ગુજરાતમાં SBIના અદાણી, એસ્સાર, તાતાના રૂ.60 હજાર કરોડ લેણા ડૂબશે ?
દેણદાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રૂ.60 હજાર કરોડના જંગી લેણાં અદાણી, તાતા અને એસ્સારના પાવર પ્રોજેક્ટોમાં સલવાઈ ગયા છે. આ પ્રોજેક્ટો જાણીબૂજીને ખોટમાં ચલાવવામાં આવતાં હોઈ એસબીઆઈની લોનો જોખમમાં છે. અદાણી પાવર લિમિટેડે રૂ.28 હજાર કરોડનો જંગી એકત્રિત ખોટ બતાવી છે, તાતાએ તેના મુન્દ્રા ખાતેના અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટમાં રૂ.15 હજાર કરોડની એકત્રિત ખોટ ...
મંદીના કારણે 30 હજાર કરોડ વેરા બાકી
ગુજરાતમાં 50,435 જેટલા ઔદ્યોગિક એકમો પાસેથી સેલ ટેક્સ, વેટ અને જીએસટીના વેરા વસૂલવાના બાકી છે. રૂા. 10 લાખથી વધુની રકમવાળા 6,376 એકમો પાસેથી વેટ, જીએસટી પેટે રૂા. 29,584 કરોડના બાકી લેણાં વસૂલવાના બાકી છે. ઉદ્યોગોમાં મંદી હોવાથી તેઓ વેરા ભરી શકતા ન હોવાનું ઉદ્યોગો માની રહ્યાં છે. જેમાં કચ્છના 640 એકમના રૂા. 4569.64 કરોડ સામેલ છે. સુરતના 841 એકમો...
પાણીનો દંડ માફ પણ 95 ટકા પાણી બચાવતો નળ ફરજિયાત ન કરાયો
ગાંધીનગર - સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયતો પાણી પુરવઠા વિભાગની યોજનાઓ દ્વારા સંસ્થાઓને પીવાના હેતુ માટે પાણી આપવામાં આવે છે. તે માટે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. નીકળતા કુલ નાણા પૈકી વપરાશી દરોની કુલ રકમ એક વર્ષમાં છ હપ્તામાં ભરી દે તો તેવી સંસ્થાઓની દંડનીય...
સુરતમાં 117 કરોડના બેંક લોન કૌભાંડમાં બોદરાની ચોંકાવનારી કહાની
ત્રણ બેંકો સાથે 117 કરોડનું લોન કૌભાંડ પ્રકરણમાં ત્રણ વર્ષથી ફરાર જગદીશ બોદરા અને તેના ભાગીદાર પાસેથી પોલીસે ઘણી વિગતો મેળવી છે. રૂ.117 કરોડના આર્થિક વ્યવહારો અને ઇ-મેઇલ આઇડી દ્વારા પેઢીઓમાં થયેલા વ્યવહારની વિગતો મળી છે. બેંકમાં બોગસ લેટર પેડ અને રબર સ્ટેમ્પ રાજેશ વેકરીયા લાવ્યો હતો. લોનના પેપર્સ ઉપર જગદીશ બોદરાએ સહી કરી હતી તો પર્સનલ ગેરંટેટર ...
રાણીની વાવમાંથી ચોરાયેલી બ્રહ્માની એ બહુમૂલ્ય મૂર્તિ ક્યાં છે ?
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના પુત્ર ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ 11મી સદીમાં બનાવડાવી હતી. પતિ ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં બંધાવી હતી. તાજ શહેનશાહે બેગમ માટે બંધાવ્યો હતો, તો વાવ પટરાણીએ પોતાના રાજવી પતિની યાદમાં તૈયાર કરાવી હતી. એ પણ તાજમહેલના પાંચસો વર્ષ પહેલાં. 68 મીટર લાંબી સાત માળની 27 મીટર ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું હતુ...
