બનાસકાંઠામાં નેતાઓ ખતમ થયા અને ભ્રષ્ટાચાર વધ્યો
બનાસકાંઠા ભાજપના ભ્રષ્ટાચારનો ગઢ બની ગયો છે. કેન્દ્ર સરકારને કોલસા રાજ્ય પ્રધાન અને બનાસકાંઠા ભાજપના નેતા હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. તે અગાઉ અહીં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના મંત્રી શંકર ચૌધરી સામે પણ રૂ.2000 કરોડના ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે હરી ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચ લેવામાં આવી હોવાનો આરો...
નર્મદા નહેરનું અંડરગ્રાઉન્ડ કરવામાં ભ્રષ્ટાચાર
બનાસકાંઠામાં 2017માં આવેલા પુરથી તૂટી પડેલી નહેર બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. સમી તાલુકાની ગાજદીનપુરા માઇનોર 2 કેનાલમાં અંડર ગ્રાઉન્ડ પાઈપ લાઈનમાં તૂટેલી પાઈપો નાખવામાં આવી રહી છે. ગયા વર્ષે આવેલાં ભારે પૂરના કારણે પાઈપલાઈન સંપૂર્ણ ધોવાઈ ગઈ હતી. તેથી કેનાલને અન્ડરગ્રાઉન્ડ કરવાનું નક્કી કરાયું હતું. છેલ્લા એક વર્ષથી આ કેનાલનું કામ ચાલુ...
સાયકલ ખરીદી કૌભાંડનો અહેવાલ દબાવી દેવાયો
10 માર્ચ 2018માં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલની ખરીદીમાં કરોડોનું કૌભાંડ જાહેર થયું ત્યારે તેની તપાસ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરવાનો આદેશ આપી તેનો અહેવાલ માંગ્યો હતો. તે અહેવાલ હજુ સુધી જાહેર કર્યો નથી. જેમાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી હતી. સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જ નથી, છતાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તપાસ પૂર...
10 લાખ બેકાર થયા, ભાજપની રૂપાણી સરકારની નિષ્ફળ કાપડ નીતિ
રૂપિયાનું ધોવાણ, નોટબંધી, ઈ-વે બિલ અને GST બાદ ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ઉત્પાદકો અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. સુરત, અમદાવાદ અને બીજા કાપડ ઉત્પાદક મથકો ઈદ અને દિવાળીના સમયે પણ મંદીમાં ધકેલાયેલા રહ્યાં હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલાં 6 લાખ કામદારોએ નોકરી ગુમાવવી પડી છે. આ વ્યવસાય સાથે જોડાયેલાં બીજા વ્હાઈટ કોલર જોબ ધરાવતાં...
કરોડોના સસ્તા અનાજના રેશન કૌભાંડની તપાસ કરો
અમરેલીમાં સસ્તા અનાજ આપવા માટે બોગસ રેશનકાર્ડ બનાવાયા હતા. જેમાં ખાંભા તાલુકાની 38 રેશનીંગની દુકાનમાંથી 5 દુકાનોમાં જ તપાસ થઈ હતી. કરોડો રૂપિયાની ગોલમાલ પકડાયેલી હોય એવી બાકીની 33 દુકાનોમાં તપાસ કરવામાં આવી નથી. જેની તપાસ કરવાની માંગણી માહિતી અધિકાર માટે કામ કરતાં લોકો દ્વારા કરવામાં આવી છે. મહિલાઓનાં નામે ચાલતી દુકાનોનાં બદલે અન્ય લોકો વહીવટ ક...
LRD પહેલા MPHW કૌભાંડ થયું, પુરાવા છતાં સરકારના કોઈ પગલાં નહીં
આરોગ્ય સાથે અડપલાં – ખાસ અહેવાલ 2012થી 2018 સુધી રાજ્યમાં ફીમેલ હેલ્થ વર્કરની 3828 અને મલ્ટિપર્પઝ હેલ્થ વર્કરની 2330 ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવી હતી. આ જગ્યાઓ મોટો ભાગે બોગસ ડીગ્રી સર્ટીફિકેટના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ કરીને ભરી દેવામાં આવ્યા હોવાનું 33 જિલ્લાઓમાં વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે અંગે 8 જિલ્લા પંચાયતમાં તપાસ કરવામાં આવી...
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી
નાનાને સજા, મોટાને મજા – ખાસ અહેવાલ ભાજપ સરકારનું ફરી એક જમીન કૌભાંડ રૂપાણીએ મંજૂર કર્યું છે. રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના 19 ગામના લોકોની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની 10 હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી ...
રૂ.10 હજાર કરોડના ભાજપ સરકારના ભરતી કૌભાંડ
રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. જેમાં 8 લાખ બેકાર યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના નીસલ શાહને પકડીને એક ઉમેદવાર પાસેથી રૂ.10 લાખ લેખે પડાવાયા હતા. તેની પાસેથી રૂ.1.43 કરોડ રોકડા પકડાયા હતા. કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેન...
