સસ્પેન્શનને લઈને ભાજપમાં ભારેલો અગ્નિ, ભાજપના કાર્યકર તરીકે સસ્પેન્ડ ક...
અમદાવાદ,તા.૨૬
શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વિડીયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને પગલે ભાજપના કાર્યકરોમાં ઉગ્ર નારાજગી જાવા મળી રહી છે.ભાજપના કાર્યકરોનુ કહેવુ છે કે,પુલકીત વ્યાસ અગાઉ કોંગ્રેસના કાર્યકર હતા.તેમણે વર્ષ-૨૦૦૦ની અમદાવાદ મ્...
છાત્રાને ગર્ભવતી બનાવવાની પોસ્ટ મૂકનારા સામે જિલ્લા યુવા ભાજપના અધ્યક્...
પાલનપુર, તા.૨૬ બનાસકાંઠાની એક કોલેજની છાત્રાને જિલ્લાના એક યુવા નેતાએ સગર્ભા બનાવી હોવાની પ્રેસનોટ સાથે જિલ્લા યુવા ભાજપના અધ્યક્ષ હરેશ ચૌધરીનું નામ જોડી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરાતાં હોબાળો મચી ગયો હતો. જિલ્લા અધ્યક્ષે પોસ્ટ વાયરલ કરનારા મોબાઇલ નંબરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ આ પોસ્ટ વાયરલ કરાવવા પાછળ રાષ્ટ્રીય યુવા ભાજપ કારોબા...
આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપા...
અમદાવાદ, તા.27 નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ...
એક કલાકની પૂછપરછમાં દહિયાએ મહિલાનાં આરોપો ફરી એકવાર નકારી કાઢ્યા
ગાંધીનગર, તા.૨૬ કથિત પ્રેમ પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે આજે સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાનું નિવેદન નોંધ્યું હતું. આ નિવેદનમાં દહિયાએ પોતાની ઉપર કરાયેલા તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહિલા આયોગે પણ લગભગ એક કલાક દરમિયાન દહિયાની સાથે વાતચીત કરી હતી અને તેમની ઉલટ તપાસ કરવામાં આવી હતી. આઈએએસ લોબીમાં ખૂબ જ ચર્ચ...
પડતર માંગણીઓ પૂર્ણ નહિ થાય તો 29મીથી અચોક્કસ મુદતની હડતાળની ચિમકી
ગાંધીનગર, તા. 26 મહેસૂલી કર્મચારીઓ દ્વારા વર્ષોથી પોતાની પડતર માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં આખરે 29મી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનાં પ્રમુખે આ અંગેની જાહેરાત કરતાં જણાવ્યું કે, તેઓ એક સપ્તાહના તબક્કાવાર આંદોલન બાદ અચોક્કસ મુદની હડતાળ પર જશે. આજે રાજ્યનાં અંદાજે 8 હજા...
સુરેન્દ્રનગરના જામડી ગામના વૃધ્ધાનું કોંગો ફીવરથી સારવાર દરમિયાન મોત
અમદાવાદ, તા.૨૬ રાજયભરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષના વૃધ્ધા સુખીબહેન કરસનભાઈ મેણીયાને સારવાર માટે અમદાવાદ શહેરની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત થતા આ મામલે રાજય સરકારને રિપોર્ટ કરાયો છે. આ અંગે મળતી માહીતી અનુસાર, સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના જામડી ગામમાં રહ...
મેરી ટાઈમ બોર્ડે નિયમોને નેવે મૂકીને કંડલા પોર્ટની અંદર જ બીજું પોર્ટ ...
અમદાવાદ, તા.25 ગુજરાત મેરિટાઈમ બોર્ડે આશ્ચર્યજનક રીતે હવે દીનદયાળ પોર્ટ ટ્ર્સ્ટ તરીકે ઓળખાતા જૂના કંડલા પોર્ટ ટ્ર્સ્ટની અંદર જ પ્રસ્થાપિત નિયમોને ચાતરી જઈને કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં મેસર્સ આહિર સોલ્ટ્સ એન્ડ એલાઈડ પ્રોડક્ટ્સ લિમિટેડને નવી જેટ્ટી બનાવવાની છૂટ આપી દીધી છે. મોટા બંદરના ધંધા પર અસર ન પડે તે માટે તેની 100 કિ...