તીડના ટોળા જીરૂ અને એરંડીનો પાક સાફ કરી ગયા, કૃષિ પ્રધાન દોડ્યા
વાવ તાલુકાના સરહદી ગામોમાં પાકીસ્તાન તરફથી શનિવારે બપોરે તીડનું આક્રમણ થયું હતું. તીડનાં ટોળાં સહુ પ્રથમ દૈયપ અને મીઠાવીચારણ ગામમાં દેખાયા બાદ ત્વરિત ગામલોકોએ ખેતીવાડી વિભાગ સહીત ધારાસભ્ય અને સાંસદને જાણ કરી હતી. બાદમાં કારેલી ગામની સીમમાં તીડ ટોળાએ રાત્રી રોકાણ કર્યું હતું. સવારે ખેડૂતોએ પોતાનાં ખેતરો જોયા તો ખેતરોમાંથી પાક જાણે સફાચટ થઈ ગયો. ન...
નર્મદાના પાણી ન મળતાં ખેડૂતોના રાત દિવસ ઉપવાસ
બનાસકાંઠા : સરહદ પર આવેલા વાવ તાલુકાના છેવાડાના ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતું હોવાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળવાના કારણે ચોથરનેસડા અને ટડાવ ગામના ખેડતો બનાસકાંઠા જિલ્લાના વાવના પ્રાંતઅધિકારીને સામુહિક આત્મવિલોપન કરવાની ચિમકી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપીને નર્મદા વિભાગની મુખ્ય ઓફિસ આગળ ભૂખ હડતાલ પર ઉતરી ગયા ...
શિક્ષક દંપતીએ લડીને ગુજરાત ભાજપના નેતા સામે ફરિયાદ નોંધાવી
ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિએ જમીન પર કબજો કરીને પચાવી પાડ્યો હોવાની ફરિયાદના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પૂર્વ ધારાસભ્ય અને તેમના વાહનના ચાલક અરવિંદ મોહન પ્રજાપતિ સામે ગુનો નોંધી પોલીસે બન્નેની ધરપકડ કરી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં રહેતા શિક્ષિકા જાગૃતિ નરેશ ચંદાણીએ ભાજપન...
ગોલા ગામની ગો ગૌશાળામાં ચાર ગાયો મોત, પીવાનું પાણી ન હતું
ધાનેરા તાલુકાના ગોલા ગામના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં ૫૦૦૦ જેટલી વસ્તી છે. પાણી માટેનો બોર 15 દિવસથી બંધ છે. સ્થાનિક સરપંચ તલાટીની નિષ્ક્રિયતાના લીધે ગ્રામજનો સહિત શાળાના બાળકો પાણી માટે નજીકના ખેતર સુધી પાણી ભરવા જવું પડે છે. પાણી ન મળતાં ગામની ગૌ શાળાની ગાયો તરસના કારણે મોતને ભેટી છે. ગૌ શાળામાં પીવાના પાણી માટેનો હવાડો પણ ક...
શંકર ચૌધરીનો પુત્ર વિક્રમ ગુમ થતાં ધારાસભ્યની રજૂઆત, વર્ષે 2307 બાળકો ...
પાલનપુર - ધાનેરા તાલુકાના સોતવાડા ગામનો વિક્રમ શંકર ચૌધરી નામનો બાળક બે મહિના પહેલા પાટણથી ગુમ થયો હતો. મળી ન આવતા ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી બાળકની શોધખોળ કરાવવા રજૂઆત કરી છે. પત્રમાં તેમણે લખ્યું છે કે, ગુમ થયેલો કિશોર પરિવારનો એકનો એક પુત્ર છે. સરકાર દ્વારા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી કે પોલીસની ખાસ ટૂકડી બનાવી બાળકની ...
