Thursday, August 13, 2026

ગુજરાતના લોકો સાથે છેતરપિંડી કરતુ દિલ્હીમાં બોગસ કોલ સેન્ટર પકડાયું

બોગસ કોલ સેન્ટરોમાંથી લોકો સાથે કોઇને કોઇ રીતે છેતરપિંડી કરવાનો સિલસિલો ચાલુ જ છે, ક્રેડિટ કાર્ડના નામે કે પછી લોન આપવાના બહાને બોગસ કોલ સેન્ટર નાગરિકોને છેતરી રહ્યાં છે અને આવું જ એક કોલ સેન્ટર દિલ્હીથી પકડાયું છે. ગુજરાત સાઇબર ક્રાઇમની ટીમે આ કાર્યવાહી કરીને 16 આરોપીઓને પકડી લીધા છે. મોબાઇલ, લેપટોપ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ...

ચૂંટણી પૂરી થઈને શંકર ચૌધરીએ પશુ પાલકો પર બોજ ખડકી દીધો

ભાજપના નેતા શંકર ચૌધરીની બનાસકાંઠા સહકારી ડેરીના પશુપાલકો પર મોટો આર્થિક બોજ નાંખ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં મત મેળવવા માટે દૂધનો ભાવ વધારેલો. હવે, ચૂંટણી પૂરી થતાં જ ખાણદાણમાં ભાવ વધોરો જીંકી દીધો છે. એક પશુ દીઠ વર્ષે રૂ.3000 આ રીતે ખંખેરી લીધા છે. રાજનેતાઓ કઈ રીતે ડેરીનો આડેધડ વહીવટ કરી રહ્યાં છે તે આ ઉત્તમ નમુનો છે. બનાસદાણની પ્રત્યેક બોરી...

પીપાવાવમાં ચેરના વૃક્ષોના જંગલ કોણ સાફ કરી રહ્યું છે ?

2005 થી 2017 સુધીમાં દોઢ લાખ જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢી નાંખવામાં આવ્યું છે. 2016માં આ સ્થળે કંપની દ્રારા કામગીરી કરવાના કારણે 40 હજાર જેટલાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. પીપાવાવ, વિકટર ગામ ખાતે ઓમ સાઇ નેવીગેશન દ્વારા બનાવવામાં આવેલા પોર્ટ માટે મોટા પ્રમાણમાં મેન્ગૃવ્સ ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું રાજુલા તાલુકાના દરિયા...

ગેરકાયદે ખાણો અંગે અહેવાલ આપવા રૂપાણી સરકારને આદેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) એ ગુજરાત સ્ટેટ લેવલ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટી (એસઆઈઆઈએએ), ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) અને પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (એમઓઈએફસીસી)ને નેટ પ્રેઝન્ટ વેલ્યુ (એનપીવી)નું મૂલ્યાંકન કરવા નિર્દેશ આપ્યો છે. ગુજરાતના ગીર-સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ચૂનાના પથ્થરની ખાણોનુ...

પુત્રએ ગેંગવોર શરૂ કર્યું તે શહેરના 28 વર્ષથી પ્રમુખ રહેલા ઢેલીબેન ઓડ...

પોરબંદર નજીકના ગેંગવોર માટે જાણીતા કુતીયાણામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં નગરપાલિકાના પ્રમુખ પદે ઢેલીબેન સત્તારૂઢ થયા છે. તેઓ સળંગ 28 વર્ષનું રાજ કરીને ગુજરાતનો એક વિક્રમ પ્રસ્થાપિત કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાનું કુતીયાણા શહેર ગેંગ વોરના પ્રતાપે કાયમ બદનામ થતું આવ્યું છે. કુતીયાણા વિધાનસભા બેઠક પર કાંધલ જાડેજાનો 23 હજાર મતની સરસાઈથી વિજય થયો હતો...

પોરબંદરમાં ફરી એક વખત રાજકીય ગેંગવોર શરૂં

ગેંગવોર માટે જાણીતા પોરબંદર અને કુતિયાણામાં ફરી એક વખત ફાયરિંગ થયું છે. કુતિયાણા નગર પાલિકાના એનસીપીના સભ્ય અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અસ્લમ ખોખરના પરિવાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારના ઘાયલ 3  સભ્યોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. અસ્લમ ખોખરની કુતિયાણા બાયપાસ રોડ પર નોનવેઝની દુકાન આવેલી છે અને અહીં રાતના સમયે 3 ગાડીઓમાં 15 જેટ...

પાણી ન મળતા સિંહ ગામમાં આવ્યો લોકોએ સેલ્ફી લીધી

ઉનાળાની ગરમીમાં હવે જંગલનો રાજા પણ પાણીની શોધમાં ગીરના જંગલમાંથી બહાર નીકળી રહ્યો છે. અમરેલી પાસેના એક ગામમાં સિંહ પાણી પીવા આવ્યો હતો. ગામમાં ગાયો માટે જ્યાં પાણી સ્ટોરેજ કરવામાં આવે છે તે કુંડમાં સિંહ પાણી પીતો નજરે આવ્યો હતો. જેને જોઇને ગામના કેટલાક લોકો પણ અહી આવી ગયા હતા અને સિંહ સાથે સેલ્ફી લેતા નજરે પડ્યાં હતા. સિંહ પાણી પીવામાં મગ્ન હતો અને...

