Wednesday, August 12, 2026

કચ્છનું મુંદરા દેશના ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ, ઉપગ્રહનો સરવ...

ડચ કોપરનિકસ સેન્ટિનેલ -5 પ્રેકર્સર સેટેલાઇટ બોર્ડ પરના સેટેલાઇટ સાધન ટ્રૉપોમી પાસેથી મેળવેલા ફેબ્રુઆરી 2018 અને મે 2019 ની વચ્ચેના ડેટાનું વિશ્લેષણ કરીને ચેતવણી આપવામાં આવી છે કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ અને ઔદ્યોગિક ક્લસ્ટર્સ એ ભારતના "સૌથી ખરાબ નાઇટ્રોજન ઑક્સાઇડ્સ ( નોક્સ) હોટસ્પોટ બની ગયા છે. "મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર-સિંગરાઉલીમા...

1600 કંપનીઓનો સરવે, ખર્ચમાં વધારો અને વેચાણમાં ઘટાડો

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઇઆઇએમ-એ) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના બિઝનેસ ઇન્ફ્લેશન એક્સ્પેકશન સરવે (BIES)માં જાહેર કર્યું છે કે 1,600 કંપનીઓમાંથી 54% જવાબો કહે છે કે એક વર્ષમાં  ખર્ચમાં વધારો થયો હતો. "મે 2019 માં નોંધપાત્ર ખર્ચમાં વધારો (6% થી વધુ) ધરાવતી કંપનીઓનો પ્રમાણ થોડો વધારો થયો છે, જે એપ્રિલ 2019 માં 25% ની સરખામણી...

૧૧૫ બંધની પાઈપ લાઈનો પાછળ ૧૩ હજાર કરોડનો ખર્ચ છતાં રૂપાણી પાણી આપી ન શ...

વિજય રૂપાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ ઉપસ્થિત કરેલા સવાલની ચર્ચામાં ભાગ લેતા સ્પષ્ટ પણે કહ્યું કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ક્યાય પાણીની તંગી ન થાય તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રને પાણી ન મળતું હોત, ઢાંકીનું પમ્પિંગ સ્ટેશન ન હોત તો આજે સૌરાષ્ટ્ર ખાલી કરવું પડ્યું હોત એવી સ્થિતિ ઊભી થઈ હોત...

અમદાવાદનું હવાઈ મથક અદાણીને વેચી મરાયું

નવી દિલ્હી :  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)નાં અમદાવાદ, લખનૌ અને મેંગાલુરુ એમ ત્રણ એરપોર્ટને ભાડાપટ્ટે આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ એરપોર્ટ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)નાં ધોરણે સૌથી ઊંચી બિડ કરનાર મેસર્સ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને ભાડાપટ્ટે ...

ભાજપનું પથારી કૌભાંડ, ૬૮નું પેશન્ટ બેડ રૂ.૧.૪૩ લાખમાં ખરીદશે

અમદાવાદ : રૂપિયા ૬૦૦ કરોડના ખર્ચે શહેરમાં કાર્યરત કરવામા આવેલી નવી એસવીપી હોÂસ્પટલમાં ૬૩૨ પેશન્ટ બેડ એ પણ એકની રૂપિયા ૧.૪૩ લાખની કીંમત સાથે ખરીદી કરવાની શુક્રવારના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં  વિવાદાસ્પદ દરખાસ્ત રજુ કરવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં જે પેશન્ટબેડની કીંમત રૂપિયા ૬૮ હજાર મેઈન્ટેન્સ સાથે છે એને  ખરીદવાને બદલે  મ્...

એલ જી હોસ્પિટલમાં ફરી એક વખત બાળકનું મોત, હોબાળો

અમદાવાદ : અમદાવાદના મણીનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે.બુધવારે સવારે મહીલાની પ્રસુતિ વખતે નવજાત બાળક નીચે પડતા તેનુ મોત થવાના પગલે તેના સ્વજનો દ્વારા હોસ્પટલમાં ઘટનાને લઈને ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.દરમિયાન સત્તાવાળાઓનો એવો દાવો છે કે બાળક જન્મ સમયે  નાદુરસ્ત હોઈ તેને લેબરરૂમમા લઈ જવામા ...

પેટ્રોલીયના વેરામાં ભાજપની 30 હજાર કરોડની ઉઘાડી

ગાંધીનગર : ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજીના વેચાણમાં રાજ્ય સરકારને વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) પેટે પ્રતિવર્ષ અંદાજે 14000 કરોડની આવક થાય છે, એટલે કે પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી, પીએનજીમાં સરકાર ગુજરાતની જનતા પાસેથી આટલી મોટી રકમ ઉઘરાવી રહી છે, આમ છતાં સરકાર પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે રાહત આપવાના મૂડમાં નથી.  રાજ્ય વિધાનસભામાં નાયબ મુ...

ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અજબનો વહીવટ ચાલી રહ્યો છે.રામોલ-હાથીજણ વોર્ડમાં ડ્રેનેજલાઈન અંદરથી બેસી ગઈ હોવાની વાત બે વર્ષથી તંત્રની જાણમાં હોવાછતાં હજુ સુધી મ્યુનિ.ના બે વિભાગ કાર્યવાહી કરવાને બદલે માત્ર સામ-સામા કાગળો લખી રહ્યા છે. આ અંગે મળતી માહીતી અનુસાર,રામોલ-હાથીજણ વોર્ડમાં ગેરતપુરથી વિવેકાનંદનગર તરફ જતી ખારી નદી થઈ હાથીજણ તરફ...

