Friday, August 14, 2026

દુષ્કાળ પણ પાટણમાં 27માંથી 20 ઘાસના ગોડાઉન ખાલી 

આ વર્ષે વરસાદ ઓછો પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામોમાં પાણીની અછત જોવા મળી છે. પાણીની અછતના કારણે કેટલાક ગામોના ખેડૂતો વાવણી પણ નથી કરી શક્યા, જેના કારણે ઘાસચારની અછત ઊભી થઈ હતી. આવા સમયમાં ગુજરાત સરકારે એક સર્વે કરાવીને કેટલાક ગામો અને જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ જિલ્લામાં પાટણ જિલ્લાના 7 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારની ...

વાપી GIDCની નાથ કંપનીના ગેસ ગળતરમાં 10 કામદારની તબિયત લથડી

વાપી GIDCની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. ગેસ ગળતરની ઘટનના કારણે કંપનીમાં કામ કરતા 10 જેટલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે અને ત્રણ વ્યક્તિમાંથી 1ની હાલત ગંભીર હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે.  નાથ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ કારણોસર ગેસ ગળતરની ઘટના બનવા...

ભાજપના કાર્યકરો ટ્રફિક દંન ન ભરવા માટે નિતીન પટેલને ફોન કરે છે

ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો જ્યારે પોલીસના હાથે પકડાય છે ત્યારે પોતે રાજકીય પક્પાષના કાર્યકર હોવાનું કહીને હું આ નેતાને ઓળખું છું તેમ કહીને નેતાઓને ફોન કરીને પોતાનો રુઆબ જમાવતા હોય છે. આવું ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ તેમને ઝડપીને તેમની પાસેથી દંડ વસૂલે છે ત્યારે તેઓ મને ફોન કરીને ટ્રાફિક પોલ...

6 ગણું પ્રદૂષણ કરતાં ઉદ્યોગ, 7 ઉદ્યોગ બંધ કરાયા

પ્રદૂષિત પાણીના નિકાલ અંગેની નિયત માત્રાઓ જાળવવામાં નિષ્ફળ એવા સાત ઔદ્યોગિક એકમોને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જી.પી.સી.બી.) દ્વારા તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા વાપી સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો અન્વયે સી.ઇ.ટી.પી. તથા પ્રદૂષણ કરતા ઉદ્યોગો નું સઘન મોનીટરીંગ કરવા માટે CPCB તથા GPCB ને આ...

ગુજરાતની કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ સરકારનો લશ્કરના જવાનોને કેવા અન્યાય ...

ગુજરાત વિધાનસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મિરમાં મૃત્યુ પામેલા બીએસએફ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરાપણ હિંમત હારવાની નથી. શહીદો પર દેશને ગર્વ થાય છે. જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત...

ભાનુશાળીની હત્યાની પૂરી વિગતો, ભાજપના નેતાઓના સેક્સ વિડિયો કોની પાસે ?...

બળાત્કાર અને હત્યાની ભૂમિ કચ્છ ભાજપ માટે બળાત્કાર, સેક્સ કૌભાંડ અને હત્યાની ભૂમિ બની ગયો છે. ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુશાળી પાસે હતી. આ હત્યા જેટલી સરળ દેખાય છે એટલી નથી. ચાર બળાત્કારના બનાવો અને તેની સાથે જોડાયેલી યુવતીઓ અને ભાજપના ટોચના રાજકીય નેતાઓની હિલચાલ સમજવી પડે તેમ છે. કચ્છના નલિયા બળાત્કાર કાંડ તથા બ...

જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ, ભાજપ વારંવાર કેમ હારે છે

ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા અને હાલના કૃષિ પ્રધાન આર સી ફળદુના જિલ્લામાં તથા ભાજપના મહામંત્રી ભીખુ દલસાણીયાના જિલ્લાના જામજોધપુર કાયમ સળગતું રહે છે. હવે જામજોધપુરનું અંદાજ પત્ર મંજૂર ન થતાં તેની ગંભીર નોંધ ગાંધીનગરમાં ભાજપના નેતાઓએ લીધી છે. જામજોધપુરમાં શું બની રહ્યું છે તેની રજેરજની વિગતો એકઠી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના જામજોધપુર...

ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે સૂત્રોચ્ચાર, ઊઝાનું રાજરાણ કે APMCનું...

ઊંઝામાં ઊંધુ પડ્યું – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ઊંઝામાં આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરાવનારા ભાજપના મહામંત્રી કે. સી. પટેલ સામે બળવો થયો છે. મહેસાણા જિલ્લા શક્તિ કેન્દ્રમાં ભાજપના કાર્યકરોએ કે. સી. પટેલ હાયહાયના નારા લગાવી બેઠકમાં કેસરીઓ ખેસ છોડીને બહાર નિકળી જવા લાગ્યા હતા. કે. સી. પટેલના વેવાઈ દિનેશ પટેલને ઊંઝામાં મહત્વ આપવામાં...

