પવિત્ર યાત્રાધામ દ્વારા ભ્રષ્ટાચાર કરાય છે તે અંબાજી માતાનું મહત્વ શું...
અંબાજી માતા મંદિરનો વહીવટ હાલમાં ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ના નામે કલેક્ટર ઉપરાંત અન્ય ટ્રસ્ટી સમિતિ સભ્યો દ્વારા કરવામાં આવે છે. નાયબ કલેકટર કક્ષાના અધિકારી વહિવટદાર તરીકે સંપૂર્ણ સમય માટે સંચાલન કરે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા આરાસુરી અંબાજી માતાનું સ્થાનક ભારતભરની 51 શક્તિપીઠો માં આગવું સ્થાન ધરાવે છે. અહીં સરકાર...
એશિયાની પ્રથમ નંબરની બનાસ ડેરી ગરીબ પશુપાલકોને ગેરમાર્ગે કેમ દોરે છે ?...
એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીમાં 4 જૂન 2018થી અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ માવજી દેસાઈ ફરીથી ચૂંટાયા બાદ ડેરીની પડતી થઈ રહી છે. તેઓ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા. તેથી તેઓ પોતાનું મહત્વ ટકાવી રાખવા માટે ડેરીનો ઉપયોગ કરી રહ્યાં છે. 2017ની વિધાનસભાની વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકર ચૌધરી પાસે જિલ્લામાં માત્ર ડેરીની સત...
ગુજરાતના તમામ પવિત્ર યાત્રા ધામો ભાજપના ભ્રષ્ટાચારથી અપવિત્ર
રાજ્ય સરકારે હિંદુઓના ધાર્મિક સ્થળોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જેમાં કરોડોના પ્રોજેક્ટ રજૂ કરીને 50 ટકા જેટલા નાણાં ભ્રષ્ટાચાર રૂપે ગાંધીનગરની સાબરમતીમાં વહી રહ્યાં છે. બિનસાંપ્રદાયિક ગુજરાતમાં હિંદુઓ માટેના જ ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો આ પવિત્ર યાત્રાધામ બોર્ડ ગુજરાતના તમામ 16 ધર્મો માટે છે. પણ તેમા...
ઘાસચારામાં ફરી એક વખત ભાજપની રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર
સડેલી સરકારનું સડેલું ઘાસ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ ખેરાલુ ગંજબજારમાં પશુપાલકોને સરકાર તરફથી ઘાસ આપવામાં આવી રહ્યું છે તે સડેલું નિકળ્યું છે. જે પંજાબ બાજુના ડાંગરનું પલુર છે. જૂનું સડેલું છે. ડાંગરનો વધેલો ચારો કોઈ પશુ ખાતા નથી. તેથી ગુજરાતમાં ચરોતર, દક્ષિણ ગુજરાત, અમદાવાદમાં તેનો વપરાશ ખાતર બનાવવા માટે થાય છે. પણ અહીં તો સરકાર રૂ.2નું એક કિલો ...
15 કોર્પોરેટરો ઉપવાસ પર એકાએક કેમ ઉતરી ગયા ?
ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે. અમરેલી પાલિકામા...
વાવાઝોડા સામે રક્ષણ આપવા બનતા મકાનો નબળા, ભ્રષ્ટાચારની ફરિયાદ
રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભલે ભ્રષ્ટાચારમાં મહેસુલ અને ગૃહ વિભાગને એક નંબર પર આગળ ધરતાં હોય પણ સૌથી વધું ભ્રષ્ટાચાર તો માર્ગ-મકાન વિભાગમાં થાય છે. સરકારના માર્ગ અને મકાન વિભાગના કૂલ નાણાંના 30 ટકા નાણાં તો ભ્રષ્ટાચાર તણાય જાય છે. વરસાદ, વાવાઝોડા સહિતનાં કુદરતી આફત સામે રક્ષણ આપવા અને આશરો આપવા માટે સાયકલોન સેન્ટર દરિયાકાંઠે શહેરોમાં બન...
ગામથી ગાંધીનગર સુધી ગાંધારી રાજ, હપ્તાખોરી વધી
ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 205 કરોડનો દારૂ પકડાયો છે. દારુના પરિણામે ગુજરાતનું યુવાધન નશાના માર્ગે બરબાદ થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રૂ.205 કરોડનો દારૂ પકડાયો ...
અમિતાભ બચ્ચનનું સફેદ રણ બ્રાઉન કેમ થઈ ગયું ?
