ટીંટોઈ સરપંચે ગેરકાયદેસર માટી ડમ્પિંગ કરી રાતોરાત રસ્તો બનાવી દીધો
ટીંટોઈ, તા.૦૨ ટીંટોઈ નજીક બામણવાડ માઈનોર કેનાલને અડીને ટીંટોઈ ગ્રામ પંચાયતના સરપંચ અબ્દુલકાદર ગુલામહુસેન ટીંટોઇયાએ રાતોરાત સત્તાનો દુરુપયોગ કરી માટી કામ કરી રસ્તો બનાવી દેતા લેખિત રજુઆત ગામના જાગૃત નાગરિકોએ મોડાસા સિંચાઈ પેટા વિભાગમાં કરતા સિંચાઈ તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને હરકતમાં આવ્યું હતું. સિંચાઈ પેટા વિભાગના નાયબ ઈજનેર દિપક પંડ્યાએ ટીંટો...
પીરાણા લેન્ડફીલ સાઈટને કારણે પાંચ વર્ષના માસુમ બાળકનું મોત
અમદાવાદ,તા.૨
અમદાવાદ શહેરના છેવાડે આવેલી અમપાની પીરાણા લેન્ડફીલ સાઈટે એક પાંચ વર્ષના માસુમ બાળકનો ભોગ લીધો છે.એક વર્ષમાં કુલ બે લોકોનો આ સાઈટે ભોગ લીધો છે.જો કે સત્તાવાળાઓ આ મામલે કાંઈપણ કહેવાનુ ટાળી રહ્યા છે.
૨૫ દિવસ પહેલા ઉત્તરપ્રદેશથી કયુમ અન્સારી તેની પત્ની પુત્રી અને પુત્રને લઈ અમદાવાદ કામની શોધમાં આવ્યો હતો.તે પીરાણા લેન્ડફીલ સાઈટ પાસે રહેત...
ફિટ ઈન્ડિયાનાં ગાણાં ગાતા મોદીએ જ રાજ્યમાંથી વ્યાયમ શિક્ષકોનો એકડો કાઢ...
ગાંધીનગર, તા.02 ફિટ ઈન્ડિયા કાર્યક્રમ દેશભરમાં કેન્દ્રની ભાજપ સરકારે શરૂ કર્યો છે પણ ગુજરાતની મોટાભાગની શાળાઓમાં બાળકોને ફિટ રાખવા માટે વ્યાયામ કરાવતાં શિક્ષકો નથી. ફિટ ઈન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ફિટનેસ અંગેનો ફતવો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો છે. રાજ્યની ૮૦ ટકા શાળઓમાં વ્યાયામ અને ચિત્ર શિક્ષકોની જગ્યાઓ ખા...
સૌરાષ્ટ્રના એક ડાયરામાં ખુલ્લેઆમ ફાયરિંગ
અમદાવાદ,તા:૨ સૌરાષ્ટ્રમાં ડાયરા પ્રત્યે લોકોનું એક અનેરું આકર્ષણ હોય છે, અને ડાયરાના કલાકારો ખૂબ માનીતા હોય છે. આ કલાકારોના ડાયરામા પ્રવેશ સમયે ઉત્સાહમાં આવી લોકો ફાયરિંગ પણ કરવાનું ચૂકતા નથી. આવું જ કંઈ બન્યું જૂનાગઢના એક લોકડાયરામાં. જૂનાગઢમાં કોઈ જગ્યાએ યોજાયેલા ડાયરાનું મોબાઈલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે...
ગાંધીનગરમાં એસ્ટેટ વિભાગની દબાણો પર લાલઆંખ
ગાંધીનગર,તા:૨ ગાંધીનગર કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે બાંધકામ અને ખાનગી બાંધકામમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા પર તવાઈ બોલાવી છે. જે મુજબ એસ્ટેટ વિભાગે સેક્ટર-2માં 84 એકમોને નોટિસ આપી છે. ગાંધીનગરમાં ગેરકાયદે બાંધકામ કરનારા અને ઘરમાં જ પીજી ચલાવનારા લોકોનો રાફડો ફાટ્યો છે, જેને કોર્પોરેશને 15 દિવસમાં બંધ કરવાની નોટિસ આપી છે, જો હ...
મહેસાણામાં કચરાના નિકાલ મુદ્દે શાસક-વિપક્ષ આમનેસામને
મહેસાણા,તા:૨ મહેસાણા ન.પા. દ્વારા તાજેતરમાં જ કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે બહાર પાડેલા 7.81 કરોડના ટેન્ડરનો વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપના 18 સભ્યોએ ચીફ ઓફિસર પાસે લેખિતમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું કે, ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ અને ક્ષતિઓને દૂર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કેસ નગરપાલિકાએ હાલમાં જ 80 TPD વેસ્ટ પ્રોસેસિં...
વસ્ત્રાપુર સરકારી વસાહત પાસે ત્રણ શખ્સોએ એજ્યુકેશન ઈન્સ્પેકટર પર હુમલો...
અમદાવાદ, તા.31 વસ્ત્રાપુર સરકારી વસાહત પાસેથી પસાર થતા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના બે અધિકારી પર અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થઈ ગયા છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે નંબર પ્લેટ વિનાની કારમાં ફરાર થયેલા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી છે. વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે નોકરી કરતા હિતેન્દ્રસિંહ દેવુભાઈ પઢેરીયા (રહે. સરકાર...