સરકારી અધિકારીઓને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી: RTI

હિતેશ ચાવડા - પત્રકાર અને RTI ચળવળકાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કાર્યરત અને સેવા નિયુક્ત અધિકારીઓ કે જેઓ જનતાની સેવા માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓને નાગરિકો કઈ રીતે ઉદબોધન કરે એ વિષયે એક RTI કરવામાં આવી. માહિતી અધિનિયમ 2005 મુજબ 4 મુદ્દાઓ સાથે માહિતી માંગવામાં જેમાં સરકારને પૂછવામાં આવ્યું કે સામાન્ય જનતા સરકારી અધિકારી...

આશા પટેલને ભાજપમાં લાવવામાં રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ જવાબદાર ?

ઊંઝાના ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણ પટેલે 10 જાન્યુઆરી 2019માં કેન્દ્રીય રેલ પ્રધાન પર રૂ.200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યા બાદ તેમના સ્થાને નવી નેતાગીરી ઊભી કરવા માટે દિલ્હીથી નરેન્દ્ર મોદીએ નિર્ણય લઈને કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલને ભાજપમાં લેવા ઝડપ કરી હતી. આમ કેન્દ્રની ભાજપ સરકાર પર ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચારના આરોપો મૂકતાં કોંગ્રેસમાંથી નેતાગાર...

CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહી...

કાયદાનો ફાયદો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા.  હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600  મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ...

5 વર્ષમાં 10 લાખ લોકો વાહન અકસ્માતમાં ઘવાયા, દારુ કારણભૂત

દેશમાં દારૂ પીધેલી હાલતમાં વાહન અકસ્માતની ઘટનામાં પ્રથમ મહારાષ્ટ તો બીજા ક્રમે ગુજરાત ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુ પીને વાહન ચલાવી અકસ્માત કરવામાં ગુજરાત બીજા નંબર પર છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે 15 રાજ્યોના કરાયેલા સર્વેમાં દર 6 અકસ્માતે 1 અકસ્માત નશો કરેલા ડ્રાઇવીંગના કારણે થયો હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ...

400 કરોડના બિલીંગ કૌભાંડ પકડાયા

એન.બી.એન્ટરપ્રાઈઝ ગાંધીધામના કેસમાં રૂા.101 કરોડના બોગસ બીલો ઈસ્યું કરેલ. અનમોલ સેલ્સ કોર્પોરેશન સુરતના કેસમાં રૂા.166 કરોડના તથા જે.એમ.ઈમ્પેક્ષ રાજકોટના કેસમાં રૂ.132 કરોડના વ્યવહારો મળીને કુલ રૂ.399 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલા હતા. જેથી અન્ય વેપારીઓને રૂા.60 કરોડની વેરાશાખ તબદીલ કરવા માટે આ વ્યક્તિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા શેખ મુનાફન...

200 કરોડની જમીન કૌભાંડ 3 કરોડ થઈ ગઈ, બેંક લોન લઈને બીજું કૌભાંડ

રાજકોટ હવાઈ મથક પાસે સરકારી જમીન ખાનગી કરીને આચરવામાં આવેલા રૂ.200 કરોડના મોટા કૌભાંડ પર વધું એક કૌભાંડ થયું છે. 800 એકર જમીન ખરીદીને તેના પર બેંક લોન લઈ લેવામાં આવી છે. તેથી સરકારની આ જમીન પર વધું એક કૌભાંડ થયું છે. જમીન ગેરકાયદેસર રીતે ગીરવે મૂકીને ચોટીલા તાલુકાની સરકારી બેંક, સૌરાષ્ટ્ર ગ્રામીણ જિલ્લા બેંક અને અલગ-અલગ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બોગ...

રીલાયંસ જીઓ ટાવરના નામે છેતરપીંડી

મોરબી જીલ્લામાં જીઓ કંપનીના ટાવર નાખવાના બહાને લોકોને ભરમાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની ફરીયાદ થઈ હતી. જીઓ કંપનીના ટાવર માટે માત્ર ૫૦ મીટર જમીન માટે લાખો રૂપિયાનું વળતર તેમજ નોકરી જેવી લોભામણી લાલચ આપી ઠગાઈ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને પોસ્ટ દ્વારા જીઓ કંપની ગામડે પોતાની કંપનીના ટાવર ઉભા કરવા અંગ...