Tuesday, August 11, 2026

અનિલ અંબાણીની બીજી એક કંપની બની નાદાર

અમદાવાદ,તા:૨૮ રિલાયન્સ કોમ્યુનિકેશન બાદ અનિલ અંબાણીની અન્ય એક કંપની રિલાયન્સ મરિને પણ નાદારી નોંધાવી છે. રિલાયન્સ મરિન પર હાલમાં બજારમૂલ્ય કરતાં 10 ગણા જેટલું દેવું બોલે છે, કહીએ તો રૂ.1000 કરોડનું દેવું છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ મરિન અને ઓફશોર રિલાયન્સ નેવલની સબસિડીયરી કંપની છે. રિલાયન્સ મરિનના ઋણદાતાઓમાં IFCI અને NBFC પણ સામેલ છે, આ ...

વોડાફોન-આઈડિયાના નુકસાનની અસર બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર

અમદાવાદ,તા:૨૮ વોડાફોન સાથે આઈડિયા કંપનીના મર્જર બાદ બિરલા ગ્રૂપનાં અન્ય સાહસો પર માઠી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓ પર આ નુકસાનની ખૂબ મોટી અસર પડી રહી છે. બિરલા ગ્રૂપની અન્ય કંપનીઓની માર્કેટ કેપ 20 ઓગસ્ટે 21,431 કરોડ રૂપિયા ગગડી હતી. કંપનીએ 19 ઓગસ્ટે ગ્રાહકોની સંખ્યામાં 41 લાખ ગ્રાહકોના ઘટાડાની જાણકારી આપી હતી, જે બાદ કંપની CEO બા...

રીસાયેલી પત્ની પાછી નહીં ફરતા ભાવનગરના પતિએ જાહેરમાં પત્નીને ગોળી મારી...

ભાવનગર,તા:૨૮  ભાવનગરના હિમાલયા મોલ નજીક આજે બુધવારે બપોરના એક વાગ્યાના સુમારે રસ્તા પર પસાર થઈ રહેલી બે યુવતીની નજીક આવી એક યુવકે ગોળીબાર કરતાં યુવતી ત્યાં જ ફસડાઈ પડી હતી. ઘટના બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેણે ગોળીબાર કરનાર પોતાનો પતિ અશોક સોયથાણી હોવાનું પોલીસને જણાવ્યું છે. સદકાર્ય હોસ્પિટલમાં સારવ...

રાજ્ય સરકારનાં રોજગારી આપ્યાનાં દાવા તદ્દન પોકળ સાબિત થઈ રહ્યાં છે

ગાંધીનગર, તા. 27 ગુજરાતમાં બેરોજગારીના ભોરિંગે એટલો બધો ભરડો લીધો છે કે, હવે કોઈ પણ સરકારી નોકરી માટે જાહેરાત આવે કે તેમાં જેટલી જગ્યા હોય તેનાં કરતાં અનેકગણી અરજીઓ કરવામાં આવે છે. ત્યારે ઓછી જગ્યા ભરવા માટે લાખ્ખોની સંખ્યામાં અરજી આવતાં રોજગારી આપ્યા હોવાનાં સરકારી દાવાઓ પોકળ સાબિત થાય છે. આટલું ઓછું હોય એમ સરકારી નેશનલ સ્ટેટિક્સ કમિશને પણ ફેબ્રુ...

સાબરકાંઠા સાબરડેરીના ચેરમેને આપ્યું રાજીનામું

અમદાવાદ, તા. 27 સાબરકાંઠાની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં હાલમાં જ યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે અચાનક જ આજે ડેરીનાં ચેરમેન મહેશભાઈ પટેલે રાજીનામું આપતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમણે પોતાનું રાજીનામું ડેરીનાં એમડી ડો. ડી. એમ. પટેલને મોકલી આપ્યા બાદ એમડીએ નવા ચેરમેનની નિમણૂંક ન થાય ત્યાં સુધી ડેરીનાં વાઈસ ચેરમેન જયં...

