Thursday, August 13, 2026

અમદાવાદ હવાઈ મથકમાં કુતરા આવતાં આવશે તો એલાર્મ વાગશે

અમદાવાદ એરપોર્ટના રન-વે પર પ્રાણીઓ ખાસ કરીને કુતરા આવી જતાં હોય છે તેને આવતાં અટકાવવા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીએ રૂ.50 કરોડના ખર્ચે આધુનિક ઈઝરાયલની સિસ્ટમ પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે. અમદૃાવાદૃ એરપોર્ટના રન-વેની આસપાસની દિવાલ પરથી કુદીને આવતાં વાંદરા અને કુતરાઓનો વીડિયો રેકોર્ડ થઈ જશે અને તરંત એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં...

CCTVથી રાજ્યમાં ગંદકી કરનારને દંડ કરાશે

પાન મસાલાની પીચકારી મારી શહેર ગંદૃુ કરનારા મોટા શહેરોમાં હવે દંડાવા લાગ્યા છે. રસ્તા પરના cctv કેમરામાં પકડાતાં લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવો દંડ લેવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે 9 વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. વાહન ચ...

ભાજપના ઋત્વિજ પટેલના નામ એવા ગુણ નહીં, અનેક વિવાદો

ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ બેફામ નિવેદનો અને દાદાગીરી કરવા માટે જાણીતા બની ગયા છે. પશ્ચિમ બંગાળથી ભાગીને અમદાવાદ આવ્યા તો અહીં પણ તેમણે દાદાગીરી કરી હતી. સામાન્ય કાર પાર્કીંગના પ્રશ્ને પોલીસ અધિકારીઓને દબડાવ્યા હતા. આ અગાઉ પણ તેમણે અનેક વિવાદ કરી ચૂક્યા છે. તેમના નામ ઋત્વિજનો અર્થ બ્રાહ્મણ થાય છે. યજ્ઞ કરાવનારા બ્રાહ્મણ, યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ,...

કાયદાનો ભંગ કરી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પક્ષાંતર કરાવ્યું, 7 સસ્પેન્...

ડભોઇનું પ્રાચિન નામ દર્ભાવતિ નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતિ પડ્યુ હતું. હવે અહીં રાજકીય પક્ષો પક્ષાંતર કરીને ઘાસ ખાઈ રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતે ડભોઈમાં કૌમુદી હોલ ખાતે કાયદો તોડ્યો હતો. તેમણે પક્ષાંતર વિરોધી કાયદો તોડીને અહીં પક્ષાંતર કરાલેવું હતું. કોંગ્રેસના નગરપાલિકાના પ્રમુખ સહિત કોંગ...

રૂપાણીનું પાણીનું ચૂંટણી વચન ફોક

ગીર સોમનાથ જીલ્લાના તાલાળા તાલુકાનુ આકોલવાડી ગીર ગામ વર્ષો પહેલાં આદર્શ ગામ તરીકે પ્રખ્‍યાત હતું. 15 હજાર લોકોની વસતી અને 5 હજાર પશુ ધરાવતાં આ ગામમાં 15 દિવસે પાણી આવે છે. પામી વેચાતું પાણી લેવું પડે છે. મત માટે રાજકારણીઓ આવે છે. 3 વિધાનસભાની ચૂંટણીમાં મત લેવા વચનો આપેલા હતા. પેટા ચૂંટણી વિજય રૂપાણી પાણી પુરવઠા વિભાગના પ્રધાન હતા ત્યારે તેમણે અહીં ...

પાટીદારો અને બ્રાહ્મણો સહિત 68 જ્ઞાતિઓને અંધારામાં રાખી ભાજપે રાજપૂતોન...

