Thursday, August 13, 2026

રાજ્યપાલે ધારાસભ્ય ખાંટને ગેરલાયક ઠેરવ્યા

પંચમહાલ જિલ્લાની મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભૂપેન્દ્ર ખાંટને બરતરફ  કર્યા છે. જાતિના પ્રમાણપત્રને લઇને અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે, ભૂપેન્દ્રસિંહ ખાંટનું જાતિનું પ્રમાણપત્ર એ શિડ્યૂલ ટ્રાઇબની વિધાનસભા બેઠક ઉપર ચાલે એમ નથી. જેથી રાજ્યપાલે જાતિના પ્રમાણપત...

બનાવટી મુઠભેડના ગુનામાં વણઝારા અને અમીનને છોડી મૂકાયા

ગુજરાત કેડરના પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનને 2004માં થયેલા ઈશરત ઝહાન સહિત 4 વ્યકિતઓના બનાવટી મુઠભેડના ગુનામાંથી મુકત કરવાનો અમદાવાદની સીબીઆઈ અદાલતે આદેશ કર્યો છે. તેમને આરોપી બનાવી તેમના વિરૂધ્ધ કરવામાં આવેલા આરોપનામા પહેલા તેમને સીઆરપીસી 197 પ્રમાણે રાજય સરકારની મંજુરી લીધી ન હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ કોર્ટ...

રિલાયન્સે જામનગરમાં ખેડૂતો અને પત્રકાર સાથે ફરી દાદાગીરી કરી, જૂઓ વિડિ...

રિલાયન્સ જૂથની દાદાગીરી હજુ પણ ચાલુ છે.  ખેડૂતોને ધમકાવ્યા હતાં. પોલીસને સાથે રાખી પત્રકાર સાથે પણ ગેર વર્તુણક કરી હતી. રિલાયન્સ જૂથનાં ભાવિક બરછાએ પત્રકારોને ખેડૂતોના ખેતરમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ગુજરાતમાં જામનગરના પત્રકારો રિલાયન્સ જૂથ આગળ કંઈ બોલી ન શકે એવી સ્થિતિ કરવામાં આવી છે. હજુ થોડા દિવસ પહેલાં જ હાર્દિક પટેલ જામનગરથી પોતાના એફબી...

રૂપાણીએ ભેગુ કરેલું એ પાણી ભ્રષ્ટાચારની નહેરમાં વહી ગયું – કોંગ્...

ભાજપ સરકાર 18 વર્ષથી પાણીના નામે અને પાણી યોજનાઓના નામે રાજનીતિ કરી રહી છે. 2018માં સંગ્રહ કરેલું પાણી હવામા ઉડી ગયું કે ભ્રષ્ટાચારની નહેરોમાં વહી ગયું. એવું કોંગ્રેસે કહ્યું છે. રાજ્ય સરકારે ગયા વર્ષે 2018માં 11 હજાર લાખ ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાના કામો કરાવ્યા હતા. પાણીની સંગ્રહ ક્ષમતા કરતાં દોઢ ગણી વધારી હતી. 32 નદીઓને પુનઃ જીવંત કરવામાં આવી હત...

ગરમીમાં ફ્રીજનું પાણી કે બરફ ન ખાવા અને ધાબા પર સુઈ જવા સરકારની સલાહ

ગરમીથી જનજીવન પર માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે ખાનપાનમાં પરિવર્ત કરીને જીવનશૈલીમાં ફેરફાર કરીને હિટવેવથી બચવા માટે ગુજરાત સરકારે ફ્રીજનું પાણી ન પીવા અને આગાસી પર રાત્રે સુવા માટે સલાહ આપી છે. હવે આને સુફિયાણી સલાહ કહેવી કે વૈજ્ઞાનિક સલાહ માનવી તે નાગરિકો નક્કી કરી શકતા નથી. જો સરકારની સલાહ માનવામાં આવે તો સરકારની તમામ કચેરીમાં વોટર કુલર કે ફ્રીજ બ...

સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ શાખના ચૂકવવા વિક્રમ માડમે નોટિસ આપી

ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જે કરી રહ્યા છે તે કામ હવે કોંગ્રેસ પક્ષના ગુજરાતના નેતાઓ કરવા લાગ્યા છે. આવી એક ઘટના દેવભૂમિ દ્વારકામાં બની છે. ખંભાળિયાના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક સામાન્ય પત્રકારને રૂ.51 કરોડ બદનક્ષીના ચૂકવી આપવા માટે કાયદાકીય પગલાં લીધા છે. વિક્રમ પોતે પોતાના પક્ષ કોંગે્રસ સામે પ્રચાર કરતાં હોવાનો વિડિયો બનાવનાર ...

ગુજરાતમાં 2.50 લાખ લોકોને મોબાઈલ ફોનની ‘નોમોફોબિયા’ બિમારી...

દુનિયાને મુઠ્ઠીમાં રાખવાનું સ્વપ્ન બતાવનારા ગુજરાતના ધીરૂભાઈ અંબાણીના પુત્રોએ મોબાઈલ ફોન સસ્તા કરીને તથા બીજા એવી જ કંપનીઓ મોબાઈલ ફોન સરળ કરી દેતાં તેની ખરાબ અસર ગુજરાતમાં ઊભી થઈ છે. મોબાઈલ ફોન સાથે ઈન્ટરનેટ તદ્દન ઓછા દરે આપતાં તેનો વપરાશ વધી ગયો છે. ટીનએજર્સ, યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોનનો ભારે ક્રેઝ ગુજરાતમાં છે. દુનિયાને મુઠ્ઠીમાં રાખતાં મોબા...

