ગુજરાતના ખેતરોમાં નુકસાન કરતાં 11 લાખ ભૂંડને મારી નાંખો
ગુજરાતમાં 11 લાખથી વધુ ભૂંડ ખેતીને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યાં છે. હવે ભૂંડ દ્વારા ખેડૂતો પર હુમલા થઈ રહ્યાં છે. જેમાં મોત પણ થાય છે. કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું હતું. ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભી...
ગેસ ગિઝર બાથરૂમ કિલર બને છે, ક્યાં ઘટના બની ?
શિયાળો આવતાં જ ગેસનો વપરાશ વધી જાય છે. તેમાં હમણાંથી ગુજરાતના દર 20 ઘરમાંથી એક ઘરમાં ગેસ ગિઝર વાપરે છે. ગેસ ગિઝર સાયલંટ કિલર સાબિત થઈ રહ્યું છે. બાથરૂમમાં રાખેલા ગેસમાંથી ઝેરી વાયુ નિકળતાં હોવાથી અનેક લોકો બેભાન થઈ રહ્યાં હોવાના કિસ્સા ગુજરાતમાં બહાર આવી રહ્યાં છે. તેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ ચેતવણી આપે છે કે ગંધ અને રંગ વગરના આ ઝેરી ગેસથી સાવચેત ...
પતંગ દોરી જ નહીં પણ આના પર પ્રતિબંધ મૂકે તો રોજ 300 લોકો બચી જાય
ગુજરાતમાં પતંગ ઉત્સવ દરમિયાન 18થી 20 લોકો અને સેંકડો પંખીઓ મરે છે. તેના માટે પોલીસ કમિશ્નર અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દર વર્ષે પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ હોવો જ જોઈએ એવું મોટાભાગના લોકો માને છે. પણ તેની સામે જ્યાં પ્રતિબંધ મૂકવાની જરૂર છે ત્યાં સરકાર પોતાની જવાબદારી નિભાવતી નથી. વાહન અકસ્માત, ટીબી, કેન્સર, અન્ય અકસ્માતો જો અટકાવવામાં આવે તો રો...
એક હજાર ગણો વધું અવાજ કરતાં મોંઘા વાહનો જપ્ત
નિયત માત્રા કરતાં વધું અવાજ કરતાં અને પૂર ઝડપે જતાં વાહનો અટકાવીને તેના માલિકો પાસેથી જપ્ત કરેલા છે. લોકોને પજવવા માટે તેઓ સાયલંસરથી વધું અવાજ કરતાં હતા. ચાલકોની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં ઘણાં પાસે લાઈસન્સ કે માન્ય વાહન નોંધણી નંબર પણ ન હતા. PSI એમ.બી. વિરજાની આગેવાની હેઠળની વિજિલન્સ ટીમે આ કામ કર્યું છે. મેગાસિટી અમદાવાદના માર્ગો ઉપર ...
પાટણ યુનિવર્સિટીના કુલપતિએ દારુની શાયરી કહી, વિરોધ
પાટણ સ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ અગાઉના વર્ષોએ દારૂના મહિમામંડન કરતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી. જેને ફરીથી 31 ડીસેમ્બરે શેર કરી હોવાનું જાણી ધારાસભ્ય અને સ્થાનિક શિક્ષણ કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કુલપતિની માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કરી તાત્કાલિક ધોરણે તમામ સરકારી પદ ઉપરથી દૂર કરવા માંગ કરી છે. કુલપતિની ગરિમા જોતા ઇન્ચાર્જ ...
દેશભક્તિ ? સત્તા ન આવી તો ગણતંત્રની પરેડથી મોદીએ હાંકી કાઢ્યા
આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝલક જોવા નહી મળે. એક્સપર્ટ કમિટીએ આ વર્ષે જે 16 રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝલકની મંજૂરી આપી છે તેમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનું નામ સામેલ નથી. પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝલક પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહી મળે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેંદ્ર આવ્હાડે દા...
મંજુલા પૂજા શ્રોફ અને કુખ્યાત લંપટ એવા નિત્યાનંદ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો
અમદાવાદના હીરાપુરા વિસ્તાર ની ડીપીએસ ઈસ્ટ સ્કુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધાઓ આચરવામાં આવતા હોવાના વિવાદમાં ભીનું સંકેલાઈ ગયુ હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ડીપીએસ-ઇસ્ટ અને કેલોરેક્સ ફાઉન્ડેશનના માંધાતા મંજુલા પૂજા શ્રોફ અને કુખ્યાત લંપટ એવા નિત્યાનંદ વચ્ચે ‘ઘનિષ્ઠ’ સંબંધો હોય એના સ્પષ્ટ સંકેતો આપતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વ...
આયુષ્યમાન કૌભાંડ 6 – અમદાવાદની 70 હોસ્પિટલની તપાસમાં શું થયું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આયુષ્યમાન કાર્ડ કૌભાંડ બહાર આવતાં અગાઉ સમગ્ર રાજ્યની હોસ્પિટલોની તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં 70 હોસ્પિટલોની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવારનો લાભ મળી રહ્યો છે. શહેરમાં આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીને મળતી મફત તબીબી સારવાર આપતી હોસ્પિટલોમાં ગઈ...
