વડાલીમાં સ્વચ્છ ભારત મિશનનું પ્રચાર સાહિત્ય બાળી મૂકાયું
વડાલી, તા.૧૧ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત લોકોને જાગૃત કરવા આપેલી માહિતી વડાલી તાલુકા પંચાયતના કર્મચારીઓએ લોકો સુધી ન પહોંચાડી કચેરીમાં જ ઢગલા કરી મૂકી તેનો ભરાવો થતા તેને કચેરીના પરિસરમાં જ સોમવારે સળગાવી દેવામાં આવી હતી. વડાલી તાલુકા પંચાયતમાં માહિતી પુસ્તિકાઓ તંત્રના અધિકારીઓ દ્વારા લોકો સુધી ન પહોંચાડી અભિયાનને માત...
ભાજપના જીતુ વાઘાણીને ગેરકાયદે જંગલ પ્રવેશ માટે 6 વર્ષની સજા અને 1 લાખન...
અમદાવાદ, તા.11 ગીરનું જંગલ 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન કોઈ પણ માટે પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે. છતાં ભાજપના પ્રદેશ પ્રમુખ ગીરના જંગલમાં ગેરકાયદે ઘૂસીને ફરી આવ્યા અને સિંહને જોવાની મોજ કરી આવ્યા હોવાથી ભારે વિવાદ ઊભો થયો છે. વાઈલ્ડ લાઈફ નિષ્ણાત મનિષ વૈદ્યએ કહ્યું કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પ્રકારે અન...
સાણંદની ઝોલાપુરની 16 શિક્ષિકા પર ગ્રામજનોનું દમન
અમદાવાદ, તા.11 સુરક્ષિત અને સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી વિજય રૂપાણીની સરકારમાં મહિલાઓની સુરક્ષાની ધજ્જિયાં ઊડાવતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના તાબા હેઠળનું શિક્ષણ ખાતું તદન ખાડે ગયું હોય એવી સામાન્યજનને કંપાવી દેનારી ઘટના તેમના જ મતવિસ્તારમાં બહાર આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અ...
પાર્કિંગની જગ્યામાંથી મલાઈ તારવી લેનારા હવે પાર્કિંગના નામે નાગરિકોની ...
પ્રશાંત પંડીત અમદાવાદ, તા.11 શહેરમાં પોલીસ અને અમપા દ્વારા વાહન પાર્ક સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અમદાવાદમાં 10 હજાર કોમર્શિયલ બિલ્ડીંગો એવા છે કે જેમાં પાર્કિંગની જગ્યા વેચીને મારી હોવાથી રોજના હજારો વાહનો માર્ગ પર પાર્ક કરવામાં આવી રહ્યાં હોવાનો અંદાજ છે. બિલ્ડીંગોમાં ધંધા માટે આવતા મુલાકાતીઓ કે દુકાન માલિકોને માર્ગ પર કે રોડ પર આવેલી...
પ્રેમલગ્નની અદાવતમાં યુવક અને પરિવાર પર હુમલો
અમદાવાદ,તા:૧૧ યુવતીના પ્રેમલગ્નનાં ત્રણ વર્ષ બાદ સમાધાન માટે બોલાવી પરિજનો દ્વારા હુમલો અને ત્યાર બાદ યુવતીનું અપહરણ કર્યાનો ચોંકાવનારો કિસ્સો બનવા પામ્યો છે. યુવતીના પરિજનોએ સમાધાન માટે બોલાવી યુવકના પરિજનો પર સશસ્ત્ર હુમલો અને ત્યારબાદ યુવકના પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ હુમલામાં યુવકના પરિવારજનો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના...
વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર ખાડાનું રાજ
અમદાવાદ,તા:૧૧ વરસાદ પહેલાં કોર્પોરેશન દ્વારા અવનવી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં રસ્તા પર પાણી ન ભરાય તેની કામગીરી ઉપરાંત વિવિધ રસ્તાઓ પર ખાડા હોય તે પૂરી ચોમાસામાં વાહનચાલકોને નડતરરૂપ ખાડા ફરી ન પડે તે જોવાનું કામ પણ સામેલ છે. જો કે અમદાવાદના આ વખતના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. બે દિવસના સિઝનના સારા વરસાદના પગલ...
અસામાજિક તત્ત્વોના કારણે ખોવાયું ગાંધીનું ગુજરાત
અમદાવાદ,તા:૧૧ ગાંધીજીના ગુજરાતને નશાથી દૂર રાખવાનાં સપના અને મહત્ત્વાકાંક્ષા પર હવે ક્યાંકને ક્યાંક ઠંડું પાણી ફરી રહ્યું છે. ગાંધીના આ નશામુક્ત ગુજરાતમાં ઠેરઠેર નશાની હાટડીઓ ધમધમી રહી છે, ત્યાં સુધી કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં તો પરિવાર આત્મહત્યા માટે મજબૂર બન્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ત્યાં સુધી કે ગાંધીનગરમાં પણ દેશી અન...
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા
અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી. અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...
બ્યુટી પાર્લર લૂંટ કેસમાં ચાર ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાર દિવસના રિમાન્ડ ...
રાજકોટ,તા.10 રાજકોટના ઇન્દરા સર્કલ પાસે આવેલા એન્જોય હેર પાર્લરમાં ગાંધીધામ ડી સ્ટાફના નામે આવી તમે ગોરખધંધા કરો છો તેવી ધમકી આપી બ્યુટી પાર્લર ના સંચાલક પાસેથી રુપિયા 85000ની રોકડ તેમજ સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ની લૂંટ ચલાવનાર એક સસ્પેન્ડેડ લોકરક્ષક તેમજ અન્ય લોક રક્ષક અને એક ટ્રાફિક વોર્ડન એમ ચારેય શખ્સોની ટોળકી અને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધ...
આગને કારણે ઝુપડપટ્ટીમાં દોડધામ મચી
કંડલા,તા.10
કચ્છના કંડલા પોર્ટના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેણાક ઝૂંપડામાંઆગ ફાટી નીકળતા દહેશત ફેલાઈ હતી. કંડલા મરીન પોલીસસ્ટેશનની પાસે આવેલા સિરવા ઝૂંપડપટ્ટીમા એક ઝૂંપડામાં અચાનક અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી.
આગનીઘટનાની જાણ થતાં કંડલા પોર્ટની ફાયરની ટીમે આગ પર કાબુમાં લીધી હતી. સદનસીબે આઆગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ઝૂંપડાની ઘરવખરીનો સમ...
ભોયણમાં છોકરી ભગાડી જવાની અદાવતમાં આધેડ પર તલવાર વડે હુમલો
ડીસા, તા.૧૦ ડીસાના ભોંયણ પાસે રવિવારે રાત્રે સેવા કેમ્પ પર એક શખ્સે તલવાર વડે હુમલો કરી રણજિતજી રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અગાઉ આ શખ્સ એક પરણિત મહિલાને લઇને નાસી ગયો હતો. દરમ્યાન રણજીતજીએ તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની અદાવત રાખી તલવાર વડે હુમલો કરતા તેની વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભોયણ નજીક સેવા કેમ્પ દરમિયાન રવિ...
ફાર્મા કંપનીમાં એન્જીનિયરના એકાઉન્ટમાંથી બારોબાર 17 હજાર રૂપિયા ઉપડી ગ...
અમદાવાદ, તા.10 ચાંગોદર ખાતે આવેલી ફાર્મા કંપનીમાં નોકરી કરતા એન્જીનિયરના બેંક એકાઉન્ટમાંથી બારોબાર 39 જેટલા ટ્રાન્જેકશન થકી 16,766 રૂપિયા ઉપડી જતા સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. મૂળ જમ્મુના રહેવાસી અને હાલ મકરબા પામગ્રીન ખાતે રહેતા તુષાર વિરચી મટ્ટુ (ઉ.36) ચાંગોદર ખાતે આવેલી બેકસ્ટર ફાર્મા કંપનીમાં સિનિયર પ્રોજેકટ એન્જીનિયર તરીકે નો...
નવ વર્ષમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ છતાં ૪.૨૨ લાખ લોકોને કૂતરા કરડયા
અમદાવાદ શહેરમાં એક સમયે કૂતરા પકડવા માટે ગાડીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીયાદને આધારે પહોંચતી અને કૂતરા પકડતી હતી.નવ વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે. હવે અમપાએ એનિમલ વેલ્ફેર બોર્ડના આદેશ મુજબ આ કામગીરી વિવિધ એજન્સીઓને સોંપી છે.શહેરમાં છેલ્લા નવ વર્ષમાં કૂતરા કરડવાના બનાવોમાં ૭૭ ટકા જેટલો વધારો નોંધાવા પામ્યો છે.આ પરિસ્થતિની વચ્ચે માણસે માણસને બચકા ભર્ય...
બરવાલા ચોકડી પાસેથી પોલીસે દેશી તમંચા સાથે ત્રણને ઝડપ્યાં
બોટાદ,તા.09 બોટાદ જીલ્લા પોલીસની ટીમ ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર નિમીત્તે તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરનીકાર માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાઇ હતી. ગાડી રોકીને તેને ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો...
વિજાપુર નાગરિક બેંકના એક ડિરેક્ટર સસ્પેન્ડ, એકનું રાજીનામું મંજૂર
મહેસાણા, તા.૦8 વિજાપુર સ્થિત નાગરિક સહકારી બેન્કમાં ચુંટાયેલા એક ડિરેક્ટરોને રવિવારે મળેલી બેન્કની સાધારણસભામાં તેમના હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં કથિત હવાલાને મુદ્દો બનાવી બેન્કની ઈમેજને નુકશાન પહોંચાડયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક ડિરેક્ટરે અગાઉ આપેલા રાજીનામાને મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૬માં ...

English