Tuesday, August 11, 2026

ખાલી પડેલો પ્લોટ ભાડા કરારથી બારોબાર આપી ગઠીયાઓએ 7.61 લાખ પડાવી લીધા

સિંધુભવન રોડ પર ખાલી પડેલો 3800 વારનો પ્લોટ બારોબાર ભાડે આપી દઈને કરાર કરી ડિપોઝીટ તેમજ ભાડા સહિત 7.61 લાખ વસૂલનારા બે ગઠીયાઓ ફરિયાદ નોંધાઈ  છે. મૂળ માલિકે જમીનનો કબ્જો લેતા સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટતા વસ્ત્રાપુર પોલીસે મેમનગરના રમેશ દેસાઈ અને પરાગ ગણાત્રા (રહે. ઈન્દ્રપ્રસ્થ ટાવર, ડ્રાઈવઈન રોડ) સામે ગુનો નોંધી દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. ...

નાગરિકોની મદદ માટે ખડેપગે રહેતા ફાયરબ્રિગેડના કર્મચારીઓની દયનીય સ્થિતિ...

કોઈપણ પ્રકારની માનવસર્જિત કે કુદરતી આપદા હોય નાગરિકોની મદદ કરવામાં ફાયરબ્રિગેડ સૌથી મોખરે હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ આયોજનને કરોડો રૂપિયા ખર્ચીને બનાવેલા હલકી કક્ષાના સરકારી કવાટર્સને કારણે ફાયરબ્રિગેડના કર્મચારીઓના પોતાના જ  પરિવારજનો કફોડી સ્થિતિ માં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ...

ગાંધીનગરની ફાઇવસ્ટાર હોટલનો ખર્ચ 243.58 કરોડથી વધીને 721 કરોડ

ગાંધીનગરમાં નિર્માણાધિન રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલ મોંઘી પડી રહી છે. આ સંતુક્ત પ્રોજેક્ટનો ખર્ચ વધીને 721 કરોડ થયો છે. બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને 70 ટકા પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કહી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે. શહેરના મહાત્મા મંદિર ...

નર્મદા બંધ 138 મીટર ભરાય તો 192 ગામની સાથે 40 હજાર ઘર ડૂબી જશે

2017માં મધ્યપ્રદેશના ધર અને બરવાની બે જિલ્લામાં સરદાર સરોવર ડેમ 128 મીટર વટાવાના બેક વોટર લેવલને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 300થી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારો ગુજરાતમાં નર્મદા નદી પર સરદાર સરોવર ડેમના ડૂબેલા વિસ્તારમાં આવે છે. ચીખલદા ગામ અને નિસારપુર શહેર એવા નીચાણવાળા વિસ્તારોમાં સામેલ હતા. જ્યાં નર્મદાન...

નર્મદા બંધના કાટ ખાઈ ગયેલા દરવાજા હોવાથી ખોલવા પડ્યા

સરદાર સરોવર ડેમને લઈને મેઘા પાટકરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે નર્મદા બંધના દરવાજા લગાવ્યા તે પહેલાં વર્ષો સુધી કાટ ખઈને પડેલાં હતા.  ડેમના દરવાજા ગુજરાત દ્વારા ખોલવામાં આવ્યા હતા પરંતુ સંપૂર્ણ પુનર્વસન વિના લોકોને ડૂબી જવું ગેરકાયદેસર છે. મધ્યપ્રદેશમાં સતત વરસાદને કારણે નર્મદા નદી પણ બબાલમાં છે. જેની અસર સરદાર સરોવર ડેમ પર પણ પડી...

ધોલેરાની નેનો સિટીનો પ્રોજેક્ટ પાણી

હોટમેઈલના સ્થાપક સાબિર ભાટીયાએ ધોલેરામાં નેનો સિટી બનાવવા માટે 2009માં ગુજરાતની ભાજપ સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા. રૂ.30,000 કરોડનો એક પ્રોજેક્ટ હતો. ગુજરાતના અંગ્રેજી અને કેટલાંક ગુજરાતી અખબારોએ આ કરારને ભારે પ્રસિધ્ધિ આપી હતી. અખબારો અને ટીવી ચેનલો દ્વારા ત્યારની સરકાર દ્વારા એ ભ્રમ ઊભો કરાયો હતો. Hotmail.comના સ્થાપક અહીં નેનો સિટી બનાવવા મા...

ગુજરાતના સૌથી મોટા કૌભાંડી સાંડેશરાએ ધોલેરામાં રૂ.30 હજાર કરોડમાંથી કો...

વાઈબ્રન્ટ ગુજરાત, 2009 માં 1,653 મોટા પ્રોજેક્ટ્સ માટે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જેમાં નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત વડોદરાના સૌથી મોટા રૂ.28 હજાર કરોડના કૌભાંડી સાંડેશરા ગૃપે રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવા માટે સમજૂતી કરારો કર્યા હતા. સાંડેશરા જૂથ ધોલેરામાં રૂ.30 હજાર કરોડનું રોકાણ કરવાના હોવાની જાહેરાત નરેદ્ર મોદીની સરકારે કરી હતી. આજે ત્યાં ઝ...

