Wednesday, August 12, 2026

બટાટાના ભાવ નીચે રહેતાં 20 ખેડૂતોની આત્મહત્યા

પ્રાંતિજ : ડીસાની આગવી ઓળખ સમાન બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો છે. દર વર્ષે શિયાળાની સીઝનમાં ડીસા પંથકમાં બટાટાનું વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બટાકાના યોગ્ય ભાવ ન મળતાં બટાટાનો કોઈ સ્ટોરેજમાં સંગ્રહ કરવાની ખેડૂતોને વેપારીઓને નોબત આવી પડી છે. પણ ત્યારબાદ સ્ટોરેજના બટાટાના ભાવમાં વધારો ન થતાં ખેડૂતો અને વેપ...

મચ્છરો પેદા કરતાં બિલ્ડરોની 143 સાઈટમાંથી 5 સામે જ પગલાં લેવાયા

શહેરમાં એન્ટી લાર્વા એકટિવીટી હેઠળ આજે કુલ મળીને ૧૪૩ જેટલી બાંધકામ સાઈટો પર મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરમિયાન શહેરમાં કુલ પાંચ સાઈટ સીલ કરીને રૂપિયા ૩.૭૮ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ સાત ઝોન અને તેના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી એન્ટી લાર્વા એકટિવીટી અને મોસ્કીટો બ્રીડીંગ અટકાવવા...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં જોડાણ સરવું સહેલું બન્યું

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા જુદી જુદી કોલેજોને અપાતા જોડાણની પ્રક્રિયા હવે ઓનલાઇન કરવાનુ નક્કી કરાયુ છે. અત્યાર સુધી આ પ્રક્રિયામાં અનેક પ્રકારના દસ્તાવેજો અને પુરાવાઓની જરૂરાયત ઉભી થતી હતી. હવે આ તમામ કાર્યવાહી ઓનલાઇન કરવાની રહેશે. આ માટે ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જેના માધ્યમથી કોલેજોએ નવા જોડાણ માટે દરખાસ્ત કરવાની રહેશ...

કન્સ્ટ્રશન સાઈટ ઉપર સાત મજૂરોને કરંટ લાગ્યો, સગીરાનું મોત

અમદાવાદ, જીવરાજપાર્ક વિસ્તારમાં હોસ્પિટલ સ્ટાફ કોલોનીમાં સાલોમ રેસીડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કોંક્રિટ મિક્સર મશીન ખસેડતી વખતે સાત મજૂરોને કરંટ લાગતા એક સગીરાનું મોત થયું છે. આજે બપોરે ચારેક વાગે બનેલી આ ઘટનાને રફેદફે કરવા બિલ્ડરે તમામ પ્રયત્નો કર્યા હતા. સાલોમ રેસીડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મજૂરો મિકસર મશીન ખસેડતા હતા તે સમયે લટકી રહ...

ભાજપ સરકારે 13 હજાર શાળા બંધ કરી, 3.70 લાખ કરોડનું દેવું

વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પરની સામાન્‍ય ચર્ચામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ચાણક્‍યએ કીધું હતું કે, ‘કોઈપણ રાજ્‍યમાં નાણાની સુયોગ્‍ય વ્‍યવસ્‍થા એ એનો પાયાનો સિદ્ધાંત છે. નાણાનો યોગ્‍ય જગ્‍યાએ વપરાશ ન થતાં દરેક વિસ્‍તારના, દરેક વર્ગના લોકોની સમસ્‍યાઓનું સમાધાન થયું નથી. આથી ગુજરાતના લોકોની આશા ઠગારી નીવડી છે. રાજ્‍ય સરકારે ત...

લાંચ આપ્યા વગર 7 દિવસમાં CNG પંપની મંજૂરી લઈ આવો ! સરકારની ખાતરી

હાલ કાર્યરત પેટ્રોલ સ્ટેશનમાં અને નવા શરૂ થનારા CNG સ્ટેશન માટે લેવાની થતી ફાયર વિભાગની પરવાનગી તેમજ વજન-માપન અને સ્ટેમ્પિંગ સંબંધિત મંજૂરી ઓન લાઇન અરજી કર્યાના ૭ દિવસમાં જ આપી દેવાશે. વળી એક પણ પંપને મંજૂરી માટે ક્યાંય પણ કોઈ પૈસા માંગે તો તુરંત મુખ્ય પ્રધાનની કચેરીમાં અથવા લાંચરૂશ્વત વિરોધી પોલીસને ફોન કરીને વિગતો આપવાથી તમારે ક્યાંય ભ્રષ્ટાચા...

રાજપુત યુવતિ સાથે લગ્ન કરનાર દલિતનું અભયમની હાજરીમાં ખૂન બાદ હજું તનાવ...

અમદાવાદ, મુળ ગાંધીધામના વતની હરેશ સોંલકીને અમદાવાદના જિલ્લાના માંડલ પાસે આવેલા વરમોર ગામની ઉર્મીલા સાથે પ્રેમ થઈ જતા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા જેના કારણે ઉર્મીલા ગર્ભવતી પણ થઈ હતી જો કે હરેશ દલિત હતો અને ઉર્મીલા રાજપુત હોવાને કારણે ઉર્મીલાના પરિવારજનો આ સંબંધને કારણે નારાજ હતા, પિયર આવેલી પોતાની પત્ની ઉર્મીલાને પાછી લઈ જવા માટે હરેશ સોંલકીએ અભયમ હ...

ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષીઓ 4 વર્ષમાં લુપ્ત

હેડીંગ - કચ્છની 6 દીકરીઓ છેલ્લી ઘોરાડ પ્રજાતી ગુજરાતનું સૌથી ભારે અને ન ઊડી શકતું ઘોરાડ પક્ષી લુપ્ત થવા તૈયાર એક માત્ર નર હતો તે 6 મહિનાથી ગુમ છે, 6 માદા બચી છે જે બચ્ચાને જન્મ આપી શકે તેમ નથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી વીજ લાઈન ખસેડવા તૈયાર નથી પણ રાજસ્થાનથી દુલ્હો લાવવા માત્ર ચૂચન કરે છે સુજલોન અને ગુજરાત સરકારની વીજ કંપનીના તાર સાથે પક...

લુપ્ત થતા ઘોરાડ પક્ષીની માદા માટે રાજ્સ્થાનથી નર ન આવ્યો

ગાંધીનગરમાં યોજાયેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧પમી બેઠકમાં રાષ્ટ્રીય કક્ષાની ફોરેસ્ટ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ગુજરાતમાં લાવી શકવાની બાબતે વન વિભાગ કેન્દ્ર સરકાર સાથે પરામર્શમાં રહી આયોજન કરવા નક્કી કરાયું હતું. ગુજરાતમાં સ્નેક રીસર્ચ ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. રાજ્યમાં સ્નેક કેચર્સનો એક ડેટા બેઇઝ તૈયાર કરીને સ્નેક કેચર્સની સ...

અમદાવાદના માણેકચોક બજારનો પ્લાન અમલ વગરનો

શહેરના માણેકચોકના રિડેવલપમેન્ટ માટેનો પ્લાન વર્ષ 2014માં મંજૂર કરવામાં આવ્યો હતો. આજે પાંચ વર્ષ બાદ એમાં એક તસુ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જે આયોજન હતુ તેની મુખ્ય બાબતો આ મુજબ છે. - સાંકડી શેરીથી માણેકચોક સુધીના રસ્તાને દબાણમુકત કરીને ત્યાં રાહદારીઓ ચાલી શકે એ પ્રમાણેની ફૂટપાથ બનાવવી. - અહીં આવતા મુલાકાતીઓ તેમના વાહનો સરળતાથી પાર્ક કરી શકે...

વેપારીઓ ખોરાક નેટવાળી જાળી કે કાચના શોકેસમાં રાખતા નથી

ગુજરાતમાં અમદાવાદ શહેર એ ખાણીપીણીનુ શોખીન રહ્યુ છે. અમદાવાદીઓ ફાસ્ટલાઈફમાં પોતાનો ખાવાનો શોખ પુરો કરવા માટે બહારના લારી ગલ્લા કે રેસ્ટોરન્ટ- હોટેલની પ્રથમ પસંદગી કરે છે. સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ કરીને બહારનો ખોરાક વધારે ગ્રહણ કરતા હોય છે. જયારે ગુજરાતીઓની વાત આવે ત્યારે ભલે ઘરે જમવાનું બનાવ્યું હોય પરંતુ સવારનો નાસ્તો નજીકના ...

અમદાવાદના રાજાઓના સ્મારકની અવદશા

શહેરની મધ્યમાં આવેલા માણેકચોકમાં રાણીનો હજીરો અહમદશાહની કબરની પૂર્વમાં આવેલો છે. દિવાલો કોતરણીવાળા પથ્થરની બનેલી છે. 36.58 ચો.મી.નું પ્રાંગણ 1445માં બન્યું હતું. પ્રાંગણમાં ગુજરાતના સલતનતની રાણીઓની કબરો કોતરણીવાળી અને મીના અને ધાતુથી કોતરણી કરેલી છે. મુખ્ય કબર મુઘલાઈ બીબી મહંમદશાહ બીજાની પત્નીની અને મહંમદ બેગડાની માતાની છે. કબરો ઉત્તમ કોતરણીવાળી અન...

લૂંટ કરવા પોલીસે 55 હજારમાં પિસ્તોલ આપી

અમદાવાદ : ફાયનાન્સ કંપનીમાં લૂંટ કરવા માટે ચિરાગ ભાવસારને ગુનાહિત ઈતિહાસ ધરાવતા અમદાવાદ શહેરના કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહે પિસ્તોલ-કારતૂસની વ્યવસ્થા કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘાટલોડીયા પોલીસે પિસ્તોલ લાવી આપનારા ગજેન્દ્રસિંહ મફાજી વિહોલની ધરપકડ કરી આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. શનિવારે બપોરે ઘાટલોડીયા પ્રભાત ચોક વિસ્તારમ...

ગામડાઓમાં 50 ટકા તબિબો નથી

ગાંધીનગર: સામૂહિક કેન્દ્રોમાં કુલ 2200 તબીબોની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ 2200 તબીબો પૈકીની 1042 જગ્યાઓ ખાલી પડી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની 1867 જગ્યાઓને મંજૂર કરવામાં આવેલી છે. જો કે તે પૈકીની 646 જગ્યાઓ ખાલી પડી છે. રાજયના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા જેટલા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 35 ટકા કરતાં વધુ ડોક્ટર કે તબીબોની ઘટ...

હેલ્થ વર્કરની ભરતીમાટેની પરીક્ષામાં ગેરરીતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારામલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોની ભરતી માટે પરીક્ષાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતી આચરવામા આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ તરફ મ્યુનિ.હેલ્થ વિભાગમાં અધિકારીઓ વચ્ચે ચાલી રહેલા આંતરીક ગજગ્રાહને લઈને ગેરરરીતીના આક્ષેપ મામલે તંત્રે કોઈ પ્રતિક્રીયા આપવાને બદલે મૌન સેવી લીધુ હતુ. શહેરના વ...