પારુલ યુનિવર્સિટીએ કૃષિના અભ્યાસક્રમ ગેરકાયદે ચાલુ કરી દીધા

રાજ્યમાં આવેલ રાય, પારૂલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા  (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટીકલ્ચર) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી. તેમ છતાં સરકારની જાણમાં શિક્ષણ આપવામાં આવતું હોવા છતાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડ...

તમામ ધર્મના સ્થાનોને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવા વડી અદ...

મુજાહીદ નફીસ દગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા રચાયેલા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક જ ધર્મના સ્થાનોને જ પ્રજાના વેરાના પૈસાથી લાભ આપવામાં આવતો હોવા સામે વાંધો ઉઠાવી ગુજરાતની વડી અદાલતમાં કરવામાં આવેલી જાહેર હીતની અરજીનો ચૂકાદામાં તમામ ધર્મના પવિત્ર સ્થાનોને લાભો આપવા આદેશ કર્યો છે. ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ધ અને જરથ્રુષ્ટ તથ...

ભાજપાના નેતાના કૌભાંડ પહેલાં 1200 તળાવોનું 9 હજાર કરોડનું કૌભાંડ પકડાય...

ભરૂચના ભાજપના નેતા પરેશ પટેલનું લાખો રૂપિયાનું જીંગા તળાવ કૌભાંડ પકડાયા પહેલાં 1200 જીંગા તળાવમાં રૂ.9000 કરોડનું કૌભાંડ થયું હતું. ભાજપના નેતા પરેશ પટેલના પાણી ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક વાત નક્કી થઈ ગઈ છે કે, ભરૃચમાં ગેરકાયદે જીંગા ઉછેર કૌભાંડ આજે પણ ચાલી રહ્યાં છે. ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યુ...

સી એમ રૂપાણી ડેશ બોર્ડ એક વર્ષ પછી નિષ્ફળ

4 મે 2018થી શરૂ થયેલા સી.એમ. ડેશ બોર્ડને એક વર્ષ થયું છે. મુખ્ય પ્રધાને તેને સફળ પ્રોજેક્ટ ગણાવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, સફળતાનું એક વર્ષ પૂર્ણ થયા બાદ હવે સી.એમ. ડેશ બોર્ડનો વ્યાપ વિસ્તારીને તાલુકા સ્તર સુધીના અદના અરજદારની રજૂઆત પણ સીધી મુખ્યમંત્રી કક્ષાએથી તેનું ધ્યાન અપાય તે રીતે કામ કરશે. દાવો કરાય છે કે, પેન્ડન્...

તાપી-નર્મદા લીંક યોજનાથી આદિવાસીઓની 10 હજાર હેક્ટર જમીન આંચકી લેવાશે

આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચા - AKSMના યુવા નેતા રોમેલ સુતરીયા દ્રારા આજે પ્રથમ વાર પાર તાપી-નર્મદા લિંક યોજનાની વિગતો લોકજાગ્રુતિ અને આદિવાસી સમાજ ના લોકો પર મંડરાય રહેલા જોખમ ને સામે સાવચેતી ના પગલા ભરી શકાય તેના ભાગ રુપે જાહેર કરી રહેલ છે. તાપી-નર્મદા લિંક યોજના છે શું ? ગુજરાત-મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ,ચાસમંડવા, ચિક્કાર ,દાબદર, કેલવાનની...

પાણી પુરવઠાનો રૂ.65 કરોડનો પ્રોજેક્ટ 87 કરોડનો થઈ ગયો

સસોઇ ડેમ પાણી પુરવઠા યોજના પેકેજ-1 તથા બે અન્વયે 20 એમએલડીનો ફિલ્ટે્રશન પ્લાન્ટ અને સસોઇથી પમ્પ હાઉસ સુધી તેમજ નવા ફિલ્ટે્રશન પ્લાન્ટથી જુદા જુદા નવા ચાર રિઝર્વર સુધી 36 કિમીની પાઇપલાઇન તથા ચાર ઇએસઆર બનાવવા, અન્ડરગ્રાઉન્ડ સમ્પ (પાંચ) રાઇઝીંગ મેઇન પાઇપલાઇન વગેરે મળી પેકેજ 1 અને 2ના મળીને 65 કરોડનો પ્રોજેકટ મંજુર થયો હતો. ગયા વર્ષે લોકાર્પણ થયેલા ...

ગુજરાતમાં 100 લગ્ને 25 લગ્ન નાની ઉંમરની છોકરી સાથે થાય છે, 14 દુલ્હન પ...

28 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના ખાંડીવાવ ગામે ક્ષત્રીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 24 કરતા વધારે જોડાઓ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. આ 24 જોડાઓમાંથી 14 જોડાઓ એવા હતા કે, તેમની ઉંમર લગ્ન લાયક ન હતી. તેથી બળ લગ્ન ધારા હેઠળ તેમના લગ્ન અટકાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે આધુનિક ...

NID, SEPT, IIMના પ્રવેશની તાલીમ આપતી સ્કાયબ્લુ – જીઝાઈન સ્ટુડીયા...

અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર ડીઝાઈન ક્ષેત્રે કામ કરતી કંપની સ્કાય બ્લુ અને ડીઝાઈન સ્ટુડીયો વચ્ચે લાંબા સમયથી હરીફાઈ ચાલી રહી છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ આઈઆઈએમ, એનઆઈડી, સેપ્ટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. પ્રવેશ આપવા માટે અહીં તાલીમ લે છે. વર્ષે કરોડોનું ટર્નઓવર ઊંચી ફીના કારણે આવી સ્થાઓ કરે છે. સ્કાયબ્લુ ડીઝાઈનમાં કામ કરતા કાશીફુદીન અ...