ્રીબહેન કેસરીના પતિ જપમનદીપ અહલુવાલીયાની લુકઆઉટ સરક્યુલરના આધારે ધરપકડ થઈ હતી અને આરોપી જપ...
સભ્ય બનાવવાની લહાયમાં કચ્છ ભાજપે પાકિસ્તાનીનું મેમ્બર ફોર્મ લઈ લીધુ
વિશ્વમાં સૌથી વધુ નોંધાયેલા સભ્ય હોવાનો દાવો કરતા ભારતીય જનતા પક્ષ(ભાજપ) માટે કાળાટીલી સમાન ઘટના બહાર આવી છે. જેમાં કચ્છમાં ભાજપનાં સક્રિય સદસ્ય બનાવવાની કામગીરી દરમિયાન નખત્રણા તાલુકામાં એક પાકિસ્તાની નાગરિકને ભાજપનાં સભ્ય તરીકેનું ફોર્મ સ્વીકારતો ફોટો વાઇરલ થતા કચ્છ ભાજપનાં અગ્રણીઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભાજપ...
વીજ કર્મચારીના યુનિયન નેતાની લાખોની ઉચાપત
રાજકોટઃ વીજ કર્મચારીઓના એક યુનિયનના નેતા ભ્રષ્ટાચારના પગલે ટાંચમાં લેવાયા છે. વીજ કર્મચારી અને યુનિયનના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરી નાણાંની ઉચાપતની ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ આરોપીએ પવનચક્કીના યુનિટ એડજસ્ટમેન્ટમાં ગેરરીતિ આચરીને 6 લાખની રકમની ઉચાપત કરી છે, જેમાં ગ્રાહકને રસીદ આપ્યા બાદ સિસ્ટમમાં રસીદને રદ કરી નાણાંની ઉચાપ...
જૂનાગઢથી અપહરણ બાદ જામનગરથી ધરપકડ
જામનગર,તા:૧૨ કલ્યાણપુર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી જૂનાગઢથી અપહરણ કરાયેલા આધેડને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી મતા અને કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ખંડણી માગવાના આશયથી ખંભાળિયાથી ત્રણ શખ્સોએ આધેડ જિતેન સંઘાણીનું ખંભાળિયાથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ જિતેનભાઈ પાસેની સોનાની ચેન, રોકડ રૂપિયા અને કારની પણ લૂ...
જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકી હુમલાનું ષડયંત્ર
જમ્મુ,તા:૧૨ નાપાક પાકિસ્તાન વૈશ્વિક થપાટો બાદ પણ ભારતમાં તેનો નાપાક ઈરાદો પાર પાડવામાં બાકી નથી રાખતું, જોવાનું એ છે કે તેમના બદઈરાદા સતર્ક સુરક્ષાદળોના કારણે લગભગ નિષ્ફળ જ જતા હોય છે. જમ્મુ-કાશ્મીર બોર્ડર પરના લખનપુરમાં આતંકીઓ ફરી એક હુમલાનું ષડયંત્ર બનાવતા હતા, પરંતુ સતર્ક સુરક્ષાબળોએ તેમને ઝડપી લીધા. મળેલી બાતમીના આધારે સુરક્ષાબળોએ ત્રણ આતંકીને ...
અમદાવાદ કોર્પોરેશનની અધિકારીઓ માટે બેવડી નીતિ
અમદાવાદ,તા:૧૨ મ્યુનિ. કોર્પોરેશનમાં હાલમાં ઉચ્ચ અધિકારીઓ સાથેની બેવડી નીતિ આંતરિક અસંતોષ ઊભો કરી રહી છે. મ્યુનિ. કમિશનર કેટલાક ચોક્કસ લોકોની તરફદારી કરવા અન્ય અધિકારીઓનો ભોગ લઈ રહ્યા છે, જેના ભાગરૂપે કેટલાક માનીતા કર્મચારીઓને પ્રમોશન આપવાની સાથે કેટલાક અણમાનીતાને નોટિસ આપી સસ્પેન્શનના પગલાં લેવામાં આવ્યાં. અમદાવાદમાં નિકોલની પાણીની ટાંકીના બાંધક...
ગેસ્ટ હાઉસમાંથી બહાર નિકળતા કપલનો તોડ કરતી નકલી પોલીસ ઝડપાઈ
અમદાવાદ, તા.૧૧ પૂર્વ અમદાવાદના સીટીએમ વિસ્તાર તેમજ નેશનલ હાઈ-વે નંબર 8 પર આવેલા ગેસ્ટ હાઉસની બહાર તોડ કરતી નકલી પોલીસની ટોળકીને અસલી પોલીસે પકડી લીધી છે. રામોલ પોલીસે એક યુવકની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ત્રણ પૈકી બે આરોપી અગાઉ નકલી પોલીસ બનવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. રા...
મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી લાશને દાટી દેનારો હત્યારો ઝડપાયો
અમદાવાદ, તા.૧૧ દેત્રોજ તાલુકાના રામપુરા-ઘટીસણા રોડ પર 11 વર્ષના બાળકનું ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને દાટી દઈ પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરનારા હત્યારાને અમદાવાદ એલસીબીએ ઝડપી લીધો છે. પ્રવિણ ઉર્ફે ભોલો ઉર્ફે પવલો બજાણીયાએ એક મોબાઈલ ફોન માટે બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે હત્યારા પાસેથી લૂંટી લેવાયેલો મોબાઈલ ફોન કબ્જે લીધો છે. ...
દંપતિને સમાધાનના બહાને બોલાવી આરોપીઓએ દેરાસરમાં હુમલો કર્યો, યુવતિ લઈન...
અમદાવાદ, તા.૧૧ ઓક્ટોબર-2016માં પ્રેમ લગ્ન કરનારા શાહ યુવકની પત્નીને તેના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરા દેરાસરમાં બોલાવી કારમાં ઉપાડી ગયા છે. આ અંગે અપહ્યુતના પતિએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પત્નીના સંબંધીઓ સહિત અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. અપહરણ અને હુમલાની ફરિયાદ નોંધાવતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવા તથા અપહ્યુતને છોડાવવા પોલીસે અમ...
અમપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્...
અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વધુ એક મેયર બિજલ રૂપેશભાઈ પટેલ ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે આયોજીત હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે.આ બંનેના પ્રવાસ અંગે મંજુરી માંગતી એક દરખાસ્ત શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે નાયબ મ્યુનિસીપલ કમિશ્નર પણ સાથે શહેરના મેયર સેવન ફો...
પલાળવાથી રંગ પ્રસરી જાય એ નકલી નોટની આસાન ઓળખ છે
અમદાવાદ,તા.11 ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે લાખો રૂપિયાની ફેક કરન્સી રેકેટમાં સૌરાષ્ટ્રના ભાવનગરના શખ્સ અને અમદાવાદની પણ એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાજ્યભરમાં ગમે ત્યાં નકલી ચલણી નોટનો કાંડ થાય પરંતુ તેનો છેડો તો મોટેભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે, એમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે. પોલીસ...
મહેસાણાની યુવતિનું પૂર્વ પતિએ અપહરણ કરી પુન:લગ્ન કરી દુષ્કર્મ આચર્યું
મહેસાણા, તા.૧૧ 7 વર્ષના લગ્નજીવનમાં ભંગાણ સર્જાતાં પિયરમાં રહેતી યુવતીનું પુત્રી બીમાર હોવાનું કહી પૂર્વ પતિએ અપહરણ કરી ઊંઝા કોર્ટમાં પુન:લગ્ન બાદ સિદ્ધપુરમાં ગોંધી રાખવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 20 દિવસ પૂર્વે મકાનની દીવાલ કૂદીને ભાગેલી યુવતીએ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં પતિ સહિત 17 વ્યક્તિઓ સામે અપહરણ, દુષ્કર્મ, ગોંધી રાખવા મામલે ફરિયાદ ...
મહેસાણામાં પિયરિયાએ ગાડી માટે પૈસા નહીં આપતા પત્નીને તલાક આપી દીધા
મહેસાણા, તા.૧૧ લગ્નના માત્ર એક વર્ષ બાદ ગાડી માટે રૂ. 5 લાખ આપવાનો ઇન્કાર કરનારી પત્નીને આર્મી જવાન પતિએ ગાલ પર લાફા મારી 3 વખત તલાક બોલીને લગ્નજીવનનો અંત આણ્યો હતો. જ્યારે પત્નીએ તાજેતરમાં અમલી બનેલા મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર સામે ગુનો નોંધાવતાં પોલીસે સસરા સહિત 3ની ધરપકડ ...
મોડાસામાં રઝળતા ઢોરની ઇતરડી થી કોંગો ફીવરનો મંડરાતો મોટો ખતરો
મોડાસા, તા.૧૦ હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોંગો ફીવર નામની મહામારી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર સહીત શહેરી વિસ્તારોમાં રઝળતા ઢોરની ચામડી પર જોવા મળતી ઇતરડી નામની જીવાત થી જીલ્લામાં કોંગો ફીવર નામની બીમારીને પગપેસારો તેમજ ફેલાવી શકે છે. તદઉપરાંત સૌરાષ્ટ્રની કોંગો ફીવરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પરત ફરેલા અરવલ્લી...

English