સામયીક છાપવાના રૂ.18 લાખના કૌભાંડમાં કોઈ પગલાં નહીં
કન્ઝ્યુમર અફેર્સ એન્ડ પ્રોટેક્શન એજેંસી ઓફ ગુજરાતના તત્કાલિન નિયંત્રકે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ગ્રાન્ટનો દુરપયોગ તેમજ ભ્રષ્ટાચાર કરેલો છે. નિયંત્રક દ્વારા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કર્યા સિવાય ગ્રાન્ટ વાપરી છે. ભારત સરકારે આપેલ ગ્રાન્ટ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ગ્રાહક જાગૃતિ માટે વાપરવાની થતી હતી. એક જ સંસ્થાને મેગે...
મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પ્રવાસ કરવા રોજ રૂ. 50 લાખ વાપરે છે
મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 201...
200 વૃદ્ધોના એટીએમ કાર્ડ બદલી લઈને છેતરપીંડી કરતા ઝડપાયો
સુરતના શખ્સ પાસેથી 20 એટીએમ કાર્ડ રાજકોટ પોલીસે કબ્જે કર્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક લોકોને છેતરી લાખો રૂપિયા પડાવી લીધા છે. કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા ધિરજકુમાર મોહનલાલ પંચાલને ઝડપી લીધો હતો. 200 વૃધ્ધોને તેમણે છેતર્યા છે. મહારાષ્ટ્રમાં અગાઉ 110થી વધુ અને ગુજરાતના સુરત, અમદાવાદ, પાલનપુર, ખેડા, મોર...
જમીન ટોચ મર્યાદા કાયદો બદલી કરોડોનો વેપાર, ધોલેરામાં કાળુ નાણું ધોળું ...
ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો ખતમ થશે અને ફરી એક વખત સામંત શાહી આવશે. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે 4 લાખ ગરાસદારો એવા હતા કે જે ખેડૂતો તેના ખેતરમાં પકવે તેનું 60 ટકા ...
અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં અદાણીને કેમ અપાયું ?
દેશના પાંચ એરપોર્ટને ચલાવવાની જવાબદારી હવે અદાણી જૂથ પાસે રહેશે. દેશના છ એરપોર્ટ માટે લગાવવામાં આવેલી બોલીમાં અદાણી જૂથ પાંચમાં આગળ રહ્યું છે. હવે અમદાવાદ સહિત પાંચ એરપોર્ટનો વહીવટ તેને મળી ગયો છે. અમદાવાદનું હવાઈ મથક નફો કરતું હોવા છતાં તે અદાણીને આપી દેવામાં આવ્યું છે. જે શંકા પેદા કરે છે. અન્ય એરપોર્ટ્સમાં લખનૌ, જયપુર, મેંગલુરુ અને ત્રિવેન્દ્...
સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી
સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...
ગુજરાતનું પહેલું ખાનગી હવાઈ મથક બે વિમાન સાથે સીલ
મહેસાણા હવાઈ મથક બે વિમાનો સાથે સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાનો વેરો ચૂકવેલો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું હોવાથી કંપનીના સંચાલક અમિત ચક્રવર્તી મહેસાણા નગર પાલિકા ખાતે દોડી ગયા હતા. અહીં હાલ 40 વિદ્યાર્થીઓ પાયલટની તાલીમ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષથી વેરા માટે વિવાદ ચાલી રહ્યો છે. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લાનું...
બુલેટ ટ્રેન ગેરકાયદેસર કોન્ટ્રકટ રદ કરવામાં આવ્યો
કરોડોના ભ્રષ્ટાચાર અને અધેર તંત્રના ઉદાહરણ રૂપ પ્રોજેક્ટ બંધ. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટરશ્રી વી.આર.ચીખલિયા દ્વારા ખાસ ઓર્ડર દ્વારા મેનેજીગ ડાયરેક્ટર ખોડલ કોર્પોરેશનન પ્રા. લીમીટેડને સયાજી બાગ ખાતે એડીશનલ બુલેટ ટ્રેનનું મોડેલ જેવી દેખાતી A.C. ટ્રેન અને ઝીપ લાઈન બાબતના તા. ૯ અને ૧૭ મી- મે ૨૦૧૮ના દિવસે કરવામાં આવ...
ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે. અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં ...
બંદર બનાવવા 9 વર્ષ સુધી પથ્થરોની ગેરકાયદે ખાણ ચાલી પણ કોઈએ ચૂંકે ચા ન ...
