ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર જુગાર રમતા પકડાયો, કેટલાં ધારાસભ્યો ગુને...
વાંકાનેરના ભાજપના ગુનાખોર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીનો પુત્ર સમીર જીતેન્દ્ર સોમાણી જુગાર રમતો પકડવા માટે ગાંધીનગરથી સ્ટેટ વિજીલંસને ખાસ મોકલવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર ઘોડી પાસાનો જુગાર રમતા 14 માંથી 9 જુગારીઓ મોડી રાત્રે પકડાયા છે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ છે. રવી નામનો જુગારી ભાગવા જતાં તેને પગે ફ્રેક્ચર થયું હ...
પ્રધાનના ભ્રષ્ટાચાર જસદણની ચૂંટણીને અસર કરશે
જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતના ભાજપના નેતાની અને પ્રધાનના અંગત મદદનીશની લાંચમાં સંડોવણી બહાર આવતા રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. ભાજપને એવો ભય છે કે તેઓ જસદણની ચૂંટણી હારે તેવા સમીકરણ બની રહ્યાં છે. તેથી તુરંત ભ્રષ્ટાચારના આરોપોમાંથી બહાર આવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરી છે. હરી ચૌધરી અને પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશની વધ...
બનાસકાંઠામાં ભાજપના બે ચૌધરીનું યુદ્ધ, પક્ષને ખેદાન મેદાન કર્યો
બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપના સાંસદ હરીભાઈ ચૌધરી અને શંકર ચૌધરી સામ સામે વ્યૂહરચના ગોઠવી રહ્યાં છે. જેના કારણે ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ચિંતિત છે. આ કારણસર તેઓ પાલનપુરમાં થોડો સમય પહેલા લાંબું રોકાણ પણ કરી આવ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી જતાં તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. આવો પ્રચાર તેમને સમર...
પ્રધાનની કચેરીમાં ભ્રષ્ટાચાર પકડાતાં, રૂપાણીએ તાકીદે બેઠક બોલાવી
જાહેર રજાના દિવસે સામાન્ય રીતે ગુજરાતના પ્રધાન મંડળની બેઠક મળતી નથી. આજે ઈદ હોવાના કારણે રજા હોવા છતાં તાબડતોબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સવારે 10 કલાકે 21 નવેમ્બર 2018ના રોજ કેબિનેટ બેઠક બોલાવી છે. ગઈકાલે વિજય રૂપાણીની સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કરનું નામ CBI લાંચ કેસમાં નિકળતાં તુરંત આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામા...
ભાજપના મહામંત્રી સામે કેમ તપાસ થતી નથી ?
મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલાં વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સરકારમાં ફરિયાદ કરવામાં આવી છે. હળવદમાં રહેતાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહેલ સામે ફરિયાદ થઈ છે તે પૂર્વ રાજ્ય પ્રધાન જયંતિ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના હોવાથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વ...
અમરેલીમાં હંગવાના કામમાં કરોડોનો ભ્રષ્ટાચાર
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના જિલ્લા અને દેશના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાના ગામમાં ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને હંગવાના કામમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું ન છોડતાં હોવાનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. હંગલાના કામમાં કઈ રીતે ભ્રષ્ટાચાર થયો છે તેની વિગતો વાંચવાથી રાજનેતાઓ સામે છીં બોલી ઉઠાય એવી બાબતો પ્રકાશમાં આવી ...
ભ્રષ્ટાચારી સામે પગલાં ભરો, નહીંતર હું આત્મહત્યા કરીશ
સરહદ પર ભ્રષ્ટાચાર – દિલીપ પટેલ રાજ્યમાં ચારેબાજુ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજા પાસેથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. જેના વિરોધમાં અનેક સ્થળે ધરણા, દેખાવો, ઉપવાસ અને સળગી મરવાની ચીમકી લોકો આપી રહ્યાં છે. પાકિસ્તાન સરહદ નજીકના જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભાજપના મંત્રી શંકર ચૌધરીના જિલ્લા બનાસકાંઠામાં ભ્...
સરકાર સામે આંગણવાડી કાર્યકરોના ગંભીર આક્ષેપો
આગામી સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે સરકાર સામે એક પછી એક નવા નવા પડકારો ઊભા થઈ રહ્યાં છે. ત્યારે હવે પોતાની પડતર માંગણીઓને લઈ આંગણવાડી કાર્યકરોએ સરકાર સામે બાંયો ચડાવી છે.
ડીસા શહેરના સાંઈબાબા મંદિરમાં એકત્રિત થઈને સરકાર સામે નારેબાજી કરી રહેલી આ મહિલાઓ છે આંગણવાડી કાર્યકર મહિલાઓ. આ મહિલાઓ અત્યારે ઉગ્ર રોષમાં જોવા મળી રહી છે અને તેમના...