ધાનેરામાંથી સરકારી દવાના ખાલી પેકેટ રસ્તે રઝળતી હાલતમાં મળતાં ચકચાર

ધાનેરા, તા.૨૭ ધાનેરા મણીબેન હોસ્પિટલ નજીકથી સરકારી દવાના ખાલી પેકેટ મળી આવતા ચકચાર મચી ગઇ છે. જાહેર જગ્યા પર ખુલ્લામાં દવાના પેકેટ નાખવા મામલે તપાસની તજવીજ શરૂ કરી દેવાઈ છે. જો કે દવાનો આ જથ્થો પીએચસી વિભાગનો હોવાનું તપાસ દરમિયાન આવ્યું બહાર આવતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગઇ છે. ધાનેરા તાલુકામાં સરકારી દવા બિનવારસી મળતી હોવાના બનાવ વધી રહ્યા...

અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત

અમદાવાદ,તા.૨૭ અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીય...

નિશા ગોંડલિયાને તાજના સાક્ષી બનવું છે, પણ તેણે પહેલાં આરોપી બનવું પડે

અમદાવાદ, તા. 27 સુરતના બહુ ચર્ચીત બીટકોઈન કેસમાં આરોપી શૈલેષ ભટ્ટની સગી સાળી નિશા ગોંડલીયાએ સીઆઈડી સામે આ કેસમાં પોતાને તાજનો સાક્ષી બનાવવાની માગણી કરી છે, પરંતુ  નિશાને આવી સલાહ આપનારાની કાયદાકીય સમજ ઓછી હોવાનું લાગી રહ્યું છે. તાજનો સાક્ષી આ કેસનો આરોપી જ થઈ શકે છે. આમ નિશાને તાજનો સાક્ષી થવું હોય તો પહેલા આરોપી થવું પડે અને કોર્ટમાં પહેલાં પો...

આશિર્વાદથી સારવારના ઢબૂડી માતાના દાવાએ કેન્સરગ્રસ્ત અલ્પેશને મોત આપ્યુ...

અમદાવાદ, તા. 27 મૂળ રૂપાલ ગામના વતની અને પોતાને રૂપાલની જોગણી અને ઢબૂડીમાતા તરીકે ઓળખાવતા ઠગ ઘનજી ઓડના કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ ચમત્કાર દ્વારા મટાડી દેવાનો દાવો કરવામાં આવતો હતો, જેની ઉપર ભરોસો કરી સુરતમાં રહેતા ભીખાઈ માળીયાએ પોતાના કેન્સરગ્રસ્ત પુત્રની દવા બંધ કરાવી માત્ર ઢબૂડી માતા ઉપર ભરોસો કરવાની ભૂલ કરી જેના કારણે દવાના અભાવે તેમણે પોતાનો...

ગેસના ભાવ ઘટતા મુકેશ અંબાણીની રિલાયન્સનું 29,000 કરોડ ખતરામાં

કુદરતી વાયુના ભાવમાં ઘટાડો થતા દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના આશરે રૂ.ર૯,૦૦૦ કરોડ રોકાણ જોખમ હેઠળ આવી ગયા છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વર્ષ ર૦૧રમાં જાહેરાત કરી હતી કે રિફાઈનરીથી બચતા પ્રોડક્ટ્સ પેટ્રોલિયમ કોક અને પેટ કોકને ગેસમાં રૂપાંતરન કરવા આવશે. જેના માટે કંપનીએ આશરે રૂ.ર૯,૦૦૦ કરોડની ગેસફાયર મશીનની...

રાતોરાત લખપતિ બનવા બિલ્ડર યુવકનું અપહરણ કરનારા ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદ, તા.27 સેટેલાઈટના 100 ફૂટ રોડ પર રહેતા બિલ્ડરનું તેની જ કારમાં અપહરણ કરી લઈ જઈ રૂપિયા 50 લાખની ખંડણી માંગનારાત્રણ યુવકોની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. રાતોરાત લખપતિ બનવા માટે યુવકોએ જોધપુર સ્તવન અવીશામાં રહેતા 29વર્ષીય બિલ્ડર પ્રતિક ડાહ્યાભાઈ ચોવટીયા-પટેલના અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને તેમને ઘર પાસેથી જ તેમની જ કારમાં  ઉઠાવી ગયા હતા.પ્ર...