ઇ-સિગારેટ પર પ્રતિબંધ, 3 વર્ષની કેદ, 50000 દંડ

ગાંધીનગર : ગુજરાતમાં હવે ઇ-સિગારેટ ઉપર કાયદેસરનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભામાં વિધેયક પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં નશાબંધી કાનૂન અને હુક્કાબાર પછી ઇ-સિગારેટ જેવા નશાના દુષણોને નાથવા કડક કાયદા ઘડવાની બાબતમાં ગુજરાતે પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે નશાબંધી અધિનિયમમાં સુધારો કર...

રૂપાણી સરકાર રૂ.18 હજાર કરોડનું વ્યાજ ચૂકવે છે તેમાં 18 લાખ મકાનો બની ...

ગાંધીનગર : ગુજરાત સરકાર જાહેર દેવું તો કરે છે પરંતુ તેનું જે વ્યાજ ભરે છે તેનાથી ત્રણ વર્ષમાં સિંચાઇ માટેના નર્મદા જેવા એક ડેમનું નિર્માણ થઇ શકે છે. રાજ્ય સરકાર પ્રતિવર્ષ 17 હજાર થી 18 હજાર કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવે છે. જેમાંથી સરકારી જમીન પર રૂ.1 લાખનું એક મકાન પ્રમાણે 18 લાખ મકાનો બને અને ખાનગી જમીન પર 1.80 લાખ મકાનો બની શકે છે.  દરેક નાગરિકે ર...

નશાખોરો રાજકોટને નશીલુ બનાવી રહ્યા છે

રાજકોટ શહેર વધુ અકવખત ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરફેરી માટે ચર્ચામાં આવ્યું છે. રાજકોટથી વારંવાર ગાંજા, ચરસ, બ્રાઉન સુગર સહિત અન્ય નશીલા પદાર્થોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. રાજકોટમાં એસઓજીની ટીમે ફરી એકવાર પૂર્વ બાતમીના આધારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. પોલીસે થેરાળા પાસેથી ૨૧ કિલો ગાંજા સાથે ૨...

અમદાવાદ સિવિલમાં 703 જગ્યાઓ ખાલી

એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 703 જગ્યાઓ ખાલી પડી છે. ખરેખર તો 4645નો સ્ટાફ જોવો જોઈએ પણ તેમાં 14 ટકા જગ્યા ખાલી છે. વર્ગ 1ની 33 જગ્યાઓમાંથી 11, વર્ગ 2ની 114 જગ્યાઓમાંથી 60, વર્ગ 3 (વહીવટી)ની 219 માંથી 72, વર્ગ 3(પેરામેડિકલ)ની 788 જગ્યાઓમાંથી 273 અને વર્ગ 3 (નર્સિંગ)ની 1790 જગ્યાઓમાંથી 287 જગ્યાઓ મળીને કુલ 703 જગ્યાઓ ખાલી પડી છે. ગ્ર...

ભાજપે રૂ.16 કરોડની ખરીદી પછી કોંગ્રેસ ધારાસભ્યોને સંતાડે છે

અમદાવાદ, 1973 અને 2018 બાદ કોંગ્રેસ ફરી એક વખત પોતાના ધારાસભ્યોને હાઈજેક કરીને પાલનપુર રિસોર્ટ લઈ જવાનું નક્કી કરી આબરૂ ખરાબ કરી છે. રાજ્યસભાની બે બેઠકો માટે બે દિવસ પછી 5 જુલાઈએ યોજાનારી પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને એક દિવસના વર્કશોપનાં નામે ગુજરાત બહાર જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજસ્થાનના પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જ...

ઘરના દરવાજે કોંગ્રેસે નોટિસ ચોંટાડી, તે અલ્પેશે વાંચી

ગાંધીનગર, રાજ્યસભાની બે બેઠકોની પાંચમી જુલાઈએ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે તેમનાં બાગી તેવર ધરાવતા ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પાર્ટીનો વ્હિપ અલગ અલગ પ્રકારે મોકલીને તેમને સાણસામાં લઈ લીધાં છે. પહેલી તારીખે કોંગ્રેસનાં ધારાસભ્યોની બેઠકમાં તમામ 71 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને મત આપવાનો વ્હિપ જારી ક...

બોગસ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી કાર પોલીસે કબ્જે કરી

અમદાવાદ, સાબરમતી પોલીસે બોગસ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી એક બિનવારસી કાર કબ્જે લીધી છે. મિત્રના કોમ્પલેક્ષના પાર્કિંગમાં બે-ત્રણ દિવસ માટે પ્રકાશ શાહ નામનો શખ્સ કાર પાર્ક કરીને ગયો હતો. સાબરમતી પોલીસ હાલ આ ફરાર આરોપીને શોધી રહી છે. સાબરમતી ટોલનાકા પાસે બેરોનેટ કોમ્પલેક્ષની પાછળ પાર્કિંગમાં પાર્ક કરેલી અને આગળ પાછળ અલગ અલગ નંબર પ્લેટ લગાવેલી એ...