ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રારની નિમણૂંક માટે હજુ ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયા ...
અમદાવાદ, તા. 1 ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટન્ટની જગ્યા માટે જાહેરાત આપીને અરજી મંગાવ્યા બાદ બે મહિન જેટલો સમય થવા છતાં હજુ સુધી ઈન્ટરવ્યૂ ગોઠવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા જ્યારે ચીફ એકાઉન્ટન્ટ અને રજિસ્ટ્રાર તરીકે ખાસ અધિકારીની નિમણૂંક કરવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારે યુનિવર્સિટીએ ટૂંક સમયમાં કા...
અમપા દ્વારા ઓનલાઈન ફરીયાદોના નિકાલના નામે નર્યુ જુઠ્ઠાણુ
અમદાવાદ,તા.0૧
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૨૦૧૫ના વર્ષથી શહેરના સાત ઝોનમાં નાગરીકોની નળ,ગટર અને રસ્તાને લઈને આવતી ફરીયાદોનો નિકાલ ઓનલાઈન ૧,૫૫,૩૦૩ નંબર ઉપર ફરીયાદ નોંધાવવાથી કરવામાં આવી રહ્યો છે.આમ છતાં શહેરના મોટાભાગના નાગરીકોની ફરીયાદોનો નિકાલ કર્યા વગર ફરીયાદ જ બંધ કરી દેવાતી હોવાની ફરીયાદો વ્યાપક બની છે. આ અંગે નાગરિક સશકિતકરણ મંચના...
ભિલોડાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ યુવકને કુંવારાનું સર્ટિફિકેટ અપ...
ભિલોડા, તા. ૧ ભિલોડા તાલુકાના રામેળા ગ્રામ પંચાયતના તલાટીએ હિંમતનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં ભાગ લેનાર અરજદારો માટે અપરણિત કે પરણિત અંગેનું સર્ટિફિકેટ રજુ કરવાનું હોય એક યુવકનું અપરણિત હોવા અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવતા સર્ટિફિકેટમાં સ્પેલિંગમાં ભૂલ હોવાની સાથે ઉચ્ચારણમાં પણ ભૂલ જણાતા સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં ભારે રમૂજ ફેલાઈ છે. તલાટીએ મેર...
ઊંઝાની બે પેઢી પર જીએસટીની તપાસમાં 29.90 લાખની ચોરી પકડાઈ
ઊંઝા, તા.૦૧ જીએસટી વિભાગે ઊંઝાની જીરૂ-વરિયાળીની લે-વેચ કરતી એસ. નારાયણ એન્ડ કંપની તેમજ હયાન ટ્રેડિંગ કંપનીમાંથી બોગસ ખરીદ-વેચાણ મામલે રૂ. 29.90 લાખની વસૂલાત માટે તજવીજ હાથ ધરાતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો. થોડા દિવસ પહેલાં સુરતના કપરાડામાં જીએસટીની મોબાઇલ સ્કવોડના હાથે ઇ-વે બિલ વગર પકડાયેલા જીરૂ-વરિયાળીના જથ્થા સાથેની ગાડીના આધારે મહેસાણા ...
“સાહેબ, મેં મારા ત્રણ સંતાનોના ગળા કાપી મારી નાખ્યા છે”!!
ભાવનગર,તા.1 ભાવનગર પોલીસ લાઈનમાં રહેતા અને ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલે રવિવારની બપોરે પોતાના ત્રણ સંતાનોના ગળા કાપી નાખી તેમની હત્યા કરી હતી અને હત્યા બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા રેંજ આઈજીપી અશોક યાદવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ભાવનગર પોલીસે હત્યા કરનાર કોન્સટેબલની ધરપ...
પ્રધાન જવાહરના ભાઈ જગદીશનું કાળુ કામ
અમદાવાદ : ઈન્ડીયન એરફોર્સના નિવૃત્ત કર્મચારી અને તેમના પરિવાર પાસેથી રૂપિયા 80 લાખ પડાવી લઈ શ્રીસરકાર દાખલ થયેલી જમીન બારોબાર વેચી મારનાર મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ પેથલજી ચાવડા સામે ફરિયાદ નોંધાઈ છે. ઘાટલોડીયા પોલીસે આ મામલે ચીટર જગદીશ ચાવડા સામે ગુનો નોંધી તપાસ આરંભી છે. ઈન્ડીયન એરફોર્સના નિવૃત કર્મચારી અને સિવિલ હોસ્પિટલના નિવૃત પીઆરઓ જયં...
