બુલેટ ટ્રેન માટે 900 કરોડના બદલે 200 કરોડનું જ વળતર કેમ ?
ગુજરાતમાં બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે તેના માટે ખેતીની જમીનનું ખેડૂતો માંગી રહ્યાં છે એવું રૂ.900 કરોડનું વળતર આપવું ન પડે તે માટે ગુજરાત સરકાર તેમાં કાપ મુકીને માત્ર રૂ.200 કરોડ આપવાની ગણતરી કરવામાં આવી રહી છે. તેથી ગુજરાત સરકાર અને ખેડૂતો વચ્ચે જમીનની લડાઈ ચાલી રહી છે. જો ટ્રેન માટે રૂ.1.20 લાખ કરોડ ખર્ચવામાં આવતાં હોય તો જેમની જમીન જઈ રહી છે તેમન...
અમદાવાદને પાણી પૂરું પાડતી નહેરમાં ભ્રષ્ટાટારના ગાબડા
ખેડા જિલ્લામાંથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સુધી પાણી પહોચાડતી શેઢી નહેરનું રૂ.175 કરોડના ખર્ચે સમારકામ પરું થયું તેની સાથે જ રીનોવેશન કરવામાં આવ્યું હતું. કેનાલ સમારકામ થયાના 6 મહિનામાં નહેર તૂટી રહી છે અને પોપડા ઉખડવાની શરૂઆત થઇ ગઇ છે. આથી કેનાલની કામગીરીની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ થઇ રહ્યા છે. ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ પણ થઈ છે. વડાપ્રધાન નરેન...
ગુજરાત હાઉસિંગ બોર્ડના અમદાવાદના 1568 ફ્લેટ્સમાં રહેતાં લોકો માટે નબળુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ઘર વિહોણાં લોકો માટે ઘરની યોજના બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેનાં ભાગરૂપે જે તે સમયે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સરકારી જમીન ઉપર રાજ્ય સરકારનાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મોટા પાયે મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું. આ મકાનો બનાવવા પાછળ કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં ...
અમરેલીમાં 5000 કરોડપતિ બન્યા ગરીબ, સસ્તું અનાજ પણ લીધું
અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રેસના વડેર બેઠકના સભ્ય ભત હપાણી લાખોપતિ હોવા છતાં ગરીબો માટેનું અનાજ લેવાનું કાર્ડ – બીપીએલ – ધરાવે છે. તેઓ નિયમિત રીતે દર મહિને સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદી જાય છે. અમરેલી કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સભ્યોને પોતાના નામે બીપીએલ કાર્ડ મળવીને સસ્તા અનાજની દુકાને થી 12 કિલો અનાજ, દોઢ કિલો ખ...
ગાંધીનગર ભાજપનો ટોયલેટ ભ્રષ્ટાચાર ટેપમાં બહાર આવ્યો
ગાંધીનગર શહેરમાં ભારતીય જનતા પક્ષ માટે દશા માઠી બેઠી હોય એવા વારંવાર અનેક પ્રકારના અણબનાવો છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોર્પોરેશનમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષાંતર કરાવીને નીતિ નિયમો બાજુ પર મૂકી દીધા પછી ઘણી બધી આફતો શરૂ થઈ છે. હવે એના જ પક્ષના મહિલા કાઉન્સિલના પતિ દ્વારા એક વાતચીતની ઓડિયો ક્લીપ જા...
સૌરાષ્ટ્રમાં 30 હજાર બાળકોને પોષણક્ષમ ખાવાનું મળતું નથી
રાજ્ય સરકાર જીવન વીમો આપી શકે છે, પરંતુ ખાવાનું આપી શકતી નથી. સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં 30,000 બાળકો એવા છે કે જેને સાંજ પડે પૂરતું ખાવાનું મળતુ નથી. તેથી તેઓ કૂપોષણથી પીડાઈ રહ્યા છે. આજે સરકાર દર મહિને આંગણવાડીઓમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં ત્રીસ હજાર બાળકો એવા છે કે જેમને ખાવાનું ન મળતા તેઓ કુપોષિત થઇ ને પોતાનું શરીર બરબાદ કરી રહ્યા છ...
મોડાસામાં કોંગ્રેસના સભ્યોએ પોતાના પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા
મોડાસા તાલુકા પંચાયતમાં શાસક પક્ષ કોંગ્રેસમા છેલ્લા ઘણા સમયથી જૂથબંધી અને ટાંટિયાખેંચ ચાલી રહી છે. જે હવે રાજકીય સપાટી પર ઉભરીને બહાર આવી છે. કોંગ્રેસનું શાસન છે જેમાં સામાન્ય સભા મળી હતી. એમાં કોંગ્રેસના આઠ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જે જૂથબંધીનું વરવું પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. સભ્યો હવે કોંગ્રેસની સામે બાંયો ચડાવી રહ્યા છે. બળવો કરવાની તૈયા...
ભ્રષ્ટાચાર કરનાર ધારાસભ્ય અને સંસદસભ્યના નાણાં પગારમાંથી વસૂલ કરો
માહિતી અધિકાર માટે કામ કરતાં નાથાલાલ સુખડીયાએ રાજયપાલ અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવેલું છે કે, એક વર્ષથી અમરેલી શહેરની દોઢ લાખથી વધુ વસ્તી રોડ-રસ્તાના કામે થયેલ ભ્રષ્ટાચારના તપાસ કામે રજુઆતો- રૂબરૂ-ઈમેઈલ વિગેરેથી કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તદઉપરાંત સરકારની અમરેલી શહેરીજનો માટે 2 વર્ષમાં 34 કરોડ જેવી રસ્તા-રસ્તાના કામે રકમ આવેલ...
