રાજકોટ કલેકટરે પત્રકારોને આપેલા ચેકના ફોટા વાયરલ થયા છે
ટીવી અને છાપામાં રૂપાણી સરકાર અને રાજકોટ સમહાર્તાનું સારું લખવા માટે કેટલાંક માલિક પત્રકારોને રૂ.50 હજારના ચેક આપીને લાંચ આપી હોવાના આરોપમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટના સમાહર્તા રેમ્યા મોહન સામે પત્રકાર સમાજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે.
રૂપાણી સરકાર ટીવી અને સમાચાર પક્ષોના માલિકોને ફાયદો કરાવવા માટે બદનામ છે. ત્યાં હવે તેના જિલ્લામાં કલ્કેટરે પત્રકારોને લાંચ આપી હોવાની વિગતો બહાર આવી છે. જેના ચેકની ફોટો કોપી કેટલાંક લોકોએ જાહેર કરી છે. પહેલાં તો રાજકિય નેતાઓ ટીવી અને સમચારપત્રોના માલિકોના સરકારમાં કામ કરાવીને અને કરોડો રૂપિયાની જાહેરાતો આપીને પોતાની તરફે લખાવવા માટે ભાજપના તમામ મુખ્ય પ્રધાનો વગોવાયેલા હતા. હવે તેમાં અધિકારીઓ પણ ટીવી અને સમચારપત્રોના માલિકોને લાંચના ચેક આપી રહ્યાં છે. તે પણ દાનમાં આવેલી રકમમાંથી આપવામાં આવ્યા છે.
26 જાન્યુઆરી 2020ના પ્રજાસત્તાક દીવસની ઉજવણીમાં પત્રકારો સારું લખે તે માટે રૂ.50 હજાર અનેક પત્રકારોને આપવમાં આવ્યા હોવાનું જાહેર થઈ જતાં સમાહર્તા હવે સ્પષ્ટતા કરી રહ્યાં છે. કલેકટરે ચેકનુ વિતરણ કર્યુ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. ઉજવણને લઈને સારૂ લખવા માટે પત્રકારોને ચેક અપાયા હોવાની વાત ઉડી હતી. કલેકટર રેમ્યા મોહને સહી કરેલાં ચેક છે.
રેમ્યા મોહને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો છે કે મેં જે ચેક આપ્યા છે તે લાંચ છે એવો શબ્દ વાપરનો ન જોઈએ. ચેકથી ક્યારેય લાંચ અપાતી નથી. પ્રજાસત્તાક દીવસની ઉજવણી માટે પબ્લીસીટીના કારણે ચેક અપાયા હતા. ઉજવણીને લઈને બેંકમાં ખાતુ ખોલવામા આવ્યુ હતું. પબ્લીસીટીને લઈને દાતાએ રૂપીયા આપ્ય હતા. પત્રકારોને અપાયેલા ચેક પ્રજાના પૈસા નથી. ચેક મામલો મીડીયામા ખાટી દીશામા ચર્ચા થઈ રહી છે. લોકભાગીદારી માટે અલગથી ખાતુ ખોલવામા આવ્યુ હતુ. આમા કંઈ ખોટુ થયુ નથી. બધુ જ કલીયર છે. કોનેકોને ચેક અપાયા તે મને યાદ નથી. આ મામલે કોઈ ખુલાસો કરવાની વાત જ નથી. લોકોના હિત માટે ઉજવણી કરાઈ તેને પબ્લીસીટી કરી છે. સરકાર જવાબ માંગશે તો આ મામલે ખુલાસો કરાશે. એવું રેમ્યાએ જાહેરમાં કહેવું પડ્યું છે.
તે કહે છે કે, 8 માલિકોને નક્કી કરીને રૂ. 50 હજાર ચૂકવવામાં આવ્યા હતા. લોક મેળાનું ફંડ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓડિટેડ ફંડ હોય છે. મોટા ભાગના મિત્રો પાસેથી બીલ અને રસીદ આવી ગયા છે. ઓર્ગેનાઈઝેશનના નામે ચેક આપવા અમે કહ્યું હતું. રિપોર્ટરે પોતાના નામના ચેક માગ્યા હતા.
ખાનગી અખબારના એક પત્રકારે ચેક ન સ્વીકારતા મામલો સામે આવ્યો હતો. રાજકોટ દિવ્યભાસ્કરના પત્રકારને પણ ચેક મળ્યાનો દાવો કરી રહ્યા છે. બરોબર પ્રચાર કરવા ચેક અપાયાનો પત્રકારનો દાવો છે.
કલેક્ટરે એવો લૂલો બચાવ કર્યો હતો કે, ‘સરકારના પૈસા હોય તો તે માટે નિયમ પ્રમાણે જ ચૂકવણી કરાય છે, પરંતુ આ ફંડ લોકભાગીદારીનું (લોકોએ આપેલા નાણાંનું) હતું એટલે પૈસા બારોબાર ચૂકવી દીધા છે.’ જોકે, કલેક્ટર કોઈ પણ બિલ કે રિલીઝ ઓર્ડર રજૂ કરી શક્યા નહોતા.
કલેક્ટરે કહ્યું કે, પ્રજાસત્તાક દિનની ઉજવણી આપનારા દાતા વિરલ ડેવલપર્સે કહ્યું હતું કે, પ્રચાર અને પ્રસાર માટે જાહેર ખબર આપવી. વિરલ ડેવલપર્સના કર્તાહર્તા લલિત ભાલોડિયા કહ્યું કે, અમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે કલેક્ટરને રૂ. 4 લાખ આપ્યા હતા. પરંતુ કોઈપણ પત્રકારને પૈસા આપવાનું અમે કહ્યું જ નહોતું. અમે શા માટે આવું કહીએ?
કલેક્ટર રેમ્યા મોહનને પત્રકારોએ સંખ્યાબંધ સવાલો પૂછ્યા હતા, પરંતુ તેના જવાબ આપવાને બદલે માત્ર ગોળ ગોળ વાતો કરી પ્રેસ કોન્ફરન્સ સમેટી લીધી હતી.
ખુશીને કારણે ચેક આપ્યોઃ અધિક કલેક્ટર
સ્પષ્ટતા ઓછી હતી અને ઢાંક પિછોણો વધુ હતો. નિયમો અને પ્રક્રિયાની પારદર્શકતાના ગોળ ગોળ વાતો વધુ હતી. પ્રશ્નોનો મારો આવતાં કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ ઉતાવળે પૂરી કરી દીધી હતી. દિવસભર ચાલેલા વિવાદમાં સત્ય જાહેર કરવા કલેક્ટરે માત્ર 18 મિનિટ ફાળવી હતી. અધિક કલેક્ટર પંડ્યાએ કહ્યું હતું કે, તમારા અખબારની પોલિસીને આવકારું છું અને અમે ખુશીને કારણે આ રકમનો ચેક આપ્યો હતો.
કલેક્ટરના દાવા
અમે આઠ અખબારોને પ્રજાસત્તાક પર્વનું પેમ્ફલેટ આપીને કહ્યું હતું કે જેને જેમ ઠીક લાગે તેમ 50 હજારની મર્યાદામાં જાહેર ખબર છાપી દેવાની છે. લોક ભાગીદારીનું ફંડ હતું એટલે જાહેરાત કે ખર્ચ માટે સામાન્ય રીતે સરકારી નિયમ અનુસાર થતી હોય છે એવી કોઈ પ્રક્રિયા અનુસરવામાં આવી નહોતી. નાણા આપ્યા બાદ કયા પાને અને કેટલી જાહેરખબર અપાઈ છે તેની ચકાસણી કરાઈ નથી.
કલેક્ટર અથવા નાયબ મામલતદાર લોકોની આંખમાં ધૂળ નાંખી રહ્યા છે. ચેક આપવાની આખી જ પ્રક્રિયા પહેલેથી જ શંકાસ્પદ છે.
શું દાતાઓએ માત્ર આઠ અખબારના પત્રકારને જ ચેક આપવાનું કહ્યું હતું? પ્રજાસત્તાક દિનની ઉજવણી તો રાજ્ય કક્ષાની હતી. તો રાજકોટમાંથી પ્રસિદ્ધ થતાં તમામ અખબારો અને ટીવી ચેનલોને એડ કેમ ન અપાઈ?
પત્રકારોને નાણા ચૂકવવામાં સરકારના માહિતી ખાતાના જાહેરાત આપવા અંગેના એક પણ નિયમોનું પાલન થયું નથી.
31 ઓગસ્ટ 2019માં તેમની નવા કલેકટર તરીકે રેમ્યા મોહન મુથદથ રાજકોટ જિલ્લામાં સમાહર્તા તરીકે મૂકવામાં આવ્યા હતા. 1948થી અત્યાર સુધીમાં 47 કલેક્ટર ફરજ બજાવી ચૂક્યા છે જેમાં ચોથા મહિલા કલેક્ટર તરીકે રેમ્યા મોહનની નિમણૂક કરાઇ છે. રેમ્યા મોહન કેરળના વતની છે.
શું હતી પ્રસિદ્ધિ
માલિકોને પેમ્પેલટ આપી દેવાયા હતા. રાજકોટ ખાતે ચાલી રહેલ પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે તા. ૨૪ થી ૨૬મી જાન્યુઆરી દરમિયાન વિવિધ આકર્ષણરૂપ અને રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમો યોજાશે.
જેમાં માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડીયમ ખાતે યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર અને ડી.આર.ડી.એ. રાજકોટ દ્વારા મહામહિમ રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં રંગ છે રાજકોટ થીમ આધારીત મેગા ઇવેન્ટ હતી. આ ઉપરાંત હસ્તકલા મેળો, પુસ્તક મેળો, શસ્ત્ર પ્રદર્શન, મશાલ પી.ટી., ફલાવર-શો, સેલ્ફાઇનાન્સ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વાર કાર્નિવલ, લાઇટનીંગ પ્રાજેકટ જેવા વિવિધ કાર્યક્રમો યેાજાશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા આ તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવા અને દેશની આન-બાન-શાન તીરંગાને સલામી આપવા સર્વે જનતાને જાહેર નિમંત્રણ પાઠવાયું હતું.
તા.૨૬મી જાન્યુઆરીના રોજ રેસકોર્ષ ગાઉન્ડ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો. જેમાં રાજયપાલ દેવવ્રતજી દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેશની આન, બાન અને શાન તીરંગાને સલામી અપી હતી.
આ પ્રસંગે રજુ થનાર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વિવિધ ૯ સ્કુલની ૨૨૦૦ વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ . જયારે ૧૧૦૦ જેટલા બાળકો દ્વારા યોગ નિદર્શન. આ કાર્યક્રમમાં પોલીસના જવાનો ( ભાઇઓ બહેનો) દ્વારા પણ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. જેમાં પરંપરાગત રાસગરબાની કૃતિઓ હતી. આ ઉપરાંત જિમનાસ્ટીક અને મલખમના કરતબ સહિત જાંબાઝ મોટર સાઇકલ સવારો દ્વારા વિવિધ કરતબો રજૂ થયા હતા. ચેતક કમાન્ડો દ્વારા રેસ્કયુ ઓપરેશનનો ડેમો રજુ થયો. શ્વાન દળ દ્વારા સ્પે. ડોગ-શો અને થનગનાટ કરતા અશ્વો દ્વારા અશ્વ-શો પણ રજુ કરાયો.