Thursday, August 13, 2026

12 વિજ્ઞાનનું પરિણામ : આખા રાજ્યની તમામ વિગતો જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજે 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની સાથે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે જે વર્ષ કરતાં એક ટકો ઓછું છે. ગુજરાતમાંથી 1.47 લાખ વિદ્યાર્થી અને ગુજકેટમાં 1.34 લાખ વિદ્યાર્થીએ પરિક્ષા આપી હતી. ધો.12 સાયન્સ સેમેસ્ટર સિસ્ટમના 10 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી...

વિધાનસભાના અધ્યક્ષ ત્રિવેદી પક્ષપાતી છે

કોંગી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને મળી રજૂઆત કરી હતી કે, ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદબાતલ ઠરાવતાં ભાજપના ઉમેદવાર અને ધારાસભ્ય પબુભા  માણેક હવે ધારાસભ્ય પદે ટકતા નથી. સર્વોચ્ચ અદાલતે પણ પબુભા માણેકને કોઇ રાહત આપી નથી, ત્યારે તેમને કેમ સસ્પેન્ડ ના કરવામાં આવે તે  મુદ્દે વિપક્ષો દ્વારા આક્ષેપ કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના ધા...

મહેસાણામાં વિમાનોની હરાજી થશે, કારણ શું ?

મહેસાણા હવાઈ મથક ભાડે રાખનારી એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.) કંપનીનો રૂ.5 કરોડનો વેરો બાકી હોવાથી મહેસાણા નગરપાલિકાએ કંપનીના વિમાનો સાથે મિલકતોની હરાજી કરવાનું નક્કી કર્યું છે. કંપનીએ વિદ્યાર્થીઓને પાયલટ બનાવવાની ટ્રેનિંગ આપવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પાલિકાએ ત્રણ ચાર્ટર્ડ પ્લેન સહિત બસ અને ઓફિસને સીલ માર્યું છે. મહેસાણા પાલિકાએ વેલ્યુ...

મીઠાપુરનું ટાટાનું હવાઈ મથક છે, છતાં નથી, કેમ ?

ગુજરાત સરકાર અને ભારત સરકારે જાહેર કર્યું છે કે, મીઠાપુર એક હવાઈ પટ્ટી છે અને તેને વિમાની મથક તરીકે વિકસાવવામાં આવશે. પણ ખરેખર તો મીઠાપુરમાં હાલ ખાનગી એરપોર્ટ કામ કરી રહ્યું હોવાનું અને ત્યાં બિઝનેસ જેટ ઉતરતાં હોવાનું ગુજરાત સ્ટેટ એવિએશન કંપનીએ જાહેર કરેલું છે. તેમની યાદીમાં ગુજરાતમાં બે ખાનગી વિમાની મથકો છે તેમાં મુંદ્રામાં અદાણી અને મીઠા પુરનું છ...

ઉચ્ચ શિક્ષણમાં આગળ વધતું ખાનગીકરણ

હેમંતકુમાર શાહ પ્રસ્તાવનાઃ નવી આર્થિક નીતિની શરૂઆત ૧૯૯૧માં થઇ ત્યારથી જ ભારતમાં શિક્ષણ ક્ષેત્રે ખાનગીકરણનો વાયરો ફૂંકાવાની શરૂઆત થઇ. મોટે ભાગે તમામ રાજકીય પક્ષોની રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારોએ શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાય તેને જ મહત્ત્વની બાબત ગણી અને તે માટેના માર્ગો સરળ કરવામાં જ મોટે ભાગે ઇતિ...

10 ધારાસભ્યોએ કહ્યું અલ્પેશ ઠાકોરને હાંકી કાઢો

રાધનપુરના MLA પદેથી અલ્પેશ ઠાકોરને હટાવવા કોંગ્રેસે કવાયત તેજ કરી દીધી છે. આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સહિત કોંગ્રેસના 10 ધારાસભ્યોનું ડેલિગેશન વિધાનસભા અધ્યક્ષને મળ્યું હતુ. અને કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇ આવેલા અલ્પેશનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગ કરી હતી. પાર્ટી વિરુદ્ધ કામગીરી કરવા બદલ કાયદાકીય રીતે અલ્પેશ ઠાકોરને સસ...

લોકરક્ષક પેપર કૌભાંડનો ભેજાબાજ દિલ્હીથી પકડાયો

બહુચર્ચિત લોકરક્ષક પેપર લિક કૌભાંડનો માસ્ટર માઇન્ડ દિલ્હીથી પકડાઇ ગયો છે. પેપરલિક કાંડમાં અગાઉ 20 આરોપી પકડાયા બાદ દિલ્હી પોલીસમાંથી સસ્પેન્ડ કરાયેલો વિનોદ ધરમવીરસિંગ ચિખારા (ઉ.વ.34) માસ્ટર માઇન્ડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસે દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી તેને ઝડપી લીધો છે. આરોપી વિનોદ તેના ભાઇ સાથે મળીને સરકારી ભરતીની ઓનલાઈન પરીક્ષા લેતી કોમ...

આરોપીઓને જાહેરમાં ન મારવા કે સરઘસ કાઢવા ગૃહ વિભાગનો આદેશ

પોલીસ દ્વારા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પર ગુજરાત હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવ્યો છે. ગુજરાત વડી અદાલતે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા સહિતની કાર્યવાહી કરનાર સામે પગલાં લેવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. હવે ગૃહ વિભાગ આ કાળી ટીલીને દૂર કરવા માટે પરિપત્ર દ્વારા આદેશ તૈયાર કરી લીધો છે. જેની સામે સરકાર તરફથી પણ વડી અદાલતને ખાતરી આપી હતી કે કાયદાને હાથ...

