Sunday, August 16, 2026

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મતક્ષેત્રમાં જ શિક્ષણની ફરિયાદો

રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીને શિક્ષણની સાથે સાથે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે ભાજપ સરકાર પ્રયત્નશીલ રહી છે તો બીજી તરફ સરકારનું શિક્ષણ વિભાગ છાશવારે બેદરકારી કરવા માટે જાણીતું થઈ ગયું છે પરિણામે વિભાગની ઘોર બેદરકારી નો ભોગ રાજ્ય સરકાર બનતી હોય છે આવી જ એક ઘટના આજે બની હતી પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈ જન્મતિથિ નિ...

ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, મુખ્ચ પ્રધાન સામે...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બો...

દારૂબંધીના કડક અમલ માટે મુખ્યમંત્રી એ DGPને કર્યા કડક આદેશ.

રાજ્યમાં 31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ ના જ થવી જોઈએ તેવા કડક આદેશ રાજય પોલીસ વડાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપ્યા છે. દારૂ બંધીનાં કડક અમલ માટે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ગૃહ વિભાગની બેઠકમાં કડક આદેશ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 31મી ડિસેમ્બર અને નાતાલ પર્વ દરમ્યાન દારૂ ની યોજાતિ પાર્ટીઓ પર પોલીસ દ્વારા હવે ચાંપતી નજર...

લોકરક્ષક દળ પેપર લીકનો રેલો ભાજપનાં નેતા સુધી પહોંચ્યો

એલઆરડી પરીક્ષાનું પેપર લીક મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરેક ક્ષણે નવા ખુલાસા થઈ રહ્યા હે ત્યારે પેપર કાંડમાં પાંચ આરોપી તો પ્યાદા છે તે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર કાંડમાં મુખ્ય માથું હજુ પોલીસ પહોંચ બહાર હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે સમગ્ર કૌભાંડમાં ભાજપના બે કાર્યકરની સંડોવણી ખુલીને સામિ આવી હતી. તો આજે હવે ત્રીજા એક નેતાનું નામ...

પાલીતાણા-જેસર રોડમાં ભારે ભ્રષ્ટાચાર, રોડનું કામ શરૂ થયું ત્યાં જ તૂટી...

ઘણા લાંબા સમયની માંગણી બાદ પાલીતાણા—જેસર રોડની કામગીરી શરૂ થતા લોકોમાં આનંદ ફેલાયો હતો, પરંતુ લોકોનો આ આનંદ ચાર દિન કી ચાંદનીની માફક જ રહ્યો. હજુ આ રોડ એક તરફથી બની અને આગળ વધી રહ્યો છે તો પાછળથી આ રોડ તુટવા લાગતા અને કામમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોય તેમ જણાતા આ વિસ્તારના ગ્રામ્ય પંથકના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોડના કામમાં કામ કરતા કોન્ટ્રકટ...

ગીર સોમનાથમાં મગફળી ખરીદીમાં ખેડૂતોના નાણાં ખોટા એકાઉન્ટમાં થયા જમા

સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે શરૂ કરી ત્યારથી કોઈને કોઈ કારણોસર ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. ટેકાના ભાવે ખેડૂતોએ વેચેલી મગફળીના નાણાં ખોટા એકાઉન્ટમાં જતા ખેડૂત પરેશાન થયા છે. RTGSથી ટ્રાન્ફર થયેલા રૂપિયા ખોટા એકાઉન્ટમાં આવતા ખેડૂતો સહિત બેન્કો પણ મુશ્કેલીમાં મૂકાઈ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ નવો વિવાદ સર્જાયો છે. ગીર સોમ...

વિકાસ છતાં સરકારનાં રોજગારીનાં દાવાની ખૂલી પોલ

ગુજરાતમાં બે દાયકાથી સત્તા પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ રોજગારી સમૃદ્ધિ અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે. પરંતુ સત્ય હકીકત કંઈક અલગ જ છે કારણ કે દિનપ્રતિદિન ભ્રષ્ટાચાર, બેરોજગારી અને દુષ્કર્મના કેસો સત્તાધારીઓની બફાટને ઉઘાડી કરી દે છે. વાત કરીએ બેરોજગારીની તો સરકારી નોકરીઓમાં મર્યાદિત સીટોની ભરતી હોવા છતાં હજારોની સંખ્યામાં યુવાનો ...

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ૧૪૦૦ જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લા...

ચૂંટણીઓ આવે એટલે સરકારી નોકરીઓની ભરતીઓ શરૂ થાય, યુવાનો ફોર્મ ભરે, પરીક્ષા આપે, પરીક્ષામાં નાટક કરવામાં આવે જેથી ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર ઉપસ્યું છે. કેમકે, 2૩ હજાર સરકારી નોકરીઓ માટે 55.36 લાખ બેરોજગારોએ ફોર્મ ભર્યા હતા. આ એ જ દર્શાવે છે કે, ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની કેવી અવદશા છે. ગુજરાત સરકાર ભલે વાઈબ્રન્ટ ગુજરાતના નામે લોકોને...

