Sunday, August 16, 2026

નર્મદા બંધ પાસે ફરી એક વખત જમીનની લડાઈ

જીવથી જમીન – દિલીપ પટેલ દુનિયાના સૌથી ઊંચા સરદાર પટેલના પુતળા આસપાસ જમીન વિવાદ ઊભા થયા છે. જે વહે રાષ્ટ્રીય રાજકારણ બની રહે એવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. એકતાના પુતળા પાસે જમીનોનો પ્રશ્ન વધું આકરો બની રહ્યો છે. કેવડિયા ખાતે દેશના 33 રાજ્યો દ્વારા તેમને પોતાના ભવન બનાવવા માટે જમીન વિવાદ વકર્યો છે. દરેક રાજ્ય સરકાર અહીં જમીન મેળવવા માંગે છે ...

બાળકોનું રમકડાં કૌભાંડ, ગુજરાત ભાજપના સાંસદની ગ્રાંટમાં કૌભાંડ

રમતગમત માટે સાંસદ અને સરકારની ગ્રાન્‍ટમાંથી જિલ્‍લાઓની આંગણવાડીઓમાં ભૂલકાઓ માટે રમકડા, ટેબલ, ચેર, લપસણીસહિતની ખરીદી કરવામાં આવી છે. તે માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે. જેમાં ઓનલાઈન ટેન્‍ડર પ્રક્રિયા કરવાને બદલે બંધ બારણે 3 ભાવો મંગાવીને કૌભાંડ થયાનો આક્ષેપ જાહેર માહિતી અધિકાર માટે લડાયક લોકોએ કર્યો છે. રમકડાની ખરીદીમાં 3થી 4 ગણા વધારે ...

CM ખટ્ટર, VP વૈંકયા નાયડુ, CM રૂપાણીની સદ બુદ્ધિ માટે નર્મદા બંધ ખાતે ...

કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવ...

ભાજપે દાવો કર્યો તેના માત્ર 1.43 ટકા જ રોકણ ઉદ્યોગોએ કર્યું, જુઠનો પરપ...

વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકારની વાયબ્રંટની પોલ ખોલતી વિગતો જાહેર કરી છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા તેની સામે માત્ર રૂ.2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. જોકે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ થયેલું છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થયો હોવાનો દાવો ભાજપ સરકા...

અનર્થ – 1 રૂપિયાના રોકાણ સામે સરકારે 1.30 રૂપિયો ઉદ્યોગોને આપ્યો...

ઉદ્યોગોને રૂ.1,29,962 કરોડનો આર્થિક ફાયદો કરાવવામાં આવ્યો છે. આ રાહતો સામે રૂ.1,07,316 કરોડના જ ઉદ્યોગો શરૂ થયા છે. તેનો મતલબ કે સરકારે અબજો રૂપિયાના ગોટાળા કર્યા છે. માનીતા કરોડપતિ ઉદ્યોગ પતિઓને વર્ષ 2006થી 2010 સુધીમાં 492 કરોડ ચોરસ મીટર જમીન આપવામાં આવી એટલે કે એક વર્ષમાં શરેરાશ 98.4 કરોડ ચોસર મીટર જમીન આપવામાં આવી છે. વળી, 2001ના વર્ષથી 1...

વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી

ખાસ અહેવાલ – પૈસો પરમેશ્વર – દિલીપ પટેલ ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ આવતાં BPL પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને 31 લાખ થઈ ગઈ છે. ગરીબી ભૂખમરામાં 42%નો વધારો થયો છે. 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થયા હતા. હવે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ...

પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ

રોજગારી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલીને બદલે પુંજી કેન્દ્રિત ઉત્પાદન પ્રણાલી એ ગુજરાતની ભાજપ સરકારની નીતિ રહી છે. આ પ્રકારની નીતિથી પુંજીપતિઓને ફાયદો થાય છે. રાજયમાં ઉદ્યોગોને વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૦માં ૪૯૨ કરોડ ચો.મી. જમીનની આપવામાં આવી એટલે કે એક વર્ષમાં ૯૮.૪ કરોડ ચો.મી.Xવાયબ્રન્ટના ૨૦૦૩ના વર્ષથી ૧૮ વર્ષમાં ૧૭૭૧.૨ કરોડ ચો.મી. જમીનની ખેરાત કરવામાં આવી....

સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી

રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે  પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...

પડતર કેસોમાં કોઈ પગલાં નહીં

રાજ્યમાં 6 માસથી વધુ પડતર કેસોમાં અધિકારીની નિષ્કાળજી સામે આવશે તો તેવા પોલીસ અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવાશે એવું ડીજીપીએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં નોંધાતા ગુન્હાના પેન્ડિંગ અને યોગ્ય કારણો વગર છ માસથી વધુ સમયથી પડતર હોય તેવા કેસો ની અંદર તપાસ કરનાર અધિકારી એ દાખવેલી નિષ્કાળજી સા...