બ્રાહ્મણો અને પાટીદારોને સરકારે 4 વર્ષના આંદોલન બાદ કંઈ ન આપ્યું અને રાજપૂતો ચૂપચાપ ઓબીસીમાં મુકાવી દીધા. હવે ફરી આંદોલન ભડકે એવી શક્યતા છે. 68 જ્ઞાતિઓએ ઓબીસીમાં સમાવવા માટે પાટીદારોની સાથે સરકાર સમક્ષ માંગણી કરી હતી. જેમાં માત્ર રાજપૂત સમાજને જ પાછલા બારણે લાભો આપી દેવામાં આવતાં ફરી એક વખત માધવસિંહનું શાસન લોકો યાદ કરવા લાગ્યા છે. ભાજપ અને કોંગ્રે...

ભાજપના 25 વર્ષના શાસનમાં પાણીમાં ભ્રષ્ટાચાર કર્યો છે – NCP

ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એક ધારું શાસન હોવા છતાં પાણીનાં અણઘડ આયોજનથી  રાજ્યની 70 % વસ્તી આજે તરસે મરી રહી છે. રાજ્યમાં શહેરો હોય કે ગ્રામ્ય વિસ્તાર પીવાના પાણીના ગંભીર સંકટમાં ઘેરાયા છે, નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેતરોમાં ઉભેલા ઉનાળુ પાક સિંચાઈના અભાવે સુકાઈ ગયા છે અને જો ખેડૂત પાણી માંગે કે લે તો સરકાર લાઠી ચાર્જ કરે છે.પશુઓ ઘ...

તૂવેર કૌભાંડમાં ભાજપના નેતાઓને બચાવવા ગ્રેડર ફેઝલને મુખ્ય સુત્રધાર બના...

રાજ્યમાં એક પછી એક કૌભાંડો સામે આવી રહ્યાં છે. પહેલા મગફળીકાંડ અને પછી કેશોદનું તુવેર કૌભાંડ કાંડ થયું છે.  કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતેથી થયેલી ટેકાના ભાવે તુવેરની ખરીદીમાં કૌભાંડ પ્રકાશમાં આવેલું હતું. હવે સૌથી મોટો ખુલાસો થયો છે. તુવેરકાંડના આરોપી ફેઝલ મોગલના પિતાએ કહ્યું છે કે ફેઝલને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. આ કાંડમાં મોટા માથાઓ અને રાજ...

સિંહોનો ફરી શિકાર શરૂં, મારીને નખ કોણ કાઢી ગયું ?

અમરેલાના ધારી ગિરપૂર્વના દલખાણીયા રેન્જના સરસિયા વિડીના 23 સિંહના મોત પછી તુરંત 22 ઑક્ટો 2018માં તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં 3 સિંહબાળના મૃતદેહ મળી આવ્યા હતા. આવું જો હવે રોજનું થઈ ગયું છે. ગીરના જંગલમાં કોઈ સિંહ, સિંહણ કે તેના બચ્ચાને મારીને તેના અવયવોનો વેપાર કરતાં હોવાનું માનવાને અનેક કારણો છેલ્લાં એક વર્ષમાં ઊભા થયા છે. ગીરના જંગલોમા...

ધરોઈ બંધની પાઈપલાઈન હકલી નિકળી, 70 ખેડૂતો સાથે 3 કરોડની છેતરપીંડી

રાજ્યમાં ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. એક તરફ પાક વિમા મામલે ખેડૂતો સાથે મોટી છેતરપિંડી, દુષ્કાળની સ્થિતિ અને હવે વધુ એક છેતરપિંડી, સાબરકાંઠાના વડાલી પાસેના રહેડા ગામના ખેડૂતો સાથે રૂપિયા ત્રણ કરોડની છેતરપિંડી થઇ છે. ગામની ખેતી માટે પાણીની સમસ્યા છે. જેને લઇને 70 જેટલા ખેડૂતોએ સાથે મળીને ધરોઈ ડેમમાંથી સિંચાઈ માટે પાણી લાવવા 3 કરોડ રૂપિયા ભેગા કર્યા...

