મોદીના સમયે કરોડો રૂપિયા લોકો સુધી પહોંચ્યા ન હતા, મકાન બનાવવાના એ નાણ...
વડાપ્રધાન મોદીએ લોકોને મદાન આપતી વખતે વલસા઼માં કહ્યું હતું કે સરકાર જે યોજના બનાવે છે તેના 100 રૂપિયામાંથી 100 લોકો સુધી પહોંચે છે. પણ ગુજરાતના લોકો તેની સાથે સહમત થતાં નથી. અમદાવાદ નારણપુરામાં બનેલાં હાઉસીંગ બોર્ડના મકાનો અને રાજકોટ તથા સુરતમાં બનેલાં મકાનોમાં ભાજપના મળતીયાઓએ રૂ.200 કરોડનું કૌભાંડ કર્યું છે. આ નાણાં પ્રજા માટે વપરાવા જોઈતા હતા પણ ...
રાજકોટના નવા હવાઈ મથક પાસે કરોડોનું જમીન કૌભાંડ
રાજકોટ પાસેના બામણબોર ખાતે નવું હવાઈ મથક બનાવવા માટે અનિલ અંબાણીની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જ્યાં હવાઈ મથક બની રહ્યું છે તેની બરાબર બાજુમાં હોટેલ બની શકે એવી ચાંદીની પાટની કિંમત જેવી રૂ.200 કરોડની 520 એકર સરકારી જમીન માત્ર રૂ.11 કરોડમાં રાજકીય મળતીઆઓને આપી દેવામાં આવી છે. આમ પ્રજાનો રૂપિયો 100 ટકા ભ્રષ્ટાચારમાં જઈ રહ્યો છે. બામણબોર જીઆઈડ...
ભાજપ સરકારના ભરતી કૌભાંડ અંગે તપાસ કેમ નહીં
29 જુલાઈ 2018ના રોજ યોજાયેલ 1.47 લાખ માધ્યમિક શિક્ષકોના પરીક્ષાર્થીઓની ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર તપાસ કરવા કે પોલીસ કેસ કરવા ગંભીર નથી. માધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષા 29 જુવાઈ 2018ના રોજ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર યોજાઈ હતી. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર સમય પહેલા એટલે કે, વહેલી સવારથી જ સોશ્યલ મીડિયાના મા...
મેટ્રો ટ્રેનનો કેવો છે ભૂગર્ભનો ભ્રષ્ટાચાર?
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો જૂના શહેરનો માર્ગ ભૂગર્ભમાં થઈને પસાર થાય છે. થોડા દિવસ પહેલા ટ્રેનના ભૂગોળ ટનલ વરસાદના કારણે બેસી ગઈ હતી અને 20 કુટુંબોને તાબડતોબ ઘર ખાલી કરાવી અન્ય સ્થળે મોકલી આપવામાં આવ્યા હતાં. તેમાં કેવું કામ થાય છે તે જોવા અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સૂચના આપી છે પણ મેટ્રો ટ્રેનના કામમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવ...
4000 કરોડના મગફળી કૌભાંડને છાવરવા સરકાર પ્રયાસ કરી રહી છે : પરેશ ધાનાણ...
મગફળીકાંડની તપાસ માટે રચવામાં આવેલા નિવૃત જજ એચ. કે. રાઠોડ તપાસ પંચને લઈને વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વીકારી રાજ્યના કૃષિ મુખ્યમંત્રી રણછોડ ફળદુએ રાજીનામું આપવું જોઈએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચના કરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હ...
બિલ્ડરો અને નેતાઓના ગેરકાયદે બાંધકામ તુટતા નથી
અમદાવાદના લોકો જે ઈચ્છતાં હતા તે આખરે થયું છે. દબાણો કરનારા રાજકીય નેતાઓ છે અને તેમના દબાણો દૂર કરાતાં નથી એવી લાગણી અમદાવાદમાં જોવા મળતી હતી. તેમ જ આખરે થયું છે. ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દૂર કરવા માટે પોલીસ અને અમપા દ્વારા શહેરમાં બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે તેમાં અસારવા વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્યની ઓફિસ તથા અમપાના વિપક્ષના ...
ઉંચા વ્યાજની લાલચે 500 કરોડની ઠગાઈ, પોલીસ નિષ્ફળ
સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાત ભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લુંટી રહી હતી.આ તમામ બાબતો ગુજરાત સરકાર...
ભાજપના બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ
જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે. જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરી...
ગુજરાતમા નકલી નવી નોટો કોણ છાપી રહ્યું છે, દેશમાં સૌથી વધું નકલી નોટ ગ...
ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટ પકડાઈ છે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાંક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેમની કચેરીમાં જુની નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલાંક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નવી નોટોનો સોદો કરી આવ્યા હતા. ગુજરાતમાં કમીશનથી નોટ બદલી આપવામાં આવતી હતી. મહેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 10,000 કરોડની નોટો પક...
શિક્ષક પરીક્ષા પેપર લીકમાં ખેડાના શિક્ષણ માફિયાની સંડોવળી
ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે યોગ્યતા કસોટી લેવાઈ હતી. જેમાં અરવલ્લીના શિક્ષક અને અન્ય બે વ્યકિતઓ સાથે મળી અને આ કૌભાંડમાં ખેડા જિલ્લા શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ માફિયાઓ પણ સંડોવાયા હોવાની વિગતો બહાર આ...
મગફળી કૌભાંડમાં હાઇકોર્ટના નિવૃત જજનું તપાસપંચ નિયુક્તક કરાયું
ગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત સરકારે કરી છે. ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટર...
52 દારૂની દુકાન પણ દરોડા 12 પર જ કેમ પડ્યા ?
ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તે તમામ પર દરોડો પાડી શકાય તેમ હોવા છતાં માત્ર 12 દુકિનો - લીકર શોપ - પર GSTના દરોડા પાડીને રહસ્યા ઊભું કર્યું છે. બીજી દારૂની દુકાનો પર જો દરોડો પાડવામાં આવ્યો હોત તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત એવું વેચાણ વેરાના નિવૃત્ત અધિકારીઓ માની રહ્યાં છે. ગુજરાતમાં દારુ વેચતી કાયદેસર 12 દુકા...
મોદી સરકારમાં ખેડૂતોને રૂ.10 હજાર કરોડની ખોટ મગફળીમાં ગઈ, રૂપાણી સરકાર...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...
ખેડૂતોની જમીન બુલેટ ટ્રેનના નામે કરી દેવાનું શરૂં
ગુજરાતના જે ગામડાંમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે તે ગામડાંના ખેડૂતોની જમીન માલિકીમાં જમીન સંપાદન થઈ ગઈ છે તેવી ખેડૂત હક્ક પત્રક નંબર 6માં અનેક સ્થળે નોંધ દાખલ કરી દેવામાં આવતાં હવે ખેડૂતો માલિક મટી ગયા છે. આ અંગે ખેડૂતોને કોઈ લેખિત જાણ પણ ગુજરાત સરકારે આજ સુધી કરી નથી. તેથી ખેડૂતો પર સરકાર કેવા જુલમ કરી રહી છે તે અંગે ખ્યાલ આવે છે. નવસારી જિલ્લાન...
કોંગ્રેસ દ્વારા ભાજપના મગફળી કૌભાંડ સામે 27 જિલ્લામાં ધરણા
કોંગ્રેસ દ્વારા 13 ઓગસ્ટ 2018ના રોજ અનેક સ્થળે ધરણા કરવામાં આવ્યા હતા. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ પર આકરાં પ...

English