બનાસકાંઠાના વનીકરણ વિભાગના રોજમદારોને લઘુત્તમ વેતનમાં અન્યાય

બનાસકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગમાં કામ કરતાં રોજમદારોને લધુત્તમ વેતનમાં અન્યાય કરવામાં આવતો હોઇ ગુરૂવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. અને સાત દિવસમાં સમસ્યાનો નિવેડો લાવવા માટે જણાવાયું હતું. બનાસકાંઠા જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં સામાજિક વનીકરણ વિભાગમાં ફરજ બજાવતાં રોજમદારોએ ગુરૂવારે જિલ્લા કલેકટર સંદિપ સાંગલેને રજૂઆત કરી હતી. જેમાં ...

900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી. ...

ગાંડીરે ગાંડી ગુજરાત તારી ગાદી ગાંડી

ગાંડી ગાંડી રે ગુજરાતની ગાદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તેને ત્રણ વર્ષ થતાં ખૂશ થઈને વિજય રૂપાણીએ ઉત્સાહભેર ઊજવણી ગઈ કાલે કરી છે. તેમના પૂરોગામી આનંદીબેન પાંચ વર્ષ શાસન પૂરું કરે તે પહેલાં રૂપાણી, અમિત શાહ અને મોદીએ સાથે મળીને આનંદીબેનને કૌભાંડો માટે હાંકી કાઢ્યા હતા. હવે તેના કરતાં વધું કૌભાંડો અને બિનગુજરાતીઓના તોફાનો અને પક્ષાંતરની ખરીદ વેચા...

3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન

ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી. 3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની ...

એ.સી.બી. ટ્રેપની ગંધ આવી જતા પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ કારમાં લાંચની રકમ...

અરવલ્લી જીલ્લામાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર માં તમામ હદ વટાવી દીધી હોય તેમ ગુન્હો નોંધવા માટે પણ ચા-પાણી કરાવવા પડતા હોવાની બૂમો ઉઠી છે મોડાસા ટાઉન પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટ પર એસીબીની ટ્રેપ થતા અરવલ્લી જીલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો પીએસઆઈ કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ ડીજીપી શિવાનંદ ઝા ના હસ્તે ...

2 લાખ ચોરસ મીટર જમીન પર ગેરકાયદે ઉદ્યોગો બની જતાં ખેડૂતોએ જમીન પરત માં...

અમદાવાદ શહેરની ટી.પી. પ૩માં બિલ્ડરો અને રાજકારણીઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દઈને ફાયદો થાય તેમ રીઝર્વેશન મુકવામાં સફળ થયા છે. જેના પરીણામે જ સોસાયટીના કોમન પ્લોટ પણ રીઝર્વશેનમાં આવી ગયા છે. પ્રજાકીય કામ માટે કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથીી. ઈસનપુર (સાઉથ) ની ટી.પી. સ્કીમ નં.પપ તથા નારોલ શાહવાડી ટીપી સ્કીમ ૫૬ પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. તેથી સરકારે આ બાબ...

500ના બદલે રૂ.5 લાખ દંડ વસૂલી કરતાં કમિશ્નર

અમદાવાદ મહાનગર પાલિકાના - અમપા કમીશ્નરે જુલાઈ મહીનામાં “જેટ” માટે મહત્તમ રૂ.પાંચ હજાર વસુલાતની મર્યાદા દંડ નકકી કરવામાં આવ્યો છે. “જેટ” ની મર્યાદા કરતા વધુ રકમ વસુલાતની સત્તા જુદી-જુદી કક્ષાના અધિકારીઓને સોપવામાં આવી છે. જેમાં ડે.મ્યુનિ. કમીશ્નરને રૂ.દસ લાખ સુધીની સત્તા આપવામાં આવી છે. અમપા કમીશ્નરે જાહેર કરેલા પરીપત્ર માં અત્યંત ચતુરાઈપૂર્વક “દ...

જી.એસ.ટી. ઈન્ટેલિજન્સ સુરતે બોગસ બિલ કૌભાંડ ઝડપી પાડ્યું

જી.એસ.ટી.નું બોગસ બિલથી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવાનું વધુ એક રેકેટ દરોડા પાડવામાં ઝડપી પાડ્યું છે.  રૂ.42 કરોડથી વધુનાં બિલ બનાવીને રૂ.7.7 કરોડ જેટલી ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. રેકેટનાં સુત્રધારો પૈકીનાં એક અસલમ સોદાગર શેખ એ એમની ફર્મમાં 19 જેટલી ફર્મ પાસેથી ખરીદી દર્શાવી છે, જે પૈકીની 16 જેટલી ફર્મ ક્યા...