સીરીયલ કિલરને ઓળખવામાં ગાંધીનગર પોલીસ ઉલ્લુ બની, રાણી નહીં બીજો કોઈ હત...

બહુચર્ચિત ગાંધીનગર સિરિયલ કિલિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેના પર હત્યાઓની આશંકા હતી તે કિન્નર રાણી નિર્દોષ હોવાનું સામે આવ્યું છે.તેની  એટીએસે પૂછપરછ કરી છે. જેમાં ખુલાસો થયો છે કે રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નથી. સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે હજુ પોલીસ પક્કડથી દૂર છે. આ કેસમાં હવે મુંબઇ પોલીસ પણ તપાસ કરી રહી છે. મુંબઇમાં આ જ રીતે ટ્ર...

રાજકોટને 8 દિવસ ચાલે એટલું પાણી નબળી પાઈપલાઈનમાં ભંગાણથી વેડફાયુ

એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યાં બીજી તરફ લાખો લિટર પાણીનો બગાડ નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારીના કારણે થયો હતો. રાજકોટ પાસે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં 8 દિવસ ચાલે એટલું પાણી વેડફાઇ ગયું છે. ગૌરીદળ ગામ પાસે નર્મદાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લાખો લિટર બહાર આવી જઈને 3 હેક્ટર જેટલી જમીનમાં ભરાઈ ગયું હતું. ખેડૂતોની જમીનનું ધોવાણ થયુ...

કોંગ્રેસ કરતાં ભાજપમાં મહિલા ઉમેદવારો વધું ગુનેગાર, ભાજપ હવે ક્રિમિનલ ...

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી મહિલાઓ માટે સ્થાનિક સ્વરાજ્યની રાજકીય સંસ્થાઓની ચૂંટણીમાં 33 ટકા અનામત લાવ્યા ત્યારે મહિલાઓ માટે રાજકીય ક્ષેત્ર નવો યુગ શરૂ થયો હતો. ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિલાઓને વિધાનસભા ને લોકસભામાં 33 ટકા અનામત આપી રાજકીય સત્તા આપાવી શક્યા નથી. રાજકીય સુધારાઓમાં એવી અપેક્ષા હતી કે પુરૂષોની સ્થાને મહિલા રાજનેતાગી...

ભૂપેન્દ્રસિંહને જીતાડવામાં મદદ કર્યા બાદ, લોકસભા મતગણતરીમાં ચૂંટણી પંચ...

2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠકની મત ગણતરી વખતે અધિકારીએ કરેલી ભૂલો ફરીથી ન થાય તેની ખાસ તકેદારી રાજ્યમાં રાખવા માટે આદેશ કરાયા છે. ગુજરાત વડી અદાલત દ્વારા મતગણતરી દરમિયાન ધોળકાના ચૂંટણી અધિકારી દખલગીરીના કિસ્સા બાદ મતગણતરી દરમિયાન આર.ઓ. હેન્ડબુટનો ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે. ધોળકામાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે...

20 કરોડના પાણી કૌભાંડ બાદ હવે, રેલ નીર 4 કરોડ લીટર નર્મદાનું પાણી વાપર...

સાણંદના પ્લાન્ટમાં રોજ 1 લાખ પાણીની બોટલ અમદાવાદ સહિત રાજ્યના 20 રેલ મથકો પર રેલનીર બ્રાન્ડનું પાણી આપવાનો પ્લાંટ શરૂ કર્યો છે. જે પાણી ખેડૂતોના ભોગે આ કંપનીને આપશે જેમાં તે રોજ એક લાખ લિટર પાણી વાપરશે. વર્ષે 3.50 કરોડ લિટર પાણી નર્મદા નિગમનું વાપરે છે. આ પાણી ન વાપરવા માટે ખેડૂતોએ માંગણી કરી છે. ખેડૂત આગેવાન સાગર દેસાઈ કહે છે કે, સાણાંદમાં કોઈ પાણ...