સરકારી મિલ્કત જપ્ત કરવા કોર્ટે આદેશ કર્યા પણ સરકારે કોઈ નીતિ ન બનાવી

ગાંધીનગરના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટના બની કે ગાંધીનગરની કોર્ટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવા સરકારી ઓફીસ ની સરકારી મિલ્કત જપ્ત કરવાના હુકમો કરવા પડ્યા. અદાલતે તો આદેશ કર્યા પણ સરકારે હવં પછી આવું ન થાય તે માટે નીતિ જ બનાવી નથી. ખેડૂતો માટે સંવેદનશીલ હોવાની ભાજપ સરકાર ની વાતો પોકળ સાબિત થઇ અને ગુડ ગવર્નન્સ ના લીરેલીરા હોય તેવી પ્રથમ આ ઐતિહાસિક ...

433% ડીઝલમા 65 મહિનામાં ભાવ વધારો થતાં આર્થિક સ્થિતિ ડામાડોળ, કોંગ્રેસ...

દેશના નાગરીકો મોંઘવારીના મારથી પીસાઈ રહ્યા છે, વેપાર ધંધા ભયંકર મંદી હેઠળ છે. કુટુંબો દેવાદાર બની રહ્યા છે. બીજી બાજુ વડાઓને વિદેશ યાત્રા માટે રૂ.1485 કરોડ અને પ્રસિદ્ધિ માટે રૂ.4343 કરોડ વેડફી કાઢ્યા છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું. દેશમાં છેલ્લા ચાર વર્ષમાં આર્થિક મોરચે નિષ્ફળ ભાજપ સરકારના પરિણામે દેશમાં પારાવાર આર્થિક મુશ્કેલીઓ ઉભી થઈ ...

રાણકીવાવની પ્રવેશ ફી સતત બીજી વખત વધારી સવલતો નહીં

25ના રૂ.40 અને વિદેશી માટે રૂ.600 કરાયા 8 ઓગસ્ટના રોજ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા રાણકીવાવ અને મોઢેરાના ટિકિટના દર ભારતીય માટે રૂ.15થી વધારીને રૂ.25 કરાયા હતા જ્યારે વિદેશી પ્રવાસી માટે રૂ.200થી વધારી રૂ.300 કરાયા હતા તે વખતે રાણકીવાવની એ કેટેગરીમાં દરખાસ્ત થયેલ હોવાથી ટિકિટના દર વધવાની સંભાવના જણાવાઈ હતી હવે રાણકીવાવ 19 સપ્ટેબર 2018થી ...

શાળામાં મેદાન નથી અને ખેલાડીઓની સિધ્ધિમાં જસ ખાટતી સરકાર

ડાંગની દોડ વિરાંગના એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા બાદ ગુજરાત સરકાર સતત દાવો કરી રહી છે કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ રમત ગમતમાં નંબર વન છે. પણ રાજ્ય સરકાર આવા સ્પોર્ટ્સમેનને ખરા અર્થમાં આંતર માળખાકીય સુવિધાઓ આપવામાં પાછળ છે. 7307 સરકારી શાળાઓ અને 2302 ખાનગી શાળાઓ પાસે રમત -ગમતનું મેદાન સરકારે આપ્યું નથી. દરેક સરકારી અને ખાનગી શાળામાં મેદાન હોવું...

વીમા કંપનીઓની 12,000ની લુંટ ખેડૂતોની કરી, પોલીસનો દૂર ઉપયોગ

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે રાજ્યના પોલીસ વડાને પત્ર લખી પાક કાપણી અખતરાની કામગીરીમાં પોલીસ રક્ષણ ફાળવવા કરેલી માંગણી સામે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પોલીસતંત્રના સતત દુરુપયોગ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકો નર્મદા કેનાલ પર પોલીસ, ખેડૂતોની કીમતી જમીન સંપાદન માટે પોલીસ...

ટાટા નેનો બાદ ફોર્ડ કંપની પણ બંધ થાય તેવી શક્યતા

દિલીપ પટેલ વાહનોમાં આવી રહેલાં ફેરફારોના કારણે પુરતું ઉત્પાદન નહીં કરી શકતી સાણંદની ટાટા નેનોનું ઉત્પાદન બંધ કરી દીધા બાદ હવે સાણંદની ફોર્ડ કંપની પણ પોતાનો પ્લાન્ટ બંધ કરી રહી છે. જે હવે માત્ર બેંગલોર પ્લાન્ટ ચાલુ રાખશે. હાલ રોજ 452 કાર ફોર્ડ ફેક્ટરીમાં બની રહ્યાં છે. ઓટોમેટિક પ્લાંટ હવે મહિન્દ્રા કંપનીને ચલાવવા માટે આપવામાં આવે તેવી વાતચીત ચાલી ર...