હાજરી પૂરવાની ઓનલાઈન એપ્લિકેશનથી શિક્ષકો નારાજ
અમદાવાદ,શનિવાર રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવાના આશયથી રાજ્ય સરકાર હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે, જેના ભાગરૂપે જ સરકાર શિક્ષકોની હાજરી પૂરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ‘કાય ઝાલા’નો પ્રાયોગિક અમલ શરૂ કરવા જઈ રહી છે છે. જો કે આ નિર્ણયથી ગુલ્લીબાજ શિક્ષકો રોષે ભરાયા છે અને આ એપ્લિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ખોલનારી આ એપ...
પોલીસ કંટ્રોલ રૂમમાં જ નકલી મહિલા આઈપીએસ ઘૂસી જતા હાહાકાર
અમદાવાદ, તા.30 પ્રતિબંધિત ગણાતા અને સંવેદનશીલ એવા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ઘૂસી ગયેલી એક નકલી મહિલા આઈપીએસની માધવપુરા પોલીસે ધરપકડ કરી છે. પોતાનો 2002 બેચની આઈપીએસ તરીકે પરિચય આપી કંટ્રોલ રૂમમાં રૂઆબ છાંટતી મહિલાના વર્તનથી શંકા જતા તેની વધુ પુછપરછ કરતા ભાંડો ફૂટયો હતો. આઈપીએસ તરીકેની ખોટી ઓળખ આપનારી મહિલાની પોલીસે જડતી લેતા તેની પાસેથી પ્રેસ-પો...
અંબાજી મેળામાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિક વાપરવા પર 5 હજારનો દંડ
અંબાજી, તા.૨૯ અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ પર હવે પાંચ હજારનો દંડ થશે અને જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઈ શકશે, જે અંગેની વિગતો દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી વહીવટદાર દ્વારા અંબાજીના વેપારીઓને આપી પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં પ્રસાદ વેચતા વેપારીઓ વધુ ભાવો ન લે, એકવાર હરાજી થયેલા...
હિમતનગરમાં ચાલતી બોગસ પેરામેડીકલ ઈન્સટીટયુટના સંચાલક વિરુધ્ધ ફરિયાદ
છેલ્લા કેટલાક સમયથી હિમતનગર જીલ્લામાં પેરામેડીકલ ઈન્સ્ટીટયુટ નો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે હિંમતનગરના ગીરધરનગર વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલતી એક બોગસ પેરામેડીકલઈન્સ્ટીટયુટના સંચાલક સામે રુપિયા પડાવીને છેતરપીંડી કરવા બદલ એક આરોગ્ય વિભાગના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે આ અંગે આરોગ્ય વિભાગના ટીઆઈટીસીઓ મુળજીભાઈ બહેચરભાઈ પટે...
અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું
અમદાવાદ, તા. 30 અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સ...
એસીબીએ સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાની મિલકતોની તપાસ આરંભી
અમદાવાદ, તા.30 સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહીયાએ તેની કથિત પત્નીને સવા બે કરોડનો ફલેટ અપાવ્યો હોવાની હકિકત સામે આવતા તેનીએસીબીએ ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે. ચારિત્ર્યહીન ગૌરવ દહીયાએ ડિસેમ્બર-2018માં ચાર સ્થાવર મિલકત જાહેર કરીછે. જેમાં શેલા-બોપલ રોડ પર આવેલી મિલકતની રકમનો ઉલ્લેખ કરાયો નથી. જ્યારે હરિયાણામાં આવેલી ત્રણ મિલકતની કિંમત 3.84 કરોડ દર્શા...
ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા ...
મહેસાણા,તા:૩૦ 2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વા...
ઠાસરા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર કોર્ટની બહાર જ જીવલેણ હુમલો, ...
અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલ...
ઢબુડી માતા આરાધનામાં હશે એટલે બહાર ના આવ્યા!
અમદાવાદ, તા. 29 ગુજરાત આખામાં ચર્ચાસ્પદ બનેલા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ છેલ્લાં બે દિવસથી ફરાર હોવાનાં અહેવાલો આવ્યા બાદ આજે તેમનો ફોટો બહાર આવ્યો છે. અને સાથે સાથે તેમનું મતદાર ઓળખપત્રની નકલ પણ ફરતી થઈ છે. ત્યારે તેમનાં કેટલાંક ભક્તો ઢબુડી માતાના બચાવમાં મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા હતા અને એવું કહ્યું હતું કે ઢબુડી માતા ભાગી નથી ગયા પરંતુ તેઓ આરાધન...

English