સોમનાથમાં શ્રાવણ મહિને કોંગ્રેસની ચાની કીટલી ગરમ

Congress’s tea kettle is hot in Somnath in the month of Shravan, सोमनाथ में श्रावण मास में कांग्रेस की चाय की केतली गर्म है, કોંગ્રેસ જે બેઠક જીતવાની હતી તે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હરાવી હોવાનો આરોપ

અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
સોમનાથએ ભગવાન શિવનું સૌથી પવિત્ર સ્થાન છે. તેમાંએ શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મનાય છે. ત્યારે ભર શ્રાવણે કોંગ્રેસમાં હોળી પ્રગટી છે. તે પહેલા ભાજપમાં તાંડવ નૃત્ય થયું હતું.

6 ઓગસ્ટ 2024ના દિવસે સોમનાથના ધારાસભ્ય વિમલ કાના ચૂડાસમાએ પવિત્ર પાવન શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રભાસ પાટણ ખાતે રજવાડી ચાની દુકાનનું ઉદઘાટન કર્યું હતું. ત્યારથી કોંગ્રેસની કીટલી ગરમ થઈ રહી છે.

જુનાગઢમાં જો કોંગ્રેસના ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા ન હોત અને ભાજપને મદદ ન કરી હોત તો ગુજરાતમાં કોંગ્રેસ બીજી બેઠક જીતી શકે તેમ હતી. આવું મોટાભાગના લોકો માનતા થયા છે. આ કારણે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં શ્રાવણ મહિનામાં રાજકીય આગ લાગી છે.

કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવા જુનાગઢ લોકસભા બેઠક જીતી જાય તેમ હતા. એવું કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કરશન બારડ
માની રહ્યાં છે.

વિમલે 5 લાખ કોળી મત અપાવવા કોઈ પ્રયાસ કર્યો નહીં. તેથી કોંગ્રેસ હારી છે. એવો સીધો આરોપ તેમન પર લાગી રહ્યો છે. 5 લાખ ઉપરાંત બીજા 50 હજાર મતની ગેમ કોંગ્રેસમાં રમાઈ ગઈ છે. તેથી સૌરાષ્ટ્રના એક માત્ર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હવે આફતનો સામનો કરી રહ્યા છે. તેની સાથે એવી 10મી વખત એવી અફવા ફેલાઈ છે કે, વિમલ હવે કોંગ્રેસને વિદાય આપવાની વેતરણમાં છે.

ચંગુ મંગુ
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કરશન બારડે ધારાસભ્ય વિમલ ચુડાસમા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વિમલ ચુડાસમાએ લોકસભામાં મદદ નથી કરી. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચંગુ-મંગુ સેટિંગથી ચાલે છે.

જશા બારડ કોંગ્રેસમાં હતા, તે સમયે તે લોકસભામાં કોંગ્રેસને મદદ નહોતા કરતા. પછી તેઓ પક્ષપલટો કરીને ભાજપે લઈ લીધા હતા. આજે પણ સોમનાથમાં આવી જ સ્થિતિ છે. તેમને ચોરવાડમાં જવાબદારી સોંપી હતી. 14 હજાર મતની સામે કોંગ્રેસને માત્ર 1900 મત મળ્યા હતા. તેનો સીધો અર્થ થાય છે કે વિમલએ કોને મદદ કરી છે.
વિધાનસભામાં રાજેશ ચુડાસમા ભાજપને મદદ નથી કરતા. મતલબ કે, આ બંને ચંગુ-મંગુનું સેટિંગ ચાલે છે.
વિમલ ચુડાસમા ચોરવાડના છે અને વેરાવળ વિધાનસભાના મતદાર પણ નથી છતાં તે ચૂંટાય છે. કારણ કે કોંગ્રેસના મત તેને મળે છે.

લોકસભા ચૂંટણી સમયે વેરાવળની જાહેર સભામાં આપ નેતા જગમાલ વાળા દ્વારા વિમલ ચુડાસમાની ગેરહાજરીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ભાજપને મદદ કરવાનો આરોપ તેમની સામે મૂક્યો હતો.
‘ચૂંટણી આવે એટલે ભાગી જાય છે.’
ગીર સોમનાથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ કરશન બારડ કહે છે કે, વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરખાને એક છે. બંનેનું સેટિંગ ચાલી રહ્યું છે.

આ પહેલાં પણ વિમલ ચુડાસમા અનેક વિવાદમાં ફસાયા હતા.