અમિત શાહને જીતાડવા અલ્પેશ અને ખોડાજીએ ષડયંત્ર રચ્યું, હવે ફોટો જાહેર ક...

અમદાવાદ જિલ્લા કોંગ્રેસની મળેલી બેઠકમાં અલ્પેશ ઠાકોર અને તેમના પિતા ખોડાજી ઠાકોર કે જે અમદાવાદ જિલ્લાના પ્રમુખ હતા, તેમણે સાથે મળીને ગાંધીનગર લોકસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને જીતાડવા માટે ષડયંત્ર કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ભાજપના નેતા 7 લાખની લીડથી જીતવા માંગતા હોવાથી અલ્પેશ ઠાકોર સાથે ઉત્તર ગુજરાતમાં ...

જીતુ વાઘાણીના પુત્ર મિત બાદ RSSના મહેશનો પુત્ર તુષાર પણ ચોરી કરતાં પકડ...

ભાજપ અને રાષ્ટ્રિય સ્વંસેવક સંઘના નેતાઓએ વિશ્વવિદ્યાલયો સામે આત્મહત્યા કરી લેવી પડે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હિન્દુ સંસ્કૃતિની વાતો કરતી આ બન્ને રાજકીય સંસ્થાઓના નેતાઓના સંતાનો ભાવનગ વિશ્વ વિદ્યાલયમાં ચોરી કરતાં પકડાતાં હવે આ સંસ્થાઓ બેશરમીની હદ વટાવી રહી છે. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીની કોલેજમાંથી સંઘના વિભાગ સરકાર્યવાહનો પુત્ર...

નોટબંધી કૌભાંડમાં ભજીયાવાલા સામે પગલાં, પણ મહેશ શાહ સામે નહીં

સુરતમાં ઉધના વિસ્તારના કિશોર ભજીયાવાલા સામે આવકવેરા વિભાગે નોટબંધીમાં રોકડા પૈસાની બાબતમાં 175 મિલકતો ટાંચમાં લીધી હતી. રૂ1500 કરોડ મેળવવા માટે આ મિલકતો હરાજીમાં રાખી છે. જેમાં કેટલીક હરાજી થઈ છે. પણ ડિસેમ્બર 2016માં અમદાવાદના મહેશ શાહે રૂ.13,860 કરોડ નોટબંધી વખતે કાળા નાણાં પેટે જાહેર કર્યા અને તે ભર્યા ન હતા. છતાં તેમની સામે આવકવેરા વિભાગે કોઈ કા...

ગુજરાતની ચૂંટણીની જેમ ઓસ્ટ્રેલિયામાં અદાણી સામે ચૂંટણીમાં વિરોધ

ફોર્બ્સના 100 ભારતીય ધનવાનોની યાદીમાં ગૌતમ અદાણીએ 11 અબજ ડૉલર સાથે દસમું સ્થાન ધરાવે છે. દુનિયાના જાણીતા ગુજરાતી વ્યાપારી ગૌતમ અદાણીના ગ્રુપ સામે ગુજરાત, ભારત અને વિદેશમાં સતત વિરોધ થતો આવ્યો છે. આટલો વિરોધ અગાઉ ક્યારેય ગુજરાતના ઉદ્યોગપતિનો થયો નથી. મોદી અદાણી ભાઈ ભાઈના નારા સાથે વિપક્ષ કોંગ્રેસ પણ અનેક વખત વિરોધ દર્શાવી ચુકી છે. મોદી સરકાર અદાણીની...

ગઢડા સ્વામી. મંદિરમાં ગોલમાલ ? ફેર ગણતરી કરો, મોદીની ટીકા ભારે પડી ?

ગઢડા ગોપીનાથજી મંદિરમાં કોંગ્રેસ અને હાર્દિક પટેલ સમર્થક એસપી સ્વામીએ સત્તા ગુમાવી છે. 13 વર્ષ બાદ દેવપક્ષ સત્તામાં આવ્યો છે. અગાઉ એસ. પી. સ્વામીએ ભાજપની અને નરેન્દ્ર મોદીની વાજબી અને સાચી ટીકાઓ કરી હતી. જેઓ કિન્નાખોરીનો ભોગ બન્યા હોવાનું માનવામાં આવે છે. વળી તેમણે મતગણતરીમાં ગોલમાલ થઈ હોવાની શંકા ઊભી કરીને ફેર મતગણતરી કરવામી માંગણી કરી છે. મંદિ...

સુરતમાં મકાન તુટી પડ્યું, રાજ્યમાં 50 હજાર જોખમી મકાનો

સુરતમાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનું બિલ્ડીંગ જર્જરીત હાલમાં હતુ અને રાત્રે 1 વાગ્યે બિલ્ડીંગ નમી પડયુ બાદમાં વહેલી સવારે ધરાશાયી થઇ ગયું હતુ. જેથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. બિલ્ડીંગ નમવાની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. બચાવ કામગીરી ચાલુ કરી હતી. તમામ 11 પરિવારના 30 જેટલા ર...

વિમાનમાં સિંહ લઈ જઈ ગોરખુર ઝૂમાં બંધક રખાશે

દુનિયાભરમાં જાણીતા ગીરના સિંહોની ગર્જના હવે ઉત્તર પ્રદેશમાં પણ સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી 8 સિંહોને ઉત્તર પ્રદેશમાં મોકલવાની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી દીધી છે. જેથી 8 સિંહોને સુરક્ષિત રીતે વિમાન મારફતે ઉત્તર પ્રદેશ લઇ જવાશે. જેમાં 6 માદા અને 2 નર સિંહનો સમાવેશ થાય છે. તેમને ઉત્તર પ્રદેશમાં ગોરખપુર ઝૂ માં રાખવામાં આવશે અને અ...