Friday, August 14, 2026

કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહને કાયદા પર વિશ્વાસ નથી – વડી અદાલત

ફરી એક વખત કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો ગુજરાત વડી અદાલતે લીધો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી અંગે થયેલી જાહેર હીતની અરજીમાં રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. ત્યારે કોર્ટે એ બાબતને લઇને ટકોર કરી છે કે, ખુદ કાયદા પ્રધાન કાયદા પર વિશ્વાસ નથી, તેવા સોગંદનામા અને એફિડેવિટ તેઓ સુપ્રીમ કોર્ટમાં કરે છે, તો આવા...

રૂપાણીની કબુલાત એક જ ચેક પોસ્ટ પરથી રૂ.150 કરોડનો ભ્રષ્ટાચાર

ભિલાડ અને સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની ગતિવિધિ ગાંધીનગર લાઈવ મોનિટરીંગ કરી શકાય તેવી ઈન્ટીગ્રેશન સિસ્ટમનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકારે ઓનલાઈન સિસ્ટમથી કામગીરી કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રૂ.150 કરોડનો ભ્રષ્ટાચા...

20 લાખ યુવાનોમાં ભાજપ સરકારના શોષણ સામે રોષ 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે બાંધેલા પગાર, કરાર આધારિત નોકરી, ઉછીના કર્મચાીરઓ લેવાના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ થાય છે. પગારની ચુકવણીમાં 4 મહિનાના વિલંબને પરિણામે રાજ્યના 5 લાખ સહાયક અને 15 લાખ આઉટસોર્સિંગમાં કામ કરતાં યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશ છે. શોષણ ક...

કોંગ્રેસના ધારાસભ્યને હાંકી કઢાયા, ભાજપના ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં...

કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હત...

નર્મદા સિંચાઈની ખેતરોમાં નંખાતી પાઈપ લાઈનમાં કરોડોનું કૌભાંડ કઈ રીતે આ...

નર્મદાની નહેરો નબળી બની હોવાથી તે તૂટી જાય છે. વર્ષે 200 સ્થળે આવી નહેર તૂટવાનું કૌભાંડ થયું છે. ત્યાં હવે સબમાઈનોર નહેરથી ખેડૂતોના ખેતરો સુધી પાણી લઈ જવા માટે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે તેમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ થઈ રહ્યું છે. જ્યાં પાઈપલાઈન બની નથી ત્યાં રૂ.66.25 કરોડ ઠેકેદારોને ચૂકવી દેવામાં આવ્યા છે. નર્મદા બંધની મ...

માધવપ્રિયદાસ મહિલાને લઈ ફરાર, કાલુપુર સ્વામીનારાયણ મંદિરની ઘટના

અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે. આ આખો મામલો પ્રકાશમાં આવતા કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય દ્ધારા સાધુ માધવપ્રિયદાસ નું નામ કમી કરવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે સ્વામિનારાયણ મંદીરનાં સાધુ માધવપ્રિયદાસ પરિણીતાને લઇને ફરાર થઇ ગયા છે આ માહિતી તેમના જ શિષ્યોએ મંદિરમાં આપી હતી. તેઓ પહેલી માર્ચે ...

જ્યાં 100 ઈંચ વરસાદ પડે છે ત્યાં પાણીની તંગી શરૂ, ભૂગર્ભ ટાંકી એક ઉપાય...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવામાં 18 મે 2018માં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કરીને તળાવ ઊંડા કરવાની તેમણે શરૂઆત કરી હતી. તેમણે ત્યારે એવું જાહેર કર્યું હતું કે,  આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂષ્કાળને દેશવટો આપશે. 2019માં રૂ.300 કરોડ તળાવો ઊંડા કરવામાં રૂપાણી સરકાર વાપરવાની છે. અગાઉના ગુજરાતના તમામ મુખ્ય પ્રધ...

3 હજાર વિદ્યાર્થીઓના નામો લખવામાં કેવી ભૂલો થઈ

GSEB દ્વારા બોર્ડના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે 3000 જેટલી હોલ ટિકિટમાં ભૂલ સામે આવી છે. કેટલીક હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે, તો કેટલીક હોલ ટિકિટોમાં અટક અને વિષય બદલાઈ જવાની ફરિયાદો શિક્ષણબોર્ડને મળી હતી. હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ ગોટાળો બહાર આવ્યો છે. બ...