પક્ષપલટો
2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાયા હતા. સૌરાષ્ટ્રની 48 બેઠકોમાંથી કોંગ્રેસના 3 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે. બે ધારાસભ્યો ભાજપમાં પક્ષપલટો કરીને જતા રહ્યા છે. વિમલ ચુડાસમા પક્ષપલટો કરશે એવી વારંવાર અફવા ફેલાતી રહે છે.
ફરી એક વખત કોંગ્રેસ જ હોદ્દેદારો હવે વિમલ સામે પક્ષ પલટાની આડકતરી રીતે આંગળી ચીંધી રહ્યા છે. જો ભાજપ પોતે પક્ષપલટો કરાવે તો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના એક પણ ધારાસભ્ય તેઓ રહેવા દેવા માંગતા નથી. પ્રજાની વાતો જાહેરમાં કહેનારા પ્રતિપક્ષને ભાજપ સાફ કરવા માંગે છે એવો સીધો મતલબ નહીં કાઢવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ પ્રમુખે વિમલ સામે આંગળી ચીંધતા કહ્યું છે કે, સોમનાથમાં કોંગ્રેસના જે જીતે છે તેને ભાજપ લઈ લે છે.
9 નવેમ્બર 2022માં ભાજપ પક્ષાંતર કરાવીને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની અટકળો હતી. ત્યારે વિમલ ચુડાસમાએ કહ્યું કે તે કોંગ્રેસમાં રહેશે.

13 માર્ચ 2024ના દિવસે ફરી એક વખત લોકસભાની ચૂંટણી વખતે ભાજપ તેનો પક્ષપલટો કરાવવા માંગે છે એવી અફવા આવી હતી. ત્યારે તેણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં તેઓ એક માત્ર સિંહ છે. પાર્ટીએ ઘણું બધું આપ્યું છે. પાર્ટી માટે સતત કામ કરતો રહીશ. ભાજપમાં જોડાવાનો કોઈ સવાલ ઊભો થતો નથી.

બાવળિયા – 9 માર્ચ 2019ના દિવસે ભાજપના નેતા અને પાણી પ્રધાન કુવરજી બાવળિયાએ જાહેર કર્યું હતું કે, ધારાસભ્ય વિમલ ચુડાસમા અમારા સંપર્કમાં છે. બાવળિયાને કોંગ્રેસના ઓબીસી-ઠાકોર નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપમાં પક્ષાંતર કરાવવાની જવાબદારી સોંપી હતી. વિમલ ચુડાસમાએ ભાજપમાં જવાની વાતને પાયાવિહોણી ગણાવી હતી.
આમ વિમલનું ભાજપ પક્ષાંતર કરાવવા માંગે છે. તેથી વારંવાર અફવા ઉડતી રહે છે. ફરી એક વખત 7 ઓગસ્ટ 2024માં અફવા ઉડી છે કે ભાજપ પક્ષાંતર કરાવશે.

પોલીસ વિવાદ
18 એપ્રિલ 2024માં વિમલે જુનાગઢમાં ધારાસભ્ય અને નાયબ ફોજદાર વચ્ચે બોલાચાલી કરી હતી. ‘હું પ્રજાનો પ્રતિનિધિ છું. ડીવાયએસપી પણ ન રોકી શકે. તમે કાયદા પ્રમાણે વર્તન કરો. કાયદો જેમ અમને લાગુ પડે છે એમ તમને પણ પડે છે. ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો.’જુનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન કલેક્ટર કચેરીની બહાર કોંગ્રેસના ધારાસભ્યએ બબાલ કરતાં પોલીસ વિરોધમા આવી ગઈ હતી. હીરા જોટવા માર્ગો પર પગપાળા હતા, ધારાસભ્ય કારમાં હતા. કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટવાને હરાવવા માટે વિમલ સક્રિય હતા.

વિમલે જાહેર કર્યું હતું કે, કોંગ્રેસના મોવડીમંડળે ગયા વખતની જેમ આ વખતે 2024માં પણ સૌ પહેલાં મને પૂછ્યું હતું કે તમે લોકસભાની ચૂંટણી લડવા માંગતા હોવ તો ટિકિટ આપવા તૈયાર છીએ, પણ અમે બધાએ એક જ સૂરમાં હીરાભાઈ જોટવાનું નામ પસંદ કર્યું હતું.