જૂનાગઢ પોલીસનો વિચરતી જાતીના 12 જણા પર ભારે જુલમ
અમદાવાદ, તા. 25 જૂનાગઢ પોલીસે વિચરતી જાતિના લોકો પર જે અત્યાચાર કર્યા છે તેને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. 15મી ઓગસ્ટે રાત્રે 3 વાગે વિચરતી જાતિના 12 નિર્દોષ વ્યક્તિઓને ચોરીના કેસમાં ઉપાડી ગયા અને પછી ઢોર માર મારી ગુનો કબૂલાત કરાવવા અત્યાચાર કરતા રહ્યા. બીજા દિવસે બપોરે 3 વાગ્યા સુધી સતત માર મારતા રહ્યા અને ખોટી રીતે ગુનો કબૂલાવતા રહ્યા. અને આ નિર...
સરકાર નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં 5મી સપ્ટેમ્બરે રિપોર્ટ રજૂ કરે
અમદાવાદ, તા. 25 રાજ્યમાં હાલમાં જ પડેલા વરસાદમાં ભાલ પંથકમાં થયેલા નુકશાનીનો સર્વે કરવા હાઈકોર્ટે સૂચના આપી છે. આ ઉપરાંત સરકાર આ નુકશાનીનો સર્વે કરીને કોર્ટમાં તેનો રીપોર્ટ પણ રજૂ કરે એવો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અરજદારને પણ ગામ, જંગલ અને ખેતીની જમીનમાં થયેલા નુકશાની અંગેનાં પુરાવા રજૂ કરે એવો નિર્દેશ પણ આપ્યો હતો. આ કેસની વધુ સુનાવણી ...
મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...
ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...
પેટ્રોલ ચોરી કરતા પકડનાર યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવ્યો
અમદાવાદ:, તા.25. શહેરના ઈસનપુર વિસ્તારમાં બાઈકમાંથી પેટ્રોલ ચોરી કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં બે ભાઈઓએ એક યુવકને કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હોવાની ચકચારી ઘટના જન્માષ્ટમીની રાતે બની છે. આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે ઈસનપુર પોલીસે ગુનો નોંધી બંને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઈસનપુર...
એસટી નિગમ સરકારને 2800 કરોડ ચૂકવતું નથી, ખોટનું કારણ સરકારી કાર્યક્રમો...
ગાંધીનગર, તા. 25 ગુજરાત સરકારના એસટી નિગમની બલિહારી જોવા જેવી છે. આટલી બઘી બસોનું સંચાલન છતાં નિગમ ખોટ કરે છે. મુસાફરોને નિયમિત બસ સુવિધા આપી શકતું નથી અને સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટી નિગમના હાલના અધિકારીઓએ એસટી બસોનું સંચાલન જોવા મુસાફરો માટે એપ્લિકેશન શરૂ કરી છે પરંતુ તે નિરર્થક સાબિત થઈ છે. એક બાબતનો સ્વીકાર કરવો પડે કે ગુજરાત એ...
ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકની આરટીઓ કર્મી સાથે ...
અમદાવાદ: તા.૨૫ અમદાવાદના ઇસનપુરના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ દ્વારા લાંચ લેવાનો વિડીયો બહાર આવ્યો તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આરટીઓ કચેરીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સુભાષબ્રિજ સ્થિત અમદાવાદ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવાના મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંક દ્વારા આરટીઓ ...
દાંતીવાડાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી 14 લાખની બિનહિસાબી રોકડ મળી આવી...
પાલનપુર, તા.૨૫ 2018માં દાંતીવાડાના તત્કાલીન રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચંદ્રકાંત જોશી રૂ.12 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા હતા. જેને પગલે આરોપી ચંદ્રકાંત જોશી વિરુદ્ધ પાલનપુર એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ દરમિયાન આરોપીના રહેણાક એવા સરકારી ક્વાર્ટરમાંથી રૂ. 13 લાખ 75 હજાર 930ની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે તપાસ ...
ગટરના પાણીમાંથી ડીસાના નવા ગામના લોકો સ્મશાનયાત્રા કાઢવા મજબુર
ડીસા, તા.૨૫ ડીસા તાલુકાના નવા ગામમાં ગટરનું પાણી છલકાતાં રોડ પર દુર્ગંધ યુક્ત પાણી ફરી વળ્યું છે. જોકે પરિસ્થિતિ એટલી બગડી છે કે, ગામના લોકો ગટરના પાણીમાંથી જ અંતિમયાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે વારંવાર રજૂઆત કરતા ગ્રામ પંચાયત આંખ આડા કાન કરી રહી છે. ડીસાના નવા ગામમાં પાંચ હજાર કરતા વધુ વસ્તી છે. ગામમાં આવેલ...

English