નોટબંધીને 824 દિવસ પછી પણ જુની નોટો પકડાઈ રહી છે
નોટ બંધીને 824 દિવસ થયા પરંતુ હજુ અમુક લોકોએ છુપાવેલા નાણા હજું પકડાઈ રહ્યા છે, પોતાની જુની નોટો દઈને નવી નોટો આપવાની લાલચે ફસાઈ જતા હોય છે, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બંધ થયેલી 1000 અને 500 રુપિયાની ત્રણ કરોડની નોટો સાથે ચાર લોકોને દબોચવામાં આવ્યા છે, મુંબઈથી 7% મા લઈને નવસારી માં 10% માં નવી કરંસી આપવાની હતી, પરંતુ ગુજરાત પોલીસ અને તંત્...
લાંચના 75 હજાર લીઘા અને એરકંડીશ્નર માંગતા ફોજદાર પકડાયો
સરકારીબાબુઓને ભ્રષ્ટાચાર કરવામાં કોઈનો ડર રહૃાો નથી. સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ વંડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી આઈપીસી કલમ 306નાં આરોપી પાસેથી અગાઉ રિમાન્ડ ન માંગવા અને મુદામાલ કબ્જે ન કરવા માટે રૂ.75 હજારની લાંચ લીધી હતી. આટલાથી સંતોષ ન થતો હોય તેમ વધુ મદદગારી કરવા માટે ફોન કરીને વારંવાર એરકન્ડીશનની મ...
જુગાર રમતા પકડાયેલા ગોબર નારોલા પ્રમુખ પદેથી સરકારે સસ્પેન્ડ કર્યા
દામનગર પાલિકામાં એનસીપીના પ્રમુખપદે ગોબર નારોલા હોય તેઓ આજથી 2 મહિના પહેલા ઢસા પોલીસને હાથે જુગાર રમતાં ઝડપાયા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેથી ગાંધીનગર ખાતેના પાલિકા કમિશ્નરે ગોબર નારોલાને પ્રમુખપદેથી બરતરફ કરી દીધા છે. આમ તો પાલિકાનાં પ્રમુખ હોય એ શહેરનાં પ્રથમ નાગરિક ગણાતાં હોય છે. શહેરને શરમની લાગણી થતી હોય છે. દામનગર પાલિકામાં પ્રમુખ ...
વડી અદાલતે નોટિસ આપી, બાબરાની ભુગર્ભ ગટરની કામગીરીની તપાસ શરૂ
બાબરામાં છેલ્લા બે વર્ષથી ભુગર્ભ ગટર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કોન્ટ્રાકટર ઘ્વારા નબળી કામગીરી કરી મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પાલિકા પ્રમુખ વનરાજ વાળા દ્વારા કહેવામાં આવ્યું હતું. પાણી પુરવઠા વિભાગ અને જીયુડીસીને લેખિતમાં અનેકવાર રજુઆત કરવામાં આવી હતી. જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટર વિરૂઘ્ધ યોગ્ય તપાસ તેમજ ન...
8 કરોડના પાણી કૌભાંડમાં સ્ટે હટાવવા હાઈકોર્ટમાં પોલીસની રીટ
અમરેલીમાં 8 વર્ષ જુના આઠ કરોડ ઉપરાંતના પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચાર કૌભાંડમાં પોલીસે તત્કાલીન મુખ્ય ઈજનેરની ધરપકડ કર્યા બાદ તેના રિમાન્ડ દરમિયાન વિવિધ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. આ અંગેની વિગતો મુજબ અમરેલી પાણી પુરવઠા વિભાગમાં આજથી ...
જાફરાબાદ તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર
જાફરાબાદ તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર બહુમતિ સદસ્યોએ નામંજૂર કરી દીધું છે. તાલુકા પંચાયત કચેરીમાં વાર્ષિક બજેટની બેઠક મળી હતી. જેમાં 12 સભ્યો હાજર હતા. જેમાંથી 8 સભ્યોએ બજેટનો વિરોધ કરતા બજેટ નામંજૂર થયું હતું. આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનુભાઈ વાજાએ તાલુકા વિકાસ અધિકારીએ પદાધિકારીઓ કે સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર ખામીયુકત બજેટ રજ...
