સોમનાથના કલેક્ટર અજયને કૂતરી કરડી, પત્નીને કંઈ ન કર્યું, 6 લાખ લોકોને કુતરા કરડે છે, ગીરમાં છોડવા એક માત્ર ઉપાય

gir collecor

સોમનાથ, 7 નવેમ્બર 2020

સામાન્ય માણસને રસ્તા પર કૂતરી કરડે તે સમાચાર હવે બનતા નથી પણ કૂતરા પકડવાના આદેશો કરનારા કલેક્ટરને જ્યારે કૂતરું કરડી જાય ત્યારે તે લોકો માટે સમાચાર બને છે.

ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર અજય પ્રકાશને કૂતરી કરડી ગઈ છે.  આખા જિલ્લામાં રમૂજ જોવા મળી રહી છે.

કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ પત્ની સાથે સોમનાથની સુંદર ચોપાટી પર લટાર મારવા નીકળ્યા હતા. જ્યાં કુતરીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યાંથી અજય પ્રકાસ અને તેમના પત્ની પસાર થતાં હતા ત્યારે કુતરીએ બચકા ભર્યા હતા. બન્ને પતિ-પત્ની તાજા જન્મેલા બચ્ચાઓને નિહાળી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી.

2 ઈન્જેક્સન અપાયા

તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કલેકટર ખુદ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કલેક્ટરને ડોગ બાઈટ માટેના 2 ઇન્જેક્શન આપી સારવાર આપવામાં આવી હતી.

દાંત ખૂંપી જતાં હડકવાના વાયરસ જાય છે

કૂતરું કરડવાથી તેના દાંત દ્વારા ભોગ બનનારની ચામડીમાં છિદ્રો પડી ગયા છે. જખમ થયા છે. જખમમાં કૂતરાની લાળ પણ ભળે છે. લાળમાં હડકવાના વાઇરસ હોવાની સંભાવના હોય છે. વાઇરસ ચેતાઓ ઉપર ચોંટે છે. ત્યાંથી મસ્તિષ્ક તરફ ગતિ કરી મગજમાં જઈ પહોંચે છે. મગજ અને ચેતાતંત્રમાં વાઇરસ જતાં હડકવા થઈ શકે છે. કુતરૂં કરડે એટલે “Hydrophobinum 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો. દર વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હડકવા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ગીરના જંગલમાં કુતરા છોડો

લોકોમાં માંગણી થઈ રહી છે કે અમદાવાદ શહેરના 2 લાખ કુતરાઓને પકડીને જંગલમાં વાડા બનાવીને ત્યાં દિપડા જેવા શિકારી પ્રાણીના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે તો કિંમતી પાલતુ પ્રાણીઓને મારી નાંખે છે તે અટકાવી શકાય તેમ છે.

6.50 લાખ લોકોને કરડે ત્યારે શું, કઈ નહીં

આખા રાજ્યમાં 6થી 6.50 લાખ લોકોને પશુ કરડી જાય છે. ગુજરાતનું પશુપાલન ખાતું કહે છે કે, આખા રાજ્યમાં પશુઓની ગણતરી કરી તો તેમાં કુતરાઓની સંખ્યા 2.56 લાખ હતી. હવે આમ સાચું કોણ ? વિભાગના અધિકારી કહે છે કે, અમદાવાદમાં 16 હજાર, સુરતમાં 13 હજાર, દાહોદમાં 55 હજાર કુતરા છે.

અમદાવાદમાં 68 હજારને કરડી જાય છે

રાજ્યમાં રખડતા કુતરાની સમસ્યા વિકરાલ બની રહી છે. 2019માં અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 67,756 લોકોને કુતરા કરડ્યાં છે. અમદાવાદમાં 2 લાખ કરતા વધુ રખડતા કુતરા છે. દર મહિને ખસીકરણ માટે 30 લાખનો ખર્ચ કરવામાં આવે છે. ભ્રષ્ટાચારના કારણે કુતરા ઘટવાના બદલે વધી રહ્યાં છે. અમદાવાદમાં 500 બિલાડીઓ બટકા ભરે છે. 200 વાંદરા લાફા મારીને બટકા ભરી જાય છે. આવા બિજા ઊંટ, ભૂંડ, ઘોડા, ઉંદર, માણસ કરડી જતાં હોવાના 200 બનાવો બીજા પ્રાણીઓ કરડવાના બને છે.

8 મોટા શહેરોમાં 3 લાખ કુતરાઓનું ખસીકરણ

અમદાવાદમાં વર્ષે 30 હજાર કુતરાઓનું ખસી કરણ કરવા રૂ.2 કરોડનું ખર્ચ થાય છે. અમદાવાદમાં 2.50 લાખ કુતરા છે. એક કુતરાને નપુશંક બનાવવા માટે સરેરાશ રૂ.900નું ખર્ચ થાય છે. સુરતમાં 46 હજાર કુતરા પકડવા માટે રૂ.4 કરોડનું ખર્ચ કરવામાં આવ્યું હતું. 8 મહાનગરોમાં મળીને 3 લાખ કુતરાઓનું ખસીકરણ કરી કાઢવામાં આવતું હોવાનું માનવામાં આવે છે. આટલા ખર્ચમાં કુતરાઓને દીપડાઓના વિસ્તારોમાં છોડી દેવા માટે પણ આવતું નથી.