જીએસટીની ચોરી કરવા માત્ર ચિઠ્ઠી પર વેપાર કરી રહેલા હોલસેલર્સ

અમદાવાદ,સોમવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની કચેરીના અધિકારીઓને લેખિત રજૂઆત કરીને હોલસેલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સના નામ સાથે જીએસટીની ચોરી કરતાં હોવાની વિગતો આપ્યાને છ મહિના વીતિ ગયા હોવા છતાંય જીએસટીની ચોરી કરનારાઓ સાથેની મિલીભગતમાં કામ કરતાં જીએસટી અધિકારીઓ તેમને પકડવા સક્રિય જ થતાં નથી. અમદાવાદમાં જ વીસથી વધુ હોલસેલર્સ ડ્રિસ્ટ્રીબ્યુટર્સ કરોડોની જ...

વસ્ત્રાપુરમાં ગરબામાં નજીવી બાબતે ઝઘડા બાદ મારામારી થતાં સામસામે ફરિય...

અમદાવાદ, તા.૨૬ વસ્ત્રાપુર વિસ્તારમાં જન્માષ્ટમીની રાતે ચાલુ ગરબામાં બાઈક લઈને આવ-જા કરતા યુવકો સાથે થયેલી બોલાચાલી અને મારામારીને લઈને બંને પક્ષે સામ-સામે ફરિયાદ થઈ છે. વસ્ત્રાપુર પ્રેમચંદનગર રોડ પર પાયલ ફ્લેટની સામે આવેલ રણુજાનગર-2ના રહેવાસીઓ દ્વારા જન્માષ્ટમીના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા દરમિયાન રાત્રિના બે વાગ્યાના સુમાર...

બિસ્કિટ અને આંતરવસ્ત્રો જેવા ઉદ્યોગો પણ ચિંથરેહાલ બનતા મંદીના એંધાણ

અમદાવાદ,તા.23 નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ બાદ દેશમાં આર્થિક વિકાસની ગતિ બમણી રહેશે તેવા આર્થિક જગત સ્વપ્ન જોઇ રહ્યું હતું. પરંતુ આ સ્વપ્ન દુઃસ્વપ્ન બની રહ્યું હોવાનો અહેસાસ આર્થિક જગતને થઇ રહ્યો છે. ફક્ત મોદી વિરોધીઓ જ નહીં પરંતુ મોદીના અનેક વખત વખાણી ચૂકેલા ઉદ્યોગપતિઓ પણ હવે આર્થિક મંદીના દેશના બારણે ટકોરા પડી રહ્યા હોવાની દહેશત વ્યક્ત ...

આગકાંડની વધતી ઘટનાઓ બાદ સળવળાટઃપગ તળે રેલો આવતાં ફાયરની મંજૂરી માટે પડ...

અમદાવાદ,તા.૨૬ સુરતના સરથણા ખાતે બનેલા આગકાંડ અને જગતપુર ખાતે બનેલી આગની ઘટના બાદ અમદાવાદ શહેરમાં ફાયર એનઓસી માટે કુલ મળીને ૩૪૬૬ જેટલી અરજીઓ અમદાવાદ ફાયરબ્રિગેડને મળી છે.જે સામે કુલ ૩૦૦૧ અરજીઓને ફાયર એનઓસી આપવામાં આવી છે.અમદાવાદ ફાયર બ્રિગેડમાં જા ફાયર સ્ટેશન મુજબ અરજીઓની સંખ્યા જાવામાં આવે તો જશોદાનગર ખાતે ૧૧૫ અરજીઓ ૨૮ મે થી ૧૨ જૂલાઈ સુધી મળી હતી....