ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે. ...
જેટલાં ધાર્મિક સ્થાનો તેનાથી 3 ગણા ભિખારી, બિનસંવેદનશીલ સરકાર
(દિલીપ પટેલ) ગુજરાત સરકાર દ્વારા ભિખ માંગવા પર 1959થી પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં કોઈ પણ સ્થાને ભિખ માંગી શકાતી નથી. તેમ છતાં સરકારે એક નવા આદેશ પ્રમાણે રાજ્યના યાત્રાધામની બહાર ભિક્ષુક ભિખ નહીં માંગી શકે. ડાકોર, પાલિતાણા, શામળાજી, જૂનાગઢ, સિધ્ધપુર, પાવાગઢ, બહુચરાજી મંદિર સહિતના યાત્રાધામમાં હવેથી ભિખ નહીં માંગી શકે. ગુજરાતમાં ભિખારીઓ વધી રહ્...
બળાત્કારી બાબા નિત્યાનંદ માટે બ્લુ કોર્નર નોટિસ
બાબા નિત્યાનંદને વિશ્વમાંથી શોધી કાઢવા ઇન્ટરપોલે બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી. કર્ણાટકમાં બળાત્કાર અને કિડનેપિંગના કેસ દાખલ કરાયા છે જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લઇને કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં તેના પર આક્ષેપ છે કે, તે બાળકોનું અપહરણ કરી પોતાના અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવી લેતો હતો અને અનુયાયીઓથી નાણાં એકત્રિત કરવાના કામમાં લગાવી દેતો તો. પ...
બોંબ માની ડોગ સ્કવોડ બોલાવી, ગીફ્ટમાં નિકળ્યો મોંઘો દારુ
કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ ડબ્બાંઓનું ચેકીંગ કરી રહી ત્યારે કોચ નં.સી-૪માં પેન્ટ્રી કારનો કેટલોક સામાન પડ્યો હતો. ગીફ્ટ પેક કરેલાં કેટલાંક ખોખાં પડેલાં હતા. શંકા જતાં પોલીસને એમ કે પેકેટોમાં વિસ્ફોટકો હોઈ શકે છે. રેલવે પોલીસે તાત્કાલિક ડોગ સ્કવોડને બોલાવી હતી. પેકેટો ખોલવામાં આવતાં બોંબના બદલે વિદેશી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. કા...
અમપાની મિલકતો પચાવી પાડવાની વધતી ઘટના
ચોંકાવનારી બાબત એ છે કે કોર્પોરેશન પાસે ફંડની કોઈ અછત નથી તેમ છતાં આસિસ્ટન્ટ કમિશ્નરે (એસ્ટેટ-મધ્યસ્થ) બિલ્ડરને પ્લોટ ફરતે દિવાલ કરવા જણાવ્યુ હતુ. તેથી બિલ્ડરની મહેરબાનીનો બદલો આપવા તેને પુરો પ્લોટ જ આપી દેવામાં આવ્યો હોવાના ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ ખાનગી બિલ્ડરો પાસેથી ડેવલપ કરાવવાની કોઈ નીતિ અમલમાં નથી તેમ છતા...
કોણ છે ગીતા ગોપીનાથન ? મોદીની આર્થિક નિષ્ફળતા અંગે જે કહ્યું તે સાચું ...
મોદીની ખરાબ આર્થિક નીતિઓનો ભારતની પ્રજા ભોગ બની ચૂકી છે. નોટબંધી પછી ભારતમાં શું થવાનું છે તે અંગે વિશ્વના જાણિતા અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જે કંઈ કહ્યું હતું તે સાચુ પડ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે બરબાદ કરી મૂક્યો છે તે અંગે તેમણે જે કંઈ કહ્યું તે સાચું ઠર્યું છે. વિશ્વ બેંકે 23 જાન્યુઆરી 2020ના દિવસે ભારતને વિકાસ શીલ દેશમાંથી ...
ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી
(દિલીપ પટેલ) ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણ...
34 હજાર વિદ્યાર્થીઓ અમદાવાદના શાળામાંથી ગુમ કેમ થઈ ગયા
અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની આશાલમાંથી છેલ્લા છ વર્ષમાં 33,924 વિદ્યાર્થીઓ ખોવાઈ ગયા છે, પરંતુ, બીજી તરફ, ખાનગી શાળાઓના 2014-15થી 31,165 વિદ્યાર્થીઓ પણ છેલ્લા પાંચ વર્ષમાં એએમસી સંચાલિત શાળાઓમાં ભણતા થયા છે. એએમસીએ 2015 માં સ્માર્ટ લર્નિંગ શરૂ કર્યું હતું અને ધીમે ધીમે અભ્યાસ વિષય તરીકે તમામ વિષયોના 1000...
