Friday, August 14, 2026

હવામાં ઉડતા આશાબેનનો ઊંઝા ભાજપમાં ભારે વિરોધ

ઊંઝા વિધાનસભા બેઠક પરથી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.  કોંગ્રેસમાં તેમને મત આપીને જીતાડનાર પ્રજા હવે તેમના વિરૃદ્ધ થઈ ગઈ છે અને તેમના વિરૃદ્ધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. ભાજપ તેમને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપે તે પહેલાં પ્રજા ખુલીને સામે આવી છે. ...

ગુજરાતની પાક સરહદ પર વાડ બાંધી શકાતી નથી

પુલવામા એટેક પછી ભારતે PoKમાં કરેલી એર સ્ટ્રાઈક અને ત્યારબાદ ભારત-પાકિસ્તાનના ફાઈટર જેટ વચ્ચે ખેલાયેલી ડોગફાઈટના પગલે બંને દેશની સીમા પર સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિ વધતે-ઓછે અંશે યથાવત્ રહી છે. તંગદીલિ વચ્ચે ફરી એકવાર અધૂરી રહેલા ફેન્સિંગનો મુદ્દો ઉછળ્યો છે. ખેડાના સંસદસભ્ય દેવુસિંહ ચૌહાણે અધૂરી ફેન્સિંગ અંગે પૂછેલાં એક પ્રશ્નનો લેખીત પ્રત્યુત્તર પ...

અદાણીના ટાવર હઠાવો આંદોલન

અદાણી પાવર સામે લોકો લડીને હવે થાક્યા છે તેથી તેઓ અંતિમવાદી પગલું ભરીને અદાણી વીજ કંપનીના ટાવન ઉખેડીને ફેંકી રહ્યાં છે. હેવી વીજ લાઈન લઈ જતાં ટાવન ઉખેડી નાંખવા માટે તેના નટબોલ્ટ કાઢી રહ્યાં છે. પાવરપટ્ટીના મુખ્યમથક નિરોણા ગામના સીમાડે સરકારી જમીન પર અદાણી કંપનીના લગાવેલા બે વીજટાવરના નટબોલ્ટ ખોલી નાખી બંને ટાવર નમાવી નાખી અડધા કરોડ રૂપિયાનું નુક...

32 વર્ષથી અમદાવાદ પર ભાજપનું રાજ છતાં પાણી માટે ટેન્કર

અમદાવાદ શહેરમાં ગુજરાતના તમામ વિસ્તારો કરતાં સૌથી વધું પાણીના ટેન્કર દોડે છે. અહીં વર્ષે રૂ.2 કરોડનું ખર્ચ તો સસ્તામાં મળતા ટેન્કર દ્વારા થાય છે. જો આ પાણી ખાનગી ટેન્કરો દ્વારા મંગાવવામાં આવતું હોત તો વર્ષે રૂ.10 કરોડનું ખર્ચ શહેરના લોકો દ્વારા કરવું પડત. અમદાવાદમાં ફાયરબ્રિગેડ દ્વારા મફત પાણી આપવામાં આવે છે. ગુજરાતમાં પાણીની કોઈ તકલિફ નથી એવું કહે...

અજન્ટા કંપનીના આશ્કા ભાલોડિયાની જમીન વેચી નાંખી

રાપર તાલુકાના થોરીયારી ગામે ખરીદેલી ખેતીની જમીન બોગસ દસ્તાવેજોના આધારે અમદાવાદની મહિલા ઉદ્યોગપતિની બારોબાર વેચાઈ ગઈ છે. અજન્તા મેન્યુફેક્ચર કંપનીના મહિલા ડાયરેક્ટર આશ્કા સી. ભાલોડીયાની 2013માં ખરીદેલી ખેતીની જમીન 12 લોકોએ ખોટું પાવરનામું બનાવી બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવી ખોટી રેવન્યૂ નોંધો પડાવી દીધી છે. અમદાવાદના જોધપુર ટેકરા ખાતે રહેતા આશ્કાએ 8મ...

કચ્છની સરહદે ચીનનું લશ્કર કોરીડોરમાં ગોઠવી દેવાયું

ગુજરાતના કચ્છની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા ચીનનું લશ્કર ખડકી મૂકી દેવામાં આવ્યું છે. ગુજરાતથી  90 કિલોમીટર દૂર સામે પાર પાકિસ્તાનમાં ચીને તેના લશ્કરી જવાનો તૈનાત કર્યાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના અહેવાલો મુજબ ચીને સિંધ પ્રાંતના થરપારકર જિલ્લામાં થાર વિસ્તારમાં આવેલી કોલસાની ખાણની સુરક્ષા માટે પીપલ્સ લીબરેશન આર્મીના જવ...