બંદર બનાવવા પત્થર કાઢવા માટે 2000માં લીઝ અમરેલીના ખાંભા તાલુકાના નેસડી ગામે લાયસંસ 10 વર્ષ માટે આપવામાં આવ્યું હતું. જેની મુદત પૂરી થઈ ગઈ હોવાને 8 વર્ષ થયા હોવા છતાં ખાણોમાંથી લાખો રૂપિયાનો પથ્થર ગેરકાયદે કાઢી લેવામાં આવ્યો છે. જમીનની લીઝ પુરી થઈ ગઈ હોવા છતાં ખાણ માફિયાઓ દ્વારા સરકારને લાખોની રોયલ્ટીનું નુકસાન કર્યું છે. નેસડી ગામના સરવે નંબર 47માં...
વિડિયો કોનને વીજ મથક માટે આપેલી રૂ.2 હજાર કરોડની જમીન સરકારે પાછી લઈ લ...
રાજુલા તાલુકાના ભેરાઈ, ભચાદર, ઉચૈયા એમ ત્રણ ગામોની ખેતીની જમીનો ઉદ્યોગો માટે ખરીદકરવામાં આવેલી હતી તે જમીનનો ઉપયોગ કરવામાં ન આવતાં 1400 વીઘા જમીન સરકારે પરત લઈ લીધી છે. જેની કિંમત રૂ.2000 કરોડ જેવી બજાર કિંમત પ્રમાણે થાય છે. પીપાવાવ એનર્જીપ્રા.લી. (વિડીયોકોન) પાવર પ્રોજેકટ માટે જમીન ખરીદેલી તે પ્રોજેકટ સ્થાપેલો નહીં હોવાથી સરકારે આ પગલું લીધી છે.
...
જંગલ બહારના 202 વૃક્ષો સામે અસ્તિત્વનું જોખમ
રાજ્યમાં કરેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે રાજ્યમાં જંગલ સિવાયના વિસ્તારમાં કુલ 30.1 કરોડ વૃક્ષો છે. અગાઉ વર્ષ 2003માં એટલે કે 12 વર્ષ પહેલા કરાયેલી ગણતરી પ્રમાણે 25.1 કરોડ વૃક્ષોની સંખ્યા હતી. આ બંને આંકડા દર્શાવે છે કે 12 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 4.82 કરોડ વૃક્ષોનો વધારો થયો છે. છતાંયે 62 વૃક્ષો નિંકદનના આરે વન મહોત્સવ અંતર્ગત જાહેર કરાયેલી વિ...
ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા
ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધ ઊભા થયા છે. ગુજરાતના દરિયા કિનારે ગમે ત્યારે સ્થિતી ખરાબ બની શકે તેમ છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે. 26 11 2008માં મુંબઈમાં બોંબ ધડાકા થયા ત્યારે ત્રાસવાદીઓ ગુજરાતની બોટ લઈને ગુજરાતના દરિયામાંથી મુંબઈ પહોંચ્યા હતા. કસાબ સહિતના આતંકીઓએ કચ્છ નજીકના દરિયામાંથી ઘુષણખોરી કરી હતી. ત્યાર બા...
દરિયા કિનારે રોરો ફેરી સર્વિસે ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું ફર...
રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા મેન્ગૃવના વૃક્ષોનું નિકંદન કાઢતાં 6 ફેબ્રુઆરી 2019ના રોજ ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપની સામે કામ કરવા સામે ગુજરાત વડી અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હતો અને કંપનીનું કામ બંધ કરવા માટેઅમરેલી જિલ્લા કલેકટર તથા ઓમ સાંઈ નેવિગેશન પ્રા. લિ. કંપનીને નોટીસ આપી હતી. હવે ગુજરાત વડી અદાલતના આદેશનો અનાદર કરી આ કંપ...
મોટા ભંડારીયામાં પુર હોનારતની સહાયમાં ગોલમાલની તપાસ શરું
મોટા ભંડારીયા ગામના પુર્વ સરપંચ પુર્વ સરપંચના પતિ અને તત્કાલીન તલાટી કમ મંત્રી વિગેરેની ત્રિપટી દ્વાર બોગસ, ખોટા બનાવટી દસ્તાવેજી પુરાવ ઉભા કરી તેમજ બોગસ લાભાર્થી ઉભા કરી સરકાર સાથે છેતરપીંડી કરી લાખો રૂપિયાનો ચુનો લગાડી ભ્રષ્ટાચાર કર્ય અંગેના દસ્તાવેજી પુરાવા મળી આવતા હાલની ગ્રામ પંચાયત દ્વારા તલ સ્પર્શી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. ...

English