અરવિંદ અગ્રવાલને ચીફ સેક્રેટરી થતાં રોકવા માટે સંગીતા સિંઘ ને હોમ
ગાંધીનગર,તા.31 ગુજરાત સરકારે કરેલી સિનિયર અધિકારીઓની બદલીઓમાં હાલના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલને નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત થતાં રોકવા માટે સરકારે સંગીતા સિંઘને હોમ વિભાગનો હવાલો સોંપી દીધો છે. આ ફેરબદલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મોટો રોલ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શાહની રાહ જોવાતી હતી રાજ્યના સિનિયર આઇએએસ અધિકા...
હત્યારા ભાજપના નેતા દીનુને રૂપાણીએ ગીરમાં ખાણ આપી
અમદાવાદ, તા.31 સીબીઆઈ અદાલતે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિતને આજીવન કેદની સજા કરી છે. ગીરના સિંહ બચાવવા માટે ગેરકાયદે ખાણો સામે લડતા રહેલા અમિત જેઠવા જેલમાં રહેલા ભાજપના નેતાને ગુજરાતની રૂપાણી સરકારે ગીરના જંગલમાં જમીન આપી દીધી છે. સિંહ સામે જોખમ 20 ફેબ્રુઆરી 2019માં દીનુ બોઘા સોલંકીને ગીરના જંગલના ઈકો સેન્સેટીવ ઝોનમાં 3 કિ.મ...
મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી : ગ્લોઝ, માસ્ક વગર દવાનો છંટકાવ કરવા મ...
મોડાસા, તા.૩૧ મોડાસા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ધીરે ધીરે નગરજનોનો ભરડામાં લઈ રહ્યો છે. શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા નગરપાલિકા તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર કામદારો કોઈપણ જાતની સુરક્ષા વગર દવાનો છંટકાવ કરતા હોવાથી જાણે નગરપાલિકા તંત્રને કામદારોની જાનમાલની કઈ પડી ના હોય તેવા દ્રશ્યો જોવા મળ...
મોટી પીંપળીમાં દસ લાખ લિટરનો સંપ ખુલ્લો હોવાથી બેદરકારી
રાધનપુર, તા. ૩૧ રાધનપુર પાણી પુરવઠા કચેરી અંતર્ગત મોટી પીંપળી હેડવર્કસ ખાતે આવેલ દસ લાખ લીટર પાણીનો સંપ ઉપરથી તુટી જતાં ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લા સંપનું પાણી ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતા પાણી પુરવઠા કચેરીની ગંભીર બેદરકારી સામે આવી હતી. મોટી પીંપળી ખાતે નેશનલ હાઈવેને અડીને આવેલ રાધનપુર, સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાનું હેડ વર્કસ ...
અમીરગઢના કાકવાડા ગામના બાળકો જીવના જોખમે નદી પાર કરી ભણવા મજબૂર
અમીરગઢ, તા.૩૧ અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પાર કરીને વિધાર્થીઓને જોખમી સ્થિતિમાં અભ્યાસ માટે જવું પડે છે. ચોમાસામાં વરસાદને પગલે નદીમાં પાણી આવતા ગામ નજીકના પરામાં રહેતા પ્રાથમિક શાળાના વિધાર્થીઓ નદી પાર કરીને ભણવા જઇ રહ્યા છે. નદી પાર કરતા કુમળી વયના બાળકો તણાઇ જવાની બીક વચ્ચે અભ્યાસ કરવા મજબૂર હોવાનું સામે આવ્યુ છે. શ...
સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષના રાજસ્થાની કિશોરનું કોંગોને કારણે શંકાસ્પદ ...
અમદાવાદ, તા.31 રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી હાહાકાર મચાવનાર કોંગો વાયરસને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ૧૫ વર્ષના કિશોરનું આજે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનું સૂત્રો જણાવે છે. તો બીજી બાજુ હળવદના ૧૧ જેટલાં મજુરોના કોંગો વાયરસના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું ગાંધીનગર ના આરોગ્ય વિભાગ ના સૂત્રો જણાવે છે. હાલ રાજ્યમાં કોંગો વાર...
સુપરવાઈઝરે જ વિદ્યાર્થીઓને કાપલી આપી જવાબો લખાવ્યા
અમદાવાદ, તા. ૧ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા ૪૩૨ જેટલા સહાયક ક્લાર્કની પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે શહેરમાં આવેલા વિવિધ કેન્દ્રો ઉપર રવિવારે સવારે લેવામાં આવેલી પરીક્ષા દરમિયાન મણિનગરમાં આવેલી રાજાભગત સ્કૂલમાં સુપરવાઈઝરે જ વિદ્યાર્થીને જવાબ લખવા કાપલી આપતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે સેન્ટર પર પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જ્યાં...
સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને વસ્ત્રાપુર પોલીસ સ્ટ...
અમદાવાદ, તા.1 રેન્ટલ કારમાં એરપોર્ટથી હોટલ જઈ રહેલા એક વિદેશી નાગરિક પાસે રહેલા બે સ્કોચ વ્હીસ્કીની બોટલો પડાવી લેવા બે પોલીસવાળાએ તેમને ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. બે અજાણ્યા પોલીસવાળા સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે. વિદેશી દારૂની બોટલો પડાવી લેવા વિદેશી નાગરિકને પરેશાન કરનારા બે પોલીસવાળા...

English