મહેસાણામાં બ્લોક નાંખવાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આરોપ

મહેસાણા નગરપાલિકા દ્વારા ઘણાં લાંબા સમયથી બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે, શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાની સાથે શહેરને સુંદર બનાવવા બ્લોક નાંખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. મહેસાણા નગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૨૦૦થી વધુ દબાણો દૂર કરી બ્લોક નાંખવામાં આવ્યા છે. જોકે મહેસાણા શહેરમાં દબાણો કેવા પ્રકારના દુર કરાયા અને ક્યાં કરવામાં...

કઈ હદ સુધી થશે ભષ્ટાચાર ?, હવે વિદ્યાર્થીઓની શાળામાંથી કરાશે કટકી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બોદાનાનેસ ગામમાં નવી શાળાના બિલ્ડીંગના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા નબળી ગુણવત્તા વાળા મટિરિયલનો ઉપયોગ કરવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. નબળું બાંધકામ કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે શાળાના બાંધકામને ગામલોકો દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં જો જવાબદાર સામે પગલાં લેવામાં નહ...

ઉતર ગુજરાત વિજ કંપનીમાં ભરતી કૌભાંડ

આ સરકારમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે મહેસાણા ઉતર ગુજરાત વિજ કંપની મા વ્યાપક પ્રમાણમાં ભરતી કૌભાંડ થયું છે ઉમેદવારો પાસેથી ૨૦ કરોડ રૂપિયા જેવી રકમ એકઠી કરવામાં આવી છે જેમાં મોટા માથાઓ હોવા છતાં એક માત્ર સામાન્ય ને કરવામાં આવ્યા છે આ પાછળનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓને બચાવવા માટે નો ભોગ લેવાયો છે ગંભીર બાબત તો એ છે કે હજુ સુધી પોલીસ ...

ડુમલાવ ગામે ટેકનો ફ્રેમ પ્રોસેસ કન્સલ્ટન્ટ ઇન્ડિયા નામની કંપની સામે વિ...

વલસાડ જિલ્લાના ડુમલાવ ગામે ટેકનો ફ્રેમ પ્રોસેસ કન્સલ્ટન્ટ ઇન્ડિયા નામની કંપની સ્થાપવા માગતા ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવી નાખી પંચાયતની પરવાનગી લીધા વગર ગામ લોકો એકઠા થયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો તેમનો એવો કેવો છે કે જોઈએ તો ગામના લોકોનું આરોગ્ય જોખમાય છે કે આસપાસના ગામડાઓમાં રહેતા લોકોને આપવા માગતા નથી અને એ કોઇ પણ સંજોગોમાં અપાયો કંપની શરૂ...

ગાંધીજીને નામે સરકારમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની રૂપાણી સરકારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું તે માટે સમગ્ર રાજ્યમાં ગાંધીજીની સાથે સરકારની પ્રસિદ્ધિ માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા હતા અનેક જગ્યાએ કૌભાંડો થયા હતા જેમાં ગાંધીજીના નામે ગાંધીજીની ૧૫૦મી જયંતી ના નામે લગાવવામાં આવ્યા હતા જેમાં 25000 55000 બિલ બનાવાયું હતું ખેતી અને ગાંધીજીને નામે પણ આ સરકારમા...

પેપરકાંડથી ગુજરાત સરકારની આબરૂનું ધોવાણ

રાજયભરનાં 8.76 લાખ બેકાર ઉમેદવારો લોકરક્ષક દળની ભરતીનું પેપર આપે તે પહેલા જ પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવી પડી હતી. પરીક્ષા રદ કરાતા તેના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે. રાજયમાં લાખો બેરોજગારો નોકરી માટે આમ તેમ રઝળી રહ્યા છે. ત્યારે બેરોજગારીનો મુદો રાજયસરકાર માટે ગળાનું હાડકુ બને તે પહેલા જ રાજયસરકારે આગોતરૂ આયોજન કરી લીધું છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છ...

મધ્યાહન ભોજનમાં જીવાત

સંધાણાની પ્રાથમિક બ્રાન્ચ શાળામાં બપોરે મધ્યાહન ભોજનમાં બનવેલી ખિચડી બિનઆરોગ્યપ્રદ અને જીવાત વળી નિકળતાં ગ્રામજનો અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. જે બાદ રસોઈ ઘરમાં રાખેલા ઘઉંનો જથ્થો પણ જીવાતવાળો અને બિનઆરોગ્યપ્રદ મળી આવતા ચકચાર મચી ગઈ હતી, ઘટનાની જાણ થતાં માતર મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગુજરાતમાં કુપોષણ દૂર કરવા માટે સરકારી પ્રાથમિક ...