ભારત પાકિસ્તાન વચ્ચે સતત તોપ મારો અને ગોળીબાર, ભારતે પાકિસ્તાનની પાંચ ચોકીઓનો ફૂંકી મારી

જમ્મુ-કાશ્મીરના પૂંચ પંથકના અલગ-અલગ ભાગોમાં પાકિસ્તાનના દળો દ્વારા વગર ઉશ્કેરણી એ સતત તોપ મારો અને ગોળીબાર ચાલુ રાખવામાં આવતાં અંતે ભારતીય જવાનોએ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને પાકિસ્તાનના સાત જેટલા સૈનિકો ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ ઉપરાંત જવાનોની કાર્યવાહીમાં પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને બનાવેલી ચારથી પાંચ જેટલી ચોકીઓ પણ ઉડાડી દેવામાં આવી છે અને બાકીના અંદર ઘૂસી જવાનો પ્રયાસ કરવા માગતા આતંકીઓ ઊભી પૂંછડીએ ભાગી ગયા છે.

થોડાક દિવસોથી પાકિસ્તાની દળો દ્વારા જમ્મુ-કાશ્મીરના અલગ અલગ સીમા વિસ્તારોમાં ઉશ્કેરણી વગર જ સતત ગોળીબાર ચાલુ રાખવામાં આવ્યા છે અને ભારતીય જવાનોએ તેમને વળતો જવાબ આપીને શાંત કરી દીધા છે. છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં અલગ અલગ જગ્યાઓ પર પાકિસ્તાની દળોએ સતત તોપમારો અને ગોળીબાર ચાલુ રાખ્યા હતા જોકે કોઈ ગ્રામવાસીનું મૃત્યુ કે કોઈ ઘાયલ થયું નથી.