ગુજરાતના જમીન રી-સરવે માં ભૂલો કરનાર ચાર કંપનીઓ સામે પગલાં
સમગ્ર ગુજરાત રાજ્યની જમીન માપણી કરનારી ચાર કંપનીઓએ પારાવાર ભૂલો કરી હોવાથી તેમને સજા કરવાની જાહેરાત મહેસૂલ વિભાગે કરી દીધી છે. ખેતીની જમીનમાં ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. તેઓ પરેશાન છે અને સરકારને પરેશાન કરી રહ્યાં છે. હવે એવી પરિસ્થિતિ ઊભી થઇ છે કે સમગ્ર સરવે રદ કરવો પડે તેમ છે. તેથી સરકારે નક્કી કર્યું છે, ચાર કંપનીઓ સામે પગલા ભરવામાં આવશે....
નર્મદા નહેરમાં ફરી ગાબડું, ભ્રષ્ટાચાર દેખાયૈ
બનાસકાંઠાનાં સૂઈ ગામનાં મોરવાડા-2 માઈનોર કેનાલમાં ગાબડું પડતાં આસપાસનાં વિસ્તારોનાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં છે. કેનાલનાં પાણી ખેતરોમાં ઘૂસી જતાં ઊભા મોલને પણ નુકસાન થયું છે તેનાં કારણે જગતનાં તાતમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે ત્યારે આ કેનાલો બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત થઈ...
સોલાર સિટી ગાંધીનગર ન બન્યું, દીવ બે વર્ષમાં જ બની ગયું
ગાંધીનગરને સોલાર શહેર બનાવવા માટે ભાજપના સત્તાધીશો છેલ્લાં 10 વર્ષથી આયોજન કરી રહ્યાં છે. પણ ગુજરાતના દરિયા કિનારા પર આવેલા દીવ સંપૂર્ણ રીતે સોલાર આધારિત ઇલેક્ટ્રીસિટી ધરાવતો દેશનો પ્રથમ જિલ્લો બની ગયો છે. પ્રવાસન વ્યવસાય આધારિત આ શહેરમાં દિવસે ગુજરાતની વીજળીની જરૂર રહેતી નથી. દીવના મલાલા સ્થિત 50 એકરમાં સૂર્ય ઊર્જા પેનલ લગાડવામાં આવતા દિવસ દરમિયા...
મુખ્યમંત્રી અમૃતમ યોજના પ્રજા માટે ઝેર સાબિત થઈ
ગરીબ દર્દી માટેની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના ઝેર સાબિત થઈ છે. આ યોજનામાં આરોગ્ય મંથનમાં ભ્રષ્ટાચારના ઝેર સિવાય કંઈ જ નિકળતું નથી. ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોમાંથી માંડ 55 ટકાએ તેમાં 5 વર્ષમાં નોંધણી કરાવી છે. ગુજરાતના 33 જિલ્લામાંથી 10 જિલ્લા જ સારવાર માટે નક્કી કરાયા છે. તેથી રાજ્યના દૂરના વિસ્તારોમાંથી અમદાવાદ સારવાર લેવા માટે આવવું પડે છે. ગુ...
આફ્રિકન દેશની જેમ ગુજરાતના ગરીબ બાળકોને ખાવાનું મળતું નથી
ગુજરાતના 6 વર્ષ સુધીના 7 ટકા બાળકો એવા છે કે જેને પૂરતું ખાવાનું પણ મળતું નથી તેથી તે કુપોષણથી અસહ્ય પીડા ભોગવી રહ્યાં છે અને શરિરનો વિકાસ રૂંધી રહ્યાં છે. તેમાંએ પૂર્વ ગુજરાતની આદિવાસી પટ્ટી પર બાળકોની હાલત આફ્રિકા અને નાઈઝીરીયાના બાળકો જેવી અત્યંત ખરાબ છે. જેમને પૂરતું ખાવાનું પણ મળતું નથી. છતાં રૂપાણી સરકાર પ્રજાના પૈસે કરોડો રૂપિયા ઉત્સવો અને વ...
તમારા નામે ગુજરાત સરકારે રૂ.33,500ની લોન લીધી છે તેની તમને ખબર છે ?
33500 દરેક વ્યક્તિના માથે દેવું ચઢી ગયું છે. ભલે તમે દેવાદાર ન હો પણ રૂપાણી સરકાર તમારા નામે દર વર્ષે રૂ.19,000 કરોડ વ્યાજે નાણાં લે છે અને ગુજરાતના રસ્તા બનાવવા માટે વાપરે છે. રૂ.3000 દેવું દર વર્ષે તમારા નામે કરે છે. આમ ગુજરાતને દેવાદાર રાજ્ય બનાવવા તરફ ધકેલવામાં આવી રહ્યું છે. સરકાર વિકાસ કરી રહી હોવાનો પ્રચાર કરે છે. પણ ગુજરાત તો દેવાદાર બની...
અમદાવાદના 77 તબિબોને બદલી કાઢ્યા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એકાએક 77 તબિબોની બદલી સરકારે પોતાની ખામી ઢાંકવા માટે અને ગેરરિતિ કરવા માટે અમદાવાદ બહારની મેડિકલ કોલેજમાં કરી છે. સમગ્ર ગુજરાતમાં 161 તબિબોની બદલી કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જામનગર, સુરત, ભાવનગર, હિંમતનગર, જૂનાગઢ જેવા સ્થળોએ બદલી એટલા માટે કરી છે કે જ્યાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાન...

English