સુરેન્દ્રનગરની સબજેલનાં કેદીએ કોની ખોલી પોલ
સુરેન્દ્રનગરની સબ જેલમાંથી એક કેદીએ વીડિયો લાઈવ કરતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા છે. આ કેદીએ જેલના પોલીસ અધિકારીઓની પોલ ખોલી નાંખી હતી. કેદીએ લાઈવ વીડિયો કરીને જેલમાં પોલીસ દ્વારા કેદીઓને પૂરી પાડવામા આવી રહેલી બધી જ સુવિધાઓનો ખુલાસો કરી નાંખ્યો હતો.
આ કેદીએ પોતાનું નામ તો જણાવ્યું નહોતુ. જોકે કેદીએ કેટલાક ચોંકાવનારાઓ ખુલાસાઓ કર્યા હતા. કેદીએ જણા...
પાઠ્યપુસ્તક મંડળ ના છબરડા નો લૂલો બચાવ
ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન ના પુસ્તક માં નવ રચિત જિલ્લાઓ ના નકશા નહિ દર્શાવવાના મામલે રાજ્ય ના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પાઠ્યપુસ્તક મંડળ અને શિક્ષણ વિભાગ ના અધિકારીઓ નો ખુલાસો માંગ્યો છે.
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા છાપવામાં આવતી ટેક્સ બુક માં ક્ષતિઓ અને છબરડાઓ રહેવાના બનાવો છાશવારે બનતા હોય છે. તાજેતરમાં ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ...
સોમનાથ ટ્રસ્ટની કિંમતી જમીન પર ભૂમાફીયાઓનો કબ્જો કરવાનો પ્રયાસ
ગીર સોમનાથ જિલ્લામાં આવેલ બાર જયોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની હજ્જારો વિઘા જમીનો આવેલી છે. જેમાં ભીડીયામાં કોઈ ભૂમાફીયાઓ દ્વારા આ પડતર જમીન પર કબ્જો કરવાના ઈરાદા સાથે ચૂનાથી પ્લોટો પણ પાડવામાં આવ્યા હતા. જેની જાણ સોમનાથ ટ્રસ્ટને થતાં તાત્કાલિક ધોરણે સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ આ જગ્યા પર દોડી આવ્યા હતા અને આ કબ્જો કરનાર શખ્સો...
મોદીનું સંસ્કાર ધામ અંબાણીને વેચી માર્યુ
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ હાલમાંજ યોજાઈ ગયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા "ભાજપે સંસ્કાર પણ રીલાયન્સ ને વેચી માર્યા" એવું નિવેદન કરી નરેન્દ્રભાઈ ની વેપારી માનસિકતા કઈ હદે જઈ શકે તે તરફ અંગુલીનિર્દેશ કર્યો. સંઘના ત્રુષીતુલ્ય ગણાતા પ્રચારક સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર ની યાદમાં બનેલ લક્ષ્મણ જ્ઞાનપીઠ ટ્રસ્ટ નું ગોધાવી ખાતે આવેલ એકરોમા ફેલાય...
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલની બળાત્કારના ગુનામાં ધરપકડ અને તુરંત છૂટકાર...
બળાત્કાર કેસના આરોપી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ઉત્તર દ્વારકા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે છબીલ પટેલને બોલવામાં આવ્યા હતા. જયારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેને જામીન મળી ચૂક્યા છે. જો કે, પોલીસે જણાવ્યાનુ...
ભાજપની 10 સરકારે શાળાના દફતરના વજન ઓછા કરવા કંઈ ન કર્યું, કેન્દ્રનો આદ...
ગજરાતમાં ભાજપની 10 સરકારો આવી છે. તેમણે શાળાના બાળકો માટે કંઈ ન કર્યું. કેશુભાઈ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીની આ સરકારોના શિક્ષણ મંત્રી આંનીદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણાએ કંઈ ન કર્યું તે હવે મોદીની કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાને કર્યું છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બાળકો માટે કંઈ કર્યું ન હતું. સ્કૂલોમાં ...
નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 18 વર્ષમાં 43 ટકાથી વધી 87 ટકા થયું...
ભરૂચ જિલ્લાના નર્મદા નદી કાંઠાનાગ્રામ્ય વિસ્તારમાં દરિયાના ખારા પાણી ખંભાતના અખાતથી 40 કિલોમીટર ઘસી જતાં નર્મદાનો કિનારો સોલ્ટપામમાં ફેરવાઈ ગયું છે. નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. ઓછામાં ઓછી 10,000 હેક્ટર જમીન ખારી બની ગઈ છે. ખારા પાણીથી પ્રભાવિત નર્મદા કાંઠાના 18 ગામોની ગ્રામસભામાં...

English