ખાસ અહેવાલ – દિલીપ પટેલ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની જાહેરાતાથી અનેક સીનેહસ્તીઓ તથા વિદેશના વીઆઈપી મહેમાનો સફેદરણ જોવા આવે છે. મહેસૂલ સચિવ પંકજ કુમાર કચ્છના સફેદ રણમાં જઈ આવ્યા અને ફોટો પણ શૂટ કર્યો હતો. હવે ગુજરાત વિધાનસભાની સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી 2019 સુધી કચ્છ જિલ્લાના વિવિધ પ્રવાસન સ્થળોનો અભ્યાસ કરવા...
ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, પણ મુખ્ચ પ્રધાન સ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બો...
ઉજાલા બલ્બ ખરીદ્યા વગર બિલોમાં જોડાઈ બલ્બની રકમ
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનેક યોજનો અમલી બનાવવામાં આવી છે, પરંતુ લોકોના કલ્યાણ માટે ઉપલબ્ધ બનાવવામાં આવેલી આ યોજનાઓ અત્યારે લોકોનું કલ્યાણ કરવાના બદલે લોકોને પરેશાનીમાં મૂકી રહી છે. આવી જ એક ઉજાલા યોજનાને લઈ પણ બનાસકાંઠા જિલ્લાના લોકો પરેશાન થઈ ઉઠ્યા છે.
દેશના લોકો ઉર્જાનું મહત્વ સમજતા થાય અને ઉર્જાની વધુને વધુ બચત થાય તે માટે કેન્દ્ર...
દૂધ સેક્ટર : દૂઝણી ગાયને દોહી લેવા પડાપડી
FRIDAY, 2 OCTOBER 2015 કરણ રાજપુત
દેશમાં રૃ.૪ લાખ કરોડનું દૂધના સેક્ટરનું ટર્નઓવર : ૨૦૨૦માં ૨૦૦ મિલીયન ટન દૂધની જરૃરિયાત ઉભી થશે : અમૂલ ફેડરેશનનું ટર્નઓવર રૃ.૨૦ હજાર કરોડે પહોંચ્યું : ૨૦૧૪-૧૫માં ૧૪૮ લાખ લિટર દૂધનું રોજ એકત્રિકરણ કરાયું : નોનસ્ટોપ વિકાસ કરતા સેક્ટરમાં કરોડો રૃપિયાના વહીવટ માટે રાજ્યના સૌથી મોટા બે દૂધ સંઘો દૂધસાગર અને બનાસમાં સત્તા...
પેપર લીક કૌભાંડમાં પ્રિન્ટીંગ પ્રેસ ની માહિતી નહીં આપું
સફળ ઉમેદવારોને અન્યાય થાય નહીં તે માટેજ પરીક્ષા રદ નો નિર્ણય લીધો છે : (IPS) વિકાસ સહાય (ભરતી બોર્ડ ચેરમેન)
લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનું પેપર ફૂટતા જ રાજ્યનો ગૃહ વિભાગ અને સરકાર પણ દોડતી થઈ ગઈ છે. તો બીજી તરફ આ કૌભાંડમાં ભાજપના નેતાઓ નું નામ ચર્ચા માં આવતા સરકાર અને તેનું વહીવટીતંત્ર લુલા બચાવમાં લાગી ગઈ છે . જોકે સમગ્ર કૌભ...
પેપર લીક મામલે સરકારનો લુલા બચાવ
પોલીસ લપક રક્ષક ભરતી બોર્ડનું પેપર ફૂટી જવાની ઘટના સમગ્ર રાજયમાં ચર્ચાસ્પદ બની છે.તો બીજી તરફ ગઈકાલે
પેપર લીકની જાણ થતા જ DGP શિવાનંદ ઝાએ અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાંચ અને એસઓજી અમદાવાદ તેમજ ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. આજે ચર્ચાસ્પદ આ ઘટના સંદર્ભે ગાંધીનગર પોલીસ અધિક્ષક મયુર સિંહ ચાવડા એ પત્રકાર પરિષદ યોજીને ...
રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ
નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફ...
કડી વિસ્તારમાં કાળીયારની સંખ્યામાં થઇ રહ્યો છે ઘટાડો
કડી તાલુકો કાળિયારની ભૂમિ તરીકે ઓળખાય છે. કણજરી બાવલુ અને થોળની આસપાસના ખેતરો ચંચળ, શરમાળ અને ખૂબ જ મનોહકરૂપ ધરાવતા કાળિયારથી ઊભરાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૦ની વસતી ગણતરીમાં આ વિસ્તારમાં ૧૩૨૦ કાળીયાર નોંધાયા હતા. ત્યારે હાલ કાળિયારની સંખ્યામાં ઘટાડો થયો છે. કડી અને અમદાવાદના સીમાડાના ખેતરોમાં જોવા મળતા કાળિયારના વસવાટનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકલ્યો છે. ...

English