મંગળસૂત્ર લૂંટનારને સજા તો પુરૃષોના અછોડા લૂંટમાં કેમ નહીં ?

રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ કરવામાં આવશે. જો કે મોબાઈ ફોનના સ્નેચીંગ મોટા પ્રમાણમાં વધી ગયા છે તેમ છતાં ...

સૌની પાણી યોજના પુરી થઈ જવી જોઈતી હતી, ત્યાં બંધોમાં ક્રિકેટ રમાય છે

સૌની આવી સૌરાષ્ટ્રને દ્વાર', 'હર ખેત કો પાની, હર હાથ કો કામ'ના રૃપાળા સૂત્રો અને વચનોની લ્હાણી કરી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ચૂંટણી પહેલાં રૂ.10 હજાર કરોડની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જો સૌની યોજના સફળ હોય તો 2019માં સૌરાષ્ટ્રમાં પિવાનું પાણી, પશુઓ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી અને વાપરવા માટેનુ...

કાશ્મીરમાં લશ્કરના 44 જવાનોને મારવામાં RDX ભરેલી કાર ગુજરાતની હતી

ગુજરાતના સ્થાપના દિવસે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, પુલવામા 44 જવાનોને મારી નાંખવાનું કાવતરૂ કર્યું હતું. RDX ભરેલી ગાડી ગુજરાતના રજિસ્ટ્રેશન વાળી હતી. મારા મતે પુલવામામાં જવાનોને મારી નાંખવાનું કાવતરૂં હતું. પુલવામામાં આતંકવાદીઓ પર જે હુમલો થયો તે પછી બાલાકોટનું કાવતરૂં હતું. આતંકવાદીઓ મારી નાંખવાના હતા એ ખબર હત...

પુનમ માડમને કાકા વિક્રમ માડમના પીએ કોંગ્રેસને હરાવવા નિકળ્યા

લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની તરફેણમાં કામ કરવા દ્વારકા જીલ્લા પંચાયતના સદસ્ય અને ધારાસભ્ય વિક્રમ માડમના પીએ રામસી મારુએ એક કોંગ્રેસના મતદારને સૂચના આપી હતી તેવું ઓડિયોમાં કહેવાય છે. દ્વારકા તાલુકાના કોઈ મતદાર સાથે થયેલી આ વાતચીતની ઓડિયો ટેપ બહાર આવી છે. જીલ્લા પંચાયતના સદસ્ય રામસી મારુ આ વખતે બેનની તરફેણમાં મતદાન કરાવવાની વાત કરતા સાંભળવા...

ખેડૂતોની રૂ.15 કરોડની લોનનું કૌભાંડ પકડાયું

જામનગર નજીકના જીવાપર ગામની સ્વાશ્રય સેવા સહકારી મંડળી સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજીભાઈ પરમાર અને મંત્રી વાલજી વશરામભાઈ પરમાર દ્વારા રૂ.15 કરોડનું કૌભાંડ 2008થી 2013માં કર્યું હતું. એકાદ વર્ષ પૂર્વે આ પ્રકરણમાં માત્ર દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીની તપાસ દરમિયાન આ કૌભાંડ મોટું હોવાનું સામે આવ્યુ હતું. જીવાપર ગામના ખેડ...

પાણી ન મળતું હોવાની રોજની 150 સામૂહિક ફરિયાદો, પણ કોઈ તકલિફ નથી –...

ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠક યોજી હતી.  ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે મુખ્યમંત્રીએ રોજની ૧૫૦ જેટલી ફરિયાદો મળતી હોવાનું જાહેર કરીને પત્રકારોએ પાણીની તંગી વાળા અહેવાલો નહીં છાપવા કહ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ચૂંટણી પછી આચારસંહિતા દૂ...

નદીમાં ઝેરી કેમિકલના બેરલ કોણ ઠાલવી ગયું

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ નજીક આવેલી નદીમાં રાત્રી દરમ્યાન હાનિકારક કેમીકલ ભરેલા બેરલો ઠાલવી દેવાયા હતા. 3000થી વધુ લોખંડ અને પ્લાસ્ટીકના બેરલનો જથ્થો બે-ત્રણ પ્રકારના કેમીકલ છે. અમુક બેરલોમાં સાઉથ કોરીયાનો માર્કો જોવા મળ્યો હતો. પ્રોપેલાઇન ગ્રાઇકોઇલ કેમીકલનો આ જથ્થો પર્યાવરણ અને જન આરોગ્ય માટે ઝેર સમાન હોવાનું પ્રદૂષણ બોર્ડના અધિકારી દ્...

ઝેરી ઘાસ ખરીદીને પશુઓના મોત કરે એવું રૂપાણી સરકારનું ઘાસચારા કૌભાંડ

ભાજપની વિજય રૂપાણી સરકાર મગફળી કૌભાંડ, તુવેર કૌભાંડ થયું છે. હવે ઘાસચારા કૌભાંડ બહાર આવ્યું છે.  રૂ.100 કરોડનું ઘાસ અને ડાંગર પરાળ ખરીદવાનો નિર્ણય કર્યો હતો. પશુ જે ઘાય ખાય તો સીલીકા ટોકસસીટીની માત્રા વધારે હોય મોતને ભેટે છે, તેવા પ્રકારનું ઘાસ ખરીદવાની શરૂઆત કરી દિધી હતી. જેમાં રૂ.50 કરોડ જેટલું કૌભાંડ તો છે પણ પશુને મારી નાંખતું કૌભાંડ પણ છે. ...