દુનિયામાં સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ઓળખાતા વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ફેસબૂક સાથે મર્જ કરવાની અટકળોએ વેગ પકડ્યો છે. ફેસબુકે વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને ટેકઓવર કરી લીધી હતી. જે અત્યાર સુધીનું સૌથી મોટુ અધિગ્રહણ છે.
બે લોકપ્રિય પ્લેટફોર્મને ખરીદી લીધા બાદ એવી અટકળો પર હતી કે, શું આ ત્રણેય પ્લેટફોર્મ્સને એકસાથે કામ કરવા માટે મર્જ કરવામાં આવશે? ગત વર્ષ ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાસે ભવિષ્યમાં શાનદાર સેવાઓ પૂરી પાડવા માટે ત્રણેય પ્લેટફોર્મને મર્જ કરવાની યોજના છે.
ફેસબુક હવે વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરને એક સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું છે. એટલે કે આ પ્લેટફોર્મ પર જ વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામના યુઝર્સ અંદરો-અંદર સંપર્ક કરી શકશે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની પહોંચને જોતા કહી શકાય છે કે, ફેસબુકનું આ થ્રી ઈન વન પ્લેટફોર્મ વીડિયો કોન્ફ્રન્સિંગના ક્ષેત્રમાં પણ ગેમ ચેન્જર સાબિત થશે.
https://twitter.com/WABetaInfo/status/1280236178290155521
WABetaInfoના એક રિપોર્ટમાં આ પ્રકારના સંભાવિત ફિચર્સ તરફ ઈશારો કરવામાં આવ્યો છે. જેમાં ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરીને ત્રણેય પ્લેટફોર્મ્સ વચ્ચે એક કનેક્શન ઉભું કરવાની દિશામાં પગલુ ભરવામાં આવી રહ્યું છે.
આ માટે ફેસબુક એક લૉકલ ડેટાબેસમાં ટેબલ બનાવી રહ્યું છે. જે વ્હોટ્સએપ યુઝર્સના મેસેજ અને સર્વિસને વ્યવસ્થિત કરવામાં મદદગાર થશે. તેનો ઉપયોગ કરીને ફેસબુક કૉન્ટેક્ટ નંબર અને મેસેજને એકઠા કરી શકશે. આટલું જ નહીં પુશ નૉટિફિકેશનના સાઉન્ડને પણ.. આ પ્રક્રિયા ખૂબ જ પ્રાથમિક તબક્કે છે એટલે હાલ વધારે કંઈ કહેવું મુશ્કેલ છે કે, ફેસબુક પોતાના યુઝર્સને અન્ય પ્લેટફોર્મ સાથે કોમ્યુનિકેટ કરવાની આ સુવિધા ક્યાં સુધી વિક્સિત કરી છે.