બહુરાષ્ટ્રીય કંપની કોકાકોલા રાજયના શાહી લીચી અને ચાઇના લીચીના ક્ષેત્રમાં સહયોગ કરવા જઇ રહી છે.લગભગ ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે.
પટણા, બિહારમાં કોકા કોલા ઇન્ડિયા કંપની ૧૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે તેનાથી રાજયના લીચી કિસાનોને ખુબ લાભ થઇ શકે છે. તેના માટે ઉન્નત લીચી પરિયોજનાની શરૂઆત પણ કોકા કોલા ઇÂન્ડયા કંપની,રાષ્ટ્રીય લીચી અનુસંધાન કેન્દ્ર અને દેહાત (બિહારની જ એક સંસ્થા)એ સાથે મળી શરૂ કરી દીધી છે.
બિહારના ૮૦ હજાર લીચી ઉત્પાદક કિસાનોને તાલીમ આપવામાં આવશે તથા ૩૦૦૦ એકરમાં જુની લીચી બાગોને ફરીથી ઉગાડવામાં આવશે. નવી ટેકનીકીથી લીચીના નવા બાગ બનાવી કંપની મુઝફફનગર સમસ્તીપુર અને વૈશાલી જીલ્લામાં લીચીનું ઉત્પાદન વધારવાનું કામ કરશે.
ખેડૂતોને આધુનિક તાલીમ આપવામાં આવશે આ પરિયોજનામાં કોકા કોલા ઇડિયા રૂ.૧૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. શાહી લીચી, જર્દાલુ, કેરી, મગહી પાન કતરનો પાકને જીઆઇ ટૈગ મળ્યો છે.