चोटिला BJP अनुसूचित जाति मोर्चा के जनरल सेक्रेटरी किडनैप Chotila BJP Scheduled Caste Morcha General Secretary Kidnapped
27 ડિસેમ્બર 2025
ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કારમાં અપહરણ કર્યું હતું. બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો.
મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાને 35 લાફા મારતા રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ગંભીર રીતે ઘાયલ કાનજીભાઈને તાત્કાલિક ચોટીલા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભાજપના પદાધિકારી પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્રણ કલાક સુધી ગોંધી રાખી ઢોર માર માર્યો. 3 કલાક સુધી અલગ-અલગ વિસ્તારોમાં ફેરવી, ઢીકાપાટુ અને ઈંટો વડે જીવલેણ માર માર્યા બાદ આરોપીઓએ તેમને બાબુભાઈ ચાવડા નામના વ્યક્તિના ઘરે છોડી દીધા હતા.
રાત્રે 10 વાગ્યા આસપાસ ચોટીલાના મારુતિનગર સોસાયટીમાં હતા ત્યારે મનોજ, વિપુલ અને તેની સાથેના મહિલા સહિત લોકોએ ઝઘડો કર્યો હતો. કૌટુંબિક ભાણેજ વહુને બાઇકમાં બેસાડી નીકળ્યાની ભાણેજને વાત કર્યાની બોલાચાલીના સમાધાન માટે યુવકને બોલાવી હુમલો કર્યો હતો. કૌટુંબીક ભાણેજની પત્નીને હુમલાખોર કૌટુંબીક માસા મનોજ બાઇકમા બેસાડીને જઇ રહયો હોવાની કાનજી વાઘેલાએ ભાણેજને વાત કરી હતી. જે વાત વણસતા હુમલાખોર મનોજે કાનજી વાઘેલાને ફોન કરી બોલાચાલી કરી હતી . જે બોલાચાલીનાં સમાધાન માટે કાનજી વાઘેલાને ચોટીલા બોલાવ્યો હતો. તેમના રાજકોટ રહેતા કૌટુંબિક ભાણેજને જાણ કરી હતી કે, તેના માસા મનોજ તેની પત્નીને બાઈક પર બેસાડીને જઈ રહ્યા છે. આ વાતની જાણ હુમલાખોર મનોજને થતા તેણે કાનજીભાઈ સાથે ફોન પર ઉગ્ર બોલાચાલી કરી હતી.
મનોજ ઉર્ફે માધાએ કાનજીભાઈને ફોન કરી મળવા માટે બેલાવેલા હતા. તેની સાથે મારકુટ કરાઈ હતી. મહિલાઓએ લાફા માર્યા હતા. બાદમાં મનોજ અને વિપુલ કારમાં બેસાડી નગરપલિકાના સ્મશાન પાસે લઈ ગયા હતા. મોઢા પર પાંત્રીસ ઝાપટો મારી હતી. આ મામલે હોબાળો થતાં હુમલાખોરો ભાગી ગયા હતા.
ઈંટ મારી અને મુંઢ માર મારતા સિવિલ હોસિપટલમાં દાખલ થયા હતા. અગાઉ મનોજ તેના વાહનમાં મહિલાને બેસાડીને નીકળ્યો હતો. જે તેઓ જોઈ ગયા હતા.
ગુજરાતી
English