પ્રદુષણથી માછલીઓના મોત, 400 ગામનું પાણીનું તળાવ પણ પ્રદુષિત
તારાપુરના ગોરાડ ગામેથી પસાર થતો અને ખંભાતના વડગામ દરિયાને જોડતા કાંસમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આશરે એક ટન જેટલી મોટા કદની મૃત માછલીઓનો જોઈને પર્યાવરણપ્રેમીઓએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર રોષ ઠાલવ્યો હતો. તારાપુર વિસ્તારમાં એક મહિનામાં ત્રીજો બનાવ છે. આ પહેલાં કનેવાલ તળાવમાં માછલીઓના મરણ બાબતે તંત્રને જાણ કરવા છતાં કોઈ તપાસ થઇ ન હતી. ગામલોકોના ...
મોતનું તાંડવ છતાં લાયન શો બંધ ન થયા
ખાંભાના પીપળવા બીટમાં રહેતા સિંહ સાથે સર્કસ જેવા ખેલ કરાવીને લાયન શો અધિકારીઓ કરાવી રહ્યાં છે. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહ દર્શન માટે એક વ્યક્તિ દીઠ રૂ.5થી 25 હજાર લઈને તેમને સિંહના નજીકથી દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. વન પ્રધાન ગણપત વસાવા સિંહોના મોત અને સિંહ દર્શન માટે જવાબદાર હોવા છતાં તેઓ પોતાની પકડ અધિકારીઓ પરથી ગુમાવી બેઠા છે જેનો ભોગ સ...
નવસારીના વિજલપોરમાં વિજય કોનો, ભ્રષ્ટાચાર કે સદાચારનો ?
ભાજપમાં હુમશાહી – ખાસ અહેવાલ નવસારીના વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોએ બળવો કરી વિજલપોર વિકાસ મંચ નામથી અલગ રાજકીય જૂથ રચીને ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે 13 મતની સામે 18 મને વિશ્વાસનો મત મોદી જીતી ગયા હતા. 11 સપ્ટેમ્બર 2018ના રોજ વિજલપોરના પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ પાલિકાની કામગીરીથી નારાજ...
હિપોલીન પાવડરથી ભાજપના કપડા પરના કાળા ડાઘ ન ધોવાયા
વ્યાજ ખોર ભાજપ – ખાસ અહેવાલ હિપોલિન કેસમાં ધમકી આપવા અને ખંડણી વસૂલવાના આરોપી ભાજપના પૂર્વ યુવા નેતા રાહુલ સોનીએ તેમની સામેની ફરિયાદ કાઢી નાંખવા માટે વડી અદાલતે ઇન્કાર કરી દીધો છે. ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદ રદ કરવા માટે રાહુલે અદાલતને કહ્યું હતું. જેમાં વડી અદાલત પ્રથમદર્શી રીતે ક્વોશિંગની તરફેણમાં નહોંતી. તેથી રાહુલની અરજી 30 નવેમ્બર 2018ના રોજ ...
અમદાવાદનો સળગતો પર્વત, પિરાણા
અમદાવાદ શહેરને દેશનાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પોતાનાં ઘરે જ સુકો અને ભીનો કચરો અલગ રાખવાની અને કચરો લેવા આવનારને અલગ આપવાની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ કરાશે. અલગ કચરો રખાશે નહીં તો, ઘરનો કચરો ઘરમાં રાખવો પડશે. 3 ડિસેમ્બર પછી જાહેર રોડ ઉપર સુકો-ભીનો કચરો નાખનારા નાગરિક કે વેપારીને દંડ કરવામાં આવશે. અમદાવાદ શહેરના 14.5 લાખ ઘરમાંથી 10 હજાર ઘર કચરો જુ...
ગુજરાતની જેલમાં ફોન પકડાવાની ઘટના બે હજારને પાર થઈ
જેલ બની જલસો કેદીઓ જાણે પડકાર ફેંકતા હોય તેમ જેલમાંથી મોબાઈલ મળવાની ઘટનાઓ બની રહી છે. સુરેન્દ્રનગર જેલમાં મોબાઈફોન અને તેનું કૌભાંડ કીદીઓએ જ અંદર વિડિયો કોલ કરીને જાહેર કર્યું તે ગુજરાતની જેલોની પોલ ખોલનારું અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા માટે શરમ ઊભી કરે એવું પ્રકરણ છે. તેથી તેની તપાસ ગાંધીનગરથી સોંપવામાં આવી છે. સાબરમતી જેલમાં 2012માં 117 ...
બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર
બારદાન ભારે થયા – ખાસ અહેવાલ નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ.50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે. પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જુના બારદાન છે. ભાવનગરમાં આવી જુના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના...

English