રૂ.13 કરોડનાં રમતગમત કૌભાંડમાં દસ્તાવેજો સલામત સ્થળે રખાયા
અમરેલીની રમત-ગમત કચેરી ઘ્વારા રૂ.13 કરોડની ગેરરીતિ થઈ છે. આંગણવાડીનાં બાળકો માટે થયેલ રમકડાની ખરીદીમાં કૌભાંડ થયું હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં ભ્રષ્ટાચારની તપાસ શરૂ થઈ રહી છે. તેથી તેના દસ્તાવેજો સલામ રીતે રાખવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલીનાં બહુમાળી ભવનમાં આવેલ રમત-ગમત કચેરી ઘ્વારા થોડા મહિનાઓ પહેલા સાંસદની અ...
ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 70 ટકા બેઠકો ખાલી
ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-
એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્...
વડાપ્રધાનના મત વિસ્તારમાં મૂકેલી વોલ્વો બસે ખોટ કરી
ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી અમદાવાદથી વારાણસી અને ગોવાની વોલ્વો સ્લિપર બસ સર્વિસને પેસેન્જરો ન મળતા ખાલી ખાલી દોડી રહી છે. અમદાવાદથી વારાણસી જતી વોલ્વો સર્વિસને રપ થી ૩૧ જાન્યુઆરી સુધી ૭ દિવસમાં ફક્ત ૧ૅ૦૬ પેસેન્જર મળતા ૩૩ હજારની જ આવક થઈ છે. તેની સામે નિગમે ૭ દિવસમાં ડીઝલનો ખર્ચ પેટે રૂ.૩.૧૮ લાખનો ખર્ચ કરી નાંખ્યો છે. વારાણસી લોકસભા વિસ્તાર...
ગુજરાતની ચૂંટણી બાદ હવે EVMનો રાષ્ટ્રીય મુદ્દો
ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીનો EVM અને VVPET વિવાદ હજુ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દે સમગ્ર દેશમાં ઝૂંબેશ શરુ થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ હોવાનો આરોપ લગાવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની માંગ અંગે સોમવારે 15 વિપક્ષી દળોનાં નેતા ચૂંટણીપંચ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ ...
ગુજરાતના જંગલો પર તાડની ખેતી દ્વારા ખતરો
ખાસ અહેવાલ – દિલીપ પટેલ
1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના...
અસલામત ગુજરાત, 13 હજાર મહિલાઓ ગુમ
ગુજરાત રાજયમાં મહિલાઓ અને બાળકીઓની સલામતી નથી. છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી 13,574 મહિલાઓ અને 4989 બાળકો ગુમ થયા છે. રાજય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજયમાંથી 42,432 બાળકો ગુમ થયા છે તે પૈકી 14,882 બાળકો લાંબા સમયથી ગુમ છે, જયારે 14,301 વ્યકિતઓ ગુમ છે આ ગુમ વ્યકિતઓને શોધવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે. રાજયમાં અને દેશમાં ગુમ થયેલા બાળકો, મહિલાઓ...
4.72 કરોડ ચોરસ મીટર ગૌચર પર જમીન માફિયાઓના દબાણ
જમીન માફિયાઓ બેફામ થયા હોય તેમ રાજયમાં પશુધન માટેની ગૌચરની જમીન પર મોટાપાયે 31 જિલ્લામાં 4.72 કરોડ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે.. ગીર જંગલ આરક્ષિત વિસ્તાર ગણાય છે તેમાં પણ ત્રણ દાયકાથી દબાણ હોવા છતાં તે દબાણ દૂર કરી શકવામાં તંત્ર સફળ થયું નથી. કોંગ્રેસ દ્વારા અવારનવાર ગૌચર અને ભાજપ સરકારની નીતિને લઈને આક્ષેપ કરવામાં આવે છે કે.. "ભાજપ ગાયના ન...
બુલેટ ટ્રેનની જમીન માટે વડી આદાલતનો ચૂકાદો તૈયાર, હવે જાહેર થશે
બુલેટ ટ્રેનને બહુ રાજ્ય પ્રોજેક્ટ જાહેર કરી કેન્દ્ર સરકારના જમીન વળતર અંગેના કાયદા લાગુ કરી ખેતીની જમીનની હાલની બજાર કિંમતનાં 400 ટકા રકમ વળતર આપવા અને તેના પર 25 ટકા વધારાનાં વળતરની જોગવાઈ પ્રમાણે ખેડૂતોને વળતર આપવાની માંગણી વડી અદાલતમાં કરવામાં આવી છે. જમીનની બજાર કિંમત મુજબ પુરેપૂરૂ વળતર મળવું જોઈએ. આ બાબતે કોર્ટમાં અનેકવેળા સુનવણી થઈ ચૂકી છે. 7...
પત્રકારોની જાગૃતિથી 200કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને અધિકારીઓને સજા થ...
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની 800 એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કા...

English