નડિયાદ બસનો ડ્રાઈવર નશામાં ધૂત
અરવલ્લી,તા:૨૨ સલામતી સવારી એસટી અમારી સુત્રમાં એસટીને સલામત તરીકે ચિતરવામાં આવી છે પરંતુ ગુજરાત એસટીના કેટલાક ડ્રાઇવરો સરેઆમ લીરેલીરા ઉડાડી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં ૩ મહિનાના ટૂંકા ગાળામાં દારૂપીને નશામાં ધૂત બની હંકારતા ૫ થી વધુ ડ્રાઈવર ઝડપાઈ ચુક્યા છે પરંતુ એવા અનેક ડ્રાઇવરો હશે જે લોકોના હાથે નહીં ચડ્યા હોય કે પછી પકડાયા નહીં હોય. અહીં પ્...
સ્કૂલે ન જતાં માતાએ ઠપકો આપી લાફો મારતાં પુત્ર ઘર ઘરેથી નાસી ગયો
અમદાવાદ: તા:૨૨
અભ્યાસ અંગે કે સ્કૂલે ન જવાના મામલે માતા-પિતા દ્વારા ઠપકો અપાયા બાદ બાળકોના ઘર છોડીને નાસી જવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં બન્યો છે. જેમાં મેવાડમાં હોસ્ટેલમાં રહીને ધોરણ-11માં અભ્યાસ કરતો પુત્ર બે માસથી સ્કૂલે જતો ન હતો. જેથી ઘરે આવેલા પુત્રને માતાએ ઠપકો આપીને બે ત્રણ લાફ...
પિરાણા ડમ્પીંગ સાઈટ સતાધીશો માટે શિરદર્દ, નિકાલની જાહેરાતો ભ્રામક
અમદાવાદ, તા.21 સ્માર્ટસીટી અમદાવાદ માટે પીરાણા ડમ્પીંગ સાઈટ શિરદર્દ સમાન બની ગઈ છે. પીરાણા સાઈટ ના નિકાલ માટે વારંવાર જાહેરાતો થાય છે. પરંતુ તમામ જાહેરાતો ભ્રામક સાબિત થઈ રહી છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ની આકરી ટીકા બાદ વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી હરકતમાં આવ્યા છે. તથા કચરા નિકાલ માટે કામ શરૂ કર્યું છે. પરંતુ જે પધ્ધતિથી કામ થઈ રહયું...
બીટકોઈન કેસના મુખ્ય સુત્રધાર શૈલેષ ભટ્ટની સાળી સાથે દુબઈમાં શુ થયુ ?...
અમદાવાદ,તા. 21 ગત વર્ષની શરૂઆતમાં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને અમરેલી પોલીસ દ્વારા લુંટી લેવામાં આવ્યો હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાયા પછી આખુ પ્રકરણમાં બીટકોઈનનો બે નંબરનો ધંધો કારણભુત હોવાની હકિકત બહાર આવી હતી, આ મામલે અમરેલીના એસપી જગદીશ પટેલ સહિત દસ પોલીસ કર્મચારીઓની ધરપકડ પણ થઈ ચુકી છે, ત્યાર બાદ આ કેસના ફરિયાદી શૈલેષ ભટ્ટ સામે અપહરણ-અ...
લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વેચેલી મિલ્કતનો ગઠીયાએ બારોબાર સોદો કરી...
અમદાવાદ, તા. 21
લાલા પરમાનંદ અત્તરવાળા પરિવારે વર્ષ 2013માં વેચી મારેલી મિલ્કતનો એક ગઠીયાએ બે વર્ષ અગાઉ સોદો કરી નાંખતા કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અગાઉ શાહપુર અને હાલ મુંબઈ ખાતે રહેતા ઠગ અનિલ પૂનમચંદ શાહની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સલાપસ રોડ જીપીઓ સામે ડિજીટલ એડવર્ટાઈઝમેન્ટના નામથી ધંધો કરતા ઈમ્તિયાઝ અહેમદહુસેન કુરેશી...
દિવા પાછળ અંઘારુ કે અંઘારા માં કાળા ચશ્માં.
તા.21 અમદાવાદ
સ્વચ્છતાં ખરેખર કયાં જોવા મળે છે.
ભારતદેશ જેમાં સંસ્કાર,સંસ્કૃતી, અને સ્વચ્છતા ની માઠી સુંગઘ આવે છે. તે જ ભારતદેશ ના ગુજરાત રાજય ના અમદાવાદ શહેર માં સ્વચ્છ અભીયાન માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળે છે. સ્વચ્છતા માત્ર શું કાગળ ઉપર હોય છે. નેતાઓના ઘર અને ઓફીસની આજુબાજુ જ ગંદકી અમદાવાદ શહેર માં જયાં સરદાર વલ્લભાઈ, ગાંઘીજી ની ઘણી-બધી યાદો...
પિસ્તોલની અણીએ વકીલ પાસે 3.50 કરોડના ચેક લખાવનારની ધરપકડ
અમદાવાદ, તા.21
સાત કરોડમાં વેચેલી મિલ્કતનો હિસ્સો લેવા સગા કાકાએ ગુનેગારોની મદદથી એડવોકેટ ભત્રીજા પાસે સાડા ત્રણ કરોડ રૂપિયાના ચેક લખાવી લીધા છે. પિસ્તોલની અણીએ ચેક લખાવનારા સૂરજ પાંડે નામના આરોપીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. જજીસ બંગલો પોલીસ ચોકી ખાતે પીએસઆઈની તબિયત લથડતા તેનો લાભ લઈને સૂરજ પાંડે નાસી છૂટતાં પોલીસ કર્મચારીઓએ તેનો પીછો કરી ઝડ...