અનામતના મુદ્દે રૂપાણી અને નિતીન પટેલ વચ્ચે વિખવાદ
મુખ્યમંત્રીએ ધારાસભ્યો, સાંસદોને શાંત કરવા જણાવ્યું હતું ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઊભી કરેલી મુશ્કેલ પરિસ્થિતિને સંભાળી લેવી પડી હતી. ધારાસભ્યો અને સાંસદો અનામતના પ્રશ્ને પત્રો લખીને જાહેર કરી રહ્યાં છે તે બંધ કરવા માટે નિતીન પટેલે કહ્યું હતું. તેનાથી એક વર્ગની લાગણીઓ દુભાઈ હત...
નોટબંધી બાદ હવે વેપારીઓની પરેશાનીનો દૌર શરૂ, 50 કરોડની નોટિસ
૮ નવેમ્બર,૧૬ ના રોજ નોટબંધી સમયે રોકડ રકમ જમા કરાવવા બદલ નોટીસો પાઠવવાનું શરૂ કરાયું છે. વડોદરાના અલકાપુરી સ્થિત દામોદરદાસ જવેલર્સના માલિકને રૂ. ૩૫ કરોડની ડિમાન્ડ નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે એક બિલ્ડૅરને ૨૧ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. બેંકની વિગતો માંગી હતી. જાણીતા જ્વેલર, સોના-ચાંદીના વેપાર સિવાય કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે પણ સંકળા...
વિદેશીએ ડોક્ટર યુવતિને ગર્ભવતી બનાવી ફરાર થતાં તેના માતા-પિતા પકડાયા
અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષ પહેલાં શહેરનાં એક જાણીતાં ડોક્ટરની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા બાદ ગર્ભવતી બનાવી યુવક અમેરિકા ભાગી ગયો હતો. આ ઘટનાક્રમ બાદ યુવતીએ યુવક, માતા-પિતા સહિત ત્રણ વ્યક્તિઓ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. લુકઆઉટ નોટીસ આપવામાં આવી હતી. યુવકનાં પિતા નિપુણ દેસાઈ અને માતા શિલ્પા દેસાઈ સ્ટે લાવીને ભારત પરત ફર્યા હતા. એરપોર્ટ ઉ...
સુરત કાપડ બજારના 14માંથી 11 માળ બળીને ખાક
સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે સવારે ૩ વાગ્યે લાગેલી આગ રાત્રે સાડા બાર વાગ્યે 30 કલાક પછી કાબૂ મેળવાયો હતો. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સિન્થેટીક કાપડના કારણે આગ બુઝાવવી મુશ્કેલ બની હતી. આગના પગલે ઈમારતનો કાટમા...
ગોધરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે છેતરપિંડીની ફરિયાદ
અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020
ગોધરાના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ વિરુદ્ધ જમીનના ગેરકાયદે વેચાણમાં સંડોવણી હોવાના મામલે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાંતીભાઇ પંડિત નામના 80 વર્ષિય વકીલે ભટ્ટા, પાલડીના રૂપલ હરિહર અને થલતેજના સન્ની પટેલ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પંડિત, જે મંજુશ્રી (વાસણા) માલિકો એસોસિએશનન...
હેકરનો દાવો: રિલાયન્સ કમ્યુનિકેશન ઇવીએમ હેકિંગમાં ભાજપને મદદ કરે છે
ઇવીએમ હેકિંગમાં ભાજપને રિલાયન્સ કમ્યુનિકેશનની મદદ મળે છે તેવા સનસનાટીભર્યા આક્ષેપો. કરવામાં આવ્યા છે. લંડનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના હેકિંગના ડિમોનેટાઇઝેશન દરમિયાન, અમેરિકન હેકર સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે ભારતની ચૂંટણીમાં ઇવીએમ હેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે એક સનસનાટીભર્યા આરોપ લગાવ્યો હતો કે ઈવીએમ હેકિંગમાં ભાજપને રિલાયન્સ કમ...
BOIનું રૂ.3500 કરોડનું ફ્રોસ્ટ ઇન્ટરનેશનલનું લોન કૌભાંડ
નીરવ મોદી પછી બીજું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. 14 બેન્કોનું 3500 કરોડથી વધુનું નુકસાન, સીબીઆઈએ કાર્યવાહી કરી છે. સીબીઆઈએ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે ફ્રોસ્ટ ઇન્ટરનેશનલ સામે એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈએ 13 સ્થળોએ કંપનીના વર્તમાન અને ભૂતપૂર્વ ડિરેક્ટર સાથે સંકળાયેલી સંપત્તિ પર દરોડા પાડ્યા હતા. કંપની અને તેના ડિરેક્ટર 14 બેન્કોના જૂથ સાથે 3,592...

English