Controversy over Kutch Collector making Gauchar land his own law कच्छ कलेक्टर अरोड़ा का गौचर जमीन लेने का विवादास्पद फैसला
કચ્છના કલેક્ટર અરોરાનો અરેરાટી ભર્યો ગૌચર જપ્તી કરતો હુકમ
કચ્છ કલેક્ટર પોતાનો કાયદો માની ગૌચરની જમીન આપવાનો વિવાદ
અમદાવાદ, 1 જૂલાઈ 2024
મંડવીમાં 1800 હેક્ટર ગૌચરની જમીન છે. તેમાંથી 350 હેક્ટર જમીન કાઠડા અને માંડવી ગામની જમીન 13 ફેબ્રુઆરી 2024માં જમીન લઈને લીધી હતી. કચ્છનાં માંડવી અને કાઠડા ગામની 587 એકર ગૌચર જમીન કલેકટર નિયમો વિરુદ્ધ લઈ લઈને આપી દીધી છે.
ગૌચરની જમીન આપવામાં કલેક્ટરે 7 કાયદાનો ભંગ કર્યો હોવાનો આરોપ છે. તેથી તેમની સામે કામ ચલાવવા માંગણી કરવામાં આવી છે.
માંડવી તાલુકાના કાઠડા ગામમાં એરસ્ટ્રીપ વિસ્તરણ માટે સર્વે નંબર 357/2 જમીન જપ્ત કરવા માટે કલેક્ટરે આદેશ આપી દીધો છે. તેથી આખા ગુજરાતમાં વિવાદ શરૂ થયો છે. જેના કારણે અગાઉ 3 કલેક્ટર સસ્પેન્ડ થયા તેમ કચ્છના કલેક્ટર અમિત અરોરા પણ સસ્પેન્ડ થઈ શકે એવી હરકતો તેમણે કાયદા અને નિયમો વિરુદ્ધ જઈને કરી છે.
કલેકટર અમિત અરોરાએ નિયમો અને કાયદા વિરુદ્ધ નિર્ણય લીધો છે. તેથી સુરતના કલેક્ટરની જેમ અરોરા સામે પગલાં ભરી શકાય તેમ છે. તેઓ અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર હતા. અરોરાના સમયમાં જ ટીઆરપી ગેમ ઝોન બન્યો હતો. છતાં તેમણે પગલાં લીધા ન હતા. અને આખરે 30 લોકોના મોત થયા હતા.
શું છે હુકમ
નાગરિક ઉડ્ડયન વિભાગ આ જમીન 2021-22માં માંગી હતી. ગુજરાતની ભાજપ સરકાર 8 જાન્યુઆરી 2024માં જમીનની મંજૂરી આપી હતી. 2021માં માંડવી હવાઈ પટ્ટી ખાતે બેઠક મળી હતી ત્યારે નિર્ણય લેવાયો હતો. જે માટે બે પ્લાન રજૂ કરાયા હતા. જેમાં ફેઝ – 1 મુજબ 542 એકર જમીન તથા ફેઝ – 2 માટે બીજી 227 એકર જમીન સંપાદન કરવા નક્કી કર્યું હતું. બન્ને ફેઝની કુલ 769 એકર જમીન મેળવવાની હતી.
13 ફેબ્રુઆરી 2024માં કાઠડા ગામના સરવે નંબર 357ના 85 હેક્ટર અને માંડવીના સરવે નંબર 370ની 150 હેક્ટર જમીન મળીને કુલ 235 હેક્ટર જમીન ફાળવણી હુકમ કર્યો છે. જે 23 લાખ 52 હજાર ચોરસ મીટર જમીન થાય છે.
જેમાં કુલ 307 હેક્ટર જમીન ગૌચરની છે. જે જમીન મીટરમાં 30 લાખ 73 હજાર મીટર જમીન છે.
જેની સામે કાઠડા ગ્રામ પંચાયતે ઓગસ્ટ 2022માં ગૌચર આપવા સામે નોંધાવ્યો હતો. અનેક વખત વિરોધ કર્યો હતો. કલેક્ટર અમિતે તેના બદલામાં નાના લાયજા સર્વે નંબર 200,93,94 ની જમીન કાઠડા ગૌચર તરીકે ફાળવી છે. પણ તે નિયમો વિરુદ્ધ છે. કાઠલાનું ગૌચર માત્ર રેકર્ડ પર રહેશે ચરિયાણ માટે બચશે નહીં.
ગામ વિરદ્ધ નિર્ણય
જાહેર હિત અને રોજગારી ઊભી થતી હોવાથી જમીન લેવાનું કારણ કલેક્ટરે આપેલું છે. ગ્રામ પંચાયતે વાંધો રજૂ કર્યો છે તેમાં કોઈ વજૂદ નથી એવું કલેક્ટરે તેના હુકમમાં કહ્યું છે. ગ્રામ પંચાયત પાસેથી કલેક્ટરે 3 વખત મંજૂરી આપી પણ ત્રણ વખત તેનો ઇન્કાર કરી દીધો હતો.
દબાણ કરાયું
કાઠલા ગામના સરપંચને કલેક્ટરે બોલાવ્યા અને દબાણ કર્યું કે તમે ગમે તેમ કરીને મંજૂરી આપો. સરપંચે સંમતિ પત્ર આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારે કલેક્ટરે ધમકી આપી કે જો તેમાં સંમતિ નહીં આપો તો હું મારી સત્તાનો ઉપયોગ કરીને યોજનાને મંજૂરી આપી દેવાનો છું. ગૌચર લઈ લઈશું. સરપંચે કલેક્ટરે કહી દીધું કે જો તમે અમારા હક્ક છીનવી લેશો તો અમે ગામ લોકો તમારી સામે લડીશું.
કલેક્ટરે સહમતી મેળવ્યા વગર જમીન લેવાનો હુકમ 13 ફેબ્રુઆરી 2024ના કરી દીધો હતો. જેમાં સીરવા ગ્રામ પંચાયતના પશુઓનો સવાલ છે.
કોણ અધિકારી જવાબદાર ?
કચ્છ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, અમિત અરોરા,
નિવાસી અધિક કલેક્ટર, મિતેષ પી. પંડયા
મદદનીશ કલેકટર અને સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, એ બી જાદવ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મેહુલ વી. દેસાઇ