ધમકીની વિરોધમાં કિન્નરોના ધરણાં
હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર સંજય વ્યાસથી કિન્નરો ભયભીત બની ગયા છે. અન્ય કિન્ન્રર ગ્રુપના ઈશારે અખાડો છોડી દેવાની ધમકી આપનારા અને પેરોલ પર જેલની બહાર આવેલા ગુનેગારની ધરપકડમાં વિલંબ થતા કિન્નર મંડળને ધરણાં પર બેસવું પડ્યું છે. એક નહીં બબ્બે કેસમાં વોન્ટેડ સંજય વ્યાસની શાહપુર પોલીસ ધરપકડ કરવામાં નિષ્ફળ ગઈ છે.
અમપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો
અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને અટકાવવા માટે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં આજે વટવા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી અમપાની ટીમ પર મહિલાઓ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રખડતાં પશુઓ-ઢોરના ત્રાસને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ...
સોલા સિવિલ કેમ્પસમાં લાગેલા 24 સીસીટીવી કેમેરામાંથી ત્રણ ચાલુ
અમદાવાદ, તા.21 સોલા સિવિલ હોસ્પિટલમાંથી સતત થઈ રહેલી રિક્ષા ચોરીના પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસ હોસ્પિટલ કેમ્પસના 24 સીસીટીવી કેમેરા ચકાસતા ચોંકી ગઈ હતી. 24 પૈકીના માત્ર ત્રણ કેમેરા સંપૂર્ણપણે કાર્યરત હોવાની માહિતી ધ્યાને આવતા સોલા પીએસઆઈ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીને વાકેફ કરવા ગયા હતા. જો કે, સોલા સિવિલના ઉચ્ચ અધિકારીએ તેમના સ્વભાવ મુજબ પીએસઆઈ સ...
સીબીઆઈના ડરથી પી ચીદ્મબરમ ભાગ્યા તેવી જ રીતે ત્યારે અમીત શાહ પણ ભાગી ગ...
અમદાવાદ, તા:૨૨ કેન્દ્રના પુર્વ ુગૃહ અને નાણા પી ચીદ્મબરમ મંત્રીને પકડવા માટે છેલ્લાં ત્રણ દિવસથી સીબીઆઈ અને ઈડીનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો અને બુધવારની રાત્રે જે પ્રકારે પી ચીદ્મબરમ કોંગ્રેસ ઓફિસમાં નાટકીય રીતે હાજર થયા તેવુ જ 2010માં ગુજરાતમાં પણ થયુ હતું, ગુજરાતના બહુ ચર્ચીત સૌરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટન...
ગ્રાન્ટેડ સાયન્સ કોલેજોમાં ખાલી બેઠકો પર મેરિટના નામે પ્રવેશ નહી અપાતો...
અમદાવાદ, તા.૨૧ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં ત્રણ ઓનલાઇન રાઉન્ડ પછી ખાલી પડેલી ૯૫૦૦ બેઠકો માટે હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં એક મેરિટ નક્કી કરવામાં આવ્યુ છે. આ મેરિટથી નીચે કોઇ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે આવે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. આ મુદ્દે કેટલાક સભ્યોએ યુનિવર્સિટીમાં રજૂઆત કરી છે...
રાજ્ય સરકારના નવા ગતકડાંની શરૂઆત, શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી
અમદાવાદ, તા. 21 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણી કરતાં શિક્ષકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ત્રણેય પરીક્ષામાં થઇને અંદાજે છ હજારથી વધારે શિક્ષકોએ નાની-મોટી ભૂલો કરી હોવાની વિગતો બહાર આવી છે. આ શિક્ષકોની આજથી ગા...
શહેરમાં અટકી પડેલી ફોગીંગ કામગીરી: અમપા અને કોન્ટ્રાકટરોની જીદનો ભોગ શ...
અમદાવાદ, તા.21 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છર નિયંત્રણ માટે દર વરસે ચોમાસાની સિઝન શરૂ થાય તે માટે ઈન્ડોર રેસીડયુલ સ્પ્રેની કામગીરી શરૂ કરવામાં આવે છે. જેના માટે ઝોન દીઠ લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જ્યારે દવા ખરીદી મનપા દ્વારા થાય છે ચાલુ વરસે પણ આરોગ્ય ખાતાએ જરૂરીયાત મુજબ રૂ.૧.રપ કરોડની દવા ખરીદ કરી છે. તેમજ નિયત સમયે લેબર કોન્...
ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતાના પુત્રએ કરી આત્મહત્યા
ગાંધીનગર, તા. 21 ગાંધીનગર મહાનગરપાલિકામાં વિપક્ષનાં નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનાં 23 વર્ષનાં પુત્ર જયરાજે કોઈ અગમ્ય કારણસર આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ હતી. જયરાજ છેલ્લાં 2 દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પિતરાઈ ભાઈને અંતિમ ફોન કરીને કહ્યું કે, તું મને મળવા આવજે, કારણ કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. આ ફોન બાદ જાસપુરની કેનાલમાંથી જયરાજનો મ...

English