મહિલાઓને રૂ.5 હજાર પેન્શન આપવાની માંગણી

16 માર્ચ 2019ના દિવસે એકલ મહિલા અધિકાર સંગઠનનું સ્થાપના સમ્મેલન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 1500 જેટલી એકલ મહિલાઓ એ ભાગ લીધો હતો. રૂ.5000 પેન્શન આપવાની માંગણી કરી છે. આ સંગઠનની માંગો નીચે મુજબ છે. 1) એકલ મહિલાની પેન્શન યોજના આજીવન કરવામાં આવે. 2) બેહનો પાસે દર વર્ષે લેવાતા પુનઃ લગ્ન કર્યા નથી અને પુખ્તવયનો પુત્ર નથી તેની સમય મર્યાદા બં...

આનંદીબેન પટેલની પુત્રી અનારના જમીન કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધ...

12 ઓગસ્ટ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણી સરકારે માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 400 એકર જમીન ફાળવવામાં આવી હતી. મોટું જમીન ક...

20 હજાર કરોડની સૌની યોજના છતાં બંધોમાં 17% પાણી, મત મળ્યા, પાણી નહીં

ભાજપને સૌની યોજનાથી રાજકીય ફાયદો મળ્યો પણ લોકોને પાણી ન મળ્યું નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ કેન્દ્રીય જલ આયોગને 22 માર્ચ 2017માં લખેલો પત્ર જાહેર થયો છે જેમાં રીતે કહેવાયું છે કે, સૌની યોજનામાં જે પાણી વાપરવાનું છે તે ચોમાસામાં બંધમાંથી પાણી વહી જાય છે તે જ વાપરવાનું છે. નહીં કે સિંચાઈ માટે 9 મીલીયન એકર ફીટ પાણી માંથી. તેમ છતાં રૂપાણી સરકારે ખેડૂતો સ...

વડોદરામાં શાકભાજી પકવવા પાણી નહીં રસાયણથી સિંચાઈ

ગુજરાત જેને ‘શાકભાજીનો ટોપલો’ ગણે છે તે વિસ્તારમાં આવેલ લુણા ગામના ભૂગર્ભજળમાંથી પાણી નહી કેમિકલ્સ નીકળે છે. સરકારી ભાષામાં કહીએ તો લુણા ગામના ભૂગર્ભ જળ પર પ્રદુષણ ફેલાવતા ઉધોગોના કેમિકલ્સે આંતકવાદી હુમલો કર્યો છે. તેનાથી શાકભાજી ઉગાડવામાં આવે છે તે રોજના 35 લાખ લોકો ખાય છે. 20 વર્ષથી ગામના લોકોનું કોઈ સાંભતું નથી. ગુજરાતની ચોકીદાર સરકાર તે રોકવ...

900 કરોડના ચૂંટણી ખર્ચમાં કેટલા પકડાશે ?

સમગ્ર ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે બે હજારથી વધું અધિકારીઓ માત્ર પૈસાની હેરાફેરી ક્યાંથી કઈ રીતે થઈ રહી છે તે પકડી પાડવા માટે ચૂટણી પંચે જવાબદારી સોંપી છે. પણ ગંભીર બાબત એ છે કે આજ સુધી ગુજરાતના ઈતિસાહમાં એક પણ રાજકીય નેતાઓને પૈસાનો ગેરઉપયોગ કરવા માટે સજા થઈ નથી કે જેલમાં મોકલવામાં આવ્યા નથી. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો રૂ.900 કરોડ છુપી ...

ગુજરાતના ચોકીદારોએ કેટલી ચોરી કરી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદીરોની સાથે વાત કરી. જેમાં ગુજરાતના પણ ચોકાદીરો હતા. ગુજરાતના ચોકીદીરો પ્રજાની કેવી ચોકી કરે છે તેના બે વર્ષના થોડા બનાવો અહીં આપવામાં આવ્યા છે. ચોર ખાય, મોર ખાય બાકી વધે તે કોણ ખાય ? ચોકીદાર ખાય ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શા...

32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી

બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે. આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેને બે વર્ષ થયા છતાં તેની તપાસ ગુજરાત સરકારે કે ભાજપે કરી નથી. શંકર ચૌધરીએ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ માંગી પણ તેણે ઉમે...

ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી

બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ  સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં  એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી ...

ધાનાણી, નરેન્દ્ર મોદી, રાજકીય નેતાઓએ પ્રજાના પૈસા ગેરકાયદે વાપરી ભ્રષ્...

અમરેલીનાં આરટીઆઈ જાહેર માહિતી અધિકારના ચળવળકાર નાથાલાલ સુખડીયાએ એસીબીનાં નિયામકને પત્ર લખી વિરોધ પક્ષના નેતા, વડાર્પધાન તથા કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ સિમેન્ટના રોડ બનાવવા તથા ભોજપ પછળ કરોડો રૂપિયા કાયદા વિરૃદ્ધ વાપરેલા હોવાની ફરી એક વખત પત્ર લખીને ફરિયાદ કરી છે. પત્રમાં જણાવેલ છે કે, અમરેલી શહેરની નગરપાલિકા ઘ્‍વારા વર્ષ 2016-17-18માં સરકારની 6 ...