આયુષ્યમાન કૌભાંડ 5 – સુરતની કિરણ હોસ્પિટલની સેવા રદ
સપ્ટેમ્બર 2019માં સુરત ની પ્રખ્યાત કિરણ હોસ્પિટલ ને "માં" કાર્ડ અને આયષ્યમાન પ્રધાનમંત્રી યોજનાના લાભની સેવાઓ રદ કરાઈ હતી. રાજ્ય સરકારની આરોગ્ય યોજના હેઠળ જે દર્દી ઓ કિરણ હોસ્પિટલમાં દાખલ થતાં હતાં તેમની પાસેથી પણ ચાર્જ વસુલાત કરવામાં આવતી હતી અંને કેન્દ્ર અને રાજય સરકાર પાસે પણ દર્દીઓના ક્લેમ પાસ કરાવીને રૂપિયા મેળવી લેવાતા હતા. આ અંગે રાજ્યના...
આયુષ્યમાન કૌભાંડ 3 – ભરુચના ડોક્ટર રંગે હાથ રાજકોટથી પકડાયા
27 નવેમ્બર 2019માં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં વણિક સમાજ માટે આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પમાં રૂ.30ને બદલે રૂ.700 લેવામાં આવ્યા હતા. પોલીસે આઠ શખ્સ સામે ગુનો નોંધી છની ધરપકડ કરી હતી. જેમાં ભરૂચના ડોક્ટર અને એક મહિલાની સંડોવણી ખૂલી હતી. ભરૂચમાં દરોડા પાડ્યા હતા. ભરૂચ અર્બન હેલ્થ સેન્ટરના ડો.કેશવકુમારને આઇડી ફાળવવામાં આવ્યો હતો, પરંતુ ડો.કેશવ...
એક જ વ્યક્તિ પાસે થરાદમાં 60 નકલી આયુષ્યમાન કાર્ડ
લાખણી ખાતે ઓનલાઈનનુ પ્રાઇવેટ કામ કરતો એક ઇસમ થરાદની હોસ્પિટલમાં નોકરી કરતા ઇસમ સાથે મળી આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી મોદી જન આરોગ્ય યોજનાનો ખોટો લાભ લેવા માટે સરકારની વેબસાઈટમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ હોસ્પિટલના આયુષ્યમન મિત્રની BIS ID નો ઉપયોગ કરી બનાવતા ડૉક્ટર હીરજીભાઇ દરઘાભાઇ પટેલે બંને યુવક વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ 28 ડિસેમ્બર ...
આયુષ્યમાન કૌભાંડ – 1 – એક જ પરિવાર પાસે 1700 કાર્ડ પકડાયા
વડા પ્રધાનના ગૃહ રાજ્ય પોતાનું સ્વપ્ન પ્રોજેક્ટ, ગુજરાતમાં એક જ પરિવાર સાથે 1700 આયુષ્માન કાર્ડ શેર કરે છે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લગભગ 50 કરોડ લોકોને નિ: શુલ્ક સારવાર સુવિધા આપવા આયુષ્માન ભારત યોજનાની શરૂઆત કરી હતી. આ પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના હતી. ગુજરાતના એક જ પરિવારને 1700 આયુષ્માન કાર્ડ મળ્યા છે. આ યોજના હેઠળ બે લાખ...
સાવરકરના નાથુરામ ગોડસે સાથે શારીરિક સંબંધ – પુસ્તક
કોંગ્રેસના સેવા ટીમની પુસ્તિકામાં દાવો કરવામાં આવ્યો છે કે 'સાવરકરના નાથુરામ ગોડસે સાથે શારીરિક સંબંધ' છે! સેવા દળના નેતાએ કહ્યું - લેખકે પુરાવાના આધારે લખ્યું હોવું જોઈએ મહાત્મા ગાંધીનો હત્યારો નથુરામ ગોડસે અને હિન્દુ મહાસભાના નેતા વીર સાવરકરનો શારીરિક સંબંધ હતો. તાલીમ શિબિરમાં કોંગ્રેસ સેવાદળ દ્વારા વિતરિત પુસ્તિકામાં આ દાવો કરવામાં આવ્યો છે. ...
ખંભાતના અખાતના સાગર ખેડુ અને ખેડૂતો પર ચેરનો ખતરો
અમદાવાદ : 2019નો વન અને પર્યાવરણ વિભાગે ડિસેમ્બર 209ના બહાર પાડેલા અહેવાલમાં જાહેર થયું છે કે, દરિયા કાંઠે થતાં ચેરના વૃક્ષોનું આવરણ ગુજરાતમાં વધી ગયું છે. ચેરના પાન પશુ આહાર તરીકે ઉપયોગી થાય છે. સ્થાનિક લોકો દ્વારા આજીવિકાના સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવતા મેંગ્રોવ વાવેતર થાય છે. જે ઊંટ અને પાલતું પશુનો ચારો છે. ગુજરાત સરકારી સંસ્થા, ગ...
ભાજપે પવિત્ર નર્મદાને ભ્રષ્ટ કરી : નહેરમાં પાંચ વર્ષમાં 351 ગાબડા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી. છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂત...

English