બનાસ ડેરીમાં પાણીની મિલાવટ કરી દૂધ વેચી મારવાનું કૌભાંડ
થરાદના ચુડમેરની દુધ મંડળીનું દુધ બનાસ ડેરી માટે પાલનપુરના થરાદ શીત કેન્દ્રમાં દૂધ લઈ જતી મીની ટ્રકમાં દુધમાં દૈનિક ઘટ આવતી હોઇ અને દુધની ગુણવત્તા પણ હલકી આવતી હોઇ આ બાબતે તપાસ કરતાં કેનમાં રાખેલું દૂધ કાઢી લઈને તેમાં પાણી ઉમેરી દેતાં હોવાનું કૌભાંડ પકડાયું છે. પ્રતાપપુરા દુધ મંડળી, મહાદેવપુરા દુધ મંડળી અને ચુડમેર દૂધ મંડળીમાં પણ આ રીતે દૂધ નિકળ...
બાળકોનું ભોજન બનાવવા આપેલા સારા સાધનો કાટ ખાઈ રહ્યાં છે
પ્રાથમિક શાળાના બાળકોને ગરમ - પૌષ્ટિક આહાર મળી રહે તે માટે 2017-18માં આધુનિક રસોઈના સાધનો આપ્યા હતા. જે આજે બે વર્ષ પછી પણ વપરાયા વગરના ધુળ ખાઈ રહ્યાં છે. મધ્યાહન ભોજન યોજના માટે ખાસ ગ્રાન્ટ સમગ્ર રાજ્યમાં આપવામાં આવી હતી. સરકારે બાળકો માટે આધુનિક કિચન સેટ તમામ શાળામાં પહોંચાડી દીધા હતા. તમામ સાધનો વપરાયા વગરના બિસ્માર હાલતમાં પડ્યા છે. સાધનોના...
ક્રિક્ટના સટ્ટામાં 57 બોબડી સીમ કાર્ડ અમદાવાદમાં મળી આવ્યા
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાંથી હાઈપ્રોફાઈલ બાંગ્લાદેશ પ્રિમિયર લીગની મેચ પર સટ્ટો રમતા ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો થયો છે. આ ઘટનામાં ક્રિકેટ પર સટ્ટો રમતાં 10 લોકોને ઝડપી પાળ્યા છે. 88 મોબાઇલ, 5 લેપટોપ, 2 એલસીટી ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓર્ચિડ એલિગન્સમાં ઇ-બ્લોકના 603 નંબરના ફ્લેટમાં ક્રિકેટ સટ્ટાનું કૌભાંડ ચાલી રહ્યું...
પ્રેમ કરવાના કારણે ગુજરાતમાં બળાત્કાર વધું – રૂપાણી સરકાર કહે છે...
ગુજરાતમાં 1 જુલાઇ 2014થી 30 જૂન 2019 દરમિયાન કુલ 6,116 બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આંકડા જાહેર કર્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. બે નંબર પર સુરતમાં 759 ફરિયાદ નોંધાઇ છે જ્યારે ત્રીજા નંબર પર બનાસકાંઠામાં 420 ફરિયાદ નોંધાઇ છે. વિધાનસભામાં ભાજપ સરકારે જણાવ્યુ હતું કે, યુવાન છોક...
જામનગરમાં નળ જોડાણ ભૂત કરી ગયું ?
જામનગરમાં નળ જોડાણનું કામ મૃત્યુ પામેલી વ્યકિતના નામે મેળવીને કરવામાં આવ્યું છે. કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા નળ જોડાણ પેટે નાણા ભરનાર લોકોએ પહોંચ મેળવી લેવા માટે વિડિયો મોકલી આપ્યો છે. જે આખા જામનગરમાં ફરી રહ્યો છે. જામનગરમાં 1.09 લાખ નળ જોડાણ છે. 2013થી ભળેલા નગરસીમ વિસ્તારના કુલ 15,461 જોડાણો છે. 3 હજાર નળ જોડાણ વોર્ડ 12ના વિસ્તારમાં આવેલા છ...

English