વધું એક ઈમાનદાર અધિકારીનો ભાજપ સરકારમાં ભોગ લેવાયો, તેણે શું કર્યું  ?...

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતમાં પ્રજા હિતમાં નોકરી કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સરકારે આખરે બરતરફ કર્યાં છે. આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજાને પરેશાન કરે, પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને ભ્રષ્ટાચાર કરે એવી જગ્યાએ નોકરી મળતી રહે છે. પણ ચિંતન એમાના ન હતા. પોતાની ઇમાનદારી અને પ્રજાહિતના કાર્...

ગુજરાતની દેશ ભક્તિ કાશ્મીરી ચરસમાં સમાણી, શામળાજી નાકું દેશ વિરોધી કેમ...

ચરસી નાકું  – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દમ મારો દમ દેશ કે નામ શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રવેશ દ્વાર છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાનથી વિદેશી પ્રકારનો દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બની ગયો છે. રાજસ્થાનમાંથી રતનપુર-શામળાજી માર્ગે દારૂ તો ઘુસાડવા માટે કુખ્યાત છે હવે ચરસ ...

130 વર્ષ પહેલાં પોરબંદર પાસે ડૂબેલા જહાજને શોધવા સરકારે કોઈ પ્રયાસ ન ક...

8 નવેમ્બર 1888ના રોજ કરાંચી થઈ કચ્છના માંડવી બંદરેથી મુંબઈ જવા નીકળેલા વૈતરણા નામના જહાજ ઉપર 746 માણસો સાથે 9 નવેમ્બર, 1888ના રોજ પોરબંદરથી વેરાવળ વચ્ચે ડૂબી ગઈ હતી. જેના 130 વર્ષ પછી પણ તેના કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. ગુજરાત સરકારે તેના પુરાવા મેળવવા માટે કોઈ પ્રયાસો કર્યા નથી. તે ગુજરાતની ‘ટાઈટેનિક’ જેવી વાત છે. ટાઈટેનિક પહેલાની આ ઘટના છે, ટાઈ...

70 હજાર કરોડની વીજળી અદાણી, એસ્સાર અને ટાટા પાસેથી 15 વર્ષમાં ખરીદી

વીજ ઉત્પાદનના ૧૫ વર્ષમાં ૧૮,૧૨૮ મેગાવોટના વધારાના દાવા સામે હકીકતમાં ઉર્જા વિભાગે આરટીઆઈમાં આપેલા જવાબમાં ૨૩ વર્ષમાં સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતા ૮૬૦૧ મેગાવોટ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં સરકારી વીજમથકમાં પ્લાન્ટ લોડ ફેક્ટર ૨૯.૪૦ ટકા પ્રમાણે ફક્ત ૨૫૦૦ મેગાવોટ આસપાસ થાય છે. સરકારી વીજમથકોને ઓછી વીજ ક્ષમતા (લોડ ફેક્ટર)થી ચલાવીને સરકારની તિજોરીને કરોડો રૂપ...

250 કરોડના સોની કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પકડાયો, કેમ આચરાયુ કૌભાંડ ?

રૂ.250 કરોડના ધીરધારના ધંધાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દીપક ગાભાવાલાની મુંબઈ હવાઈ મથકે પકડી લેવામાં આવ્યો છે. તે વિદેશ ભાગી ગયો હતો. અમેરિકાથી મુંબઈ તે આવ્યો હતો. દેશના તમામ હવાઈ મથકે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. કેમ થયું કૌભાંડ ઉમરેઠમાં ગોવિંદલાલ ગાભાવાળાની પેઢી માટે તમામને ભરોસો હતો. તેની શાખ એવી હતી કે હુંડી દેશમાં સ્વિકાર્ય હત...

ભાજપે અભણ ગુજરાતનું સર્જન કર્યું

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014...

ડીસામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ પર ભાજપનો પ્રહાર

સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો છે. તો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ...