15,100 કિ.મી સાઇકલ યાત્રા 210 દિવસમાં પૂર્ણ કરી 

Completed 15,100 km cycle journey in 210 days 15,100 किलोमीटर की साइकिल यात्रा 210 दिन में पूरी की

20 ડિસેમ્બર 2024
મળીને 15 હજાર 100 કિ.મી સાઇકલ યાત્રા 210 દિવસમાં પુરી કરીને સંજય ગોસ્વામી ફરી ગુજરાત આવી ગયા હતા. ગુજરાત પોલીસ વિભાગમાં 2007માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી સંજય ગોસ્વામીએ સાયકલ પર ભારત ફરવાનું પોતાનું સપનું પુરું કર્યું હતું. તેમનું મિશન વૃક્ષો બચાવોનું હતું.
12 જ્યોતિર્લિંગ, અયોધ્યા ગયા હતા.
23 મે 2024ના રોજના સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ, 12 જ્યોતિર્લિંગ, અયોધ્યા સહિતની 15,100 કિ.મીની યાત્રા 210 દિવસમાં સાયકલ પર પૂર્ણ કરી હતી.
1 ડિસેમ્બર 2024માં સંજય ગોધરા મુકામે તેમની સફરના 13600 કી.મી. પૂર્ણ કર્યા હતા. આગળની યાત્રા તેમની પાવાગઢ, ડાકોર, સોમનાથ વગેરે હતી.
50 વખત 60 કીમી પગપાળા અંબાજી જઇ આવ્યા હતા.
સાયકલ યાત્રા શરૂ કરી પાલનપુર, પુષ્કર, અમૃતસર, વૈષ્ણવ દેવી, અમરનાથ, યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ ,બદ્રીનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, પશુપતિનાથ નેપાળ, બાબા બૈજનાથ,કલકત્તા, કોણાર્ક સૂર્યમંદિર, જગન્નાથપુરી, શ્રી શૈલમ મલ્લિકાર્જુનમ, તિરુપતિ બાલાજી, રામેશ્વરમ,કન્યાકુમારી, ત્રિવેન્દ્રમ, ગુરુ વાયોર, કોઇમતુર, બેંગ્લોર, પરલી બેજનાથ,ઓઢા નાગેશ્વર, ધ્રુશમેશ્વર, ભીમાશંકર, ત્રંબકેશ્વર, શિરડી, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, પાવાગઢ, ડાકોર, જુનાગઢ, સોમનાથ, દ્વારિકા, નાગેશ્વર, જામનગર, ચોટીલા, સહિતના યાત્રાધામો જઈને 18 ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા.

‘મેરા સપના, સાયકલ પે શિવયાત્રા’ –ચારધામ, ૧૨ જ્યોતિર્લિંગ“સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે. તા. ૨૩ મે ૨૦૨૪ના રોજના સંજયભાઈ ગોસ્વામીએ સાયકલ યાત્રા શરૂ કરી હતી. વૈષ્ણોદેવી, અમરનાથ, કૈલાશ પર્વત, પશુપતિનાથ ચારધામ,

2024માં ગુજરાતના 71 વર્ષીય વયના મહેન્દ્ર પરમાર સાયકલ પર 12 જ્યોતિર્લિંગોની યાત્રા પર નિકળ્યા હતા.

સુરતથી સોમનાથ સુધી 20 ઓક્ટોબર 2024માં સાયકલ યાત્રા કરી ચાર સાયકલ સાહસિકો સોમનાથ પહોંચ્યા હતા.

સુરત
સુરત શહેરના ભેસ્તાનમાં શાંતિવન રેસીડન્સીમાં રહેતો ધોરણ 12નો 17 વર્ષીય વિદ્યાર્થી રોહિત બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ કેદારનાથ 1500 કિલોમીટર યાત્રાએ નીકળ્યો છે. રોજના 100 કિલોમીટર અંતર કાપીને 15 થી 16 દિવસમાં કેદારનાથ ખાતે પહોંચવાનો હતો.

વાપી
વાપીથી સાયકલ લઇને નીકળેલા પરમવીર નામના 28 વર્ષીય યુવાને પોતાની હાથે ત્રણ વ્હીલવાળી અનોખી સાયકલ બનાવી છે. જે 2 હજાર કિમીનું અંતર કાપી જામનગર આવી પહોંચ્યા હતો. 22 માર્ચે શરૂ કરી હતી. સાયકલ પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી તેણે ભારત ભ્રમણની સાયકલ યાત્રા શરૂ કરી છે. સાયકલનું નામ મોગલી રાખ્યું છે. આ ત્રણ વ્હીલવાળી સાયકલની લંબાઈ 9.5 ફૂટ છે.

પાલનપુર
2023માં પાલનપુરના થરાદ ગામના 22 વર્ષીય યુવક જનકસિંહ ચૌહાણએ 8000 કિલોમીટર ની ચારધામ અને 12 જ્યોતિર્લીંગ યાત્રા સાઇકલ ઉપર શરૂ કરી હતી. સેતુનું પુનઃ નિર્માણ થાય અને ફરી વખત પાણીની ઉપર આવે તે માટે સાયકલ યાત્રા શરૂ કરી હતી. રામસેતુ 1480 બાદ પાણીમાં ડૂબી ગયો હતો. 15મી સદી સુધી રામસેતુ પર ચાલીને રામેશ્વરથી મન્નાર ટાપુ સુધી જવાતું હતું. રોજ 50 થી 90 કિલોમીટર સાયકલિંગ કરતો હતો.