પોલીસ ફરિયાદ
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ચોરવાડ પોલીસને ફરિયાદ આપી હતી કે, તેના જીવ પર જોખમ છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સહિત 8 લોકો વિરુદ્ધ અરજી આપી હતી.

ટીશર્ટ વિવાદ
વિમલ ચુડાસમા રાઉન્ડનેકનું કાળા રંગનું ટીશર્ટ પહેરીને વિધાનસભામાં ગયા ત્યારે Free Spirit એવું લખેલું હતું. Spiritનો મતલબ ‘શરાબ’ તથા ‘જુસ્સો’ એવો પણ થાય છે. તેથી વિવાદ થયો હતો. વિધાનસભાના અધ્યક્ષે તેમને ટકોર કરી હતી. શાબ્દિક ચકમક ઝરી હતી અને હોબાળો થયો હતો. તેઓ બહાર ન નીકળે તો તેમને ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ‘ગરિમાપૂર્ણ’ કપડાં પહેરીને આવવું જોઈએ.

સજા
7 ફેબ્રુઆરી 2023ના દિવસે કોંગ્રેસના વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાને માળીયાહાટીનાની અદાલતે 6 મહિનાની કેદની સજા ફટકારી હતી. 2010ના મારામારીના કેસમાં 13 વર્ષ બાદ સજા થઈ હતી.
2010માં મીત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો કરવામાં આવ્યો હતો. રાજકીય કિન્નાખોરીમાં થયેલા હુમલામાં વિમલ ચુડાસમા સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના પિતા ચોરવાડ નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય હતા. સાંસદ રાજેશ ચુડાસમાના પિતા હીરાભાઇએ પક્ષપલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેનું મનદુખ રાખીને વિમલ ચુડાસમાએ સાંસદના ભાઇ હરીશ ચુડાસમા અને મીત વૈદ્ય પર હુમલો કર્યો હતો.
વિમલ ચુડાસમાએ સજા માફી માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આપઘાત
1 નવેમ્બર 2023ના દિવસે ચોરવાડમાં આવેલા ઝુઝારપુર ગામના યુવક નીતિન પરમારે આપઘાત કર્યો હતો. મરણ નોંધમાં નીતિન પરમારે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોનાં નામ આપ્યા હતા. વિમલના માસીયાઈ ભાઈ નીતિન પરમાર હતો. વિમલ ચુડાસમાએ યુવકની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી, પણ FSL અહેવાલમાં યુવકે આપઘાત કર્યો હોવાના પુરાવા મળ્યા હતા કે, ગળે ફાંસો ખાવાથી મૃત્યુ થયું છે.
નીતિન પરમારે મરણ નોંધ લખ્યા પછી તેના પત્નીને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો.

પત્ની
2024ની લોકસભાની ચૂંટણીમાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાને ઉમેદવાર બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. જલ્પા વિમલ ચુડાસમા 10 વર્ષથી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ છે.

કલેક્ટર વિવાદ
વિમલ ચુડાસમાના ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર પર ગંભીર આરોપ મૂક્યા હતા કે પૈસા પડાવવા માટે બાંધકામો તોડવામાં આવે છે.

ધમકી
વેરાવળના ભાજપ નેતા રાકેશ દેવાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, સેવાભાવી ડો. અતુલ ચગ સાહેબે આત્મહત્યા કરી હતી. તેમણે મરણ નોંધમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને નારાયણ ચુડાસમાનું નામ લખ્યું હતું. 3 મહિના પછી ફરિયાદ નોંધાઇ હતી. રાજેશ ચુડાસમાની કોઇ ધરપકડ થઇ નથી. અદાલતે ક્લીન ચીટ આપી નથી. રાજેશ ચુડાસમા માંડ માંડ જીત્યા છે. પ્રાચીમાં સાંસદે ધમકી આપી હતી કે, જે મને નડ્યા તેને મુકવાનો નથી. મે તેમનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો કે તેમને મત રૂપી દાન ના આપતા. તેમની ગર્ભીત ધમકી બાદ મને ડર લાગે છે. મે પોલીસ અધિકારીઓ અને મુખ્ય પ્રધાનને લખ્યું છે કે, મારા જાનમાલને ખતરો છે. રાજેશ ચુડાસમા સામે ભયનો માહોલ ઉભો થયો છે. આ સાંસદને મદદ કરવાનો આરોપ વિમલ સામે છે.