હાહાકાર, અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 40 કોરોનના દર્દી મળી આવ્યા

અમદાવાદમાં 4 જ દિવસમાં વિક્રમ તોડીને અત્યાર સુધીમાં સૌથી વધું કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે.

જોધપુર વોર્ડ, સેટેલાઈટ વિસ્તાર જોખમી

અમદાવાદનો સેટેલાઇટ વિસ્તારના જોધપુર વોર્ડમાં  પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા રિદ્ધિ ફ્લેટ્સ, પૃથ્વીટાવર, વિવેકાનંદ ફ્લેટ, મૌલિક ટેનામેન્ટમાં 40 કેસ કોરોના પોઝિટિવના આવ્યાં છે. આ ઉપરાંત જોધપુરના જ અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તારમાં 12 કેસ પોઝિટિવ આવ્યાં છે.

રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 300થી વધું કેસ નોંધાયા છે. જે ગુજરાતમાં ચોથી વખત છે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 947 કેસ નોંધાયા છે તો અમદાવાદમાં ત્રણ દિવસમાં 750 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં રાજ્યના 69.75 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ આજે નોંધાયા છે. અમદાવાદમાં આજે 267 કેસ આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ 249 કેસ નોંધાયા હતા તે પછી આજે વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 18 અને 19 એપ્રિલે 200 પ્લસ આંક થયા પછી છેલ્લા બે દિવસે ફરી એક વખત સળંગ ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 200 પ્લસ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નોંધાયેલા 326 કેસમાંથી 82 ટકા કેસ અમદાવાદમાં

ગુજરાતમાં 19 એપ્રિલે 367 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં 15 એપ્રિલ પછી બેનો આંક ખોવાઈ ગયો છે. તે પછી કોરોના સંક્રમિતોના આંક ત્રણની સંખ્યામાં જ આવી રહ્યા છે.ગુજરાતમાં છેલ્લા અઠવાડિયામાં 1900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 17 એપ્રિલ સુધીમાં 1099 કેસ હતા. તે પછી 2 હજાર કેસ સુધી પહોંચવામાં 21 એપ્રિલ એટલે કે ચાર દિવસનો સમય લાગ્યો હતો. તે પછીથી વધુ 4 દિવસે એટલે કે 25 એપ્રિલે 3071 કેસ નોંધાયા હતા. તો વધુ 4 દિવસે નવા 1000 કેસ નોંધાતા 29 એપ્રિલે 4000 પ્લસ કેસ થયા હતા. હાલની સ્થિતિ જોતાં અત્યાર સુધી છેલ્લા 3 દિવસમાં 947 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4721 કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. ગુજરાતમાં આજે નોંધાયેલા 326 કેસમાંથી 82 ટકા કેસ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં આજે અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંક 4721 પર પહોંચ્યો છે. તો અમદાવાદમાં કુલ 3293 કેસ થયા છે, 165 લોકોના મોત થયા છે. જ્યારે સુરતમાં 26, વડોદરામાં 21, ભાવનગરમાં 5, આણંદમાં 4 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિતોનો આંક મુંબઈ બાદ બીજા નંબરે પહોંચ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ આંક હવે 5000 તરફ ગતી કરી રહ્યો છે. લોકો માનવા લાગ્યા છે કે જે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમના કારણે આ થયું છે. જોકે તેના કોઈ પુરાવા નથી.